Main Menu

Thursday, September 27th, 2018

 

ધારીમાં અમરેલી જીલ્‍લા ભાજપની કારોબારી બેઠક મળી

ધારીમાં અમરેલી જીલ્‍લા ભાજપ કારોબારી સમિતિની બેઠક મળી હતી. તે વેળાએ કેન્‍દ્રીય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવીયા તથા જીલ્‍લાના પ્રભારી ભરતભાઇ ગાજીપરા, જયંતીભાઇ કવાડીયા અને જીલ્‍લામાંથી ઉમટી પડેલા ભાજપ કારોબારી સદસ્‍યો તસ્‍વીરમાં નજરે પડે છે.


અમરેલી જિલ્લામાં સ્‍વાઇન ફલુએ દેખા દીધી : ધારીની મહીલાને અસર

અમરેલી,
અમરેલી જિલ્‍લામાં સ્‍વાઇનફલુ એ દેખા દિધી છે ધારીન પચાન વર્ષની મહિલાને સ્‍વાઇનફલુની અસર થતા રાજકોટ દવાખાને ખસેડવામા આવી છેઅમરેલી જિલ્લામાં શિયાળાની શરૂઆત પહેલા જ સ્‍વાઇન ફલુએ માથુ ઉચકયું છે.
જિલ્લાના ધારી ખાતે 50 વર્ષની મહીલાને સ્‍વાઇન ફલુ પોઝીટીવ આવતા સારવાર માટે રાજકોટ દવાખાને ખસેડાઇ છે અમરેલી જિલ્લામાં સ્‍વાઇન ફલુનો આ સીઝન દરમિયાન સામો કેસ નોંધાયો છે.


27-09-2018


જાત્રુડામાં શિક્ષક દંપતિને ત્રાસ : ફરિયાદ છતા તંત્રનું મૌન

અમરેલી,
તાજેતરમાં શિક્ષક દિન જાહેર કાર્યક્નમમાં શ્રી જાત્રોડા પ્રા.શાળા, તા. લીલીયાના આચાર્યને જીલ્‍લાના શ્રેષ્ઠશિક્ષક પારિતોષિક એવોર્ડ આપવામાં આવેલ.
આ જાહેર કાર્યક્નમમાં જીલ્‍લા પંચાયતના પ્રમુખશ્રી તથા શ્રી જીલ્‍લા વિકાસ અધિકારી તથા જીલ્‍લા પ્રાથમિક શિક્ષણાધિકારી તથા મંચસ્‍થ મહાનુભાવોની રૂબરૂમાં માનસિક ત્રાસની ફરિયાદ કરવામાં આવી તથા જીલ્‍લાના શ્રેષ્ઠ પારીતોષીક એવોર્ડ સ્‍વીકારવાનીના પાડવામાં આપી અને કહેવામાં આવ્‍યું કે મારે એવોર્ડની જરૂર નથી. મને મળતો ત્રાસ દુર કરવાની મૌખીક તથા લેખીત ફરિયાદ કરવામાં આવી. તો તંત્ર દ્વારા કહેવામાં આવ્‍યું કે રૂબરૂ તપાસમાં આવીશું.
આજે 20-20 દિવસ થયા છતાં પણ શાળામાં કોઈપણ જાતની તપાસ કરવા તંત્ર આવ્‍યું નથી.
તો તંત્ર શિક્ષણને લાંછનરૂપ ઘટના બને કે શાળામાં કોઈ અઘટીત ઘટના બને તેની રાહ જોઈ રહ્યુ છે કે પછી આ તપાસ પાછળ કાઈ રંધાઈ રહ્યુ છે ? જે શિક્ષક દંપતિ દ્વારા સાંજ સુધી શાળા ખુલ્‍લી રાખી બાળકોને દરરોજ નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષાની તૈયારી કરાવી રહ્યા છે.
જે શાળાને સતત 6 વર્ષથી એ-ગ્રેડ મેળવેલ છે. જે શિક્ષકને જીલ્‍લાના શ્રેષ્ઠ શિક્ષક પારીતોષીક એવોર્ડ મેળવેલ હોય તથા તેના પત્‍ની તાલુકા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ મેળવેલ હોય. પોતે જીલ્‍લા સંઘના ઉપપ્રમુખ હોય તંત્રને બે વખત ફરિયાદ આપવામાં આવવા છતા તપાસ કરવામાં આવતી નથી. તેમ આચાર્યભરતભાઈ કાપડીયા અને ઉપાચાર્ય રસીલાબેન કાપડીયાની યાદીમાં જણાવવામાં આવ્‍યુ છે.


રાજુલાના ડુંગર ગામે પત્‍નીએ પ્રેમી સાથે મળી પતિને પતાવી દીધોઃલાશને વાડીમાં દાટી દીધી

રાજુલા તાલુકા ના ડુંગર ગામ ના ભોળાભાઈ અરજણભાઇ ગોહિલ ભરવાડ ઉમર ર7 કુંડલિયાળા અને રીગણીયાળા ગામ ની સિમ વિસ્‍તાર માં કાળુભાઇ ની વાડી ફાર્મે રાખી પત્‍ની અને સંતાન સાથે 3 મહિના થી કામ કરતા હતા અને રહેવાસી ડુંગર ગામ ના હતા મોટાભાગે તે રહેતા હતા વાડી માં અને 7 વર્ષ પહેલ તેમને કાજલબેન સાથે લવ મેરેજ થી લગ્ન કર્યા પરંતુ ર દિવસ થી કોઈ સંપર્ક માં ન હોવાને કારણે તેમના મોટા ભાઈ જગાભાઈ અરજનભાઇ એ પહેલા વાડી સહીત વિસ્‍તાર માં તપાસ કરી ત્‍યાર બાદ મૃતક ના ભાઈ એ ડુંગરપોલીસ માં ગુમ થયા ની જાહેરાત આપી હતી તેને લઇ ને પોલીસ પણ તપાસ કરી રહી હતી જેમાં તપાસ દરમિયાનવાડી ના ફરજા માં બ્‍લડ વાળા ઓંચિકા અને ગોદડાં જોવા મળિયા જેને લઇ ને પોલીસ એ ગંભીરતા થી તપાસ શરૂ કરી અને સ્‍થાનિક સહીત પોલીસ અધિકારી ઓ ચોકી ઉઠ્‍યા અને હત્‍યા ની આશંકા એ તપાસ નો ધમધમાટ શરૂ કર્યો ત્‍યાર બાદ મૃતક ભોળાભાઈ જે વાડી માં કામ કરતા હતા તેની બાજુ ની વાડી માં તેમને ખાડો ગાળો દાટી દીધા હોવાને કારણે માખી ઓ સતત બણબણતી હતી અને શંકા ના આધારે વધુ ખાડો કર્યો અને મૃતક ના હાથ દેખાય ત્‍યાર બાદ મામલતદાર સહીત તંત્ર ના અધિકારી ઓ ને જાણ કરતા તેવો પણ તાત્‍કાલિક ઘટના સ્‍થળે દોડી આવ્‍યા અને ત્‍યાર બાદ તેમની લાશ છે તે ડુંગર પોલીસ એ વિડીયો શૂટિંગ સાથે મામલતદાર ની હાજરી માં લાશ ને બહાર કાઢી અને માથા ના ભાગે ગંભીર પ્રકાર ની ઇજા ઓ હોવાનું જાણવા મળી રભ્‍ું છે અને 3 દિવસ જેટલો સમય લાશ જમીન માં રહેવા ના કારણે અતિ ગંધ મારતી હતી અને લાશ મહામુબતે દુગાંધ વચ્‍ચે કલાકો બાદ લાશ ને બહાર કાઢી ત્‍યાર બાદ સાવરકુંડલા ડીવાયએસપી સહીત પોલીસ કાફલો દોડી આવ્‍યો અને તપાસ નો ધમધમાટ તેજ થયો અને સ્‍થાનિક લોકો ની પુચ પરછ પણ પોલીસ એ કરી સાથે સાથે મૃતક ના ભાઈ એ ડુંગરપોલીસ સ્‍ટેશન માં ફરિયાદ આપી હતી અને વિશેષ નિવેદન લઇ ને ફરિયાદ નોંધી આગળ ની કાર્યવાહી હાથ ધરી છેજેમાં ભોળાભાઈ ના મિત્ર નાગજીભાઈ મંગાભાઇ ભરવાડ રહે હાડીડા અને તેમની પત્‍ની કાજલબેન ભોળાભાઈ એ હત્‍યા કરી લાશ ને દાટી હોવાનું પોલીસ એ પ્રાથમિક દ્રષ્ટિ એ જાણવા મળી રભ્‍ું છે જોકે હજુ સુધી પત્‍ની અને તેમના પ્રેમી મૃતક ના મિત્ર ની શોધખોળ હાથ ધરી છે હજુ સુધી માં તેમનું કોઈ લોકેશન મળ્‍યું નથી લાશ ને પીએમ માટે પ્રથમ રાજુલા ત્‍યાર બાદ ભાવનગર હોસ્‍પિટલ માં ખસેડવા ની કાર્યવાહી હાથ ધરી છે આરોપી સાથે અન્‍ય કોઈ ની સંડોવણી છે કે કેમ તે દિશા માં પણ પોલીસ તપાસ કરી રહી છે લાશ મળી આવતા આસપાસ ના ગામો ના સરપંચ સહીત અગ્રણી ઓ દોડી આવ્‍યા હતા મૃતક ભરવાડ સમાજ નો હોવાને કારણે ભરવાડ સમાજ ના લોકો પણ અહીં મોટી સંખ્‍યા માં દોડી આવ્‍યા હતા અને ડુંગર પીએસઆઇ ગોહિલ સહીત પોલીસ સ્‍ટાફ દ્વારા તપાસ શરૂ કરી દેવા માં આવી છે હાલ માં આ પ્રકાર નો માસ્‍ટરપ્‍લાન ઘડી હત્‍યા કરતા પોલીસ તંત્ર પણ ચોકી ઉઠ્‍યું હતા ડુંગર પોલીસ સ્‍ટેશન ની હદ વિસ્‍તાર ની ઘટના બનતા નાનકડા પોલીસ સ્‍ટેશન માં ભારે દોડધામ મચી ગઈ હતી જોકે આ ડુંગર પોલીસ સ્‍ટેશન માં આજે મૃતક ના ભાઈ એ જગાભાઈ અરજનભાઇ ભરવાડ એહત્‍યા ની ફરિયાદ આપી છે જેમાં આરોપી તરીકે મૃતક ની પત્‍ની કાજલબેન ભોળાભાઈ અને મૃતક ભોળાભાઈ નો મિત્રનાગજીભાઈ જગાભાઈ રે હાડીડા આ બને વચ્‍ચે પ્રેમ સબંધો હતા અને મારનાર ભોળાભાઈ બને વચ્‍ચે આડખીલીરૂપ બનતા હોય જેથી બને આરોપી એ આયોજક પૂર્વક કાવતરું કરી ભોળાભાઈ ના માથા ના ભાગે હથિયાર વડે માર મારી ગંભીર ઇજા નિપજાવી મોત થતા બાજુ માં આવેલી વિનુભાઈ ની વાડી માં લાશ ને દાટી પુરાવા નાશ કરવા કરી બને ફરાર થયા છે ત્‍યારે આજે સમગ્ર મામલે પોલીસ એ લાશ ને જમીન માંથી કાઢી પીએમ માટે ખસેડવા માં આવી છે અને 6 થી 7 વર્હસિ પહેલા ભોલાભાઇ અને તેમના જ ગામ ની કાજલબેન વચ્‍ચે લવમેરેજ કરી લગ્ન કર્યા હોવાનું જાણવા મળી રભ્‍ું છે અને એક પુત્રી હોવાનું પણ જાણવા મળી રભ્‍ું છે જોકે સમગ્ર કાવતરું કરી પુત્રી માસુમ હોવાને કારણે તેમને પહેલા તેમના મોટાભાઈ ના ઘરે મોકલી દીધી ત્‍યાર બાદ આ આખુંય કાવતરું ઘડ્‍યું હોવાનું પોલીસ તપાસ માં ખુલ્‍યું છે આ આજે તપાસ માં ડીવાયએસપી માવાણી,ડુંગર પીએસઆઇ ગોહિલ,વિજુભાઈ જાડેજા,હિંમતભાઇ,અલ્‍પેશભાઈ શિયાળ,એલ.એમ.ભટ સહીત પોલીસ સહીત એસઓજી પોલીસ પણ તપાસ અર્થ દોડી આવી હતી


રાજુલામાં કોંગ્રેસ દ્વારા પુતળાદહનઃ10ની અટકાયત

thumbnail of 20-9-18

રાજુલા શહેર માં કોંગ્રેસ દ્વારા મોંઘવારી પેટ્રોલ ડીઝલ ના ભાવ ઘટાડવા માટે પૂતળા દહન કરતા પોલીસ એ 10 કોંગી કાર્યકરો ની અટકાયત કરી હતી
રાજુલા શહેર માં આવેલ માર્કેટિંગ યાર્ડ સામે કોંગ્રેસ સમિતિ અને યુવક કોંગ્રેસ એન એસ યુ આઈ ટીમ દ્વારા વિરોધ પ્રદશન કરાયું હતું ડીઝલ પેટ્રોલ ના ભાવ સામે પૂતળા દહન કરી સરકાર સામે રોષ વ્‍યકત કર્યો હતો તેને લઈ ને રાજુલા પોલીસ ને જાણ થતાં અમિતભાઇ જોશી,પ્રવીણભાઈ વાઘેલા,જયેશભાઇ,ઘનશ્‍યામભાઈ લાખણોત્રા, ગિરધરભાઈ, રવિભાઈ કોગ્રેસ ના કાર્યકરો મોટી સંખ્‍યા માં હજાર રભ હતા અને 10 થી વધુ લોકો ની પોલીસ એ અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી હતી


સરપંચોને વેતન નહી મળે તો ચૂંટણીનો બહિષ્‍કાર કરાશે

પીપાવાવ,
ગુજરાત વિધાનસભામાં ધારાસભ્‍યોને અને મંત્રીઓને વેતન વધારો ચુકવવા નિર્ણય થયો છે.
તેથી પીપવાવા ગ્રામપંચાયતના સરપંચ હંસાબેન ભાણાભાઇગુજરીયાએ વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીને પત્ર પાઠવી જણાવ્‍યું છે કે ધારાસભ્‍યોનો વેતન વધારા સામે અમને કોઇ વાંધો નથી પરંતુ તેઓ સરપંચો અને તાલુકા જીલ્‍લા પંચાયતોના સદસ્‍યોખદા સહકારથી ચૂંટાય છે અને આટલુ મોટુ વેતન મેળવવા પા ત્ર બને છે ત્‍યારે સરપંચો જીલ્‍લા તાલુકા પંચાયતોના સદસ્‍યોને એક પણ રૂપિયો પગાર ચુકવવામાં આવતો નથી.
ઉપરાંત ગામ વિકાસના કાર્યોના ખર્ચની આર્થીક લેવડ દેવડની સતા પણ છીનવી લીધી છે. ત્‍યારે સરપંચોને તથા તાલુકા જીલ્‍લા પંચાયતોના સદસ્‍યોને હાલની મોંઘવારી ઘ્‍યાને લઇ યોગ્‍ય વેતનદર નક્કી કરી ચુકવવા માંગણી હંસાબેન ગુજરીયાએ કરી વધુમાં જણાવ્‍યું કે આ બાબતે યોગ્‍ય નહી થાય તો સરપંચો તાલુકા અને જીલ્‍લા પંચાયતોના સદસ્‍યોને જાગૃત કરી આંદોલન કરવામાં આવશે અને આગામી લોકસભા ચૂંટણી 2019નો બહિષ્‍કાર કરી અસહકાર આંદોલન કરવામાં આવશે.
તેમ પીપવાવના સરપંચ હંસાબેન ગુજરીયાએ ચિમકી આપ્‍યાનું અખબારી યાદીમાં જણાવ્‍યું છે.


અમરેલી જિલ્લાના મેડીકલ સ્‍ટોર કાલે હડતાલ પાડશે

અમરેલી,અમરેલીમાં કેમિસ્‍ટસ એન્‍ડ ડ્રગ્રિસ્‍ટસ એસોસીયેશન દ્વારા જીલ્‍લાના મેડીકલ સ્‍ટોર તા.28-9 શુક્નવારના બંધ રહેશે. ઓનલાઈન દવાના વેપાર સામે કેમિસ્‍ટસ એન્‍ડ ડ્રગ્રિસ્‍ટસ એસોસીયેશન દ્વારા લેવાયેલા નિર્ણય અનુસાર મેડીકલ સ્‍ટોર બંધ રાખવાના હોવાથી દર્દીઓએ પોતાની જરૂરીયાત મુજબની દવાઓ અગાઉથી મેળવી લેવી. તા. 28-9 શુક્નવારાના ઈમરજન્‍સી દવા મેળવવા માટે રાધિકા હોસ્‍પિટલ શ્રી હરી મેડીકલ સ્‍ટોર્સ, રાજ મેડિકલ ડોકટર હાઉસ, પટેલ મેડિકલ સ્‍ટોર્સ રાજકમલ ચોક, હાર્દિક મેડીકલ સ્‍ટોર્સ આસ્‍થા હોસ્‍પિટલ, નવજીવન મેડિકલ સ્‍ટોર-નવજીવન હોસ્‍પિટલ મંથન મેડિકલ સ્‍ટોર્સ-રાઘવેન્‍દ્ર હોસ્‍પિટલ ખુલ્‍લા રહેશે.


error: Content is protected !!