Main Menu

Monday, October 8th, 2018

 

રાજુલામાં તાલુકા ભાજપની કારોબારી મળી

રાજુલા,આ તકે સંસદ નારણભાઇ કાછડીયા માજી સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી રવુભાઇ ખુમાણ વલ્‍કુભાઈ બોસ અરજનભાઇ સરપંચ શુક્‍લભાઈ બાલદાણીયા નાજાભાઇ પિંજર અરજનભાઇ વાઘ ભોળાભાઈ લાડુમોર વનરાજભાઈ વરુ વિનુભાઈ તારપરા ધીરુભાઈ ગોહિલ કમલેશભાઈ મકવાણા વીરભદ્રભાઈ ડાભીયા
રાજાભાઈ શિયાળ કનુભાઈ વાવેરા પરેશભાઈ લાડુમોર,પ્રતાપભાઈ મકવાણા, ભાવનાબેન બાંભણીયા સહિતના જોડાયા હતા


અમરેલી વનવિભાગ દ્વારા વન્‍યપ્રાણી સપ્‍તાહની ઉજવણી

અમરેલી,અમરેલી વન વિભાગનાં ડીસીએફ પ્રિયંકા ગેહલોતનાં માર્ગદર્શન હેઠળ એસીએફ શ્રી ગોજીયા, રેન્‍જ ફોરેસ્‍ટ ઓફીસર શ્રી પ્રજાપતી ,ફોરેસ્‍ટર બીટી પરમાર અને વન વિભાગનાં સ્‍ટાફ દ્વારા જુદી જુદી સ્‍કુલનાં વિદ્યાર્થીઓને વન્‍ય પ્રાણીઓને રેસ્‍કયુ સાધનો વિશે માહિતી આપી હતી.આ કાર્યક્નમમાં અમરેલી એમ.વી પટેલ કન્‍યા વિદ્યાલય, કે કે પારેખ, સમર્થ વિદ્યાલય, ફોરવર્ડ સકુલ, જેસીંગપરા કુમાર શાળા, બંસીધર સ્‍કુલ, પુનિત હાઇસ્‍કુલ સહિત શહેરની જુદી જુદી શાળાઓનાં વિદ્યાર્થી ભાઇબહેનોએ રંગમહેલનાં ગ્રાઉનડમાં એકત્રીત થઇ વન વિભાગ દ્વારા વન્‍ય પ્રાણી સપ્‍તાહની ઉજવણીનાં ભાગ રૂપે માહિતી આી હતી.


અમરેલીમાં ઉર્જાસપ્‍તાહ અંતર્ગત નિબંધ ચિત્રસ્‍પર્ધા યોજાઇ

અમરેલી,બીનપરંપરાગત ઉર્જા સપ્‍તાહ અંતર્ગત પશ્‍ચીમ ગુજરાત વિજકંપની દ્વારા અમરેલીમાં ચિત્ર અને નિબંધ સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતુ. બાલભવન ખાતે સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે કરવામાં આવેલ આયોજન સાથે બીનપરંપરાગત ઉર્જા સ્‍ત્રોત અંગે સંદેશો અપાયો હતો. પીજીવીસીએલ દ્વારા સરકારી શાળાઓમાં અભ્‍યાસ કરતા હોય તેવા બાળકોને પ્રોત્‍સાહિત કરવાની સાથે ઉર્જાની બચત સલામતી અને પરંપરાગત ઉર્જાસ્‍ત્રોતની ઉપયોગીતા વિશે માર્ગદર્શન અપાયું હતુ. આ ઉપરાંત પીજીવીસીએલ અમરેલી દ્વારા સપ્‍તાહ નિમિતે રેલી, સેમીનાર, ગ્રામસભા સહિત વિવિધ કાર્યક્નમોનું પણ કરવામાં આવ્‍યું છે. આજે યોજાયેલી સ્‍પર્ધામાં અક્ષિકશ્રી ભટ્ટ તથા કાર્યપાલક ઇજનેર શ્રીપરીખ, અવધ ટાઇમ્‍સનાં તંત્રી ભારતભાઇચૌહાણ નાયબ ઇજનેર, આર. એન.માંડાણી, એન.વી.લેલીયા, જુનીયર આસીસ્‍ટન્‍ટ જીજ્ઞાબેન મહેતા, ચેતનભાઇ મહેતા, અધિક્ષક ઇજનેર શ્રીકે.વી.ભટ્ટ, તથા બાલભવનના નીલેશભાઇ પાઠક, મોટાભાઇ સંવટ, સાજીતખાન પઠાણ, દિનેશભાઇ ત્રિવેદી સહિત ઉપસ્‍થિત રહ્યા હતા.


કુંડલામાં બીજા દિવસે વકીલોની હડતાલ : ફોઝદાર સામે સોગંદનામા

સાવરકુંડલા,સાવરકુંડલામાં બીજા દિવસે પણ વકીલોએ અયોગ્‍ય વર્તન કરનારા પીએસઆઇની સામે કડક પગલા લેવાનીે માંગ સાથે વકીલો કોર્ટ કાર્યવાહીથી અલીપ્‍ત રહયા હતા અને પીએસઆઇ સામે માર માર્યાના છ આરોપીઓએ સોગંધનામા કર્યા હતા.
સાવરકુંડલા શહેરમાં જસોનાથ મંદિરે ખાનગી મીટીંગ બાદ થયેલા પથ્‍થરમારાની ઘટનામાં ૧૪ની સામે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી જેમા પોલીસે આઠ આરોપીઓને પકડી પાડયા હતા જયારે છ આરોપીઓ ફરાર થઇ ગયા હતા જેમા પીઆઇ ચાવડાએ આઠ આરોપીને બેરહેમીથી માર મારતા તમામને લોહીે મરી ગયુ હતુ અને ફોઝદારે કોર્ટમા માર માર્યાની વાત હતજુ ૧૫૧ હેઠળ પકડવાના બાકી છે તેમ કહી ધમકી આપી હતી તથા સાવરકુંડલા કોર્ટમાં પ્રેકટીસ કરતા મહીલા વકીલ કલાબહેન સાથે અભદ્ર વર્તન કરી કોર્ટના જજશ્રીને પણ હાઇકોર્ટમાં ફરિયાદ કરીશ તેમ કહયુ હોવાના આરોપ સાથે પીઆઇ સામે કાર્યવાહી ન થાય ત્‍યાસુધી અચોકકસ મુદતની હડતાલ ઉપર ઉતરી ગયા હતા .
કોર્ટમા રજુ કરાયેલા પથ્‍થરમારાના કેસના એ આઠેય આરોપીઓને જામીેનમુકત કરાતાતેમાથી છ લાલાભાઇ રમેશભાઇ દેગામા, દર્શનભાઇ પ્રહલાદભાઇ કાચા, હિરેનગીરીવિલાસગીરી ગોસાઇ, નિલેશગીરી જીતુગીરી ગોસ્‍વામી તથા અજયભાઇ ભુપોતભાઇ અભાણી અને રવીભાઇ રમેશભાઇ ડોડીયાએ પોતાની સાથે વિકૃત વર્તન કરનારા પીઆઇ ચાવડા સામે માર માર્યાના સોગંદનામા કરાવતા કોર્ટ તમામને સરકારી દવાખાને સારવાર લેવાનો આદેશ કર્યો હતો.પોલીસ અને વકીલો વચ્‍ચે કુંડલામાં છેડાયેલા જંગમાં શુ પરીણામ આવે છે તેની ઉપર સાવરકુંડલાની જનતાની નજર છે.


સ્‍વચ્‍છ આઇકોનિક પ્‍લેસ‘ સોમનાથ મંદિરને સ્‍વચ્‍છતા અંગેનો એવોર્ડ એનાયતકરાયો

thumbnail of 05-10-18

વેરાવળ,ભારત સરકારની મિનીસ્‍ટ્રી ઓફ ડ્રીંકીગ વોટર એન્‍ડ સેનીટેશન દ્વારા સમગ્ર ભારતના ૩૦ જેટલા સ્‍થળોને ત્રણ તબક્કામાં સ્‍વચ્‍છ આઇકોનીક પ્‍લેસ તરીકે જાહેર કરેલ છે. જેમાં ગુજરાતમાંથી એકમાત્ર સોમનાથ મંદિરનો બીજા તબક્કામાં સમાવેશ કરાયો છે. આ પ્રોજેક્‍ટનો હેતુ જાહેર સ્‍થળોને તદ્યન સ્‍વચ્‍છ સ્‍થળો તરીકે વિકસાવી રાષ્ટ્રની સ્‍વચ્‍છ રાષ્ટ્ર તરીકેની છબી ઉભી કરવાનો છે. આ માટે ભારત સરકાર કોઇ ફંડ આપતી નથી, પરંતુ જે તે સ્‍થળે મદદરૂપ થવા સી.એસ.આર પાર્ટનર નક્કિ કરી આપે છે. સોમનાથ મંદિરના સી.એસ.આર. પાર્ટનર તરીકે આઇડીયા સેલ્‍યુલર લિમીટેડને જાહેર કરેલ છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ આ કામગીરીનું સંકલન અને નિયંત્રણ કરે છે. ભારત સરકાર દ્વારા જે સ્‍વચ્‍છ આઇકોનીક પ્‍લેસની શ્રેણી બનાવવામાં આવી છે તેમાં વર્ષ ર૦૧૭-ર૦૧૮ માં દ્વિતીય પુરસ્‍કાર તા.૦ર/૧૦/ર૦૧૮ના રોજ ભારતીય પ્રવાસન કેન્‍દ્ર દિલ્‍હી ખાતે માન. સુશ્રી ઉમાભારતીજી માન.મંત્રીશ્રી પેયજળ એવમ સ્‍વચ્‍છતા. ભારત સરકારના હસ્‍તે આ પુરસ્‍કાર પ્રદાન કરવામાં આવ્‍યો હતો. એવોર્ડ સ્‍વીકાર માટે ગુજરાત સરકારનાપવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવશ્રી કીરીટભાઇ અધવર્યુ, શ્રી સોમનાથ ટ્રસ્‍ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, શ્રી હિતેષ દામોદ્રા તથા સવજીભાઈ ચૌહાણ, સ્‍વચ્‍છઆઇકોનીક પ્‍લેસ ના સીએસઆર પાર્ટનર આઇડિયા સેલ્‍યુલર કંપનીના અધિકારીઓ તેમનું બિવિજીના ગુજરાત હેડ શ્રી સંજય માને ઉપસ્‍થિત રભ હતા.


અવધ મંડળીની ધારી શાખામાં શ્રી મનસુખભાઇ ભુવા તથા શ્રી મધુબહેન જોષીની ડાયરેકટર તરીકે નિમણુક

ધારી,અવધ નાગરીક શરાફી સહકારી મંડળીની ધારી બ્રાંચમાં ધારીના પુર્વ ધારાસભ્‍ય શ્રી મનસુખભાઇ ભુવા તથા અમરેલી જિલ્લાના મહીેલા આગેવાન શ્રી મધુબહેન જોષીની ડાયરેકટર તરીકે નિમણુ ક કરાઇ છે.શ્રી મનસુખભાઇ ભુવા થતા શ્રી મધુબેન જોષીની વરણીને અવધ નાગરીક શરાફી સહકારી મંડળીના સ્‍થાપક અને ચેરમેન શ્રી ભરતભાઇ ચૌહાણ તથા ધારીના સરપંચ અને અવધ મંડળીના ડાયરેકટર શ્રી જીતુભાઇ જોષી, ધારી બ્રાંચના ચેરમેન શ્રી રમણીકભાઇ સોજીત્રા, ડાયમંડ એશો.ના પ્રમુખ અને અવધ મંડળીના ડાયરેકટરશ્રી સીપી રૂડાણી, તથા અવધ મંડળીના સીનીયર ડાયરેકટર અને પટેલ કન્‍યા છાત્રાલયના મંત્રીશ્રી બાબભાઇ હિરપરા વિગેરેએ શ્રી મનસુખભાઇ અને શ્રી મધુબહેનને આવકાર્યા હતા.અત્રે એ ઉલ્લેખનીય છે કે,માત્ર છ માસના ટૂંકા સમયમાં જ અવધ મંડળીની ધારી બ્રાંચમાં ૧,૨૫,૯૪૦૦૦/-ની લોકોએ ફીકસ ડીપોઝીટ મુકી છે તથા મંડળીએ રૂા. ૯૪,૩૦૦૦૦/-નું સભાસદ ધિરાણ અને રૂા. ૧૨,૨૬૦૦૦/-નું ગોલ્‍ડ ધિરાણ કર્યુ છે તથા આટલા ટુકા સમયમાં ધારી શાખામાં ૧૪૫૪ સભાસદો નોંધાયા છે જેને સહકારી ક્ષેત્રમાં અભુતપુર્વ ઘટના ગણાવાઇરહી છે.


error: Content is protected !!