Main Menu

Tuesday, September 25th, 2018

 

અમરેલી કેરીયારોડ ઉપર કલરવ હોસ્‍પિટલનો દબદબાભેર પ્રારંભ

અમરેલી,
અમરેલી કેરીયા રોડ પર તા. 23 રવીવારના કલરવ હોસ્‍પિટલનો પ્રારંભ થતા પાણી દરવાજા સ્‍વામીનારાયણ મંદિરના સંતો અને કેન્‍દ્રીય કૃષિમંત્રી શ્રી રૂપાલાના વરદ હસ્‍તે હોસ્‍પિટલનું ઉદ્‌ઘાટન કરાયું હતું.
આ પ્રસંગે સ્‍નેહીઓ, મિત્રો, સગાસંબંધીઓ, સહીત અમરેલીના સ્‍ત્રી રોગ નિષ્‍ણાંત ડો. મીથીલ આર. પટેલ, એનેસથેસીયા ડો. નીરાલી ગોંડલીયા, ચામડી રોગના નિષ્‍ણાંત ડો. ચિરાગ વામજા , દાંત રોગના નિષ્‍ણાંત ડો. જતીન પી. ધાનાણીના નવા સાહસને ભારત સરકારના મંત્રીશ્રી પરસોતમભાઇ રૂપાલા તથા સ્‍વામીનારાયણ મંદિરના સંતો અને વડીલોએ આર્શીવાદ પાઠવી શુભકામના વ્‍યકત કરી હતી.
અમરેલીના કેરીયા રોડ ઉપર કલરવ હોસ્‍પિટલ ખાતે હવે સ્‍કીન,દાંત અને સ્‍ત્રીરોગ નિષ્‍ણાંતની સેવા મળી રહશે.


અમરેલી માણેકપરામાં કલરવ બાળકોની હોસ્‍પિટલનો પ્રારંભ

અમરેલી,
અમરેલી માણેકપરા લાતી બજાર ચાર રસ્‍તા પાસે તા. 23-9 રવીવારના કલરવ બાળકોની હોસ્‍પિટલનો પ્રારંભ થતા કેન્‍દ્રીય કૃષિમંત્રી પરશોતમભાઈ રૂપાલાના વરદ હસ્‍તે ઉદ્‌ઘાટન કરાયું હતું. આ પ્રસંગે અવધ ટાઇમ્‍સના તંત્રીશ્રી ભરતભાઇ ચૌહણ, જે.પી.સોજીત્રા,દિનેશભાઇ ભુવા,પી.સી.ઉભડા, રોમીલ ચૌહાણ, નાસીરભાઇટાંક તથા સ્‍નેહીઓ, મિત્રો, સગાસંબંધીઓ સહીતે ડો. જયદિપ એ. પટેલના નવા પ્રસ્‍થાનને આર્શીવાદ સાથે શુભકામના પાઠવી હતી.
શ્રી અમૃતભાઇ આર પટેલની પ્રેરણાથી ડો. જયદીપ પટેલે અમરેલીમાં આ હોસ્‍પિટલનો પ્રારંભ કરાતા વિવિધ ક્ષેત્રના આગવાનો તથા તબીબી જગતના તર્જજ્ઞોની વિશેષ ઉપસ્‍થિતિમાં અમરેલી શહેરમાં માણેકરા વિસ્‍તારમાં બાળકોના સ્‍વાસ્‍થ્‍ય ક્ષેત્રની ઉચ્‍ચ અને અત્‍યાધુનિક સુવિધા હવે જિલ્લાભરના લોકોને મળી રહેશે તેવી શુભકામનાઓ પણ સૌએ ડો. જયદીપ પટેલને પાઠવી હતી.


ધારી તાલુકાના વાવડી ગામના ખેડુતે પાક નિષ્‍ફળ જવાની દહેશતથી આપઘાત કર્યો અમરેલી,

અમરેલી જિલ્લો આ વરસે વરસાદથી વંચિત રહી ગયો છે ત્‍યારે જિલ્લામા બબ્‍બે વખત બિયારણ ફેલ થયુ અને છેલ્લા એક માસથી વરસાદ નથી ત્‍યારે પાક નિષ્‍ફલ જવાના ડર થી આજે ધારી તાલુકાના વાવડી ગામના યુવાન ખેડુત અનકભાઈ ગભરુભાઈ જેબલીયા નામના 3પ વર્ષિય યુવાને ઝેરી દવા પીય જીવન ટુકાવ્‍યુ હતુ. જેને પી.એમ.માટે અમરેલી સિવિલ હોસ્‍પિટલે લાવવામા આવેલ હતા.ત્‍યારે તેમના પિતરાઈ ભાઈ ચંપુભાઈ જેબલીયાએ જણાવ્‍યુ હતુ કે છેલા થોડા સમયથી અનકભાઈ મુજાયેલા હતા અને તેના પિતાની ગેરહાજરી ,વ્રુઘ્‍ધ માતા.અને આઠ વર્ષનો નાનો બાબો તથા તેમના પત્‍નિ ની જવાબદારી ….ઉપરથી પાક નિષ્‍ફલ જવાની ભીતી…આ ખેડુતે તેની કરુણાંતિકા ગામના સરપંચને કહી સંભળાવેલ પરંતુ તેમણે આશ્‍વાસન આપ્‍યુ અને જોબકાર્ડ પણ કઢાવી આપેલ છતા યુવાન હિમ્‍મત હારી ગયો..આખરે ઝેરી દવા પી જીવન ટુકાવ્‍યુ જેનુ પારાવાર દુખ સહિત ગામ આખાને થયુ છે.
ત્‍યારે સરકારે અમરેલી જિલ્લાના ખેડુતો માટે ગંભીરતાથી વિચારવાનો સમય પાકી ગયો છે.


અમરેલીમાં ખુદાના દ્વાર પાસે જ ખુદાનો બંદો ખુદાની રહેમતમાં પહોંચી ગયો

thumbnail of 16-9-18

અમરેલી,અમરેલીના જયહીન્‍દ ચોકમાં રહેતા કલીનર કમ મજુર એવા સરળ સ્‍વભાવના અયુબભાઇ ભટ્ટીનું પ્રતાપપરા રોડ ઉપર શાહગોરાપીર ( જુના રોજા) પાસેઅકસ્‍માતમાં મૃત્‍યું નિપજતા ઘેરા શોકની લાગણી ફરી વળી છે.આ બનાવની વિગતો એવા પ્રકારની છે કે, અમરેલીના જયહીન્‍દ ચોકમાં રહેતા અને ટ્રકમાં કલીનરી અને મજુરીકામ કરતા અયુબભાઇ ગફારભાઇ ભટ્ટી અમરેલીના પ્રતાપપરા રોડ ઉપર આવેલ શાહગોરાપીરની દરગાહ પાસે ટ્રકને પાછો લેવડાવતા હતા ત્‍યારે અકસ્‍માત સર્જાતા તેમનું મયું નિપજયું હતુ અને ખુદાનો નેક બંદો ખુદાના દ્વાર પાસેથી જ ખુદાની રહેમતમાં પહોંચી જતા અમરેલીના પીંજારા સમાજમાં આ બનાવની જાણ થતા ઘેરા શોકની લાગણી ફરીવળી હતી.અકસ્‍માતમાં મૃત્‍યું પામેલ અયુબભાઇ (ઉ.વ.42)ના મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે સિવિલમાં ખસેડાતા ત્‍યા સમાજન આગેવાનો મોટી સંખ્‍યામાં ઉમટી પડયા હતા.


અમરેલી, કુંડલા તાલુકા પંચા.ની પેટાચૂંટણીમાં 17 ઉમેદવારો મેદાનમાં

અમરેલી,અમરેલી જિલ્લાની અમરેલી, બાબરા અને સાવરકુંડલા તાલુકા પંચાયતની કુલ 8 બેઠકો માટે ભરાયેલા ઉમેદવારી પત્રોની ચકાસણીના દિવસે 10 ડમી ઉમેદવારીપત્રો રદ્દ થતા હવે મેદાનમાં કુલ 17 ઉમેદવારો રહયા છે.અને બાબરાના ઉટવડની બેઠકમાં અનામતને કારણે કોઇ ઉમેદવાર ન મળતા એક પણ ઉમેદવારીપત્ર ભરાયું નથી.આ અંગેની વિગતો એવી છે કે, અમરેલી તાલુકા પંચાયતની છ બેઠકો નાના-મોટા આંકડીયા, ગાવડકા, જસવંતગઢ, પ્રતાપપરા, વડેરા બેઠકની પેટા ચૂંટણી યોજાનાર છે જેના ઉમદવારીપત્રો ચકાસણીના દિવસે 10 ઉમેદવારીપત્રો રદ્દ થતા હવે ભાજપ અને કોગ્રેસ વચ્‍ચે અમરેલીની છ બેઠકો ઉપર સીધો જંગ લડાશે જેમા પ્રતાપપરા અને નાના આકડીયામાં અપક્ષ ઉમેદવાર મેદાનમાં છે જયારે સાવરકુંડલાની ઘાંડલા બેઠક ઉપર ભાજપ અને કોંગ્રેસ વચ્‍ચે સીધી લડાઇ છે તથા બાબરાની ઉંટવડ બેઠક અનામત હોય તેમા એક પણ ઉમેદવારી નોંધાઇ નથી.


25-09-2018


error: Content is protected !!