Main Menu

Thursday, October 11th, 2018

 

લીલીયા-લાઠી ખ.વે. સંઘના તમામ ડિરેકટરો બિનહરિફ

લીલીયા,લીલીયા-લાઠી તાલુકા ખરીદ વેચાણ સંઘના બોર્ડ ઓફ ડીરેકટરોની બીનહરીફ વરણી કરવામાં આવી છે. જીલ્‍લાના સહકારી આગેવાન અને નાફસ્‍કોબના ચેરમેન તથા જીલ્‍લા બેંકના ચેરમેન દિલીપભાઈ સંઘાણીના માર્ગદર્શન નીચે અમરેલી જીલ્‍લા મઘ્‍યસ્‍થ સહકારી બેંકના વાઈસ ચેરમેન અને સહકારી આગેવાન અરૂણભાઈ પટેલની આગેવાનીમાં બીનહરીફ થતા તાલુકા ખ.વે. સંઘના પ્રમુખ બાબુભાઈ ધામત, લીલીયા સેવા સહકારી મંડળીના પ્રમુખ મગનભાઈ વીરાણી, જીલ્‍લા ખ.વે. સંઘના ડીરેકટર ધીરૂભાઈ ઉમરેટીયા, લીલીયા યાર્ડના વાઈસ ચેરમેન મગનભાઈ દુધાત, બોર્ડના ડીરેકટર અને પૂર્વ ધારાસભ્‍ય હનુભાઈ ધોરાજીયાની ટીમે લીલીયા તાલુકામાં સહકારી માળખુ બની રહી તેવા પ્રયત્‍નો હાથ ધરી સંઘ બીનહરીફ કરાવેલ.
જેમાં બોર્ડ ઓફ ડીરેકટરો લીલીયા બાબુભાઈ ધામત, મનસુખભાઈ ગાંગડીયા, ધીરૂભાઈ ઉમરેટીયા, ગોરધનભાઈ ભાલાળા, જાત્રોડામાંથી વાલજીભાઈ દોમડીયા, ખારામાંથી વાસુરભાઈ ગરણીયા, આંબામાંથી મધુભાઈ કયાડા, ગોઢાવદરમાંથી કાળુભાઈ ગજેરા, ભેંસાણમાંથી અશોકભાઈ નારોલા, દાડમાંથી શાંતીભાઈધાનાણી, શેઢાવદરમાંથી અનીલભાઈ પાનસેરીયા, ગુંદરણથી રતીભાઈ રાખોલીયા, સનાળીયાથી ઘનશ્‍યામભાઈ રાદડીયા, સલડીથી દેવશીભાઈ માદલીયાની ડીરેકટરો તરીકે બીનહરીફ જાહેરાત થઈ હતી. આમ લીલીયા-લાઠી તાલુકા ખ.વે. સને ૨૦૦૨ થી સતત બીનહરીફ થઈ રહેલ છે. તે બદલ લીલીયા તાલુકાના સહકારી આગેવાનોને જીલ્‍લાભરમાંથી અભિનંદનની વર્ષા થઈ રહી છે.


ધારીના કોઠા પીપરીયામાં ગળાફાંસો ખાઈ જતા વૃઘ્‍ધનું મોત

અમરેલી,ધારીનં કોઠ પીપરીયા ગામનાં વૃઘ્‍ધ અને હિરાનાં વ્‍યવસાઇ સાથે જોડાયેલા વૃઘ્‍ધે માથે કરજ વધી જતા વતનમાં આવી ગળાફાંસો ખાઇ લેતા મોત નિપજયાનું બનાવ બનેલ છે.
આ બનાવ અંગે મળેલી વિગતો અનુસાર ધારી તાલુકાના કોઠા પીપરીયામાં દિનેશભાઈ પરબતભાઈ સરધારા ઉ.વ. ૫૮ મુંબઈમાં હીરા ઉદ્યોગમાં મંદી આવતા દેવુ વધી જતા વતનમાં આવી રૂમમાં પોતાની મેળે ગળાફાંસો ખાઈ મૃત્‍યુપામ્‍યાનું ધારી પોલીસ મથકમાં અરવીંદભાઈ સરધારાએ જાહેર કરેલ છે. પોલીસે ધોરણસર કરી વિશેષ તપાસ હાથધરી છે.


અમરેલીમાં વૃંદા ટીવીએસ શોરૂમનો પ્રારંભ

અમરેલી, અમરેલીમાં વૃંદા ટીવીએસ શોરૂમનો પ્રારંભ આજે કરવામાં આવતા બીએપીએસના સંતો કોઠારી સ્‍વામી અઘ્‍યાત્‍મસ્‍વરૂપ સ્‍વામી, સાધુ ચરીત સ્‍વામી, ભગવતકિર્તન સ્‍વામી દ્વારા શોરૂમનું ઉદ્‌ઘાટન કરાયુ હતું. આ પ્રસંગે ભરતભાઈ વડોદરીયા, પ્રફુલાબેન વડોદરીયા, વૃંદા એચ. વડોદરીયા, હરીકૃષ્‍ણ વડોદરીયા તેમજ સ્‍નેહીઓ મીત્રો અને શુભેચ્‍છકો બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહી શુભકામના પાઠવી હતી. આ શોરૂમમાં ટીવીએસ કંપનીના બાઈક, સ્‍કુટર દરેક કલર અને મોડેલમાં મળશે. તમજ કંપનીના ઓરીજનલ સ્‍પેર પાર્ટ્‌સ અને સર્વીસ સ્‍ટેશનની સુવિધા તેમજ સરળ ફાઈનાન્‍સ ઉપલ્‍મ્‍ધ છે.


રાજુલાના વણિક સમાજનો કેળવણી સમારંભઢપાટોત્‍સવ યોજાયો

રાજુલા,
રાજુલાનગરના વણિક સમાજનો કેળવણી સમારંભ તથા શ્રીમાતાજીનો પાટોત્‍સવ સમારંભ ગત તારીખ પ/10/ર018ના રોજ મુંબઈમહાજન સુરતમહાજન, રાજકોટ,બેંગલોરમહાજનના સમાજ શ્રેષ્ઠીઓની ખાસ ઉપસ્‍થિતિમાં રાજુલાનગરના વણિક સમાજના તેજસ્‍વી તારલાઓને ઈનામ તથા પુસ્‍તક વિમોચન કાર્યક્રમ
ખુબ ઉત્‍સાહ પુર્વક સંપન્‍નથયેલો હતો .મુંબઈ થી શ્રી મધુરકભાઈ શેઠ શ્રી રમેશભાઈ જનાણી, જીતુભઈશેઠ,શ્રી શકદભાઈ ગાંધી,ભરતભાઈ ગાંધી તથા બેંગલોરથી મહેન્‍દ્રભાઈલોટીયા અમદાવાદથી મેહુલભાઈ શાહ, વિકાસભાઈ લોટીયા વગેરે દાતાશ્રીઓ બાળકોને શુભશિષ તથા ઈનામો આપેલ હતા
કાર્યક્રમનું સંચાલનઅશોકભાઈ મહેતા મહાજન પ્રમુખે કર્યુ હતુ.


સાવરકુંડલાનાં જાબાળ નેશ્‍નલ હાઇવેની હાલત ગંભીર

સાવરકુંડલા ,
ધારાસભ્‍યશ્રી પ્રતાપ દુધાત દ્વારા સરકાર શ્રી ને પત્ર દ્વારા રજુઆત કરવામાં આવી કે સાવરકુંડલા માંથી પસાર થતો નેશનલ હાઇવે પીપાવાવ થી અંબાજી રોડમાં સાવરકુંડલા રિદ્ધિ-સિદ્ધિ મંદિર થી જાબાળ ગામ સુધી રોડની હાલત અતિ ગંભીર છે
તેથી ધારાસભ્‍યશ્રી પ્રતાપ દુધાત દ્વારા આ રોડને રીસરફેસિંગ દિન ર0માં નહિ કરવામાં આવે તો ગાંધીજી સીંઘ્‍યા માર્ગે ઉપવાસ આંદોલન કરશે તેવી સરકાર શ્રી ને ચીમકી આપી છે અને આ રોડ તાત્‍કાલિક ધોરણે રીસરફેસિંગ કરવા સરકાર શ્રી ને વિનંતિ કરેલ છે.


11-10-2018


error: Content is protected !!