Main Menu

Monday, October 1st, 2018

 

સાવરકુંડલામાં પરજીયા સોની સમાજના પ્રેમિલા ભુવનનું ભવ્‍ય ઉદ્દઘાટન

અમેી,
સાવરકુંડલા તાલુકાના કાત્રોડી ગામના વતની અને હાલ મુંબઇના વસઇ ખાતે રહેતા દાતા શ્રી મનસુખભાઇ ચલ્‍લાના માતુશ્રી પ્રેમિલાબહેનની સ્‍મૃતિમાં સાવરકુંડલા ખાતે પરજીયા સોની સમાજનની વાડીના નવા વિભાગ પ્રેમિલા ભુવનનું લોકાર્પણ તથા તેજસ્‍વી વિદ્યાર્થીઓનો સન્‍માન સમારોહ દેશભરમાંથીે પધારેલા પરજીયા સોની સમાજના આગેવાનોની ઉપસ્‍થિતિમાં યોજાયો હતો.વ્‍યવસાય અર્થે બહાર ગયેલ સાહસિક વેપારી જયારે પોતાના સખત પરીશ્રમથી નામના અને સમૃઘ્‍ધી મેળવે છે
ત્‍યારે પોતાના વતન અને સમાજને પણ યાદ રાખે છે આજ પ્રકારે કુંડલાના કાત્રોડી ગામના વતની પરજીયા સોની શ્રી મનસુખભાઇ ચલ્‍લા અત્‍યારે મુંબઇના અગ્રણી ઉદ્યોગપતિ ગણાય છે ત્‍યારે તેમણે સમાજ માટે કંઇક કરી છુટવાની ભાવનાથી સાવરકુંડલા ખાતે પોતાના માતુશ્રીની સ્‍મૃતિમાં આખું પ્રેમિલા ભુવન બનાવવા માટે સખાવત કરી હતી. અને એકમાત્ર દાતા બન્‍યા હતા જેમનું જ્ઞાતિ દ્વારા સન્‍માન કરવામાં આવ્‍યું હતુ.
શ્રી પરજીયા સોની જ્ઞાતિ વાડી ટ્રસ્‍ટ સાવરકુંડલા દ્વારા જ્ઞાતિના નવા વિભાગ પ્રેમિલા ભુવનના શુભ ઉદ્દઘાટન દાતાશ્રી ઝવેરી મનસુખલાલ રામજીભાઇ ચલ્‍લા (કાત્રોડીવાળા હાલ વસઇ,મુંબઇ )ના વરદ્દ હસ્‍તે અને માનવસેવા આશ્રમના પૂ.ભક્‍તિરામબાપુની પ્રેરક ઉપસ્‍થિતિમાં કરાયું હતુ આ પ્રસંગે પરજીયા સોની સમાજના વર્લ્‍ડ ફેડરેશનના ચેરમેન શ્રી ભરતભાઇ ચૌહાણ (અવધ ટાઇમ્‍સ), મુંબઇ સોની વાડીના ચેરમેન શ્રી વિજયભાઇ સતિકુવર,પુર્વ ચેરમેન શ્રી વલ્લભભાઇ ધોરડા સોની સંદેશના પુર્વ તંત્રીશ્રી જે.વી. જીણાદ્રા, મુંબઇ ચારકોપ સમાજના પ્રમુખ શ્રી પ્રદિપભાઇ ધોરડા, મુંબઇના સોની સમાજના આગેવાનો શ્રી જયંતીભાઇ માણસુરભાઇ થડેશ્‍વર,શ્રી રાજુભાઇ સતિકુવર, વાઘેશ્‍વરી સેવા સમીતીના પ્રમુખ શ્રી કિશોરભાઇ વિરડીવાળા તથા મુંબઇની વાઘેશ્‍વરી સેવા સમીતી ના સભ્‍યો અને આગેવાનો સ્‍પેશીયલ ટ્રેન કરી મુંબઇના 85 સોનીે મહાજન અગ્રણીઓ અમરેલી ખાતે તેજસ્‍વી તારલાઓના સન્‍માન સમારોહમાં પધાર્યા હતા અને બીજા દિવસે સાવરકુંડલા ખાતે પ્રેમિલા ભુવનના લોકાર્પણમાં પધાર્યા હતા. સાવરકુંડલા ખાતે પ્રેમિલા ભુવનના ઉદ્દઘાટન તથા તેજસ્‍વી વિદ્યાર્થીઓને સન્‍માનવાના પ્રસંગે ગૃહશાંતી યજ્ઞ,બીડુ હોમ, તથા ઉદ્દઘાટન અને સમસ્‍ત સાવરકુંડલાના જ્ઞાતિબંધુઓનું જ્ઞાતિ ભોજન તથા દાતાશ્રીઓના સન્‍માન અને સમાજના તેજસ્‍વી વિદ્યાર્થી સન્‍માન સમારોહ યોજાયો હતો. સાવરકુંડલાના આંગણે યોજાયેલા કાર્યક્નમને સફળ બનાવવા માટે સાવરકુંડલાના શ્રી પરજીયા સોની જ્ઞાતિ વાડી ટ્રસ્‍ટ તથા શ્રી પરજીયા સોની જ્ઞાતિ યુવા ગૃપ તથા શ્રીપ્રવિણભાઇ થડેશ્‍વર, શ્રી દિપકભાઇ સુરુ, શ્રી ચંદ્રેશભાઇ થડેશ્‍વર, શ્રી શૈલેશભાઇ થડેશ્‍વરની ટીમ દ્વારા જહેમત ઉઠાવાઇ હતી.


અમરેલી જિલ્લામાં આશા ફેસીવ્‍ભ્‍એટરનું પગાર નક્કી કરી દોડ્ડત્‍ણ બંધ કરવા માંગ

અમરેલી,
ગુજરાતના તમામ જિલ્લામાં આશા વર્કરો ફેસીએટરો નું સોસણ બંધ કરી રૂપિયા ૧૦ હજાર પગાર નક્કી કરી ટી.એ.ડી.એ. તથા અન્‍ય લાભો આપવા મુખ્‍યમંત્રી શ્રી રૂપાણીને આવેદન પત્ર પાઠવી રજુઆત કરિયાનું મજદૂર સંઘ અમરેલી જિલ્લા મંત્રી કેતનભાઈ પંડ્‍યા એ રજુઆત કરવામાં જણાવ્‍યુ છે

પોલીસ અધિક્ષકશ્રી અમરેલીનાઓએ અમરેલી જિલ્લામાં ગેરકાયદેસર પ્રરપ્રાંતિય વિદેશી દારૂ અંગેની ચોરી છુપીથી હેરાફેરી કરતાં અને પરપ્રાંતિય વિદેશી દારૂનું વેચાણ કરતાં ઇસમો તેમજ જિલ્લાના પ્રોહીના લીસ્‍ટેડ બુટલેગર્સ ની પ્રવૃતિ અંગે વોચ રાખવા અને વધુમાં વધુ વિદેશી દારૂના કેસો કરવા સુચના આપેલ હોય જેજે અન્‍વયે એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્‍સ.શ્રી આર.કે.કરમટા તથા ટીમ એસ.ઓ.જી.એ રાજુલા તાલુકાના બાર પટોડી ગામેથી એક ઇસમને ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્‍થા સાથે ઝડપી પાડેલ છે.પકડાયેલ આરોપીઃ-રવિભાઇ મધુભાઇ મરમલ ઉ.વ.ર૪ ધંધો. મજુરી રહે. બાર પટોડી તા.રાજુલા જી.અમરેલી પકડાયેલ મુદામાલઃ- અલગ-અલગ બ્રાન્‍ડનીભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલ નંગ-૬૪ કિરૂા.૧૯૪૦૦/- નો મુદામાલ કબ્‍જે કરવામાં આવેલ છે.ઉપરોકત આરોપીઓસદરહું ભારતીય બનાવટનો વિદેશી દારૂ કોની પાસેથી લાવેલ છે. તે બાબતે આગળની વધુ તપાસ રાજુલા પોલીસ ચલાવી રહેલ છે.


રાજુલાના બારપટોળીમાં ઇંગ્‍લીંશ દારૂ પકડી પાડતી એસઓજી

બાબરાના ધરાઈમાં બુધવારે ભવાઈ કાર્યક્નમ
ધરાઈ,
બાબરાનાં ઘરાઇમાં બુધવારે ભવાઇ કાર્યક્નમ યોજાનાર છે તે માટે આયોજકો દ્વારા તડામાર તૈયારીઓ થઇ રહી છે.બાબરાના ધરાઈમાં બુધવારે ભવાઈ કાર્યક્નમ યોજાનાર છે. ૧૧૪ વર્ષથી ચાલતા હીરજી કેશવજી સરવડ ભવાઈ મંડળ દ્વારા તા. ૩-૧૦-૧૮ બુધવારે રાત્રે ભવાઈ કાર્યક્નમ યોજાશે. જેનો લાભ લેવા સમસ્‍ત ધરાઈ ગ્રામજનો દ્વારા જણાવાયું છે.


અમરેલી જીલ્‍લા ભાજપદ્વારા રાહુલ ગાંધી સામે વિરોધ પ્રદર્શિત

અમરેલી,
કોંગ્રેસ અઘ્‍યક્ષ રાહુલ ગાંધીએ સરદાર પટેલની બની રહેલ પ્રતિમા વિશે ટીપ્‍પણી કરતા અમરેલી જીલ્‍લા ભાજપ દ્વારા રાહુલ ગાંધી સામે વિરોધ પ્રદર્શિત કરવા રેલી યોજી સુત્રોચ્‍ચાર કર્યા હતા.
આજે બપોર બાદ જીલ્‍લા ભાજપ કાર્યાલયથી રાજકમલ ચોક સુધી બેનરો સાથે સુત્રોચ્‍ચાર કરતી રેલી કાઢવામાં આવી હતી અને ડો. જીવરાજ મહેતાની પ્રતિમા પાસે સુત્રોચ્‍ચાર કરવામાં આવેલ.
આ કાર્યક્નમમાં જીલ્‍લા ભાજપના પુર્વો પ્રમુખો ડો. કાનાબાર, શરદભાઈ લાખાણી, મહામંત્રી રવુભાઈ ખુમાણ, કમલેશભાઈ કાનાણી, રીતેશભાઈ સોની, ભરતભાઈ વેકરીયા, જીતુભાઈ ડેર, પ્રકાશભાઈ કારીયા, હિંમતભાઈ ડોંગા, પ્રીતેશભાઈ નારોલા, મયુરભાઈ હીરપરા, નિતીનભાઈ રાઠોડ, અશ્‍વીનભાઈ સાવલીયા, રેખાબેન માવદીયા, મુકુન્‍દભાઈ તેરૈયા સહિત જીલ્‍લાના અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્‍થિત રહ્યા હતા.


સિંહોના મોત : ધારી દોડી આવતા વનમંત્રીશ્રી ગણપત વસાવા

અમરેલી,
ગીરના જંગલમાં સિંહોના અકુદરતી મોતના મામલે કંઇક ચોંકાવનારી વિગતો ઘ્‍યાને આવતા વનમંત્રી શ્રી ગણપત વસાવા અચાનક ધારીની ખાનગી મુલાકાતે આવ્‍યા હતા સિંહોના કમોત બાદ ધારી દોડી આવેલા વનમંત્રીશ્રી ગણપત વસાવાએ સિંહો સુરક્ષીત હોવાનું જણાવી સિંહોના મોતનું કારણ હજુ અકબંધ છે તથા વનતંત્ર હજુ રિપોર્ટની રાહમાં હોવાનું જણાવ્‍યું હતુ.
વનમંત્રીએ સિંહોની સુરક્ષા મામલે તર્જજ્ઞોની સાથે બેઠક યોજી હતી તથા અન્‍ય પશુપક્ષી માટે હેલ્‍પલાઇન છે તો સિંહ માટે શા કારણે હેલ્‍પલાઇન નથી ? ના પ્રત્‍યુતરમાં તે શરૂ થશે તેમ જણાવેલ અને સિહોના મોતના મામલે કરાઇ રહેલી તપાસમાં જંગલમે મોર નાચા કીસને દેખા ? જેવી હાલત હોવાનું જાણકારો માની રહયા છે સિંહોના કમોતની તપાસ અન્‍ય એજન્‍સીને સોંપવી જોઇએ તો જ સાચી વિગતો બહાર આવશે તેમ મનાય રહયું છે. હાલમાં ચાલી રહેલી તપાસણીમાં ૮ બીમાર સિંહો પણ મળી આવ્‍યા છે અને ૫૦૦ સિંહનુ સ્‍કેનીંગ કરાયું છે.વનમંત્રીશ્રીએ નિવૃત ડીએસપી શ્રી આરડી ઝાલા તથા શ્રી મહાવીરસિંહ બાપુ અને ડો. ભરાડ તથા અધિકારીઓ સાથે બેઠક યોજી સુચનો મંગાવ્‍યા હોવાનું જાણવા મળેલ છે.


error: Content is protected !!