Main Menu

Tuesday, October 9th, 2018

 

અમરેલીમાં યુવતીને ભગાડી જવા પ્રશ્‍ને બે જુથો વચ્‍ચે સામસામી મારામારી સર્જાઇ

અમરેલી,અમરેલી હનુમાનપરામાં બાબા ફર્નીચર શો રૂમ પાસે હસમુખભાઈ અરજણભાઈ મોડાસીયા ઉ.વ. 23 રહે. જેસીંગપરા શેરી 2 વાળાને ચીરાગ અરવીંદ ઉજેણીયાવાળાએ મારી બહેન કેમ ભગાડીને લઈ આવેલ છો તેવુ જણાવી લાકડાના ધોકા વડે માર્યાની અમરેલી સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જયાને સામાપક્ષે ચીરાગભાઈ અરવીંદભાઈ ઉજેણીયા રહે.ભાવનગરવાળાને હસમુખ અરજણ મોડાસીયાએ લાકડાનો એક ઘા કમર તથા ડાબા હાથ પર મારી ઈજા કર્યાની અમરેલી સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.


પીપાવાવ પોર્ટ વિસ્‍તારમાં તસ્‍કરો ટ્રકની ચોરી કરી ગયા

અમરેલી,રાજુલાના બાબુભાઈ બાઘાભાઈ વાવડીયા ઉ.વ. 41 ના ટ્રક નં. જીજે 14ટી 4617 શ્રી રામ પેટ્રોલપંપ પાસે પીપાવાવ પોર્ટ વિસ્‍તારમાં રાખેલ ટ્રક કોઈ તસ્‍કરો રૂ. 5 લાખ 50 હજારના ટ્રક ચોરાયાની મરીન પીપાવાવ પોલીસ મથકમાં ફરિયાદ મરીન પીપાવાવ પોલીસ મથકમાં નોંધાવી છે.


રાજુલાનાં ગામોમાં કિશાન મિત્ર ખાટલા બેઠક યોજાતા સાંસદ નારણભાઇ

અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ કિસાન મિત્ર ખાટલા બેઠક અંતર્ગત ગત તા. 7 ઓકટોબરના રોજ રાજુલા તાલુકાના ભંડારીયા(ભાક્ષ્ી), ધારેશ્‍વર, દીપડીયા, વાવેરા, નાની ખેરાણી, ખારી, બાબરીયાધાર, નવાગામ, અમુલી, બાલાપર, મસુંદડા, ડોળીયા, છાપરી, મોટી ખેરાળી, બર્બટાણા, ચારોડીયા, વડલી અને 8 ઓકટોબરના રોજ ખાંભલીયા, દેવકા, હડમતીયા, ઉટીયા,રાજપરડા, કુંભારીયા, માંડળ, મોરંગી, મોભીયાણા, રામપરાલ્‍1, ચ્‍(જકા, ડુંગરપરડા, ડુંગર, મોટા રીંગણીયાળા, કુંડલીયાળા અને જાંજરડા ગામોમાં કાર્યકરો અને ગામ લોકો સાથે મુલાકાત કરી તેમના પ્રશ્‍નો સાંભળી પ્રશ્‍નોના નિવારણ માટે પ્રયત્‍નો કરેલ હતા.આ તકે સાંસદશ્રી સાથે પૂર્વ ધારાસભ્‍ય શ્રી હીરાભાઈ સોલંકી,ચ્‍(થ્‍લા ભાજપ મહામંત્રી શ્રી રવુભાઈ ખુમાણ, માર્કેટીંગ યાર્ડના ચેરમેન શ્રી ચ્‍(જ્ઞેશભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ભોળાભાઈ લાડુમોર, મહામંત્રી શ્રી ધીરૂભાઈ ગોહીલ,ચ્‍(થ્‍લા પંચાયતના વિરોધ પક્ષ્ના નેતા શ્રી શુકલભાઈ બલદાણીયા, ચ્‍(થ્‍લા બક્ષ્ીપંચ મોરચાના પૂર્વ પ્રમુખ શ્રી કમલેશભાઈ મકવાણા, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી વલકુભાઈ જાજડા (બોસ) તથા નાજભાઈ પીંજર, તાલુકા પંચાયત સભ્‍યો શ્રી ભુપતભાઈ બારૈયા, શ્રી અમરાભાઈ ગોહીલ, શ્રી પ્રતાપભાઈ મકવાણા, તાલુકા પંચાયત કારોબારી પૂર્વ ચેરમેન શ્રી અરજણભાઈ વાઘ, તાલુકા યુવા ભાજપ મહામંત્રી શ્રી ધીરૂભાઈ નકુમ, તાલુકા ભાજપ કારોબારી સભ્‍ય શ્રી નાજભાઈ પીંજર સહીતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્‍થિત રહયા હતા.


અમરેલીના મુખ્‍ય રાજમાર્ગોના રીપેરીંગ માટે 4 કરોડની દરખાસ્‍ત

અમરેલી,
અમરેલી પાલિકાનાં પ્રમુખશ્રી જયંતિભાઈ રાણવા-ઉપપ્રમુખશ્રી શકિલબાપુ સૈયદની યાદી જણાવે છે કે, અમરેલી શહેરમાં ભૂગર્ભ ગટરની કામગીરી હાલ પ્રગતિમાં હોય અને તેને કારણે શહેરનાં મુખ્‍ય રાજમાર્ગો, પેટા રાજમાર્ગો વિગેરે રોડ-રસ્‍તા મોટા પ્રમાણમાં ડેમેજ થયેલ છે પરંતુ ભૂગર્ભ ગટરનાં તાજા ખોદાણમાં તાત્‍કાલીક રોડ કરવા શક્‍તય ન હોય, તેથી તાત્‍કાલીક ધોરણે રોડ-રસ્‍તા પાકા બનાવી શકાયેલ નથી. ઉપરોક્‍તત રાજમાર્ગોની હાલતને ઘ્‍યાને લઈ, અમરેલી નગરપાલિકાએ અમરેલી શહેરનાં મુખ્‍ય રાજમાર્ગોની મરામત કરી, તેની ઉપર ડામર પેવર ફિનીશીંગની કામગીરી લીધેલ છે અને તેને એક દરખાસ્‍ત અમરેલી નગરપાલિકા તરફથી તૈયાર કરવામાં આવેલ છે, મરામત કરવાપાત્ર રાજમાર્ગો રાજકમલ ચોક (ડા. જીવરાજ મહેતા ચોક) થી રેડ કોર્નર-એસ.ટી. ડેપો-રેલ્‍વે સ્‍ટેશન થઈ કોલેજ સર્કલ


09-10-2018


error: Content is protected !!