Main Menu

Wednesday, October 10th, 2018

 

સ્‍વાઈન ફલૂમાં અમરેલી જિલ્લો પણ બાકાત નથી : ડો. ગજેરા

અમરેલી
અત્‍યારે સમગ્ર ગુજરાતમાં સ્‍વાઈન ફલુનો રોગચાળો ફાટી નીકળેલ છે. અમરેલી જિલ્લો પણ તેમાંથી બાકાત નથી આ રોગચાળો વિશે સંપૂર્ણ માહિતી સભર એક મિટિંગનું આયોજન અમરેલી મેડીકલ એસોસિએશન દ્વારા તારીખ 6 10 18 ના રોજ થઈ ગયું આમિટિંગમાં ગુજરાત સરકારના વાયરસ રોગોના નોડલ ઓફિસર તેમજ કેન્‍દ્ર સરકારના પ્રતિનિધિ ઉપાઘ્‍યાયે આ રોગો વિશે સંપૂર્ણ માર્ગદર્શન આપ્‍યું દિવસના ભાગે જિલ્લાની સરકારી હોસ્‍પિટલના ડોક્‍ટરોની એક મીટીંગ તેના દ્વારા લેવામાં આવી તેમણે સિવિલ હોસ્‍પિટલની પણ મુલાકાત લીધી અને સ્‍વાઇન ફલૂ માટે એક જુદો આઇસોલેશન વોર્ડ બનાવવાની પણ સૂચના આપી ડોક્‍ટરો સાથેની મિટિંગ દરમિયાન સ્‍વાઈન ફલુ વિષે માર્ગદર્શન આપ્‍યો પરંતુ તે સિવાય કોંગો તાવ માટે પણ ખૂબ જ ઊંડાણપૂર્વક ચર્ચા કરી તેમના કભ મુજબ સમગ્ર એશિયામાં અમરેલી જીલ્લો સૌથી વધુ સંવેદનશીલ છે અને ગમે ત્‍યારે રોગચાળો અમરેલી જિલ્લામાં ફાટી નીકળવાની શક્‍યતા છે એટલે કે આ માટે અમરેલી જિલ્લાના ન્નવાળામુખી ઉપર બેઠેલો છે ભૂતકાળમાં અમરેલી જિલ્લો બાબરા તાલુકાના કરિયાણા ગામે દેખાયો હતો અનેતેનાથી તાત્‍કાલિક મૃત્‍યુ પણ થયા હતા ઉપરના બંને રોગો માટે સમગ્ર જિલ્લાના આરોગ્‍ય કર્મચારીઓ અને ડોક્‍ટરને સાવચેત રહેવા અને તેને રોકવાના બધા જ પગલાં લેવા તેમણે સૂચના આપી હતી ડો. ગજેરાએ જણાવ્‍યું છે.


સાવરકુંડલા પોલીસમથકમાં શાંતિ સમિતિની બેઠક મળી

સાવરકુંડલા
નવરાત્રીને અનુલક્ષીને સાવરકુંડલા સીટી પોલીસમથક માં પોલીસ તંત્ર દ્વારા બોલવાયેલા શાંતિ સમિતિ લોક દરબારમાં હિન્‍દૂ મુસ્‍લિમ અગ્રણીઓ સાતગે સામાજિક સંસ્‍થાઓના હોદ્યેદારોની હાજરીમાં કૉમી એકતાના ભાવથી માં જગદંબાની નવરાત્રી પર્વને હર્ષોઉલ્લાસનાભાવથી ઉજવવાનું નક્કી થયું હતું
અમરેલી જિલ્લા પોલીસ વડા નીરલિપ્ત રાય દ્વારા કાયદો વ્‍યવસ્‍થા સુદ્રઢ બને હિન્‍દૂ મુસ્‍લિમોના પાવન અવસરો પર કોમી એકતા અને બંધુત્‍વની ભાવનાઓ અકબંધ જળવાઈ રહે સાથે જાહેર જનતાની સુરક્ષા અને જાળવણી નિભાવતું પોલીસ તંત્ર દરેક તહેવારોમાં લોકો નિર્ભય બનીને તહેવારો ઉજવી શકે તેવા હેતુને સાકાર કરવા જિલ્લા પોલીસ અધિક્ષક નીરલિપ્ત રાયની સૂચના અને માર્ગદર્શન તળે ડી.વાય.એસ.પી.માવાણી ની આગેવાનીમાં સાવરકુંડલા સીટી પોલીસ મથક ખાતે હિન્‍દૂ મુસ્‍લિમોની શાંતિ સમિતિની મીટીંગ સાથે ર4 કલાક અને 36પ દિવસ ખડેપગે રહેનાર પોલીસ તંત્રને સ્‍થાનીક અગ્રણીઓ દ્વારા નવરાત્રીમાં રોમીયોગીરી, બાઈકમાં એરહોર્ન મારીને થતી પરેશાની, અને પીધેલા છાકટા બનતા તત્‍વો સામે પોલીસ કડકાઈભરી કામગીરી કરે તેવી અપેક્ષાઓ વ્‍યક્‍ત કરતા ડી.વાય.એસ.પી.માવાણી અને ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સ્‍પેકટરપી.બી.ચાવડા એ ખાત્રી આપી હતી કે તહેવારોમાં કોઈપણ અસામાજિક તત્‍વો ને સક્ક હાથે પોલીસ તંત્ર શહે શરમ વિના કામગીરી કરશે જેનો વિશ્‍વાસ આપ્‍યો હતો દરેક વાર તહેવાર માં દરેક સમાજના લોકોનો સાથ સહકારથી નવરાત્રી અને દીપાવલી નું પર્વ ઉજવાઈ તેવી પોલીસ તંત્રની કામગીરી રહેશેનો વિશ્‍વાસ વ્‍યક્‍ત કરવામાં આવ્‍યો હતોુ
શાંતિ સમિતિની મીટિંગનો ઘ્‍યેય ખરા અર્થમાં સાર્થક કરવાના પોલીસતંત્રના અભિગમની મળેલી શાંતિ સમિતિની મિટિંગમાં રામ જન્‍મોત્‍સવ કમીટી ના અઘ્‍યક્ષ મહેશભાઈ સુદાણી, ચેમ્‍બર ઓફ કોમર્સના પ્રમુખ કાનાભાઈ મશરૂ, કરશનભાઈ ડોબરીયા, પાલિકાના પૂર્વ પ્રમુખ રાજુભાઇ દોશી, હિતેષ સરૈયા, પિયુષ મશરૂ, બટુકભાઈ ઉનાવા, ઘનશ્‍યામ બોરીસાગર, આલકુંભાઈ, હરીકાકા સગર, સુન્ની મુસ્‍લિમ જમાતના પ્રમુખ ઇરફાનભાઈ કુરેશી, હાજી દિલાભાઈ ભઢ્ઢી, અજીતભાઈ જોખીયા, મુસ્‍તાકભાઈ જાદવ, પત્રકાર પ્રદીપભાઈ દોશી, પત્રકાર ફારૂક કાદરી, ઇકબાલ ગોરી સહિતના અગ્રણીઓની હાજરી વચ્‍ચે શાંતિ સમિતિની બેઠક સંપન્ન થઈ હતી સાવરકુંડલા ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સ્‍પેકટર પી.બી.ચાવડા એ દરેક તહેવાર શાંતિ, એકતા અને ભાઈચારાથી ઉજવાઈ તેમાટે જિલ્લા પોલીસ તંત્ર હમેશ પ્રજા માટે ખડેપગે રહેશે તેવી ખાત્રી આપી હતી નવરાત્રીના અવસરે બહેન દીકરીઓ સલામત રીતે તહેવાર ઉજવે તેમાટે રાઉન્‍ડ ધ ક્‍લોક પેટ્રોલીંગ ગોઠવાયું છે પોલીસ પ્રજાની રક્ષક છે અને રક્ષણ ની જવાબદારી જિલ્લા પોલીસ અધિક્ષક નીરલિપ્ત રાય ની સૂચના અને માર્ગદર્શન મુજબ માં જગદંબા નો પર્વ શાંતિથી ઉજવાઈ તેની ખાત્રી પોલીસ તંત્રે આપી હતી


અમરેલી તા.પં.પેટા ચૂંટણીમા શ્રી ધાનાણીના ગઢના કાંગરા ખેડવતા શ્રી સાવલીયા

અમરેલી
અમરેલી તાલુકા પંચાયતની પેટા ચૂંટણીએ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીના ગઢના કાંગરા હલબલાવી નાખ્‍યાનો ઘાટ ધડાયો છે. પેટા ચૂંટણીમા કોંગ્રેસની નીતી-રીતીને જાકારો આપી વિકાસ ઉપર શ્રઘ્‍ધા વ્‍યકત કરી હોય તેમ 6 સીટ માંથી ભાજપએ 3 સીટ ઉપર વિજય પ્રાપ્‍ત કર્યો છે. પેટાચૂંટણીના પરિણામોથી પરેશભાઈની હોમ પીચ હચમચી ઉઠી છે.
પંચાયતની પેટા ચૂંટણીમા ત્રણ સીટ પર ભાજપ વિજયી બનતા પંચાયતમા ભાજપનુ સંખ્‍યાબળ પણ વઘ્‍યુ છે.
કેન્‍દ્રીય મંત્રી પરશોતમભાઈ રૂપાલા, ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણીનુ માર્ગદર્શન અને સાંસદ નારણભાઈ કાછડીયા, અમર ડેરીના ચેરમેન – ઉમેદવાર અશ્‍વિનભાઈ સાવલીયા, જિલ્‍લા ભાજપ મહામંત્રી કૌશિક વેકરીયા, પૂર્વ ધારાસભ્‍ય બાવકુભાઈ ઉંઘાડ, અમરેલી તાલુકા ભાજપ પ્રમુખ ધનશ્‍યામભાઈ ત્રાપસીયા જહેમત રંગ લાવી હતી. સફળતાને ભાજપ મોવડીઓએ આવકારી અભિનંદન સાથે સ્‍થાનીક કાર્યકરોને પણ બિરદાવ્‍યા હતા.
પ્રતાપપરા એ પરચો બતાવ્‍યો હોય તેમ આ સીટ ઉપર ચૂંટણી લડતા અશ્‍વિનભાઈ સાવલીયા ને વિક્રમી મતોથી જીત અપાવી છે જે નોંધનીય બાબત છે સાથોસાથ એ પુરવાર કરે છે કે, લોકોને મોદી અને રૂપાણી સરકારની લોકપયોગી યોજનાઓ અને વિકાસમા અતૂટ વિશ્‍વાસ અને શ્રઘ્‍ધા છે.


ધારીએ સજજડ બંધપાળી મૃતક સિંહોને શોકાંજલી પાઠવી

thumbnail of 07-10-18

ધારી,ધારી ગીરના જંગલમાં ર3 સિંહોના ટપોટપ મોતના પગલે પ્રકૃતિપ્રેમીઓ અને વન્‍યપ્રાણી પ્રેમીઓમાં રોશની લાગણી વ્‍યાપી હતી સિંહોમાં રોગચાળાના પગલે જાગી ઉઠેલા વનતંત્રએ જરૂરી પ્રબંધ કરેલો તે દરમ્‍યાન ધારીના બજરંગગ્રૃપે સિંહોના આત્‍માની શાંતિ માટે  ધારી બંધનું એલાન આપી એક દિવસ ઉપવાસ કરવા એલાન આપેલુ પરંતુ તંત્રએ ઉપવાસ માટે મંજુરી ન આપતા માત્ર ધારી બંધ પાડી સિંહોના આત્‍માની શાંતિ માટે મૌન પાડયુ હતુ.ં સવારે બજાર બંધ કરાવવા નીકળયાની સાથે જ બજાર ટપોટપ બંધ થઈ ગઈ હતી. અને બપોર સુધી સજજડ બંધ પાડી સિંહો પ્રત્‍યે પોતાની લાગણી વ્‍યકત કરી હતી. જો કે બપોરબાદ બજાર રાબેતા મુજબ ખુલ્‍લી ગઈ હતી. બંધ દરમિયાન કોઈ અનિચ્‍છનીય બનાવ ન બને તે માટે પોલીસે કડક બંધોબસ્‍ત જાળવ્‍યો હતો.


10-10-2018


error: Content is protected !!