Main Menu

Saturday, October 6th, 2018

 

દેવરાજીયા ક્લસ્ટરમાં સી.આર.સી.કક્ષાનો કલા ઉત્સવ યોજાયો

  દેવરાજીયા  પ્રાથમિક  શાળામાં  દેવરાજીયા  ક્લસ્ટરની તમામ શાળાઓં  કલા ઉત્સવ  ભાગીદારી નોધાવી ઉત્સાહ ભેર ભાગ લીધો .વિદ્યાર્થીઓંએ ચિત્ર સ્પર્ધા ,નિબંધ સ્પર્ધા ,વકતૃત્વ સ્પર્ધા અને નિબંધ સ્પર્ધામાં ભાગ લીધો  .  સી.આર.સી.શ્રી બિપીનભાઈ ભીમાણી સંચાલન કર્યુ .

અમરેલીની વડી અને ઠેબી નદી ઉપર પુલ માટે 14 કરોડ મંજુર

અમરેલી,
ચોમાસામાં જયારે વડી અને ઠેબી નદી માં પુર આવે ત્‍યારે કુંકાવાવ તથા નાના મોટા આંકડીયા માંગવાપાળ,વરુડી, પ્રતાપપરા સહિતના 36 ઉપરાંતના ગામોના લોકોને જેસીંગપરાનુ લાંબુ ચકકર કાપવુ પડતુ હતુ તે હવે નહી કાપવુ પડે કારણ કે રાજયના નાયબ મુખ્‍યમંત્રીશ્રી નીતીન પટેલે વડી અને ઠેબી નદી ઉપર 14 કરોડના ખર્ચે બે પુલ મંજુ્રર કરી અને જોબ નંબર પણ આપી દેતા આનંદની લાગણી છવાઇ છે.કુંકાવાવ રોડ ઉપર ધારાસભ્‍યશ્રી વિરજીભાઇ ઠુમ્‍મરનું વીકે ફાર્મ આવેલ છે અને ત્‍યાથી કુંકાવાવ સહિતના 36 ગામડાઓનો માર્ગ હતો અહી ચોમાસામાં બેઠા પુલને કારણે લોકો પરેશાન થતા હતા આ માર્ગ માટે શ્રી દિલીપ સંઘાણી મંત્રી હતા ત્‍યારે તેમણે મહેનત કરી હતી અને ત્‍યાર બાદ સાંસદશ્રી નારણભાઇ કાછડીયા, શ્રી હિરેન હિરપરા, શ્રી કૌશિક વેકરીયા, શ્રી પરેશ ધાનાણી, શ્રી અશ્‍વીન સાવલીયા, શ્રી મગનભાઇ કાનાણી તથા સવિશેષ શ્રી વિરજીભાઇ ઠુમ્‍મરે વખતોવખત રજુઆતો કરી હતી અને અહી માત્ર 500મીટરના અંતરે જ જેસીંગપરાનો પુલ હોય સરકાર માંથી પણ નવા પુલની આ ટેકનીકલ કારણોસર મંજુરી મળતી ન હોય શ્રી વિરજીભાઇ ઠુમ્‍મરે શ્રી નીતીનભાઇ પટેલ સમક્ષ અસરકારક રજુઆત કરતા ઠેબી નદી ઉપર સોમનાથ
મંદિરેથી પ્રતાપપરા,વરૂડી જવાના માર્ગે ઇટોના ભઠ્ઠા સુધી મોટા 125 મીટર લાંબા પુલ માટે આઠ કરોડ તથા ત્‍યાથી કુંકાવાવ જકાતનાકા સુધી વડી નદી ઉપર 80 મીટર લાંબા પુલ માટે છ કરોડ મંજુર કરી બન્‍ને કામ માટે જોબ નંબર પણ આપી દેતા ટૂંક સમયમાં ટેન્‍ડરીંગ શરૂ થશે.


ગીરના સિંહોને ગુમાવવા પડે તે વ્‍યાજબી નથી : ધારાસભ્‍ય પુંજાભાઇ વંશ

ઉના,
ધારીગીર જંગલ વિસ્‍તારમાં એસ્‍યાટીક સિંહો ગુજરાતની ઓળખ અને ગૌરવ છે તે સિંહોને માનવ સર્જીત દુઘર્ટનામાં ગુમાવવા પડે તે વ્‍યાજબી નથી. છેલ્‍લા એક માસમાં 23 થી વધુ સિંહોના મોત થયા છે મૃત્‍યુ પામેલામાં વ્‍યસ્‍ક સિંહો પણ હતા એટલે ઉંમરના લીધે મૃત્‍યુ થયા નથી વનવિભાગ આવા સિંહોનું મોતનું મદઘડત કારણ ઇનફાઇટ બતાવીને મુળ કારણને રદેફદે કરવા માંગતા હોય તેમ જણાય છે. સિંહોની રખેવાળી માટે જે કામગીરી થવી જોઇએ તે થતી નથી કેમ કે સિંહોને જુદા જુદા પ્રકારના વાઇરસ જેવા કે ફેનાઇન, પરવાોે કાનાઇન, ડીસ્‍ટેમ્‍પર, ઇમ્‍યુનો વગેરેથી સિંહ સિંહણના શ્‍વાસનળી, ફેફસા, લીવરને નુકશાન થતુ હોવા છતા વનતંત્ર દ્વારા કોઇ નક્કર કામગીરી કે પગલા લેવામાં આવેલ નથી. સિંહોના મૃત્‍યુ કુદરતી પ્રકિ્નય સિવાય ન થાય તે માટે 2007માં એક સંશોધન કરવામાં આવ્‍યું હતું કે ભવિષ્‍યમાં સિંહોમાંકોઇ ગંભીર બીમારી આવે તો શુ કરવુ પરંતુ તેમ છતા આજ સુધી સિંહોને ડાયેરીયા, તાવ, લોહીવાળા ઝાડા, શરદી, ભુખ ન લાગરી, રોગપ્રતિકારક શક્‍તિ ઘટી જવી વગેરે માટે વનવિભાગ માટે આધુનિક લેબોરેટરી હોવી જોઇએ તે નથી અને સમયસર નિદાન પણ થતા નથી. યોગ્‍ય દેખરેખ નથી
તેને કારણે સિંહોને ઉશ્‍કેરવામાં ન આવે તો હુમલા થતા નથી. માલધારીઓને બહાર કઢાતા સિંહો પણ ખોરાક પાણીની શોધમાં બહાર નીખળી ગયા છે રેવન્‍યુ વિસ્‍તારમાં સિંહો વધારે છે બીનકાયદેસર સિંહ દર્શનનો મોટો વ્‍યવસાય ચાલે છે જેમાં વનવિભધગ સામેલ છે.
એક વ્‍યક્‍તિના ગ્રુપ દીઠ 5 થી 10 હજાર જેવી રકમ લેવામાં આવે છે. આ બાબતગાં ગંભીરતા સમજી સરકારે પગલા લીધા હોય તો સિંહોને બચાવી શકાય. નિષ્‍ણાંતોની ટીમ બનાવી તપાસ કરાવીને અધિકારીઓ સામે પગલા લેવા ધારાસભ્‍ય પુંજાભાઇ વંશે માંગ કાર્યનું અખબારી યાદીમાં જણાવ્‍યું છે.


રાજુલા બાલકૃષ્‍ણ વિદ્યાપીઠમાં જીલ્‍લા કક્ષાનું ગણીત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયુ

રાજુલા,અમરેલી જીલ્‍લા કક્ષાએ ગણીત-વિજ્ઞાન પ્રદર્શન રાજુલા બાલકૃષ્‍ણ વિદ્યાપીઠમાં જી.સી.ઈ. આર.ટી. ગાંધીનગર પ્રેરીત અને જીલ્‍લા શિક્ષણ કચેરી અને જીલ્‍લા તાલીમ ભવનના માર્ગદર્શન હેઠળ યોજાયું હતુ. જેના અઘ્‍યક્ષ પદે જે. પી. પટેલ અને ઉદઘાટક તરીકે કે. એસ. ડાભી પ્રાંતઅધિકારીની ઉપસ્‍થિતિમાં શ્રીમતી મીનાબેન કોઠીવાળે કર્યુ હતું. શ્રી સી.એન.જાદવ અને શ્રી દક્ષાબેન પાઠક અને મણીબેન ગામીત, અજીતસિંહ ગોહીલ, તુલશીભાઈ મકવાણા, બી.બી.પડાયા, પ્રવીણભાઈ વસરા, કિરણભાઈ જોષી, મલહારભાઈ રાવલ, લતાબેન ઉપાઘ્‍યાય, શ્રી વાઢેળભાઇ, અજયભાઇ ખુમાણ, ચાપાનેરસાહેબ, આશીષભાઇ, પ્રભાતભાઇ કોઠીવાળ એ હાજરી આપી હતી. અને બાળકોને આત્‍મ વિશ્‍વાસ કેળવવા હિંમતવાન બનવા પ્રેરણા આપી હતી. બાલકૃષ્‍ણ વિદ્યાપીઠના પ્રમુખશ્રીજે. બી. લાખણોત્રા, ભગવાનભાઈવાઘ, સાર્દુળભાઈ લાખણોત્રા, જયેશભાઈ રામ દ્વારા મોમેન્‍ટો પુષ્‍પગુચ્‍છથી સ્‍વાગત કર્યા બાદ કાર્યક્નમની રૂપરેખા આચાર્ય પરેશભાઈ દહીયાએ આપી હતી. જીલ્‍લાના તમામ તાલુકા કક્ષાના વિજેતાઓએ ભાગ લીધો હતો. 105 કૃતિઓ રજુ થઈ હતી. તમામ વિદ્યાર્થીઓ માટે ફિલ્‍મ રાસ-ગારબા, લાઈવ સંવાદનુ આયોજન થયુ હતુ. બાલકૃષ્‍ણ ટ્રેકટર રાજુલા અને બાલકૃષ્‍ણ પેટ્રોલીયમ વતી તમામને શુભકામના પાઠવી હતી. તાલીમ ભવનમાંથી ભરતભાઈ ડેર,રાજેશભાઈ મહેતા, સુરેશભાઈ ઢીલા, શ્રી ડામોર, શ્રી અશોકભાઈ જોષી વગેરેએ હાજરી આપી હતી. જેમાં 5000 બાળકોએ પ્રદર્શન નિહાળ્‍યું હતું.


રાજુલા જાફરાબાદ પીપાવાવ પોર્ટ કોવાયામાં 1 હજાર ટ્રકો મંદીના ભરડામાં

રાજુલા જાફરાબાદ પીપાવાવ પોર્ટ કોવાયા સહિત ઔદ્યોગીક વિસ્‍તારોમાં 1 હજાર ઉપરાંતના ટ્રક ટ્રેલરો ટ્રેન્‍કરો સાથે 5 હજાર હઉપરાંતના લોકોને રોજગારી મળે છે અહી પીપવાવ પોર્ટ એલેન્‍ટી સિન્‍ટેક્ષ નલ્લર્ગદા સહિત ઉદ્યોગોમાં લાખો ટન માલની આવન જાવન ટ્રકોમાં થાય છે. ઘઉં ચોખા ખાતર, સીમેન્‍ટ, કોલસો સહિતની આવજા ટ્રક મારફત ગુજરાતભરમાં થાય છે પરંતુ છેલ્‍લા એક વર્ષથી ટાયરોમાં ભયંકર વધારો તેમજ 6માસથી ડિઝલ વધારાના કારણે આ વિસ્‍તારની માઠી દશા બેઠી છે દિવસે દિવસે ટ્રક માલીકો દેણદાર બનતા જાય છે. એકાદ ટ્રક માલીકીને બજારમાં પગભર ઉભવુ પણ મુશ્‍કેલ છે મોટા ભાગના વાહનો ફાઇનાન્‍સ ફકંપની ઉપર લીધા હોવાથી હપ્‍તો ભરવો પણ મુશ્‍કેલ છે અધુ્‌રામાં પુરૂ આ વિસ્‍તારના રસ્‍તા પણ એટલા ખરાબ છે કે ગાડીઓમાં ડિઝલની એવરેજ આવતી નથી ભયંકર ટાયરનો ઘસારો થાય છે અને મેન્‍ટેન્‍સ વધુ આવેછે. હાલ ભાડામાં કોઇ વધારો મળતો નથી જયારે ડિઝલ ટાયરના ભાવ વધતા જાય છે અને રીર્ટનમાં ભાડુ મળતુ નથી ઉપરાંત ઓવરલોડીંગ પણ ભરવામાં આવતુ નથી ટોલનાકાનો ખર્ચો પણ ભોગવવો પડે છે. દિવાળી નજીક આવી છતા આ વર્ષે હજુ નવા ટ્રેલરો, ડમ્‍પરો, ટ્રકની નવી ખરીદી જોવા મળતી નથી માત્ર મેન્‍ટેન્‍સ અને કલરકામ કરી આ વર્ષે નવા વાહનો નહી ખરીદવા ટ્રાન્‍સપોર્ટરોએ નક્કી કર્યુ છે. આ વિસ્‍તાર પરપ્રાંતમાં જે માલ સામાન આવજા દરીયા મારફત થતી હોવાથી શીપ ભરાઇ બહાર સીમેન્‍ટ જેટીએથી જતી રહેતી હોવાથી ટ્રક માલીકોને ભારે નુકશાન છે ત્‍યારે આ વિસ્‍તારના ટ્રક એસોસીએશનના પ્રમુખ જીકારભાઇ વાઘ, ફીરોજભાઇ જોખીયા, ભગુભાઇલાખણોત્રા, અશોકભાઇ પટેલ સહિતે જણાવ્‍યું કે સરકાર ડિઝલનો ભાવ ઘટાડો કરે અને ટ્રક ભાડામાં સરકાર અને ઉદ્યોગકારો વધારો કરે નહેતર આગામી વર્ષમાં આ વિસ્‍તારના ઉદ્યોગો તમેજ ટ્રક ટ્રેલર, ડમ્‍પરો વધુ મંદીમાં આવશે અને ઉદ્યોગો તથા ટ્રક માલીકો પણ ભાગી જાય તેવી સ્‍થિતિ સર્જાવાની દહેશત છે તેમ જણાવ્‍યું હતુ.


લાઠી તાલુકાનાં 15 ગામોનાં સરપંચોની પાણી પ્રશ્‍ને રજુઆત

લાઠી
લાઠી તાલુકા પંચાયત પ્રમુખ જનક તળાવીયા ની આગેવાની હેઠળ લાઠી તાલુકાના 10 થી 15 ગામડાઓના સરપંચોને સાથે લઇ છેલ્‍લા 10 થી 15 દિવસથી ગામડામાં પીવાના પાણીની સમસ્‍યા હોય સરપંચોને સાથે લઇ અમરેલી પાણી પુરવઠા કાર્યપાલકઇજનેર ઉદેનીયા તેમજ નાયબ કાર્યપાલક ઇજનેર લીલીયા વનરા ને રૂબરૂ રજૂઆત કરવામાં આવી અને આ સમસ્‍યાનો જલદીથી ઉકેલ આવે તેવી શ્રી વતી ખાતરી આાપવામાં આવી.


પીએસઆઇની બદલીના વિરોધમાં બગસરાએ સજજડ બંધ પાળ્‍યો

બગસરા,
બગસરાના પીએસઆઇ શ્રીમોરીની બદલી થતા બગસરા બંધ પાળવા વિવિધ સંસ્‍થાઓની મળેલી બેઠકમાં નિર્ણય મુજબ આજે સવારના 11 થી 5 સુધી સજજડ બંધ પાળી રોષ વ્‍યક્‍ત કર્યો હતો. શ્રીમોરીની નિમુણંક થયેલ ત્‍યારથી અસામાજીક કૃતિઓ બંધ થઇ ગઇ હતી. અને શાંતીનો અહેસાસ થતો હતો પણ બહુ ટુંકા ગાળામાં બદલી કરાતા મળેલી મીટીંગમાં બંધના એલાનનું નિર્ણય લેવાયો હતો. બગસરા ચેમ્‍બર ઓફ કોમર્સ, વેપારી મહામંડળ, કરીયાણા એસોસીએશન, જેસીઆઇ, ટ્રાવેલ્‍સ એસોસીએશન, એગ્રો એસોસીએશન, જીલ્‍લા કોંગ્રેસ તેમજ ગ્રામ્‍ય વિસ્‍તારના સરપંચોએ બેઠકમાં હાજરી આપી સર્વાનુમતે નિર્ણય લીધો હતો. જેને લોકો અને વેપારીઓ તરફથી પ્રચંડ સમર્થન મળ્‍યું હતુ. તેમ જાણવા મળ્‍યું છે.


06-10-2018