Main Menu

Saturday, September 29th, 2018

 

પેરોલ રજા પરથી ફરાર કેદીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્‍કોર્ડ અમરેલી

અમરેલી
પોલીસ અધિક્ષકશ્રી અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્‍કોર્ડ અમરેલીના પો.સબ ઇન્‍સ. એસ.આર.શર્મા તથા હેડ કોન્‍સ. શ્‍યામકુમાર બગડા તથા પો.કોન્‍સ. જયદિપસિંહ ચુડાસમા તથા પો.કોન્‍સ. જીજ્ઞેશભાઇ પોપટાણી તથા પો.કોન્‍સ. જનકભાઇ કુવાડીયા તથા પો.કોન્‍સ. દિક્ષીતભાઇ રામાણી એ રીતેના નાઇટ પેટ્રોલીંગમાં હોય તે દરમ્‍યાન રાજકોટ મઘ્‍યસ્‍થ જેલ ખાતે પાકા કેદી નં.4પ693 નરેશ ઉર્ફે ચતુર અરજણભાઇ પરમાર ઉ.વ.ર7 રહે.નવા વાઘણીયા, તા.બગસરા જી.અમરેલી વાળો બગસરા પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં.-19/ર013 આઇ.પી.સી. કલમ 363,366,376 પોકસો એકટ ક.4,6,8 વિ. મુજબના ગુન્‍હાના કામે દસ વર્ષની કેદની સજા ભોગવતો હોય અને નામદાર ગુજરાત હાઇકોર્ટ, અમદાવાદના સ્‍પે. ઠ્ઠિમી. એપ્‍લી.નં. 1406/ર018 તા.16/ર/18 ના આદેશાનુસાર દિન-1પ તા.1ર/03/ર018 થી તા.ર8/03/ર018 સુધી પેરોલ રજા ઉપર છૂટેલ અને મજકુર કેદીને તા.ર8/03/ર018ના રોજ રાજકોટ મઘ્‍યસ્‍થ જેલ ખાતે હાજર થવાનું હતું પરંતુ મજકુર કેદી હાજર થયેલ નહી અને તા.ર8/03/ર018 થી પેરોલ રજા પરથી ફરાર હતો. મજકુર કેદીને પૂર્વ બાત્‍મી આધારે બગસરા થી ધારી જવાના રોડ પર સીમ વિસ્‍તારમાંથીતા.ર8/09/ર018 ના કલાક.00/30 પકડી પાડી અને મજકુર કેદીને બગસરા પો.સ્‍ટે. ખાતે સંભાળી લેવા જાણ કરી બગસરા પોલીસને આગળની ઘટતી કાર્યવાહી કરવા સોંપી આપેલ છે.


દામનગર પાલિકાના પ્રમુખપદે હરેશભાઈ પરમારની વરણી

દામનગર
દામનગરની ડ વર્ગ ધરાવતી 6 વોર્ડની ર4 બેઠકો વાળી નગરપાલિકામાં અઢી વર્ષ એસ સી પ્રમુખની ટર્મ પૂર્ણ થતાં અઢી વર્ષ જનરલ બેઠકના પ્રમુખ માટેની ચૂંટણી યોજાય હતી એન સી પી ના 18 તરફ થી ગોબરભાઈ નારોલા એ પ્રમુખ પદ માટે ઉમેદવારી કરી હતી ભાજપ ના 6 સદસ્‍યો ધરાવતી દામનગર પાલિકા ના પ્રમુખ પદ ની ચૂંટણી આજે પ્રાંત અધિકારી શ્રી લાઠી સમક્ષ યોજાય હતી ચુસ્‍ત પોલીસ બંધોબસ્‍ત અને વહીવટી તંત્ર ની હાજરી આ સેવાસદન કચેરી દામનગર ખાતે નગર પાલિકા ના પ્રમુખ પદ ની ચૂંટણી માં 6 સભ્‍ય ધરાવતી પાર્ટી ભાજપ તરફ થી કિશોરભાઈ ભઢ્ઢે દાવો કરેલ. ર4 સભ્‍યો માં થી ર3 સભ્‍ય હાજર રભ હતા એન સી પી ના ગોબરભાઈ નારોલા ને પ્રમુખ અને ઉપ પ્રમુખ પદે હરેશભાઇ પરમાર ને વિજેતા જાહેર કરતા જ ખૂબ મોટી સંખ્‍યા માં સમર્થકો દ્વારા આતીશબાજી અને ઢોલ નગારા સાથેભવ્‍ય સામૈયા સાથે ગોબરભાઈ નું સ્‍વાગત કરાયું હતું પરિચિતો દ્વારા શુભેચ્‍છા માટે ભારે ભીડ એકઠી થઈ હતી આ તકે નગરપાલિકા કચેરી ખાતે ખૂબ મોટી સંખ્‍યા માં નવનિયુક્‍ત પ્રમુખ ઉપ પ્રમુખ ને શુભેચ્‍છા પાઠવવા અનેકો અગ્રણી ઓ લાઠી તાલુકા પંચાયતપ્રમુખ જનકભાઈ તળાવીયા દામનગર માર્કેટયાર્ડ ના ભગવાનભાઈ નારોલા જિલ્લા પંચાયત સદસ્‍ય મયુરભાઈ આસોદરિયા ભાવેશભાઈ ખખખર રણછોડભાઈ બોખા કરમશીભાઇ કાસોદરિયા અમરશીભાઇ પરમાર નિવૃત ત ક મંત્રી પ્રભાતસિંહ ગોહિલ સહિત અનેકો અગ્રણી ઓ નવનિયુક્‍ત હોદેદારો ને શુભેચ્‍છા પાઠવી હતી


રાજકોટમાં ગરીબ પરિવારના બાળકો ભીખ માંગવાને બદલે વિક્નેતા બન્‍યા

thumbnail of 26-9-18

સાવરકુંડલા
સાવરકુંડલા સનરાઈઝ સ્‍કૂલ ના મેનેજીગ ટ્રસ્‍ટી અને કેળવણીકાર શ્રી પ્રતાપભાઈ ખુમાણ રાજકોટ વોકહાર્ટ હોસ્‍પિટલ ખાતે વ્‍યવહારિક કામ બાબતે ગયા હતા અને ત્‍યાં હોસ્‍પિટલમાં ની સામે જાહેર રોડ ઉપર ઝૂંપડપઢ્ઢી માં રહેતા અને અત્‍યંત ગરીબ પરિવાર માં બાળકો ચાઈનીઝ બનાવટ માં કિચેન વેંચતા હતા અને તેમાંથી થતી થોડીઘણી આવક પોતાના પરિવાર ને આપી મદદ કરતા હતા આ વાત પ્રતાપભાઈ ખુમાણ ને સ્‍પર્શી ગઈ કે આવા સામાન્‍યગરીબ પરિવાર ના બાળકો ભીખ માંગવા ના બદલે રોડ રસ્‍તા પર નાની વસ્‍તુ ઓ વેચી પોતાના પરિવાર ના ગુજરાન માં મદદરૂપ થાય છે. આથી પ્રતાપભાઈ એ તે તમામ બાળકો પાસે થી જેટલા પણ કિચેન હતા તે બધા ખરીદી લીધા અને તે બાળકો રાજી રાજી થઈ ગયા તેની ખુશી માં ઈશ્‍વર નો સાક્ષાત્‍કાર જોવા મળ્‍યો હતો.


બગસરામાં તેજસ્‍વીતારલાઓનો સન્‍માન સમારંભ યોજાયો

અમરેલી,બગસરા તાલુકાના લેઉવા પટેલ સમાજના સંગઠનના પ્રતિક સમાન બગસરા તાલુકા સંગઠન સરદાર પટેલ સોશ્‍યલ ગૃપ દ્વારા લેઉવા પટેલ સમાજના તેજસ્‍વી તારલા સત્‍કાર સમારોહ યોજાઈ ગયો હતો. 23 માં તેજસ્‍વી તારલા સત્‍કાર સમારોહ, વિશિષ્‍ટ પ્રતિભા સત્‍કાર, ઉચ્‍ચ સિઘ્‍ધી તથા લાયકાત પ્રતિભા તથા ઉદ્યોગપ્રતિભા સન્‍માન કાર્યક્નમના અઘ્‍યક્ષ સ્‍થાને ઉદ્યોગપતિ ગોપાલ શેઠ, ઉદ્‌ઘાટકપદે લેઉવા પટેલ સમાજના અમરેલીના પ્રમુખ તથા ઉદ્યોગપતિ ડી.કે.રૈયાણી, આસિ. કલેકટર જે.કે. ઠેસીયા, દકુભાઈ ભુવા, ઉદ્યોગપતિ દિનેશભાઈ નળિયાધરા તથા અતિથિવિશેષ વસંતભાઈ મોવલીયા, શ્રીમતિ કોકીલાબેન કાકડીયા, ઉકાભાઈ કિકાણી, હિરેનભાઈ હિરપરા, કૌશિક વેકરીયા, મનુભાઈ દેસાઈ, ઘુસા ભગત, પુર્વ ધારાસભ્‍ય બાલુભાઈ તંતી, બગસરા તા. પંચાયત પ્રમુખશ્રી, કાંતીભાઈ સતાસીયા, તાલુકા ખોડલધામ સમિતિના સભ્‍યો, બગસરા તાલુકા સુરત-અમદાવાદ સ્‍થિત ઉદ્યોગપતિશ્રીઓ, શહેરના આગેવાનો વેપારીઓ, રાજસ્‍વી રત્‍નો તથા આસપાસના બે હજાર કરતા પણ વધારે સભ્‍યો, આમંત્રિતો ઉપસ્‍થિત રહ્યા હતા. કાર્યક્નમના પ્રારંભે શમ્‍દોથી સૌનું સ્‍વાગત સતર વર્ષથી પ્રમુખશ્રી તરીકે કાર્યરત અને ઉદ્યોગપતિ કિરિટભાઈ નળિયાધરાએ કર્યુ હતું. અને વર્ષ 2019 માં પટેલ સમાજનીસ્‍થાપનાના 25 માં વર્ષ થનાર રજત-જયંતિ મહોત્‍સવ ઉજવણીની જાહેરાત કરી હતી. શ્રીમતિ કોકિલાબેન કાકડીયા, હિરેનભાઈ હિરપરા, ઉકાભાઈ કીકાણી, જે.કે.ઠેસીયા, ગોપાલ શેઠ, હિતેષભાઈ વડાલવાળા વિ. એ શુભેચ્‍છા સંદેશ પાઠવ્‍યો હતો. સમગ્ર કાર્યક્નમને સફળ બનાવવા ઉપપ્રમુખશ્રી, મંત્રીશ્રી, તથા કારોબારી સભ્‍યશ્રીઓએ જહેમત ઉઠાવી હતી તથા સમારોહનું સફળ સંચાલન હરેશ બાવીશી અને આભારવિધિ મુકેશભાઈ ભુવાએ કરી હતી.


અમરેલી જિલ્લામાં મેડીકલ સ્‍ટોરોની હડતાલ

અમરેલીમાં મેડીકલ સ્‍ટોરોના એસોસીએશન દ્વારા દેશ વ્‍યાપી અપાયેલા એલાન મુજબ મેડીકલ સ્‍ટોરોએ બંધ પાળ્‍યો હતો. ઇમરજી કેસો માટે અમુક સ્‍ટોરો ખુલ્‍લા રહ્યા હતા. સજજબંધ રહેલા મેડીકલ સ્‍ટારો તસ્‍વીરમાં નજરે પડે છે.


રાજુલા ચેમ્‍બર્સ ઓફ કોમર્સ દ્વારા એસટી બસ પ્રશ્‍ને રજુઆત

રાજુલા,
રાજુલા ભાવનગર જવા માટે સવારે 6.30 પહેલા એકપણ બસ નથી. જેના કારણે ભાવનગર જતા વેપારી, વિદ્યાર્થી તથા આરોગ્‍ય સેવા માટે જતા દર્દીઓને પહોચવામાં વિલંભ થતો હોય પહેલા કોવાયા મહેસાણા 5.30 મળતી હતી. તે હવે 6.30 મળે છે. તો ભાવનગર જવા સવારે 5 થી 5.30 મળે તેવી વ્‍યવસ્‍થા ગોઠવવા તેમજ રાજકોટથી સાંજના 5 વાગ્‍યા પછી રાજુલા આવવા એકપણ બસ નથી.
ત્‍યાથી સાંજના 7.30 થી 8 વચ્‍ચે છેલ્‍લી બસ ચાલુ થાય તો રોજીંદા કામકાજ પતાવી મુસાફરો પરત ફરી શકે તે સિવાય રાજુલાથી ભાવનગર અને અન્‍ય મીનીબસ શરૂ કરવામાં આવે. તેમજ એસ.ટી.ના શૌચાલયમાં ગંદકી હોવાથી કાયમી સાફ સફાઈ કરવા રાજુલા ચેમ્‍બર્સ ઓફ કોમર્સ દ્વારા ડેપો મેનેજરને પત્ર પાઠવી રજુઆત કરી છે.


અમરેલીનાં વડી ડેમનું પાણી અનામત રાખવા માંગણી

અમરેલી,વડી સીંચાઇ યોજનાની કેનાલનું પાણી ખેતીની જમીન માટે છોડવામાં આવે છે. પરંતુ હાલ દુષ્‍કાળની સ્‍થિતિ હોય અને ડેમમાં પુરતા પાણીની સંગ્રહ શક્‍તિ ખુબ જ ઓછી હોવાથી ડેમમાં ફક્‍ત 2 ફુટ પાણી હોય જેથી ખેતી માટે પણી ન છોડવા અમરેલીના કલેકટરને પત્ર પાઠવી બાબુભાઇ નાનજીભાઇ ઠુંમર અને માંગવાપાળ, વરૂડીના ગ્રામજનો તથા ભરતભાઇ નાથાભાઇ ગોલે રજુઆત કરી જણાવ્‍યું છે કે ડેમના પાછળના ભાગે એરનુ પાણી વરૂડી વોટર વર્કસમાં જતુ હોય અને તે પાણી એમરેલીની જનતાને પીવા માટે આપવામાં આવતુ હોય તેમજ વરૂડી માંગવાપાળમાં મહોપરી યોજનાનું પાણી પણ આવતુ ન હોય તેમજ અમરેલીમાં ગઢનીરાંગ, ભાડપરા, જેસીંગપરા, ચાંપાથળ, ફતેપુર વગેરે ગામોને પાણીનો લાભ મળતો હોય તેથી પાણીનો ખોટો બગાડ તે વેડફાડ ન થાય તે જોવા અને કેનાલમાં પાણી જાવય તે કેનાલ સાફસફાઇ કરવા અને કેનાલમાં કાપ, માટી, ખડ,જાખરા તથા કેનાલ તુટેલી હાલતમાં હોય પાણી પુરેપુરૂ ભરાયેલુ હોય તો કેનાલમાં પણી ન છોડવા બાબુભાઇ નાનજીભાઇ ઠુંમર અ ભરતભાઇ નાથાભાઇ ગોલે રજુઆતમાં જણાવ્‍યું છ. અને રજુઆતની નકલ કાર્યપાલક ઇજનેર સીંચાઇને પણ પાઠવી છે તેમ પણ જણાવ્‍યુંછે.


29-09-2018


error: Content is protected !!