Main Menu

Thursday, October 4th, 2018

 

વહીવટી તંત્ર હવે જાગશે નહી તો અમરેલીની પ્રજા જલદ આંદોલન કરશે-ડો. ભરત કાનાબાર

thumbnail of 30-9-18

અમરેલી,
અમરેલી શહેર, અમરેલી જીલ્‍લાનું વડુ મથક હોવા છતાં અમરેલી શહેરમાં કોઈ બહારનો માણસ દાખલ થાય તો તેને નવાઈ લાગે કે, આ જીલ્‍લાનું મુખ્‍ય મથક છે કે પછી મોટું ગામડુ ! ગુજરાતના પ્રથમ મુખ્‍યમંત્રી ડો. જીવરાજ મહેતાએ પોતાના વતનનું ઋણ ચુકવવા માટે અમરેલી શહેરમાં અદ્યતન સીવીલ હોસ્‍પિટલ, શિક્ષણ માટે અમરેલી વિદ્યાસભાના નેજા હેઠળ કોલેજો અને શૈક્ષણિક કેમ્‍પસ, એરપોટ (જે અત્‍યારે અમરેલીને કામ લાગી રહયુ છે) વગેરે સુવિધા ઉભી કયા પછી આજ સુધી અમરેલીમાં અમર ડેરી, અદ્યતન નવુ માકેટ યાડ અને શિક્ષણ ક્ષેત્રે વસંતભાઈ ગજેરાના પ્રયાસોથી ઉભા થયેલ પટેલ સંકુલને બાદ કરતા નવી કોઈ સુવિધા ઉભી થઈ નથી. ઉલ્‍ટાનું દિવસેને દિવસે અમરેલીની પ્રાથમિક સેવાઓ એટલી કથળતી જાય છે કે, અમરેલીને શહેર કહેવુ એ પણ અતિશયોકિત ગણાય.પીવાના પાણીનું કોઈ ટાઈમ ટેબલ નગરપાલિકાનું તંત્ર ગોઠવી શકતી નથી. જેનો સૌથી વધુ ત્રાસ અમરેલીના બહેનોને વેઠવો પડે છે.
ભુગભ ગટર યોજના પર કોઈ સુપરવીઝન થતુ નથી, પરીણામે હજુ એ ચાલુ થાય તે પહેલા કેટલીએ જગ્‍યાએ તેના .ઢાંકણા તૂટી ગયા છે. કામની ગુણવતા બાબતે પણ અનેક સવાલો લોકોના મનમાં ઉભા થયાછે. ગટર તથા અન્‍ય ખોદકામોને કારણે અમરેલીના રસ્‍તાઓ હવે માત્ર નકશા પર જ રહયા છે. આવા તુટેલા-ભાંગેલા રસ્‍તાઓ ઉપર વાહન ચલાવવામાં અકસ્‍માતનો પુરો ભય રહે છે. તૂટી ગયેલ રસ્‍તાઓને કારણે ધૂળ એટલી બધી ઉડે છે કે, સાંજે ધૂળીની મોટી ડમરીઓ ઉડતી હોય તેવું વાતાવરણ થઈ જાય છે.
કવિ રમેશ પારેખ જીવતા હોત તો ચોકકસ લખત કે, ભભમારી લીલીછમ વેલી અમરેલી બની ગઈ છે હવે ધૂળ નગરીભભ. જાહેર શૌચાલયો સફાઈના અભાવે ગંધાય છે.
સ્‍વચ્‍છતા મિશન માત્ર કાગળ પર રહયુ છે. રસ્‍તાઓ ઉપર અને શેરીઓમાં કચરાના ગંજ ખડકાયા છે, જે નગરપાલીકાના તંત્રને ઘ્‍યાનમાં આવતા નથી. અમરેલીની ભુગભ ગટરને કારણે તૂટી ગયેલ રસ્‍તાઓને રીપેર કરવાની જવાબદારી કોની છે તે મુદો સરકારી ફાઈલોમાં અટવાયો છે જેની પીડા અમરેલીની જનતા ભોગવી રહી છે.અમરેલીના જાગૃત મિડીયાએ પ્રજાની આ હાલાકીને વાચા આપવા માટે અનેકવાર તંત્રનો કાન આમળ્‍યો છે પરંતુ જડ વહીવટી તંત્રની ઉંઘ ઉડતી નથી. અમરેલીના લોકોની ધીરજ હવે ખુટવા આવી છે. વહીવટી તંત્ર લોકોને પડતી મુશ્‍કેલીઓ દૂર કરવા માટે કોઈ નકકર પગલા નહી લે તો, આગામી દિવસોમાં અમરેલીના વિવિધ સંગઠનો અને સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓને સાથે રાખી બિન-પક્ષીય આંદોલન ઉભુ કરાશે તેવી ચીમકી ડો. ભરત કાનાબારેનિવેદનના અંતમાં આપી હતી.


ગીરના જંગલમાં સિંહોના મોત પાછળ ઘુંટાતુ રહસ્‍ય

ધારી,ધારી ગીર પુર્વના જંગલ વિસ્‍તારમાં છેલ્‍લા એકાદ માસથી ડેલ્‍ટા મેથરીન સહોના ટપોટપ મોત કોઈ કારણોસર થઈ રહ્યાછે. અગાઉ સાત સિંહો મર્યા ત્‍યારે વનમંત્રી આવેલા અને તેમને પુર્વ ઓનરરી વાઈલ્‍ડ લાઈક એનીમલ ઓફીસર ડો. વિક્નમ ભરાડે રજુઆત પણ કરેલી છતાય આંખ આડે કાન થયા હોય તેમ આજ સુધી એશીયાની અનમોલ વિરાસત શમા સિંહોના મોત પાછળ વન વિભાગના સુત્રો સાચુ કારણ શોધી શકયા નથી. વાસ્‍તવમાં ડોમેસ્‍ટીક એનીમલને કારણે સિંહોમાં રોગચાળાની આશંકા પ્રબળ બની છે. કારણ કે, કેટલ ઉપર વપરાતી ડેલ્‍ટા મેથરીન કે ફલો મેથરીન વાળુ એનીમલ ખાવાથી આ ઘટના બનવાની શંકા છે. પરંતુ જો તેમ હોય તો વન વિભાગની જવાબદારી ફીકસ થાય તેથી ઈરાદાપુર્વક કારણ છુપાવવામાં આવ્‍યુ હોય તેવી શંકા ડો. વિક્નમ ભરાડે વ્‍યકત કરી છે. જો વાયરસ હોય તો આખા ગીરના જંગલને અસર થાય પરંતુ ચોક્કસ વિસ્‍તારમાં જ સિંહોના મોત શંકા ઉપજાવે છે. વન વિભાગે પણ પાછળા નાખ્‍યા હોય અને તેને ઈતરડી કે અન્‍ય જુઆ માટે વપરાતી ડેલ્‍ટા મેથરીન કે ફલો મેથરીન હોય શકે આ દવાઓ સ્‍કીનમાં ઉતરે અને પ્રાણીઓ પેલા પાણી છોડી દે બાદમાં ખાવાનું બંધ કરે છે અન

ે પેરાલીસીસ જેવી હાલત થાય છે. વાસ્‍તવમાં વાયરસમાંથી વાઈરલ નથી આ દિશામાં તપાસ થાય તો સત્‍ય બહાર આવે તેવી શકયતા હોવાનું ડો. વિક્નમ ભરાડે જણાવ્‍યું છે.


ધારીના ગઢીયાના યુવાનનું પ્રેમપ્રકરણમાં અપહરણ કરી ખૂન કરાયું

અમરેલી,
અમરેલી જિલ્લામાં શ્‍વેત ક્નાંતિ લાવ્‍યા બાદ મધુક્નાંતિની દીશામાં આગળ વધી રહેલ અમર ડેરીના શ્રી અશ્‍વીન અમરેલીધારીના ગઢીયા ગામના યુવાનને પ્રેમ સંબંધ હોવાથી લગ્‍ન કરાવી આપવાની લાલચ આપી મહુવાના ભાણવડ ગામે બોલાવી ગોધી રાખી અને હત્‍યા કરી દેવામાં આવી હોવાનુ઼ં બહાર આવતા ખળભળાટ મચી જવા પામ્‍યો છે અને આ બનાવ બારામાં દસ સામે ફરિયાદ થઇ છે.ધારી પોલીસ મથકમાં ગત છ ઓગષ્‍ટે ધારીના ગઢીયા ગામનો નિતેશ ભુપતભાઇ પાટડીયા (ઉ.વ.22) ગાયબ થયાની ફરિયાદ તેના પિતાએ કરી હતી.અને આ ફરિયાદ ઉપરથી ગુમ થયેલાને શોધીકાઢવાની અમરેલીના એસપીશ્રી નિર્લીપ્‍ત રાય દ્વારા અપાયેલી સુંચનાને પગલે અમરેલીની લોકલ ક્નાઇમ બ્રાંચના શ્રી વાઘેલા તથા ધારીના પીએસઆઇ શ્રી કેડી ગોહીલ દ્વારા જીણવટભરી તપાસ શરૂ કરાઇ હતી.ગુમ થયેલા યુવાનની કોલ ડીટેઇલ્‍સ તથા સબંધીતોના નિવેદનો નોંધી પોલીસે શરૂ કરેલી તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી.જેમા ધારીના ગઢીયા ગામે રહેતા ભુપતભાઇ દાનાભાઇ પાટડીયાને ત્રણ દિકરી અને એક દિકરો છે તેના એકના એક પુત્ર નિતેશને મહુવાના તાલુકાના ભાણવડની પન્‍નાબેન મનુભાઇ ભુંકણ સાથે પ્રેમ સંબંધ હોવાથી અગાઉથી નક્કી કર્યા મુજબ આ યુવાનને ગઢીયાથી ભાણવડ બોલાવી ભાવેશ વાલાભાઇ ભુંકણ ભાણવડ, બાઘુ રાબાભાઇ ભુંકણ, ભયલુ હાલુભાઇ ભુંકણ, ભોલા મનુભાઇ કામળીયા, પ્રતાપ ગભરૂભાઇ ભુંકણ, સેલાર આપાભાઇ ભુંકણ, ભરત હાલુભાઇ ભુંકણ, હરેશ માણાભઇ ભુંકણ, શક્‍તિ માણાભાઇ ભુંકણ રે. તમામ ભાણવડ તથા સુરેશ દડુભાઇ વાળા રહે.ધારી એ નિતેશને પન્‍ના સાથે લગન કરાવી આપવાનું જણાવી ભાણવડ બોલાવી લીધેલ અને તેને અમૃતવેલરોડ પાસે આવેલ ભોજભાઇની વાડી પાસે બાવળની કાંટમાં લઇ જઇ અને બાંધી રાખેલ તથા ત્‍યાર બાદ તેની હત્‍યા કરી નાખી હતી તેવી વિગતો પોલીસની તપાસમાં બહાર આવવા પામી હતી
જો નિતેશની હત્‍યા કરાઇ છેતો હત્‍યા કર્યા પછી નિતેશની લાશ કયાં છે ? તથા તેને જેની સાથે પ્રેમ સબંધ હતો તે પન્‍ના કયાં છે ? જેવા અનેક સવાલોના જવાબો શોધવા માટે પોલીસે ઉપર તમામ દસેય શખ્‍સોની સામે ગુનો દાખલ કરી તેને પકડી રીમાન્‍ડ લેવાની તજવીજ શરૂ કરેલી છે.જેમા અનેક કડાકાભડાકા થવાની શકયતા હોવાનું પણ સુત્રો જણાવી રહયા છે.ાવલીયાની ટીમની મહેનતની નોંધ રાષ્‍ટ્ર કક્ષાએ લેવાઇ છે આજે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્ર મોદીએ આણંદમાં અમરેલીની અમર ડેરીને યાદ કરી બિરદાવી હતી.આણંદ ખાતે અમુલ ડેરીના ચોકલેટ પ્‍લાન્‍ટના ઉદ્દઘાટનમાં શ્રી નરેન્‍દ્ર મોદીએ અમરેલી અને બનાસ ડેરીને યાદ કરી મધ ઉત્‍પાદનક્ષેત્રે તેમના દ્વારા કરાઇ રહેલી તડામાર તૈયારીઓની નોંધ જાહેર સભામાં બે વખત લીધી હતી શ્રી રૂપાલા તથા શ્રી દિલીપ સંઘાણીના માર્ગદર્શન હેઠળ શ્રી અશ્‍વીન સાવલીયાની ટીમ દ્વારા અમર ડેરીની પ્રગતિ અને અમર હની પ્‍લાન્‍ટ માટેના પ્રયાસોની વડાપ્રધાને નોંધ લઇને જાહેરમાં પ્રસંશા કરી હતી. અત્‍યારે અમરેલી જિલ્લાના હજારો પરિવારો અમર ડેરીના કારણે પશુપાલન ઉદ્યોગના સહારે નભી રહયા છે.


દલખાણીયા રેન્‍જમાં 23 સિંહોનાં મોત થતા સ્‍ક્નીનીંગની કામગીરી હાથધરી

જુનાગઢ,ગીર પૂર્વ વિસ્‍તાર વિભાગ ધારીના કાર્યક્ષેત્રમાં દલખાણીયા રેન્‍જમાં તા.12-09-2018 થી તા.19-09-2018 સુધીમાં 11 અને તા.20-09-2018 થી તા.02-10-2018 સુધીમાં કુલ 12 આ એકંદરે 23 સિહો મૃત્‍યુ થવાની ઘટના બનવા પામેલ છે. આ 23 સિહો પૈકી 14 સિંહોના મૃત્‍યુ સરવાર દરમ્‍યાન થવા પામેલ છે. મૃત્‍યુ પામેલ સિંહોના અવશેષો અને સેમ્‍પલ નેશનલ ઇન્‍સ્‍ટીટયુટ ઓફ વીરોલોજી પુણે વિશેષ પરિક્ષણ કરવાના હેતુસર મોકલવામાં આવેલ હતા જે પૈકી 4 સિંહોમાં વાયરસની ઉપસ્‍થિતી જોવા મળેલ છે જયારે અન્‍ય 10 કેસોમાં બેબેસીયા નામક પ્રોટો જોવાની ઉપસ્‍થિતી ઘ્‍યાને ઉપર આવેલ છે. સિંહોના મૃત્‍યુ અન્‍વ્‍યે રાજય સરકાર દ્વારા મુખ્‍ય વન્‍યજીવ સંરક્ષણશ્રીની સીધી દેખરેખ હેઠળ ગીર રક્ષીત વિસ્‍તાર તેમજ બહાર વસતા તમામ સિંહોના સ્‍કીંનીંગ કામગીરી હાથ ઉપર લેવામાં આવેલ જેમાં આશરે 150 ટીમો અને 600 જેટલા કર્મચારીઓ જોડાયેલ આ કામગીરી 30-09-2018 ના રોજ પૂર્ણ કરવામાં આવેલ આ સ્‍કીનીંગ દરમ્‍યાન જે સિહો બિમાર હાલતમાં મળ્‍યા તે પૈકી 7 સિંહોને સામાન્‍ય ઇજા ઘ્‍યાને આવતા સારવારકરી મુક્‍ત કરવામાં આવેલ જયારે અન્‍ય 3 સિંહો જસાધાર સેસ્‍કયુ સેન્‍ટર પર સારવાર હેઠળ છે એક જ વિસ્‍તારના સિહોમાં મૃત્‍યુ પ્રમાણોને ઘ્‍યાને લેતા ભારત સરકારની ટીમ દ્વારા તા.22-09-2018 થી તા.23-09-2018 સુધી મુલાકાત લીધી હતી અને ટીમે ગીર રક્ષીત વિસ્‍તારમાં અને નજીકમાં રહેતા તમામ માલઢોરનું રસીકરણ ચોમાસાની સીઝનમાં સધન પેટ્રોલીંગ પશુચિકિત્‍સાની સુવિધાઓનું શુદ્રઢીકરણ અને સિંહોની નિયમીત સ્‍કેનીંગ અને ચકાસણીના સુચનો કરેલ. નિષ્‍ણાંતો ટીમ દ્વારા રાજય સરકાર દ્વારા સમગ્ર બાબતે ઓછામાં ઓછા સમયમાં મોટી સંખ્‍યામાં સિહોની રેસ્‍કયુ કરી સારવાર સેન્‍ટર ઉપર લાવવાની કામગીરી બીમાર અને સ્‍વસ્‍થ સિંહોને અલગ અલગ રાખવાની કામગીરી જેથી રોગ પ્રસરીત ન થાય તેમજ સિંહો ને અપવામાં આવેલ સારવાર બાબતનો દસ્‍તાવેજ રીપોર્ટની જાળવણી રેસ્‍કુ સેન્‍ટરની સુવિધાઓ વિગેરેની કામગીરી અંગેની કરવામાં આવેલ તમામ કામગીરીઓને નિષ્‍ણાંતોની ટીમે સમર્થ આપેલ. રાજય સરકાર દ્વારા દલખાણીયા રેન્‍જના સિંહોની બીમાર અન્‍ય્‍ વિસ્‍તારમાં ન પ્રસરે તે માટે નજીકમાં આવેલ સેમરડી વિસ્‍તાર 31 સિંહો અને પાણીયા વિસ્‍તારના 2 સિંહો એમ કુલ 33 સિંહોને જામવાળા અને બાબરકોટ રાજુલા રેસ્‍કુય સેન્‍ટર ખાતે આઇસોલેટ કરી તેમને હાલ અવલોકનમાંરાખેલ છે. સાથોસાથ જરૂર જણાય વાયરસનું પ્રસારણ રોકવા રોગ પ્રતિકારક વેકસીન ભારત સરકારના સંપૂર્ણ સંકલનમાં રહી અમેરીકાથી પુરતી પ્રમાણમાં વેકસીન તાબડુ તોબ મંગાવવામાં આવેલ જે તા.05-10-2018 ના રોજ બપોર પહેલા ગીર ખાતે પહોચી જાય તેવુ આયોજન છે. દલખાણીયા રેન્‍જમાં બનવા પામેલા બનાવ બાબતે વધુ તપાસ માટે લંડન ઝુ અને રોયલ વેટરનરી કોલેજ લંડનના નિષ્‍ણાંતો સંપર્ક કરવામાં આઅવેલ તેમજ તેને સ્‍થળ મુલાકાત લેવા માટે આમંત્રણ પણ આપવામાં આવેલ છે. તેમ મુખ્‍ય વન સંરક્ષક ડી.ટી વસાવડાએ જણાવ્‍યું છે.


અમરેલીના ચિતલમાં હરામખોરો મોબાઇલની દુકાનમાંથી એક લાખની મતા ઉઠાવી ગયા

ચિતલ,
અમરેલીના ચિતલમાં આવેલી મેઇન બજારમાં ખાબકેલા ચોરોએ મોબાઇલની દુકાનને નિશાન બનાવી એકાદ લાખાૃની મતા ઉઠાવી લીધાનું બહાર આવવા પામેલ છે.આ બનાવ અંગેની વિગતો એવા પ્રકારની છે કે ચિતલની મેઇન બજારમાં આરાધના ચોક પાસે આવેલી નિવ્‍યેશ અતુલભાઇ કુબાવતની જય મોબાઇલ નામની દુકાનમાં નદીની પાછળથી પાછળની બારી તોડી અને કેમેરાના કેબલ કાપી જુના તથા નવા મોબાઇલ અને એક લેપટોપ મળીને અંદાજીત એકાદ લાખની મતા ચોર ઉઠાવી ગયા હતા.હજુ આ ચોમાસામાં જ આ દુકાન પડી હતી અને તે માંડ ઉભી કરાઇ ત્‍યા જ ચોર ખાબકતા દુકાનદારને પડયા ઉપર પાટા જેવો ઘાટ ઘડાયો છે આ બનાવની જાણ થતા તાલુકા પીએસઆઇ શ્રી સેગલીયા તથા જમાદાર શ્રીચુડાસમા સહિતના પોલીસ કાફલાએ દોડી આવી અને જીણવટભરીે તપાસ હાથ ધરી છે.


સાવરકુંડલામાં યુવતીનું અપહરણ કરનાર શખ્‍સનાં જામીન નામંજુર

અમરેલી,
સાવરકુંડલામાં યુવતીનું અપહરણ કરવાના ગુન્‍હામાં સંડોવાયેલ આરોપીએ અમરેલીની એડીશ્‍નલ સેશન્‍સો કોર્ટમાં અરજી કરી હતી જે કોર્ટનાંજજએ નામંજુર કરી કરી દિધી હતી.
આ બનાવની વિગતો અનુસાર સાવરકુંડલામાં રહેતો અંકીત વિનુ ખાંટ (ઉ.વ.21)ને સગીરવયની યુવતીનાં અપહરણ કર્યાનાં ગુન્‍હામાં પોલીસે પકડી પાડયો હતો.જે કેસ કોર્ટમાં ચાલી જતા આજરોજ અંકિતે જામીન માટે એડીશ્‍નલ સેશન્‍સ કોર્ટમાં અરજી કરી હતી જે કોર્ટનાં જજશ્રી એન.પી.ચૌધરીએ ફગાવી દેતા આરોપીને ફરી જેલ હવાલે કરી દેવામા આવ્‍યો હતો.


લીલીયા પંથકમાં મીની વાવાઝોડુ : 38 ગામડાઓમાં અંધારપટ્ટ

અમરેલી,
હાલના સમયે જનજીવન વરસાદની ચાતક નજરે રાહ જોઇ રહયું છે ત્‍યારે અમરેલી જિલ્લાના લીલીયા પંથકમાં મેઘરાજાની તોફાની એન્‍ટ્રી થઇ છે લીલીયા પંથકમાં મીની વાવાઝોડુ ફંકાતા 38 ગામડાઓમાં અંધારપટ્ટ છવાયો છે અને મોડી રાત્રે વિજપુરવઠો કાર્યરત થયો હતો.
સાંજના પાંચ વાગ્‍યે તોફાની પવન અને વરસાદને કારણે લીલીયા અને ગુંદરણના બન્‍ને 66 કેવી સબસ્‍ટેશનો ફોલ્‍ટમાં ચાલ્‍યા જતા લીલીયા તાલુકાના 38 ગામો અંધારામાં ચાલ્‍યા ગયા હતા અને જેટકોના સ્‍ટાફ દ્વારા વિજપુરવઠો શરૂ કરવા યુઘ્‍ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી હતી 38 ગામોમાં સાંજના પાંચ વાગ્‍યાથી ખોરવાયેલો વિજપુરવઠો મોડી રાત્રે કાર્યરત થયો હતો લીલીયા અને દામનગર વચ્‍ચે વીજતાર ઉપર વીજળી પડી હોવાને કારણે વિજપુરવઠો ખોરવાયો હતો દામનગર અને લીલીયા વચ્‍ચેના ગામડાઓ ઉપરાંત ગારીયાધારના પરબડીમાં એક ઇંચ તોફાની વરસાદ પડી ગયો હતો.


05-10-2018


04-10-2018


error: Content is protected !!