Main Menu

Friday, October 5th, 2018

 

અમરેલી જીલ્‍લાના તમામ 41 પીએચસી અને 11 હેલ્‍થ કચેરી બંધ રહી

અમરેલી,
અમરેલી જીલ્‍લા પંચાયતના આરોગ્‍ય વિભાગના તમામ કર્મચારીઓ પોતાના પગાર પ્રશ્‍ને આજે માસ સી.એલ. રજા પર ઉતર્યા હતા. આરોગ્‍યની કામગીરી ફિલ્‍ડમાં થઈ હોય અને ઓનલાઈન ન થાય તો જીલ્‍લા કલેકટર અને ડી.ડી.ઓ. કર્મચારીઓનો પગાર ન કરે તેવા તઘલખી નિર્ણય સામે અધિકારીઓ અને કર્મચારીઓએ વિરોધ દર્શાવી અમરેલી દિલીપ સંઘાણી સાંસ્‍કૃતિક હોલમાં એક મીટીંગ યોજાતા જીલ્‍લાના તમામ આરોગ્‍ય કર્મચારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.
પી.એચ.સી.ના 41 દવાખાનાઓ અને 11 તાલુકા હેલ્‍થ કચેરી કર્મચારીઓના પગાર પ્રશ્‍ને બંધ રહેતા ગ્રામ્‍ય વિસ્‍તારના દર્દીઓ હાલ રોગચાળો ફેલાતા પરેશાનીમાં મુકાયા હતા.
અને ના છુટકે ખાનગી દવાખાનાઓમાં પૈસા ખર્ચીને સારવાર કરાવી પડી હતી. અમરેલીના ધારાસભ્‍ય અને વિરોધપક્ષના નેતા પરેશભાઈ ધાનાણીએ કર્મચારીઓના પગાર પ્રશ્‍ને જીલ્‍લા કલેકટર તેમજ ડી.ડી.ઓ.ને રજુઆત કરવામાં આવશે.
તેમજ સરકારમાં પણ આ પ્રશ્‍ને ઘટતુ કરવા માટે શ્રી ધાનાણીએ ખાત્રી આપી હતી.


અમરેલી જિલ્‍લાને અસરગ્રસ્‍ત જાહેર કરવા સરકારમાં રજૂઆત કરતા સાંસદ શ્રી કાછડીયા

thumbnail of 03-10-18

અમરેલી , અમરેલી જિલ્‍લામાં પડેલ અનિયમિત અને ઓછા વરસાદને લીધે ખેડૂતોના બે-બે, ત્રણ-ત્રણ વાર પાકો નિષ્‍ફળ ગયા છે ત્‍યારે અમરેલી જિલ્‍લાનો સવે કરાવી અસરગ્રસ્‍ત જાહેર કરવા અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, કેન્‍દ્રીય કૃષિ મંત્રી શ્રી પરશોતમભાઈ રૂપાલા, રાજયના કૃષિ મંત્રી શ્રી આર.સી.ફળદુને લેખિત તેમજ મૌખિક રજૂઆત કરેલ છે. સાંસદશ્રીએ કરેલ રજૂઆત મુજબ, અમરેલી જીલ્‍લો એ ખેતી આધારીત જીલ્‍લો છે. જેમાં મોટા ભાગે કપાસની ખેતી થાય છે અને પછી બીજા નંબર ઉપર શીંગ અને મગફળીની ખેતી થાય છે. આ વર્ષે ખેડુતોને તેમના પાક માટે 1પ જુન, ર018 અંતીત જે વરસાદ થવો જોઈએ તે થયો નહીં અને 1પ જુલાઈ એટલે કે, એક મહિના સુધી વરસાદ સમયાંતરે થોડા થોડા અંશે પડયો જેથી ખેડુતોના વાવેલા મોંઘા ભાવના બીયારણ (શીંગ, કપાસ) બે બે વખત ઉગીને બળી ગયા. છતા ખેડુતનો જીવ છે સાહેબ, જુલાઈ મહિનામાં વરસાદ સારો પડયો એટલે ખેડુતોએ ફરી પાછું પોતાનું નસીબ અજમાવ્‍યું અને ફરી વાવણી કરી, આ વખતે સારા માં સારી વાવણી થઈ જેમાં જીલ્‍લામાં મોટા ભાગે કપાસ અને મગફળીની વાવણી થઈ. બાપલો, ખેડુતોને પણ ઈશ્‍વરે સારાદિવસોનો ભાસ કરાવ્‍યો અને ખેડુતોને પણ સારી મોલાત જોઈને આનંદ હતો. ખેડુત ખાતર, બિયારણ, દવા, નિંદામણ, આંતરખેડ તમામ કામો પૂર્ણ કરીને પાકની રાહ જોઈને બેઠો હતો, પરંતુ એક વરસાદની ખેંચ થી ખેડુતોએ જોયેલું સ્‍વપ્‍ન ધુળધાણી થઈ ગયું. આજે ખેડુતોના કુવામાં કે દારમાં પાણી નથી, કપાસ અને મગફળીનો પાક 100 % નિષ્‍ફળ ગયો અને 10 % ખેડુતો કે જેઓએ પાણી થી પિયત કરેલ છે તેવા ખેડુતોને ખર્ચના પ0 % જ મળે તેવી સ્‍થિતી છે. સરકારશ્રીના નિતી નિયમમાં અસરગ્રસ્‍ત જાહેર કરવાના નોમ્‍સ હોય છે. 100 % દુષ્‍કાળ પડે તે સારૂ પરંતુ છેલ્‍લા એક વરસાદનો દુષ્‍કાળ પડે તે ખેડુતના ઘરમાં જે કાંઈ હોય તે બધુ જ લઈને જાય છે. જેથી અમરેલી જીલ્‍લાનો તાત્‍કાલીક સર્વે કરાવી ખેડુતો માટે ર018/19 નું વર્ષ અસરગ્રસ્‍ત જાહેર કરીને પાક વિમો મળે તેવી સાંસદશ્રીએ રજૂઆત કરેલ છે.સાંસદશ્રીએ વધુમાં રજુઆત કરતા જણાવેલ છે કે, ગત વર્ષ ર017/18ના વિમામાં પણ ખેડુતોમાં અસંતોષ ઉભો થયેલ છે, તેમાં પણ ઘણી જ વિસંગતતાઓ ઉભી થયેલ છે. હાલમાં અમરેલી જીલ્‍લાના નાના મોટા તમામ ડેમ/ચેકડેમો ખાલી પડયા છે. સરકારશ્રીએ સૌની યોજના દ્વારા ગત વર્ષમાં ઘણાં ડેમો/તળાવો ઉંડા ઉતાર્યા પણ કુદરતે વરસાદ ન આપ્‍યો. તો આવતા વર્ષ-ર018/19 વર્ષમાંજાન્‍યુઆરી મહિના થી જ પાછા ચેકડેમો/તળાવો ઉંડા ઉતારવાનું કામ શરૂ થાય તેવી ખેડુતોની સાંસદશ્રીએ માંગણી છે.રજુઆતના અંતે સાંસદશ્રીએ જણાવેલ છે કે, આજે ખેડુતોને વિજળી પણ અનિયમિત મળી રહી છે, કુવા/બોરમાં પાણી પણ ખુટી ગયા છે. ત્‍યારે આગામી 1 મહિનામાં જ ઘાસચારાની તીવ્ર અછત ઉભી થશે તથા દિવાળી પછી રોજગારીની સમસ્‍યા સર્જાવાની શકયતા પણ રહેલી છે. તેથી આગામી કપરા દિવસો માટે આગોતરા આયોજન રૂપે ઘાસચારાની વ્‍યવસ્‍થા, પીવાના પાણી માટેની વ્‍યવસ્‍થા અને રોજગારી માટેની તકો ઉભી થાય તેવી વ્‍યવસ્‍થા કરવા માટે સત્‍વરે નિણય લેવા સાંસદશ્રીએ રજૂઆત કરેલ છે.


રાજુલા નેશનલ હાઇવે રીપેરીંગનીસાડા ત્રણ કરોડની ગ્રાંટ કયાગઇ ?

ભાવનગર સોમનાથ નેશનલ હાઈવેના ચારનાળાથી વિક્‍ટર સુધીનો રોડ એમએપી કંપનીને કોન્‍ટ્રાકટ આપવામાં આવ્‍યો છે ન્નયાં સુધી આ રોડ ન થાય ત્‍યાં સુધી મરામત માટે સાડા ત્રણ કરોડ ફાળવ્‍યા છે પરંતુ આ કંપની દ્વારા હાલ માત્ર દસ ટકા કામ થયું છે આ કંપની છેલ્લા ચાર મહિનાથી એક પણ રસ્‍તાનું રીપેરીંગ કર્યું નથી જેને કારણે રાહદારીઓ મુશ્‍કેલીમાં મુકાય છે રસ્‍તામાં ઠેર ઠેર ગાબડાઓ છે મોટા મોટા પથરાઓ પડ્‍યા છે. આજથી ચાર માસ પહેલા આ કોન્‍ટ્રાકટરે ડાયવર્જન ન બતાવ્‍યો હોવાથી 9 ના મોટ થયા હતા તેના કારણે આ કોન્‍ટ્રાક્‍ટર એક મહિનો જેલમાંરભ હતા જેમાં આની ઘોર બેદરકારી હતી આજે આ પ્રશ્ને પટેલ સમાજના આગેવાન શિરીષભાઈ પટેલને ડે કલેક્‍ટરને ડાભીને પત્ર પાઠવી આ કોન્‍ટ્રાક્‍ટર સામે રસ્‍તો રીપેર ન કરે તો ખાતાકીય પગલાં આ કામગીરી બ્‍લેક લિસ્‍ટમાં મુકવા માંગણી કરી છે.
આ અંગે તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન ભીખાભાઇ પિંજરે હાલ નેશનલ હાઇવે ની કામગીરી ગોકળગતિએ છે તે શરુ નહિ કરાય તોરાજુલા તાલુકાના અનેક લોકો હેરાન પરેશાન થશે આ અંગે કિસાન સંઘ આગેવાન શ્રી ભરતભાઈ સાવલીયાએ જણાવ્‍યું કે આ રોડ માટી નાખવાથી ચોમાસામાં ફૂટ ફૂટના ખાડા પડ્‍યા છે જેના લીધે રાહદારીઓ વાહનચાલકો હેરાન પરેશાન છે તેમજ આજુબાજુના ખેડૂતોને પાક માં ભારે નુકશાની છે ત્‍યારે આ વિસ્‍તારમાં ભાવનગરથી વેરાવળ સુધીના નેશનલ હાઈવેના કોન્‍ટ્રાક્‍ટરની ઘોર બેદરકારીથી તેવો સવાલ આમ જન્‍મતામાંથી ઉઠ્‍યો છે ટૂંક સમયમાં આ કંપની હીંડોરણાથી ફૂટ ફૂટના ખાડા નહિ બુરે તો સ્‍વયંભૂ આંદોલન કરવાની ચીમકી ટ્રાન્‍સપોર્ટ વાળા આપી રભ છે


ધારીના ગઢીયાના યુવાનને સળગાવીને રાખ કરી દેવાયાનો ધડાકો

અમરેલી,
ધારીના ગઢીયા ગામના યુવાનને લગ્‍ન કરાવી આપવાની લાલચ આપી હત્‍યા કરી દેવામાં આવી હોવાના બનાવમાંપોલીસે પકડેલા બે શખ્‍સોને આઠ દિવસના રીમાન્‍ડ ઉપર લેવાયા છે અને તપાસ દરમિયાન હત્‍યા કરાયેલી લાશને સળગાવી દઇ તેના અવશેષ ગાયબ કરી દેવાયાનુ઼ં બહાર આવતા ખળભળાટ મચી જવા પામ્‍યો છે.
અને આ બનાવની વિગતો એવા પ્રકારની છે કે ધારી પોલીસ મથકમાં ગત 6-8-18ના રોજ ધારીના ગઢીયા ગામનો નિતેશ ભુપતભાઇ પાટડીયા (ઉ.વ.22) ગાયબ થયાની ફરિયાદ તેના પિતાએ કરી હતી.અને અમરેલીની લોકલ ક્નાઇમ બ્રાંચના શ્રી વાઘેલા તથા ધારીના પીએસઆઇ શ્રી કેડી ગોહીલ દ્વારા જીણવટભરી તપાસ શરૂ કરાઇ હતી.જેમા નિતેશના પ્રેમપ્રકરણને કારણે ભાવેશ વાલાભાઇ ભુંકણ ભાણવડ, બાઘુ રાબાભાઇ ભુંકણ, ભયલુ હાલુભાઇ ભુંકણ, ભોલા મનુભાઇ કામળીયા, પ્રતાપ ગભરૂભાઇ ભુંકણ, સેલાર આપાભાઇ ભુંકણ, ભરત હાલુભાઇ ભુંકણ, હરેશ માણાભઇ ભુંકણ, શક્‍તિ માણાભાઇ ભુંકણ રે. તમામ ભાણવડ તથા સુરેશ દડુભાઇ વાળા રહે.ધારી એ ભાણવડ બોલાવી ભોજભાઇની વાડી પાસે બાવળની કાંટમાં લઇ જઇ હત્‍યા કરી નાખી હતી તેવી વિગતો પોલીસની તપાસમાં બહાર આવવા પામી હતી નિતેશની હત્‍યા કરાઇ છે તો હત્‍યા કર્યા પછી નિતેશની લાશ કયાં છે ? તથા તેને જેની સાથે પ્રેમ સબંધ હતો તે પન્‍ના કયાં છે ? જેવા અનેક સવાલોના જવાબો શોધવા માટે ધારીના પીેએસઆઇ શ્રી કેડી ગોહીલે તમામદસેય શખ્‍સોની સામે અપહરણનો ગુનો દાખલ કર્યો હતો અને તે દસ પૈકીના સેલાર તથા સુરેશ વાળાને પકડી કોર્ટમાં રજુ કરી આઠ દિવસના રીમાન્‍ડ ઉપર લઇ પુછપરછ શરૂ કરી હતી જેમા ચોંકાવનારી વિગો બહાર આવવા પામી હતી.ધારી પોલીસની તપાસમાં એવુ બહાર આવ્‍યુ હતુ કે, આરોપીઓએ અપહરણ કરી અને બાંધીને રાખેલા નિતેશની હત્‍યા કરી નાખી હતી તથા તેની લાશ કોઇના હાથમાં ન આવે તે માટે તેને સળગાવી રાખ કરી નાખી હતી પણ ગુનેગાર ગમે તેટલો ચાલાક કેમ ન હોય પણ ભુલ જરૂર કરે તે કહેવત અનુસાર પોલીસને નિતેશનું ખુન કરી લાશને સળગાવી રાખ કરી નાખનાર આરોપીઓ સામે હત્‍યાના અને લાશનો નિકાલ કર્યો તે સ્‍થળેથી સાંયોગીંક પુરાવાઓ મળી આવતા પોલીસે તે પુરાવા કબજે કરી બાકીના ફરાર આઠ આરોપીઓને શોધવાની તજવીજ હાથ ધરી છે.સાથે સાથે આ બનાવમાં ભાવનગર પોલીસ પણ ચિત્રમાં આવે તેવી શકયતા છે કારણ કે મરનાર નિતેશ જેને પ્રેમ કરતો હતો તે યુવતી પન્‍ના પણ હજુ લાપતા છે અને તેની પણ હત્‍યા થઇ ગઇ હોય તો નવાઇ નહી અને તેને પણ નિતેશની જેમ જ ગુમ કરીે દેવાઇ છે કે કેમ તેની તપાસ ભાવનગર પોલીસ કરશે તેવુ સુત્રોએ જણાવ્‍યુ છે.


સિંહોના મોતનો આંકડો ત્રીસની ઉપર જવાની શકયતાઓ : ડાભાળી નજીક બે બીમાર સિંહ દેખાયા એકને પકડી સારવારમાં લઇ જવાયો

અમરેલી,
એક જ વિસ્‍તારમાં સિંહના મોતનું કારણ વાયરસ પણ આ વાયરસ આવ્‍યો કયાંથી ? તેવા જનતામાં પુછાઇ રહેલા સવાલો વચ્‍ચે સિંહોના મોતનો આંકડો ત્રીસની ઉપર જવાની શકયતાઓ રહેલી છે અને ડાભાળી નજીક બે બીમાર સિંહ દેખાયા હોય તેમાથી એકને પકડી સારવારમાં લઇ જવાયો હોવાનુ જાણવા મળેલ છે.
સિંહોનીત ઉપર આવી પડેલી આફતના ટાણે ગીરના સિંહોના જતનમાં જેણે જીદગી કાઢી નાખી તેવા ધારીના ગીરના જંગલના જુના કર્મચારીઓ સિંહ માટે વિનામુલ્‍યે સેવા આપવા તૈયાર છે તેમ જાણીયા વન્‍યપ્રેમી ડો. પ્રવિણભાઇ વૈષ્‍ણવે જણાવી અને એક સાથે અનેક સિંહોના મોતથી ચિંતા વ્‍યકત કરી હતી.


યુવતી પર બળાત્‍કાર ગુજારનાર આરોપીને 10 વર્ષની સજા

અમરેલી,
અમરેલીની એડીશ્‍નલ સેશન્‍સ કોર્ટ દ્વારા બળાત્‍કર ગુજારનાર શખ્‍સને 10 વર્ષની સજા ફટકારવામા આવી હતી તથા 27 હજાર ઉપરાંતો દંડ પણ ફટકાર્યો હતો.લાઠી તાલુકાનાં જાનબાઇ દેરડી ગામમાં રહેતો જગદીશ ભાલા જાદવ (ઉ.વ.23)એ તા.15-4-17ના રોજ તેજ ગામની યુવતાનાં ઘરમાં પ્રવેશ કરી તેનાં ભાઇને મારી નાખવામી ઘમકી આપી તેના ઉપર મરજી વિરુઘ્‍ધ બળાત્‍કાર ગુજાર્યોહતો.
જગદીશ પર લાઠી પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવાઇ હતી.જે કેસ અમરેલી એડીશ્‍નલ સેશન્‍સ કોર્ટમાં ચાલી જતા આરોપીને આજરોજ જજશ્રી એન.પી.ચૌધરીએ 10 વર્ષની સજા અને 27 હજારનો દંડ ફટકાર્યો હતો.


33 સિંહોને સાવચેતીના પગલાઓ રૂપે આઇસોલેટ કરી ઓર્મ્‍ઝવેશનમાં રખાયા

જુનાગઢ,
વન્‍યપ્રાણી વર્તુળ જુનાગઢના મુખ્‍ય વનસંરક્ષક શ્રીએ યાદીમાં઼ જણાવ્‍યુછે કે ગીર પૂર્વના દલખાણીયા વિસ્‍તારમા઼ 12:09 થી 2:10 સુઘી રોણીયાનામના વિસ્‍તારમાં 23 સિંહો મૃત્‍યુ પામ્‍યા છે અને સાવચેતીના પગલા રૂપે 33 સિહોને આઇસોલેટ કરી સીસીટીવી થી ઓર્મ્‍ઝવેશનમાં રખાયા છે સાવચેતીના પગલા રૂપે આજે પાંચમીએ સાંજ સુધિમાં વેકસીનના 300 ડોઝ અમેરીકાથી જુનાગઢ આવી જશે. અને ધારીના જીરા, ગઢીયા, પાતળા, ખાંભા અને વિસાવદરમાંથી 13 સિંહોના સેમ્‍પલ લઇ ઉના જુનાગઢ અને ગાંધીનગર મોકલાયા છે.


અમરેલીમાં રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે મીની વાવાઝોડુ

અમરેલી,
આજે બપોર બાદ અસહ્ય ઉકળાટ અને વાતાવરણમાં પલ્‍ટો આવતા ચલાલા શહેરમાં બપોર બાદ વરસાદનું હળવુ ઝાપટુ પડી જતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જયારે અમરેલી શહેરમાં રાત્રીના વાતાવરણમાં પલ્‍ટો આવતા પવનની વાજડી સાથે વિજળીના કડાકા ભડાકા અને મેઘ ગર્જના સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. અને શહેરના માર્ગો ઉપર પાણી વહેતા થયા હતા અને લોકોએ ગરમીમાંથીરાહત મેળવી હતી. પવનની વાજડીના કારણે 2 કલાક વીજળી પણ ગુલ બની હતી. અને શહેરમાં અંધારપટ છવાયો હતો.


સિંહોના મામલે મંગળવારે ધારી બંધનું એલાન

ધારી,
સિંહોના મોતની ઘટનાના પગલે મંગળવારે બજરંગ ગૃપ દ્વારા બંધના એલાન સાથે એક દિવસના ઉપવાસ કરવા અને મોતના બનાવની તટસ્‍થ તપાસ કરવા બજરંગ ગૃપે એલાન આપતા ધારી સજજડ બંધ પાડશે. તેમ જણાવ્‍યું છે.ગુજરાતના ગૌરવ અને એશીયાખંડની અનમોલ વિરાસત સમા 23 સિંહોના ગીર જંગલમાં મોત થતા લોકોમાં હાહાકાર મચી રહેલ છે. સિંહોના મોતના બનાવની તટસ્‍થ તપાસ કરવાની માંગણી સાથે મૃત્‍યુ પામેલ સિંહોના આત્‍માની શાંતિ માટે મંગળવાર તા. 9-10-18 ના રોજ ગામ સજજડ બંધ પાડી લોકો એક દિવસના ઉપવાસ કરશે. બંધના એલાનમાં જંગલ બોર્ડના ગામડાઓ પણ જોડાશે. તેમ બજરંગ ગૃપ ધારી દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.


error: Content is protected !!