Main Menu

Wednesday, September 26th, 2018

 

દલખાણીયાનાં સિંહો ‘ડુબકીયા’ના પાપે તો નથી મર્યાને ?

અમરેલી,ગીરના જંગલમાં સિંહોના મોતના મામલે અનેક પ્રકારની અટકળો ચાલી રહી છે ગીરમાં સિંહોના કમોતનો સીલસીલો સતત શરૂ રહયો છે ત્‍યારે અનેક પ્રકારના ચેકીંગ ચાલી રહયા છે પણ એક ચોંકાવનારી વિગતો બહાર આવવા પામી છે કે સિંહોના મોતનું કારણ રોગીષ્‍ટ પશુ નિકળે તેવી પ્રબળ શકયતાઓ ગીરકાંઠાના ગામડાના લોકો નિહાળી રહયા છે. ધારી પાસેના ગીરના જંગલના પ્રવેશદ્વાર ગણાતા દલખાણીયા પાસે સાપનેશ જતા માર્ગ ઉપર ડેમ વિસ્‍તારમાં ખોડીયાર મંદિર નજીક ડુબકીયા નામનો વિસ્‍તાર આવેલ છે આ વિસ્‍તારમાં સિંહોની સંખ્‍યા સૌથી વધારે છે તેની પાછળ એક ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે.દલખાણીયા ગામમાં આવી સિંહ મારણ કરી જાય કે આસપાસના ગામડામાં મારણ કરે લોકો વનતંત્રને જાણ કરે એટલે વનતંત્ર બોલેરો કાર લઇ શાવે અને મારણને એમા ભરી અને આ ડુબકીયા નામના વિસ્‍તારમાં નાખી આવે એટલે મારણ ગમે તે વિસ્‍તારના સિંહો કરે પણ માલ ખાવા આ ડુબકીયા વિસ્‍તારના લોકોને મળે આને કારણે આ ડુબકીયા વિસ્‍તારના સિંહો એટલા પરાવલંબી થઇ ગયા છે કે તેને મારણ કરતા નથી આવડતુ.અને હદ તો એ થઇ ગઇ છે કે આ ગામડાઓમાં કોઇનું પશુ કુદરતી મોતે મરે કે બીમારીથી મરે લોકો વનતંત્રને જાણ કરે એટલે વનતંત્રની બોલેરો આવી આ મરેલા ઢોરને ઉઠાવી અને ડુબકીયામાં નાખી આવે જેને સિંહો આરોગી જાય તેના નસીબ હોય તો સારુ ભોજન મળે નહીતર રોગીષ્‍ટ ભોજન મળે.


કલરવબાળકોની હોસ્‍પિટલના નવપ્રસ્‍થાન સમયે શ્રી પરેશભાઈ ધાનાણી તેમજ શ્રી પી.પી.સોજીત્રાએ શુભેચ્‍છા મુલાકાત લીધી

અમરેલી, અમરેલીમાં તા. 23-9 નાં રોજ બાળરોગ નિષ્‍ણાંત પટેલની નવપ્રસ્‍થાન સમયે ગુજરાત વિધાનસભા નેતા વિપક્ષ માન. શ્રી પરેશભાઈ ધાનાણી તેમજ માર્કેટીંગ યાર્ડ અમરેલીનાં ચેરમેન શ્રી પી.પી.સોજીત્રાએ શુભકામના પાઠવી હતી.


હરિદ્વારની પદયાત્રા કરનાર કોલડાના ગભાભાઈ ભરવાડનું સન્‍માન કરાયું

thumbnail of 19-9-18

અમરેલી,
કોલડાગામના સામાન્‍ય ભરવાડ પરિવારના ગભાભાઈ દેવશીભાઈ ભરવાડે હરિદ્વાર પગપાળા ચાલીને જવાનો સંકલ્‍પ કરીને કોલડાથી હરિદ્વાર સુધીની પદયાત્રાનો પ્રારંભ કર્યો અને શ્રઘ્‍ધાને કઈ સિમાડા નથી નડતા એ ઉકિત સાર્થક થતી હોય એમ પદયાત્રાના પ્રારંભથી આજદિન સુધી 31 દિવસમાં હરિદ્વાર સુધીની 1350 કિ.મી. ની યાત્રા પુર્ણ કરીને પરત વતન કોલડા આવી પહોચતા કોલડાના વતની અગ્રણી ઔદ્યોગિકરત્‍ન તથા સૌરાષ્‍ટ્ર ઓઈલમિલ એસો.ના કારોબારી સભ્‍ય, ઓઈલમિલર, લેઉવા પટેલ સમાજના આગેવાન કાંતીભાઈ વઘાસીયાએ યાત્રીકનું સન્‍માન કરીને આર્શિવાદ લીધા હતા. આ પ્રસંગે ગામના સરપંચશ્રી ભરતભાઈ વઘાસીયા, ગોવિંદભાઈ સોરઠીયા, હસુભાઈ સોરઠીયા, મથુરભાઈ ખુંટ, આશિષભાઈ ખુંટ તથા ગામના અગ્રણી નાગરિકો ઉપસ્‍થિત રહ્યાં હતા તથા ગભાભાઈનું સન્‍માન કર્યુ હતું.


વડીયાના સુરગપરામાં પાણીની પાઇપ લાઇનમાંથી લેડીઝ ડ્રેસ નિકળ્‍યો

વડીયા,
અમરેલી જિલ્લાના વડીયાના સુરગપરા વિસ્‍તારને ઓછા ફોર્સથી પાણી મળતુ હોવાની ફરિયાદ ઉઠતા સરપંચ શ્રી છગનલાલ ઢોલરીયાએભરબપોરે જાતે દેખરેખ રાખી અને પાઇપ લાઇનો ખોલાવી ચેક કરાવતા અંદરથી લેડીઝ ડ્રેસ ફસાયેલી હાલતમાં મળી આવ્‍યો હતો અને આ પ્રશ્‍ન હલ થયો હતો.
ગ્રામ પંચાયત ના સરપંચ શ્રી ઢોલરીયા દ્વારા આ બનાવ પછી નળ કનેકશનોમાં કપડાના ડુચાને બદલે ડટીઓ કે કેપ લગાડવાની અપીલ કરવામાં આવી છે.


ગીરના જંગલમાં સિંહો જોખમમાં : અમરેલી પંથકમાં મોજમાં

અમરેલી,
ગીરમાં સિંહોના કમોતનો સીલસીલો સતત શરૂ રહયો છે આજે વધુ એક સિંહણના મોતથી એકલા દલખાણીયા રેન્‍જમાં જ સિહોનો મૃત્‍યુઆંક 14 ઉપર પહોંચ્‍યો છે સંખ્‍યાબંધ ટુકડીઓ દ્વારા ગીરના જંગલમાં સિંહોને બચાવવા કરાઇ રહેલા સ્‍કેનીંગ દરમિયાન કેટલાક સિહો ઘાયલ હોવાનુ અને એકા બીમાર હોવાનું જણાયું છ
ે પણ અત્‍યારે એક વાત સાબીત થઇ ગઇ છે કે, ગીરના જંગલમાં સિંહો જોખમમાં છે પણ અમરેલી પંથકમાં સિંહો ખરેખર મોજમાં છે અમરેલીના ચાંદગઢ, લીલીયા, કુંડલા, રાજુલા પંથકમાં સિંહો મોજમાં હોય તેમ ત્‍યા કમોતના બનાવો નહીવત છે ધારીના દલખાણીયાના ચાંચઇથી શેત્રુજી બેલ્‍ટમાં છેક તળાજા સુધી સિંહો


26-09-2018


error: Content is protected !!