Main Menu

Wednesday, October 3rd, 2018

 

સાવરકુડલામા વિજ કચેરી સાામે ધારાસભ્‍યના પ્રતિક ધરણા

સાવરકુંડલા,સાવરકુંડલા તાલુકાના ખેડૂતોને પી.જી.વી.સી.એલ. દ્વારા વીજ પુરવઠો અનિયમિત મળે છે તેના ભાગ રૂપે ધારાસભ્‍યશ્રી પ્રતાપ દુધાત અને તેમની ટીમે ખેડૂતો સાથે પ્રતીક ધરણા સાવરકુંડલા ખાતે કર્યા હતા.વધુમાં ધારાસભ્‍યશ્રી પ્રતાપ દુધાતે જણાવ્‍યું કે ગુજરાત સરકાર મોટી મોટી વાતું કરે છે કે ખેડૂતોને 10 કલાક વીજ પુરવઠો મળશે પરંતુ હકીકતમાં હાલમાં ખેડૂતોને બે થી પાંચકલાક જ વીજપુરવઠો મળે છે અને નવા વિજ કનેક્‍શનમાં ખેડૂતોના ખેતરમાં મુકવામાં આવતા ટી. સી. બંધ હાલતમાં મુકવામાં આવે છે જેથી ખેડૂતોને ખબર પડતાં અધિકારીઓને ફરિયાદ કરે ત્‍યારે અધિકારીઓ દ્વારા કહેવામાં આવે કે આજે નહિ કાલે એમ કરી એક મહિનાનો સમય વેડફી નાખે છે જેથી ખેડૂતોનો ઉભો પાક સુકાઈ જાય છે તેવી વારંવાર ખેડૂતોની ફરિયાદ ધારાસભ્‍યશ્રી પ્રતાપ દુધાતે કરતા ધારાસભ્‍યશ્રી પ્રતાપ દુધાત અને તેમની ટીમ અને ખેડૂતો દ્વારા તા ર-10-18 ના રોજ જેસર રોડ સાવરકુંડલા ખાતે આવેલ પી.જી.વી.સી. એલ. કચેરી સામે પ્રતીક ધરણા મોટી સંખ્‍યામાં કર્યા હતા. આ કાર્યઠ્ઠમમાં ધારાસભ્‍યશ્રી પ્રતાપ દુધાત,બાબુદાદા પાટીદાર,ચંદ્રેશભાઈ રવાણી, સાવરકુંડલા તાલુકા પ્રમુખ મનુભાઈ ડાવરા, સાવરકુંડલા શહેર કૉંગ્રેસ પ્રમુખ કિરીટ દવે, ભૌતિક સુહાગિયા,મહેશભાઈ જયાણી, હશુભાઈ શુશક,હાર્દિક કાનાણી, ભરતભાઇ ગીડા,લાલભાઈ મોર,રાઘવભાઈ સાવલીયા, ભૌતિક નસિત,અશ્‍વિનભાઈ ધામેલીયા, અજયભાઈ ખુમાણ, પરબતભાઇ કોઠીયા, દુલાભાઈ, ધમેન્‍દ્રભાઈ ખુમાણ, પરેશભાઈ ખૂટ,રમેશભાઈ થોરડી, પ્રાગજીભાઈ કસવાળા,દાદાજાણ બાપુ, નાથાભાઇ ભેંકરા, અશોકભાઈ ખુમાણ,નાસીરભાઈ ચૌહાણ, વિજયભાઈ રાઠોડ, ભુપતભાઇ સગર, ઈકબાલભાઈ ગોરી, હશુભાઈ બગડા, ટકાભાઈ,બ્રિજલભાઈ બટાડા, પંકજભાઈ ઠાકોર, નગરપાલિકાના સભ્‍યો,તાલુકા પંચાયતના સભ્‍યો, સરપંચો,યુથ કૉંગ્રેસ, એન.એસ.યુ.આઈ અને ખેડૂતો મોટી સંખ્‍યામાં હાજર રભ હતા.


છેલ્લા નવ વર્ષથી ફર્લો રજા પરથી ફરાર કેદીને પકડતી પાડતી પેરોલ ફર્લો સ્‍કોર્ડ અમરેલી

અમરેલી
પોલીસ અધિક્ષકશ્રી અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્‍કોર્ડ અમરેલીના પોલીસ સબ ઇન્‍સ. એસ.આર.શર્મા તથા એ.એસ.આઇ. બી.વી.પરમાર તથા હેડ કોન્‍સ. શ્‍યામકુમાર બગડા તથા હેડ કોન્‍સ. સુરેશભાઇ દાફડા તથા પો.કોન્‍સ. જયદિપસિંહ ચુડાસમા તથા પો.કોન્‍સ. જીજ્ઞેશભાઇ પોપટાણી તથા પો.કોન્‍સ. જનકભાઇ કુવાડીયા એ રીતેના પેટ્રોલીંગમાં હોય તે દરમ્‍યાન અમદવાદ મઘ્‍યસ્‍થ જેલના પાકા કેદીનં.- જ/9134 કેશાભાઇ ઉર્ફે પેથાભાઇ પાંચાભાઇ વાઘેલા (દેવીપુજક) ઉ.વ.4પ રહે.ગોવિંદપુર તા.ધારી જી.અમરેલી વાળો ધારી પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં.0પ-/ર003 આઇ.પી.સી.ક.30ર,147,148 વિ. મુજબના ગુન્‍હાના કામે નામદાર એડી. સેસન્‍શ ફાસ્‍ટ ટ્રેક કોર્ટ અમરેલીના સેશન્‍સ કેસનં.-10/ર003 આધારે તા.0ર/08/ર003 ના રોજ મજકુર કેદીને આજીવન કેદ તથા દંડની સજા થયેલ, જે કામે મજકુર કેદી મઘ્‍યસ્‍થજેલ અમદાવાદ (સાબરમતી)ખાતે પાકા કામના કેદી તરીકે સજા કાપતો હોય અને મજકુર કેદી અધિક પોલીસ મહાનિદેશકશ્રી અને જેલોના ઇન્‍સ્‍પેકટર જનરલશ્રી ગુજરાત રાજય અમદાવાદના આદેશાનુસાર તા.03/03/ર009 થી ફર્લો રજા ઉપર છૂટેલ હોય અને મજકુર કેદીને તા.ર4/03/ર009ના રોજ અમદાવાદ મઘ્‍યસ્‍થ જેલ ખાતે હાજર થવાનું હોય પરંતુ મજકુર કેદી હાજર થયેલ નહી અને તા.ર4/03/ર009 થી ફર્લો રજા પરથી ફરાર થયેલો મજકુર કેદીને પૂર્વ બાતમી આધારે ધારી તાલુકાના કોટડા ગામે દેવીપુજક વાસમાંથી તા.0ર/10/ર018 ના કલાક.1પ/4પ વાગ્‍યે પકડી પાડી અમદાવાદ મઘ્‍યસ્‍થ જેલ ખાતે બાકી રહેલ સજા ભોગવવા સોંપી આપવા તજવીજ કરેલ છે.
આમ પેરોલ ફર્લો સ્‍કોર્ડ અમરેલીએ ફર્લો રજા પરથી ફરાર પાકા કામના કેદીને પકડી પાડી પ્રશંષનીય કામગીરી કરેલ છે


ભાજપના કિસાન મોરચાના સૌરાષ્‍ટ્ર ઝોનના પ્રભારી તરીકે શ્રી શરદ લાખાણીને મુકાયા

અમરેલી,
ચૂંટણીના જંગ પહેલા ભાજપ દ્વારા જયાં સૌથી વધારે કિસાનો છે તેવા સૌરાષ્‍ટ્રમાં કસાયેલા આગેવાનને જવાબદારી સોંપવામાં આવી છે ભાજપના કિસાન મોરચાના સૌરાષ્‍ટ્ર ઝોનના પ્રભારી તરીકે શ્રી શરદ લાખાણીને મુકાયા છે અમરેલી જિલ્લા ભાજપના પુર્વ પ્રમુખ અને ભાજપના કસાયેલા આગેવાન શ્રી શરદ લાખાણીની વરણીને અઢારેય આલમે આવકારી છે
અને શ્રી પરસોતમભાઇ રૂપાલા તથા શ્રી દિલીપ સંઘાણી,ડો. ભરતભાઇ કાનાબાર, શ્રી હિરેન હિરપરા, શ્રી દિનેશ પોપટ, શ્રી મનસુખભાઇ સુખડીયા સહિતના અમરેલી જિલ્લાના ભાજપના વરિષ્ઠ આગેવાનોએ પણ ભાજપે પાયાના પથ્‍થર જેવા કસાયેલા આગેવાનને મહત્‍વની જવાબદારી સોંપતા શ્રી શરદ લાખાણીને શુભકામનાઓ પાઠવી આવકારેલ છે


સાવરકુંડલામાં ધારાસભ્‍યોના પગાર વધારા સંદર્ભે જાહેર નાગરિક ચર્ચા યોજાઇ

thumbnail of 27-9-18

સાવરકુંડલા,
ગત તારીખ ર0 ના ગુજરાતના નાગરિકોએ એક વેદના અને દુઃખદ આશ્ચર્ય અનુભવ્‍યું વિરોધ પક્ષ કે જેની પાસેથી નાગરિક જીવનને આવા નિર્ણયનો વિરોધ કરવાની અપેક્ષા હોય છે તે વિરોધ પક્ષે પણ ચોરી ચોરી ચૂપકે ચૂપકે ની જેમ સરકારની સાથે મળીને ધારાસભ્‍યો ના પગાર વધારા નું બિલ વિના વિરોધે મંજૂર કર્યું જેનાથી ગુજરાતે ભારે આંચકો અનુભવ્‍યો વિધાનસભા અને બહાર સરકારના નિર્ણયથી કે ઘેરાવો કરીને મચાવતા ધારાસભ્‍યો પણ આ નિર્ણય ગુજરાતની જનતાના હિતનો મુદ્યો હોય તે રીતે ભારત કા બતાવીને કહેવાતા લોકો કે લોક પ્રતિનિધિઓની માસિક આવકમાં રાતોરાત હજારો રૂપિયાનો વધારો કરી નાખ્‍યો
બીજી તરફ ઓફિસોમાં કોન્‍ટ્રાક્‍ટ બેઝ માં કામ કરતા હજારો કર્મચારીઓનું શોષણ થઈ રભ્‍ું છે તેમના પગારમાં કોઈ નોંધપાત્ર વધારો થયો નથી
યદયક્ષ દવાખાનાઓ કચેરીઓમાં કામ કરતાં સફાઈ કામદારોના પગાર ચાર આકડા માં છે એની વેદનાને વાચા આપવાનો ધર્મ બજાવવાના બદલે આ લોકપ્રતિનિધિઓ ભૂવો ધૂણે તોય નાળિયર ઘર તરફ એક એની જેમ કરીને ગુજરાતના નાગરિક જીવનને મોટો આંચકો આપ્‍યો છે
જેને એક નાગરિક તરીકે અને વિચારશીલ નાગરિક પોતાની હેસિયતમુજબ પ્રતિકાર કરીને નાગરિક ધર્મ જોઈએ પેલા 181 પોતાના પગાર વધારાના તેનો નાગરિક જાહેર ચર્ચા આજે ગાંધી જયંતીના દિવસે સાવરકુંડલા માર્કેટયાર્ડના સભાગૃહમાં યોજાઇ હતી જેમાં દરેક જ્ઞાતિના પક્ષાપક્ષી નો ભેદ રાખ્‍યા વિના લોકો ઉપસ્‍થિત રભ હતા


03-10-2018


error: Content is protected !!