Main Menu

Friday, September 28th, 2018

 

28-09-2018


ડુંગરમાં પ્રેમી સાથે મળી પતિને મોતને ઘાટ ઉતારનાર આરોપીઓ ઝડપાયા

ડુંગર
અમરેલી જીલ્‍લા પો.વડા તેમજ ડી.વાય.એસ.પી. સા.કુંડલા ડિવીઝન તથા સર્કલ પી. આઇ. ના માર્ગદર્શન અને સુચના અનુસાર ડુંગર પો.સ્‍ટેશનમાં ગુમ જાણવા જોગ તા. 25-9 ના જાહેર કરનાર જગાભાઇ અરજણભાઇ ગોહીલ રહે. ડુંગર તેના ભાઇ ભાોળાભાઇ અને પત્‍નિ કાજલબેન અને તેની સાથે કામ કરતા નાગજીભાઇ વાળા કુંડલીયાળા સીમમાં ભાગીયુ રાખેલ હોય.અને સાથે કામ કરતા હોય જાહેર કરનારના ભાઇ ભોળાભાઇ ની પત્‍નિ કાજલબેન સાથે પ્રેમસબંધ બંધાતા તેઓ તા.24-9 ના ગુમ હોય અમો ઉપરી અધિકારીની સુચનાથી રાત્રીના 11 કલાકે સૈયદરાજપરા ગામે તપાસમાં ગયેલ અને આજરોજ જીલ્‍લા પો. વડા અને ના.પો.અધિ. તેમજ સર્કલ પી.આઇ રાજુલાની ટેલીફોનીક સુચના આપેલ કે ગુમ થનાર ભોળાભાઇ અરજણભાઇ ગોહીલ રહે. તા. રાજુલા ની લાશ મળી આવેલ અને ડુંગર પોલીસમાં ખુનનો ગુનો તા.26-9 ના બપોરે નોંધાયેલ છે. અને આકામે આરોપી નાગજીભાઇ ભરવાડ રહે. આડીડા તા. સા. કુંડલા અને કાજલબેન ભોળાભાઇ ગોહીલ રહે. ડુંગર વાળા હોય આરોપીની તપાસમાં રહેવા સુચના આપેલ હોય તે અનુસંધાને નાગેશ્રીના મહિલા હે.કોન્‍સ. શાંતુબેન ઉગાભાઇ , પો.કોન્‍સ. હારીતસિંહ સરવૈયા તથા જયપાલસિંહ ગોહિલ આરોપીની તપાસમાં ઉના તાલુકાના સામેતર ગામે હોય ખાનગી રાહે બાતમીદારોથી હકીકત મળેલ કે માણેકપરા ઉના એસ.ટી. બસમાં માણેકપરા ગામેથી એક શંકાસ્‍પદ પુરૂષ તથા સ્‍ત્રી બેઠેલ હોય જેથી અમો સ્‍ટાફ સાથે સામતેર થી ગરાળ ગામે જતા એસ.ટી.બસ ઉભી રખાવી અને તપાસ કરતા એક સીટમાં બાજુબાજુમાં સ્‍ત્રી-પુરૂષ બેઠેલ હોય જેમનુ નામ પુછતા નાગજી મંગા ભરવાડ રહે. હાડિડા તથા કાજલબેન ભોળાભાઇ ગોહિલ રહે. ડુંગર હોવાનુ જણાવતા ઉપરોક્‍ત ગુનાના આરોપી હોય તેમને સરસામાન સાથે પોલીસે પોતાના વાહનમાં બેસાડી ડુંગર રવાના થયેલ અને આગળની કાર્યવાહી થતા ડુંગર પો. સ્‍ટે. પી.એસ.આઇ. એસ.જી ગોહીલને સોંપેલ અને મરીન પીપાવાવ પી.એસ.આઇ વી.એલ.પરમાર ,મરીન પીપાવાવ પો.સ્‍ટાફનાઓ દ્વારા ઉપરોક્‍ત ગુન્‍હાના કામે ઝડપી લઇ સફળ કામગીરી કરી હતી.


વડિયામાં ટેક હોમ રાશન પ્રોજેકટનો પ્રારંભ

વડિયા,
મીશન મંગલમ અને મુખ્‍યમંત્રી ગ્રામોદ્યોગ યોજનાના ઉપક્નમે વડિયામાં ટેક હોમ રાશનપ્રોજેકટનો પ્રારંભ કરાયો હતો. સરકારશ્રીનાં મહિલા અને બાળ કલ્‍યાણ વિભાગ દ્વારા કુપોષણ સામેની લડતનાં ભાગરૂપે બાળકો, કિશોરીઓ, સગર્ભામાતા, ધાત્રીમાતા વિગેરેને યોગ્‍ય પોષણ મળે અને સાથે મહિલાઓને આજીવિકા મળે તે હેતુથી સખી સંઘ દ્વારા ટેક હોમ રાશન પ્રોજેકટ પ્રીમીકસ પ્‍લાન્‍ટની આ તાલુકાને મંજુરી મળતા-વડિયા મુકામે ગ્રામ્‍ય સખી સંઘ દ્વારા તૈયાર થયેલ પ્‍લાન્‍ટનું મંગલ ઉદ્‌ઘાટન મા. જીલ્‍લા કલેકટરશ્રી આયુષ ઓકનાં વરદ્‌ હસ્‍તે કરવામાં આવ્‍યું. આ તબક્કે ગ્રામ વિકાસ એજન્‍સીના માન. નિયામકશ્રી ડોબરિયા, શ્રી આયુષ ઓકના વરદ્‌ હસ્‍તે કરવામાં આવ્‍યું. આ તબક્કે ગ્રામ વિકાસ એજન્‍સીના માન. નિયામકશ્રી ડોબરીયા, પ્રોગ્રામ ઓફીસર મનીષાબેન લી. બારોટ ડીએલએમ કિરણભાઈ વ્‍યાસ, તા.વિ.અધિ.શ્રી મિલનરાવ, મામલતદારશ્રી ચુડાસમા, સીડીપીઓ રમાબેન વેકરિયા વડિયા ગામના મહિલા સરપંચ રમાબેન, છગનભાઈ ઢોલરીયા તથા મીશન મંગલમ આઈસીડીએસ સ્‍ટાફ અને સખીમંડળની બહેનો ઉપસ્‍થિત રહ્યા હતા. કલેકટરશ્રી આયુષ ઓકના હસ્‍તે ધર્મ ગ્રામ્‍ય સંગઠનને કોમ્‍યુનીટી ઈન્‍વેસમેન્‍ટ ફંડ તરીકે રૂ. 7.00.000 તથા રૂદ્દ ગ્રામ્‍ય સંગઠન સનાળાને રૂ. 3.50.000 અને અનમોલ સ્‍વ. સહાય જુથ તરઘરને રૂ. 10000 ના રીવોલ્‍વીંગ ફંડના ચેક અર્પણ થયા હતા. કાર્યક્નમનીરૂપરેખા ડીએલએમ યાસ્‍મીનબેન તથા આંગણવાડી સ્‍ટાફ તથા મીશન મંગલમ્‌ સ્‍ટાફે જહેમત ઉઠાવી હતી. કાર્યક્નમનું સંકલન અને સંચાલન પૂર્વ બી.આર.સી. ઉદયભાઈ દેસાઈએ કર્યુ હતું.


બગસરામાં ભામાશા શ્રી ગોપાલભાઇ વસ્‍તરપરાનું સન્‍માન

બગસરામાં વિવિધ સંસ્‍થાઓનું ભામાશા અને સેવાભાવી શ્રી ગોપાલભાઇ વસ્‍તરપરાની સેવા પ્રવૃતીઓની બદલ બગસરા શહેરની વિવિધ સંસ્‍થાઓએ સન્‍માન કર્યુ હતુ.તે વેડાએ સંસ્‍થાનાં પ્રતિનીધીઓ વિવિધ આગેવાનો સહિત ગ્રામજનો તસ્‍વીરમાં નજરે પડે છે.


લીલાયાના અંટાળીયા નજીક ગમખ્‍વાર અકસ્‍માત

thumbnail of 22-9-18

અમરેલી,લીલીયાના અંટાળીયા નજીક એક ગમખ્‍વાર અકસ્‍માત સર્જાયો હતો. જેમાં સાતથી વધુ લોકોને ઇજા પહોચી હતી. તમામને 108ની મદદથી સારવાર માટે અમરેલી સીવીલ હોસ્‍પીટલમાંખસેડવામાં આવ્‍યા હતા. આ બનાવની વધુ વિગતો એવા પ્રકારની છે કે વહેલી સવારે બોટાદના જોંટગીયા ગામથી ભાર રીક્ષામાં શારદાબેન કિશનભાઇ વાઘેલા, જયાબેન ગોપાલભાઇ વાળોદીયા, દક્ષાબેન વિજયભાઇ વાઘેલા, નીશાબેન સોલંકી, રવજીભાઇ સોલંકી, રેખાબેન સંજયભાઇ સોલંકી, કડવીબેન સોલંકી પરત પોતાના ગામ ફરતા હતા તે દરમિયાન અંટાળીયા નજીક પહોચતા રીક્ષામાં આગળ બેઠેલા એક અજાક્કયા શરાબીએ રીક્ષાની બ્રેક પર પગ મુક્‍તા રીક્ષા ખાડામાં ખાબકી હતી. આ બનાવની જાણ થતા 108 પણ ઘટના સ્‍થળે દોડી ગઇ હતી અને તમામને સરવાર અર્થે અમરેલી સીવીલ હોસ્‍પીટલમાં ખસેડવામાં આવ્‍યા હતા. તમામ ઇજાગ્રસ્‍તોને તાત્‍કાલીક સારવાર મળે તે માટે બ્રધર ચિરાગ ઉપાઘ્‍યાયએ ભારે જહેમત ઉઠાવી હતી.


લીલીયામાં રેલ્‍વે પ્‍લેફોર્મ ઉંચા કરી લંબાઇ વધારવા મંજુરી અપાઇ

લીલીયા,આજરોજ મંડળ કાર્યાલય ભાવનગર તરફથી અમોને લેખીત જાણ કરવામાં આવી છે કે લીલીયા મોટા સ્‍ટેશન પર પ્‍લેટ ફોર્મ ઉંચા લેવામાં આવેલ છે. તેમજ પ્‍લેટ ફોર્મની લંબાઈ વધારી દેવામાં આવેલ છે. જેનું કામકાજ ટુંક સમયમાં શરૂ કરવામાં આવશે. ગાડી નં. 22994/22993 મહુવા-બાદ્રાના સ્‍ટોપની દરખાસ્‍ત પશ્‍વિમ રેલ્‍વે મુંબઈને મોકલેલ છે. મહુવા-ભાવનગર સવારે જવાની તથા ભાવનગર-મહુવા સાંજે પરત ફરવાની લોકલ ગાડી માટેનો પ્રસ્‍તાવ ઈન્‍ડીયન રેલ્‍વે ટાઈમ ટેબલ કમીટીને મોકલેલ છે. ઉપરોકત રજુઆત કેન્‍દ્રીય મંત્રીશ્રી પુરૂષોતમભાઈ રૂપાલા તથા સાંસદ નારણભાઈ કાછડીયાને કરેલ જેના પ્રત્‍યુતરમાં રૂપાલા રેલ્‍વેને આ બાબત રજુઆત કરેલ. જેના કારણે રેલ્‍વે તંત્ર હરકતમાં આવેલ જેથી લીલીયા મોટા રેલ્‍વે પ્રશ્‍નો ઉકેલાઈ જવાની ખામી પ્રશ્‍વિમ રેલ્‍વે ભાવનગર તરફથી ઉકેલની ખામી મળેલ છે. જે માન. રૂપાલા તથા રેલ્‍વે તંગનો અમો આભાર માનીએ છીએ તેમ જણાવ્‍યું હતુ.


error: Content is protected !!