Main Menu

Thursday, October 18th, 2018

 

ખેડુતોનાંપ્રશ્‍ને રજુઆત કરતા પુર્વ ધારાસભ્‍ય શ્રીભુવા

ગુજરાત રાજમાંહાલ મળતો સૌરાષ્‍ટ્ર દુષ્‍કાળ જેવી સ્‍થિતિ છે ખેડુતોનો પાક નિષ્‍ફળ ગયેલ અને ખેડુતોએ પકવેલ માલનો ભાવ મળતો નથી ત્‍યારે રાજય સરકારે જે ટેકાના ભાવો થી ર-વર્ષથી ખરીદી કરી અને ખેડુતોને સહાય રૂપે ખુબજ મદદ કરેલ પરંતુ (ઈર્ષાળુને આર્શીવાદ) સારૂ ન જોય શકે તેવા લોકોએ સરકારને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે અને ભષ્‍ટ્રાચાર કરનાર લોકોને જેલમા મોકલ્‍યા છે ત્‍યારે આ વર્ષે પણ ઓછુ ઉત્‍પાદન હોય છતા મગફળીના ભાવ તળીયે છે અને આવા વર્ષે કેન્‍દ્રિ સરકાર દ્રિારા ટેકાના ભાવ વધારીને ખેડુતોને વધુ સહાય કરવા પ્રયત્‍ન કરે છે. જો રાજય સરકાર ટેકાના ભાવે ખરીદી કરે તો સરકારને 1પ00 રૂપીયા 1-મણના કિમત ચુકવવી પડે છે જેમાં મજુરી ટ્રાન્‍સપોર્ટ,ગોડાઉનનું ભાડુ ઉપરાત ભ્રષ્‍ટાચારે પુર્વ ધારાભ્‍ય મનસુખભાઈ ભુવાએ જણાવેલ છે કે ખેડુતોને સીધી સહાય કરવી હોય તો જે ખેડુતોને જેટલી જમીન છે તેના ક્ષેત્રફળના મુજબ સહાય કરવી જોઈએ, જેથી વચેટીયા અને ભ્રષ્‍ટાચારીઓ નીકળી જાય અને વધુમાં જણાવ્‍યુ છે કે પાકવીમાનું જે પ્રિમીયમ ફરજિંયાત છે તેને મરજિંયાત બનાવવું જોઈએ, ખેડુતો ગમે તે પાક વાવે તેમાં વીમા કંપનીને જે ખેડુતો અને સરકાર પ્રિમીયમ ભરે છે એટલુ સીધુ આપી દે તો પણ ખેડુતો રાજીિં થશે.હાલ અમરેલીજિલ્‍લામાં ખેતીના પાકનું ક્રોપ કટીંગ થઈ રહયુ છે. જેમાં જે ખેડુતોના સર્વે નંબર આવેલ હોય તેમાં હાલ બિનપિયત કપાસ અને મગફળીનું ક્રોપ કટીંગ થઈ રહેલ છે. જેમાં ધારી તાલુકાના 19 જેટલા ગામોમાં ક્રોપ કટીંગના અધિકારી દવારા અખતરા થઈ રહયા છે. દુષ્‍કાળજેવી પરીસ્‍થિતિ હોય જેમાં ધારી તાલુકામાં ફરી કલેકટર દવારા બીજા 10 ગામોનો ક્રોપ કટીંગ અખતરા કરવા પરીપત્ર કરેલ હોય જેની સામે ખેડુતોના જે સર્વે નંબર આવેલ હોય, હાલ ખેડુતોએ કાપણી કરી નાખી હોય, જેથી હવે ખેડુતોને પડયા પર પાટુ જેવી સ્‍થિતિ છે. કારણ કે જે ખેડુતોને ફકત ઘાસચારાની અપેક્ષા હોય જેથી મગફળીની કાપણી કરેલ હોય, જેથી બાજુના ખેતરમાં પિયતવાળો આવે, જેથી ખેડુતોને પાકવીમો ઓછો મળે તેવી શંકા ખેડુતો કરી રહયા છે, જેથી બીજિંઙ્ખવાર આવેલ ગામોને રદ કરી અગાઉના આવેલા ગામોમાં જે અખતરા થયા છે બરાબર છે. ખેડુતોને દુષ્‍કાળના વર્ષમાં ખેડુતોને ખેતીવાડી વીજ કનેકશનો છે તેમાં બીલ માફ કરવા જોઈએ અને ઘાસચારાની પણ મદદ કરવી જોઈએ તેવી લેખીતમાં રજુઆત મુખ્‍યમંત્રીશ્રીને પુર્વ ધારાસભ્‍ય અને માર્કેટયાર્ડના ચેરમેન મનસુખભાઈ ભુવાએ કરેલ છે.


જસવંતગઢ ટીંબા બેઠક પર ભાજપના ઉમેદવારનો વિજય

ચિતલ,
તાજેતરમાં યોજાયેલ અમરેલી તાલુકાપંચાયતની ચુંટણીમાં જસવંતગઢની બેઠક પર જે તે વખતના કોગ્રેસના ઉમેદવારે રાજીનામુ આપતા ખાલી બેઠક પર ભાજપના ઉમેદવાર કંચનબેન જે. દેસાઈ અને કોગ્રેસમાં રસિલાબેન વિનુભાઈ દેસાઈએ ઉમેદવારી કરેલ જેમાં ભાજપના ઉમેદવાર વિજેતા બનતા લોકલમાં આનંદ છવાયો હતો.
સમગ્ર ચુંટણી દરમિયાન સાસંદ નારણભાઈ કાછડીયા, દિલીપભાઈ સંઘાણી, બાવકુભાઈ ઉંધાડ, અશ્‍વિનભાઈ સાવલીયા, ઘનશ્‍યામભાઈ ત્રાપસ્‍યા, જિલ્‍લા ભાજપ પ્રમુખ હિરેનભાઈ હીરપરા, કૌશિકભાઈ વેકરીયા
સહીતના આગેવાનોને માર્ગદર્શનતથા ચિતલ શહેર, જસવંતગઢ, મોટા માચિયાળા ભાજપની સંગઠિત એકસુત્રતા મોટા માચિયાળાના ઉપસકપંચ દેવેન્‍દ્રભાઈ ધાધલ, ચંદુભાઈ ભડેરી, મગનભાઈ આદ્રેજા, જગદિશભાઈ વાઘેલા, સુરેશભાઈ અમરેલીયા, મહેશભાઈ થળેસા, જસવંતગઢના વિજય દેસાઈ, લાલજીભાઈ દેસાઈ, અશોકભાઈ માગરલળીયા(સરપંચ), સુરેશભાઈ તળાવીયા, મોતીભાઈ કાનાણી, સુરેશભાઈ પાથર(સરપંચ) ચિતલ, હસમુખભાઈ ધાનાણી, વિનુભાઈ હિસરા , મધુ ગેડીયા, લક્ષ્મણભાઈ સોરઠીયા , ચંદુભાઈ દેસાઈ, લક્ષ્મીશંકર તરૈયા, જીતુભાઈ ખાતરા, મગન દેસાઈ, લાભુ ચિત્રોડા, જુગલબાપુ કુબાતવત, પ્રવિણભાઈ ડાભી, મનસુખભાઈ નાડીદા, જયંતિભાઈ દેસાઈ, રાજુભાઈ ધાનાણી, રઘુવીરસિંહ સરવૈયા, રવજીભાઈ મોજ, હરેશભાઈ પરમાર, માવજીભાઈ પરમાર, ભનાભાઈરાતડીયા, ભરતભાઈ વાળા, મનુરાજા, જયેસભાઈ ભીમાણી, દેવચંદ ભાલાળા, અલ્‍પેશભાઈ માગરોળીયા, માધાભાઈ જોસીયા, સૈલેષ વઢવાણા, ઘનશ્‍યામભાઈ ભંડેરી સશીતના નાનામોટા તમામ જ્ઞાતિના એજબરજસ્‍ત ટીમ ર્વકથી કામ કરતા કોગ્રેસની સીટ છીનવાઈ હતી. ધારાસભ્‍ય પરેશભાઈ ધાનાણીના ગઢમાં ગાબડુ પડયુ.


લીલીયાના બોડીયામાં વાઇરસ તાવ અને ચિકનગુનિયાએ અજગર ભરડો લીધો : ઘેર ઘેર માંદગીના ખાટલા ઢળાયા

લીલીયા,
લીલીયા તાલુકાના બોડીયા ગામમાં છેલ્લા ઘણા દિવસોથી વાઇરસ તાવ અને ચિકનગુનિયા તાવ આખા ગામમાં ફેલાયો હતો તેથી ગામના ઘણા લોકો આ તાવ થી પીડાતા હતા તેથી ગામના આગેવાન દ્વારા ધારાસભ્‍યશ્રી પ્રતાપ દુધાતને ટેલિફોનિક રીતે જાણ કરતા ધારાસભ્‍યશ્રી પ્રતાપ દુધાત અને તેમની ટીમ અને આરોગ્‍ય અધિકારીઓને સાથે તાત્‍કાલિક બોડીયા ગામ પહોંચી ગયા હતા અને આખા ગામનો સર્વે કરાવી જે પણ વ્‍યક્‍તિને અસર હોય તેવા વ્‍યક્‍તિના લોહી તપાસ કરાવી તેમને સારવાર માટે હોસ્‍પિટલ મોકલી આપ્‍યા હતા આ સમયે ધારાસભ્‍યશ્રી પ્રતાપ દુધાત સાથે જિલ્લા પંચાયત સદસ્‍ય કેહુરભાઈ ભેડા, લીલીયા કૉંગ્રેસ પ્રમુખ ખોડાભાઈ માળવીયા,તાલુકા પંચાયત ઉપ પ્રમુખ ચોથાભાઈ કસોટીયા, દિનેશભાઇ ધોરજીયા,જગાભાઈ ખારા, ખારા ગામના સરપંચ કાનભાઈ, પરેશપહાડા,સવજીભાઈ,ભીખાભાઇ દેવાણી, જીવરાજભાઈ અને બોડીયા ગામના આગેવાનો હાજર મોટી સંખ્‍યામાં સાથે રભ હતા અને બોડીયા ગામના લોકો ધારાસભ્‍યશ્રી પ્રતાપ દુધાતના કામથી ખુબજ ખુશ થયા હતા.


અમરેલી બાલ ભવનમાં રાસ ગરબાની રંગત જામી

અમરેલી,અમરેલી બાલભવન ના બાળકો દ્વારા નવરાત્રિ નિમિત્તે રાસ-ગરબા કાર્યઠ્ઠમ યોજાયો હતો દીપ પ્રાગટ્‍ય અમરેલી બ્રહ્માકુમારી ના બેન બાળકોના ડોક્‍ટર શ્રી દવે હેમેન્‍દ્ર ભાઈ મહેતા સાજીદ ખાન પઠાણ મોટાભાઈ સંવત ભરતભાઈ ચૌહાણ થ્‍ગ્‍િ ટ્રસ્‍ટીઓ દ્વારા કરવામાં આવેલ આ પ્રસંગે ડાયરેક્‍ટર નિલેશભાઈ પાઠક દિનેશભાઈ ત્રિવેદી શિવાની બેન વ્‍યાસ વિપુલભાઈ વ્‍યાસ તેમજ બાલ ભવનના સ્‍ટાફ દ્વારા કાર્યઠ્ઠમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી બાળકો ટ્રેડિશનલ ડ્રેસમાં રાસ ગરબા રમ્‍યા હતા


સાવરકુંડલા માર્કેટયાર્ડના ચેરમેનપદે શ્રીમાલાણી,શ્રીતળાવીયા બિનહરીફ

સાવરકુંડલા,સાવરકુંડલા માર્કેટયાર્ડના હોદ્દેદારોની વરણી થતા ચેરમેનપદે દિપકભાઇ માલાણી અને વાઇસ ચેરમેન પદે મનજીભાઇ તળાવીયા બીનહરીફ થયા છે. આ ચૂંટણીમાં દિપકભાઇ માલાણી સાથે મનજીભાઇ તળાવીયાની ખેડુત સહકારી પેનલ અને ચાલુ પુર્વ અને ભુતપુર્વ ધારાસભ્‍યોની આગેવાની વાળી પેનલ વચ્‍ચેની ચૂંટણીજંગમાં ખેડુત સહકારી પેનલે તમામ બેઠકો પર વિજય મેળવી જબરી લપડા આપી હતી. અને પુર્વ ચાલુ ભુતપુર્વ ધારાસભ્‍ય વાળી પેનલ ખાતુ પણ ખોલાવી શકી ન હતી. એ જીલ્‍લાના સહકારી તથા ખેડુત વર્તુળોમાં ઘેરાપ્રત્‍યે ઘાતો પડયા હતા. આજે હોદ્દેદારોની ચૂંટણી યોજાતા ચેરમેનપદે દિપકભાઇ માલાણીના નામની દરખાસ્‍ત દુર્લભજીભાઇ કોઠીયાએકરી હતી જેને હરેશભાઇ મશરૂએ ટેકો આપ્‍યો હતો. જયારે વાઇસ ચેરમેનપદે મનજીભાઇ તળાવીયાના નામની દરખાસ્‍ત દેવાતભાઇ બલદાણીયાએ કરીહતી. જેને ઘનશ્‍યામભાઇ કશવાળાએ ટેકો આપ્‍યો હતો. સામે કોઇ ઉમેદવારી પત્રો રજુ્ર ન થતા બંને ઉમેદવારોને ચૂંટણી અધિકારી ડી.વી.ગઢવીએ બીનહરીફ જાહેર કર્યા હતા. જેને સર્વેએ વધાવી શુભકામના પાઠવી હતી. જેમાં રાઘવભાઇ સાવલીયા, લાલભાઇ મોર, ભરતભાઇ જેબલીયા, નિર્મળભાઇ ખુમાણ, લાખાબાપા ગુર્જર, બટુકભાઇ રૂપારેલીયા, મનસુખભાઇ દેસાઇ, હિંમતભાઇ વેકરીયા, કરમશીભાઇ ડોબરીયા, ભાયલાલભાઇ સાવલીયા, અમ્‍દુલભાઇ દલ, દાદાજાનભાઇ બુખારી, ચિરાગભાઇ હિરપરા, પી.એસ.તળાવીયા, ધીરૂભાઇ ધડુક, નટુભાઇ દેસાઇ, મગનભાઇ શિયોરાો, નાથાભાઇ જોગરાણા, રાઘવભાઇ ઠુંમર, બાબુભાઇ વોરા, કાળુભાઇ વિજપડી, મામૈયાભાઇ વજિપડી, રાવતભાઇ ભુકણ, નરેશભાઇ ખુમાણ, પરેશભાઇ ખુંટ, ઘનશ્‍યામભાઇ જીયાણી, ધીરૂભાઇ વાસીયાળી, દિપકભાઇ મહેતા, જીવનભાઇ વેકરીયા, મુસ્‍તકાભાઇ જાદવ, બાબુલાલ કુબાવત, સતીષભાઇ જીરાવાળા, ભરતભાઇ નાકરાણી, ભનુભાઇ રાદડીયા, દુલાભાઇ ઉકાણી, ભીખુદાદા તેરૈયા, ચંદ્રીકાબેન સભાયા, પ્રવિણભાઇ કાછડીયા, નનુભાઇ સાવલીયા, કિરણભાઇ ભાલાળા, કાળુભાઇ સાંઢસુર, ગોલણભાઇ મઢડા, ચુનીભાઇ સુવાગીયા,અમરૂભાઇ વિંછિયા, હરીભાઇ કાછરીયા, છગનભાઇ વણોટ, રસીકભાઇ કાનાણી, વજુભાઇ, ભરતભાઇ સીરોયા, ભકાભાઇ, લીંબાબાપા ભમ્‍મર, લઘરાભાઇ કાતરીયા, ડોસલભાઇ, રવજીભાઇ લખાણી, ભીખાભાઇ કાબરીયા, કરશીભાઇ કાનાણી, ચંદુબાપુ અગ્રાવત, મહેશભાઇ દેસા,િ બાબુભાઇ રમણા, ચતુરભાઇ નસીત, દયાશંકરભાઇ જોષી, ટી.કે.પટેલ, વિઠલભાઇ વણોટ, સહદેવભાઇ હરીયાણી, યોગેશગીરી ગોસ્‍વામી, મનુભાઇ રામાણી, જે.ડી.રામાણી, ઘનશ્‍યામભાઇ જાની, રાજેન્‍દ્રભાઇ, નીલેશભાઇ મહેતા, પુનાભાઇ બલદાણીયા, નાગભાઇ ભમ્‍મર, બાબુભાઇ સાવલીયા અને સરપંચો કાળુભાઇ પટગીર, હકાભાઇ ખુમાણ, ધર્મેન્‍દ્રભાઇ ખુમાણ, શિવરાભાઇ મૈત્રા, નારણભાઇ મેર, મહેશભાઇ ખુમાણ, બાબુભાઇ માલાણી, ભરતભાઇ કથીરીયા, નરેશભાઇ દેવાણી, ખાંભા યાર્ડના ચેરમેન હરીભાઇ તથા મહંમદભાઇ, સુરેશભાઇડેડાણવાળા, પ્રમજીભાઇ સેંજલીયા, બાબુભાઇ, વિનુભાઇ તેમજ વેપારી આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા.
શ્રદિકભાઇ માલાણીએ જણાવ્‍યું કે આગામી દિવસોમાં સૌ સાથે મળી ખેતી અને ખેતીલક્ષી કામગીરી કરવા પુરૂષાર્થ કરવાનો છે. યાર્ડનો વહીવટ જીરો ભ્રષ્‍ટાચારથી સાદાય અને કરકસથી કરવાાં આવશે. તેમ જણાવેલ અને દિપકભાઇ માલાણી તથા તથા મનજીભાઇ તળાવીયાએ સંયુક્‍ત રીતે આભારની લાગણી વ્‍યક્‍ત કરી હતી.


પાળીયાદ વિહળધામના સંચાલક શ્રીભયલુભાઇનો આજે જન્‍મ દિવસ

પુષ્‍પ સરીખુ યૌવન મળજો એ જ તમન્‍ના મારે.. જેમનુ જીવન સેવા સમર્પણ, સ્‍નેહ અને આત્‍મીય ભાવોથી સુગંધીત છે. અને જેવો માત્ર પૂ. વિસામણબાપુની જગ્‍યા પાળીયાદના સેવકોના જ નહિ. પણ સંપર્કમાં આવનાર સર્વના હદયમાં આદરણીય સ્‍થાન ધરાવે છે. એવા ભયલુભાઇ વરૂનો આજે જન્‍મ દીવસ છે. જે પરીવારે વિનોબા ભાવેના ભુદાન યજ્ઞમાં જમીનનુ દાન કર્યુ હતુ. એવા આદરણીય જોરૂબાપુને ભક્‍ત કવિ દુલા કાગ સાથે આત્‍મીય સંબંધ હતાો તેમજ સૌરાષ્‍ટ્ર અનેક સંતો સાથે ધરોબો ધરાવતાએ રીતે સદપ્રવૃતિ , સંતો અને સાહિત્‍ય સાથે સંબંધ ધરાવતા સંસ્‍કાર વારસામાં બાબરીયાવાડમાં કાતર ગામે પ્રતિષ્‍ઠિત શ્રીમંત અને અતિ ખાનદાન, પરંપરામાં દાદા બાપુ વરૂને ત્‍યાં જન્‍મ, પરીવાર પૂ. સોનલમાં અને ધર્મ પ્રત્‍યે શ્રઘ્‍ધા ધરાવતોહોય, શિશુ વયથી જ ધર્મના સંસ્‍કાર પ્રાપ્‍ત થયા . આ વારસાને શ્રી વિહળ ચેતનાના સ્‍પર્શ અને પરમ શ્રઘ્‍ધેય મહંત પૂ. નિર્મળાબાના સાનિઘ્‍યને વધુ સૌરભ પ્રાપ્‍ત થઇ. થોડા જ સમયમાં પૂ. નિર્મળાબાના સંકલ્‍પે પાળીયાદમાં પૂ. શ્રી વિસામણબાપુ ની પ્રતિષ્ઠાને વૈજ્ઞાનીક દ્રષ્‍ટિકોણ થી ભયલુભાઇ એ ગુજરાતના ધાર્મિક ક્ષેત્રે વધુ પ્રતિષ્‍ઠિત કરી. વર્તમાન મહંત ના ભાણેજ ,શિક્ષિત અને સદ્‌વિચા્‌રોથી દિક્ષિત એવા ભયલુભાઇ એ આ ઉજળી પરંપરા ધરાવતી દેહાણ જગ્‍યાના મૂળ સિઘ્‍ધાંતો સાચવી અનેકવિધ પ્રવૃતિઓથી, ડીજીટલ માઘ્‍યમોના ઉપયોગ કરી કૂનેહ અને આવડતથી વછુ સુવિધાયુક્‍ત અને દર્શનીય બનાવી. ગૌ-સેવા, ભજન, ભોજન અને ભક્‍તના ભગવાનને જોવાની પરંપરા ને ઘ્‍યાનમાં રાખી ગુજરાતની પ્રસિઘ્‍ધ ગૌશાળા માં આગવી ઓળખ ધરાવતી ગૌશાળા નિર્માણ કરી અનેક માનવ કલ્‍યાણ, જીવદયા, પર્યાવરણ, શિક્ષણ અને કંઇ કેટલી ધર્મદપ્રવૃતિઓનુ આયોજન કર્યુ. અને લાખો ભક્‍તોમાં વાણી વ્‍યવહાર અને ઉમદા માનવીય ગુણોથી પ્રેરક બની બન્‍યા. તેમના ઉમદા માનવીય અભિગમ, સરળ, નમ્ર્ર્ર્ર અને સૌના સુભત્‍વ માટેની મંડળ ભાવનાઓને કારણે યુવાવયે જ સૌના સુભત્‍વ માટેની મંડળ ભાવનાઓને કારણે સૌના માટે પ્રેરક બની રહ્યા . તેમને કોઇએ પુછેલુ ‘‘ તમારી જીવન ભાવના શુ?” પ્રત્‍યુતરમાંતેઓએ કહેલુ ્ર‘‘ પ્રત્‍યેક ભક્‍તમાં ભગવાનના દર્શન કરવા, પાળીયાદની આ પ્રસિઘ્‍ધ જગ્‍યાના ઉત્‍કર્ષ માટે સેવા કરવી અને ઠાકર રાજી થાય એવુ જીવવુ એ જ મારી જીવન ભાવના છે.” આપ કોના થી વધુ પ્રભાવીત છો? એવા પ્રત્‍યુતરમાં તેમણે જણાવ્‍યુ કે મારા પિતાની સરળતા અને શ્રઘ્‍ધા તેમજ પાળીયાદની ઉજળી સંત પરંપરા અને ખાસ કરીને વર્તમાન મહંત પૂ. નિર્મળાબાની આવડત , શ્રઘ્‍ધા, પુરુષાર્થ અને ઠાકરના ભક્‍તો માટેના ભાવથી હું વધુ પ્રભાવીત થયો છું


ઓછા અને અનિયમિત વરસાદ ધરાવતા 104 તાલુકાઓને અછતગ્રસ્‍ત જાહેર કરો : શ્રીધાનાણી

thumbnail of 13-10-2018

ગાધીનગર, રાજયના મોટાભાગના વિસ્‍તારોમાં ઓછો અને અનિયમિત વરસાદને પગલે રાજયના 104 તાલુકામાં 65.54 ટકાથી ોછો વરસાદ પડયો છે. તેવા તમામ તાલુકાઓને અછતગ્રસ્‍ત જાહેર કરવાની માંગણી વિરોધપક્ષના ેયત પરેશભાઇ ધાનાણીએ કરી છે. રાજયના અનેક વિસ્‍તારોમાં અતિવૃષ્‍ટીને કારણે પાક નિષ્‍ફળ ગયો છે,તેવા વિસ્‍તારોમાં 2-3 વાવેતર પછી પણ અપુરતા વરસાદને કારણે અછતની સ્‍થિતિને પગલે ખેડુતોને બેવડો માર પડયો હોવાનો તેમણે દાવો કર્યો છે. વિપક્ષી નેતાએ જણાવ્‍યું છે કે ગાંધીધામમાં 264 મી.મી.થયો છે. અને તેનો અછતગ્રસ્‍તમાં સમાવેશ કરાયો છે, પરંતુ આજે તેનાથી પણ ઓછો વરસાદ ધરાવતા 39 તાલુકાઓને અછતગ્રસ્‍ત જાહેર ન કરી ન્‍યાય કર્યો છે. ગુજરાતમાં 248 તાલુકામાંથી આ 39 તાલુકાઓ સહિત સમગ્ર સૌરાષ્‍ટ્ર , ઉતરગુજરાતના કુલ 104 જેટલા તાલુકાઓમાં છેક 1988થી 2017 સુધીમાં માત્ર 65.54બ કા જેટલો વરસાદ થયો હોય તેવા તાલુકાઓમાં અછત પ્રર્વતી રહી છે. ત્‍યારે 2-3 વાવેતર પછી ઓછા અને અનિયમિત વરસાદ અને અતિવૃષ્‍ટીના કારણે રાજયમાં મહતમ તાલુકાઓમાં ઉભો પાક નાશ પામ્‍યો છે. અનેક વિસ્‍તારોમાં તળમાં પાણીહોવા છતા ઓછી અને અનિયમિત વિજળીને કારણે સિંચાઇના પાણીથી પાક બચાવવામાં ખેડુત નિષ્‍ફળ નીવડયો છે. ચાલુ વર્ષે કપાસ, મગફળી સહિત જે મુખ્‍ય પાક અને અન્‍ય ગૌણ પાકોનું ઉત્‍પાદન નહીવત થવાની શક્‍યતા છે. વધુમાં વિમો ચુકવવાથી બચવા માટે ભાજપ સરકાર અને વિમા કંપનઓ મેળાપીપણામાં ખેડુતોની ઘોર ખોદી રહ્ય હોવાનો આક્ષેપ વિપક્ષી નેતા શ્રીધાનાણીએ કર્યો છે.


18-10-2018


error: Content is protected !!