Main Menu

Friday, October 19th, 2018

 

બાબરામા કોગ્રેસ દ્વારા મોંઘવારી પ્રદર્શન કરતા કોંગી આગેવાનો

બાબરા નાગરીક બેંક ચોક માં કોગ્રેસ દ્વારા વીરજીભાઇ ઠુંમર ની ઉપસ્‍થિત મા મોંઘવારી વિરોધ મા હાઇવે રોડ પર ચક્કાજામ કરીયો હતો રાજય સરકાર અને કેન્‍દ્ર સરકાર વિરુદ્ધ સુત્રોચ્‍ચારો કરીયા હતા દીન પ્રતિ દિન વધી વધતી મોંઘવારીના કારણે આમ આદમી નુ જીવન જીવહુ મુસીબત બનીયુ પેટ્રોલ ડીઝલ ના ભાવ નો વધારો તેમજ જીવનજરૂરી ચીજવસ્‍તુના ભાવમાં વધારા ના કારણે દેશ ની જનતા અને ખેડૂતો ત્રાહિમામ પોકારી ગયા છે આગામી દિવસોમાં સરકાર જો મોધવાળી નહી ધડાડે તો રાજય ભરમાં રોષ ભભૂકી ઉઠશે કોગ્રેસ દ્વારા લોકો ને સાથે રાખીને વિરોધ કરવામાં આવે છે આ તકે બાબરા નગરપાલિકા ના પ્રમુખ વનરાજભાઇ વાળા જીલ્લા કોગ્રેસ ના આગેવાનો પ્રભાતભાઇ કોઠીવાળ બાબુભાઇ કારેટીયા કુલદીપભાઇ બસીયા ખીમજીભાઈ મારૂં કીશોરભાઇ દેથળીયા અશોકભાઈ ખાચર અમીત જોગલ અરવિંદ મેવાડા જગુભાઈ ખાદા મુસાભાઇ પરમાર હીરપરાભાઇ જગદીશભાઇ કારેટીયા સહીત આગેવાનો હોદ્યેદારો કાયઁ કરતા ઓ મોટી સંખ્‍યામાંઉપસ્‍થિત રભ હતા અને હાઇવે રોડ ચક્કાજામ કરી વિરોધ કરીયો હતો


અમરેલી શહેરમાં પાણીની લાઈનો લીકેજ

અમરેલી,અમરેલી શહેરમાં ભુર્ગભ ગટરના ખોદકામ દરમ્‍યાન શહેરના અનેક વિસ્‍તારોમાં પીવાના પાણીની પાઈપ લાઈનો લીકેજ બની છે.અપુરતા વરસાદના કારણે ડેમો પણ ભરાયા નથી. તેમજ નહીવત વરસાદ થવાથી તળ પાણીની પણ સમસ્‍યા સામે ઉભી છે. ત્‍યારે શહેરમાં અનેક સ્‍થળે નગરપાલીકાની પીવાના પાણીની પાઈપ લાઈન લીકેજ હોવાના કારણે જે તે વિસ્‍તારમાં લોકોને પુરતુ પાણી મળતુ નથી. તેમજ પાણીની પાઈપ લાઈનો લીકેજ હોવાના કારણે પાણી રસ્‍તાઓ ઉપર વ્‍યર્થ વહી જઈને પાણીનો દુરવ્‍યય થઈ રહયો છે. ત્‍યારે પાલીકામાં તપાસ કરતા પ્રમુખ જયંતિભાઈ રાણવાએ જણાવ્‍યુ હતુકે ભુર્ગભ ગટરના ખોદકામ દરમ્‍યાન પાઈપ લાઈનો તુટે તો રીપેર કરવાની જવાબદારી કામ કરતી એજન્‍સીની હોય છે. ત્‍યારે ખોદકામ દરમ્‍યાન કામ પુર્ણ થયાબાદ માટી પુરી જતા રહે છે. અને પાણીની લાઈનો લીકેજ રીપેર કરતા નથી. ત્‍યારે પાલીકાની પણ ફરજ બને છે કે કામ શરૂ હોય ત્‍યારે હાજર રહી કામ કરાવવુ જરૂરી છે.
આમા પાડાના વાકે પખાલીે ને ડામ કહેવત જેમ પ્રજાની હાલત બની છે. તો આ બાબતે જિલ્‍લા કલેકટરશ્રી જરૂરી કાર્યવાહી કરાવે તેવી આમ જનતામાં માંગ ઉઠવા પામી છે. દિવાળી પહેલા શહેરમાં પાણીની કટોકટી શરૂ થઈ છે. તો હવે ઉનાળામાં પાણીની વિકરાળ સમસ્‍યા સર્જાય તેવા સંજોગો હાલ જોવા મળી રહયા છે. ત્‍યારે પાણી પહેેલા પાળ બાંધવાની ઉકિતને સાર્થક કરવા માટે વહીવટી તંત્ર દવારા આગોતરૂ આયોજન કરવુ જરૂરી છે.


અમરેલી આદિત્‍ય ગ્રુપ કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા અશ્‍વપૂજન તથા શસ્‍ત્રપુજનનું ભવ્‍ય આયોજન

thumbnail of 17-10-18

અમરેલી,તારીખ ૧૮-૧૦-ર૦૧૮ ના રોજ સમસ્‍ત કાઠી ક્ષત્રિય સમાજ તથા આદિત્‍ય ગૃપ -અમરેલી દ્વારા કાઠી ક્ષત્રિય સમાજ ની ભવ્‍ય સંસ્‍કૃતિ તથા વર્ષોથી ચાલી આવતી પરંપરા ને જાળવી રાખવા અશ્‍વપૂજન તથા શસ્ત્રપુજન નુ ભવ્‍ય આયોજન કરવામા આવેલ તેમા અમરેલી શહેર તથા આજુબાજુના વરસડા,લુવારીયા, દુધાળા, લાલાવદર,ચલાળા, ઢાગંલા,કુતાણા,નાના લીલયા,ખડખંભાળિયા, કથીવદર, ભાયાવદર, ચક્કરગઢ,ટીંબા,અનીડા,પાણીયા,ખીજડીયા (રાદડિયા ) અમરાપુર ગામો માથી વડીલો તથા યુવાનો સંખ્‍યા મા હાજર રભ હતા


અમરેલીમાં ગિરાસદાર રાજપુત સમાજ દ્વારા ત્રિવિધ કાર્યક્નમ યોજાયો

thumbnail of 17-10-18

અમરેલી,અમરેલી હોટલ એન્‍જલમાં ગિરાસદાર રાજપુત સમાજ અમરેલી આયોજીત શસ્‍ત્રપુજન, વિદ્યાર્થી સન્‍માન, સ્‍નેહમિલન સમારોહનું આયોનજ કરવામાં આવેલ. સૌપ્રથમ શાસ્‍ત્રોક્‍ત વિધિથી શસ્‍ત્રપુજન કાયક્નમ યોજાયો હતો. કાર્યક્નમના અઘ્‍યક્ષ સ્‍થાને કિર્તીકુમારસિંહજી ગોહિલ લાઠી સ્‍ટેટ, ઉદ્દઠાટક પુર્વ એરમાર્શલ જનકકુમારસિંહજી ગોહિલ લાઠી સ્‍ટેટ, પુર્વ આઇ.પી.એસ.રઘુરાજસિંહજી ડી.ઝાલા, પ્રેરક ઉપસ્‍થિતિ લાઠી સ્‍ટેટ રાણી સાહેબા, ઉષાદેવીબા ગોહિલ, નાયક નિમ્‍બાલકર ઓફ ફલ્‍ટન મહારાષ્‍ટ્ર લાઠી સ્‍ટેટ પ્રિયાલક્ષ્મી રાજે, મુખ્‍ય મહેમાન ચુડા સ્‍ટેટ પુરનચંદ્રસિંહજી ઝાલા, સંયુક્‍તારાજે પુરનચંદ્રસિંહજી ઝાલા, રાઘવેન્‍દ્રસિંહજી ઝાલા, અતીથી વિશેષ સત્‍યજીતસિંહજી ગોહિલ, પ્રો.ડો.ગજેન્‍દ્રસિંહજી પી. જાડેજા, કિશોરસિંહજી એમ. ગોહિલ, નરેન્‍દ્રસિંહજી ઝાલા, નીલસિંહજી પી.ઝાલા, વનરાજસિંહજી જાડેજા, મહાવિરસિંહ પી.ગોહિલ ભાવનગર સહિત મહાનુભાવોની ઉપસ્‍થિતિમાં કાર્યક્નમનું દિપપ્રાગટય કરવામાં આવેલ. આ પ્રસંગે એલ.કે.જી.થી ડિગ્રી, માસ્‍ટર ડિગ્રી સુધીના તેજસ્‍વી તારલાઓનું મોમેન્‍ટો અને સન્‍માનપત્ર આપી સન્‍માન કરવામાં આવેલ. સમારંભના દાતા પ્રિયાલક્ષ્મી રાજેનું વિશિષ્‍ટ સન્‍માન કરવામાં આવેલ. શામળદાસ આર્ટસ કોલેજ ભાવનગરના પ્રોફેસર ગજેન્‍દ્રસિંહજીએ જણાવ્‍યું હતુ કે શાસ્‍ત્ર અને શસ્‍ત્રના સમન્‍વયથી સકારાત્‍મક પ્રવૃતિથી કામ કરી સફળતા માટે લાયક બનવુ પડે છે. શાસ્‍ત્ર સમદારી આપે છે શસ્‍ત્ર ગોલ સુધી પહોચવાનુ કામ કરે છે. જનકકુમારસિંહજી ગોહિલે જણાવ્‍યું કે આપણા સમાજના તેજસ્‍વી તારલાઓની ટકાવારી જોઇને ખુશી વ્‍યક્‍ત કરી શુભકામના પાઠવી હતી. ઉદ્દઘાટક નિવૃત આઇ.પી.એસ. અધિકારી આર.ડી. ઝાલાએ જણાવ્‍યું હતુ કે સમય પ્રમાણે સગાજે પ્રગતીકરવી જરૂરી છે લાઠીએ તો સમાજના રત્‍નો પેદા કર્યા છે. જે સમાજ માટે ગૌરવરૂપ છે. અઘ્‍યક્ષ સ્‍થાનેથી કિર્તીકુમારસિંહજી ગોહિલે કાર્યક્નમના આયોજન બદલ આયોજકોનો આભાર વ્‍યક્‍ત કરી તેજસ્‍વી તારલાઓને શુભકામનાઓ પાઠવી હતી. કાર્યક્નમનું સંચાલન પ્રો.ડો. બલભદ્રસિંહજી ચુડાસમા અને આભાર વિધિ ભગીરથસિંહ જાડેજાએ કરી હતી.


રાજુલા જાફરાબાદમાં શસ્‍ત્રપુજન કરાયું

thumbnail of 16-10-18

રાજુલા જાફરાબાદ સૂર્યસેના આયોજિત શસ્ત્ર પૂજન સાથે એતિહાસિક અશ્‍વ સાથે રેલી શહેર ના મુખ્‍યમાર્ગો પર શૂરવીરતા ના સંગીત સાથે ક્ષત્રિય સમાજ નું શક્‍તિ પ્રદશન યોજાયું રાજુલા પોલીસ તંત્ર દ્વારા ચુસ્‍તબંદોબસ્‍ત વચ્‍ચે શહેર માં બપોર બાદ ભવ્‍ય રેલી
દશેરા નિમિતે સમગ્ર દેશ માં શસ્ત્ર નું પૂજન થતું હોય છે ત્‍યારે સૂર્યસેના દ્વારા સમગ્ર ગુજરાત માં ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર ઠેર શસ્ત્ર પૂજન જોવા મળિયા પરંતુ રાજુલા જાફરાબાદ પંથક માં સૂર્યસેના નવરાત્રી ગ્રાઉન્‍ડે ખાતે શસ્ત્ર પૂજન બપોર બાદ રાખવા માં આવ્‍યું હતું અહીં શહેર અને આસપાસ ના ગ્રામ્‍ય વિસ્‍તાર માંથી અશ્‍વ હથિયારો સાથે આવ્‍યા હતા અને દશેરા નિમિતે શસ્ત્ર પૂજન બાદ શહેર ના મુખ્‍ય માર્ગો પર કાઠી ક્ષત્રિય સમાજ રાજપૂત સહીત મોટાભાગ ના ક્ષત્રિય સમાજ ના યુવાનો થી લઇ ને અગ્રણી ઓ પણ અહીં ઉપસ્‍થિત રભ હતા અને રેલી ની મેદની માં મોટી સંખ્‍યા માં લોકો જોડાયા હતા અહીં આ વર્ષે એતિહાસિક ભવ્‍ય સફળતા સાથે યુવાનો મોટી સંખ્‍યા માં જોડાયા હતા અને ક્ષત્રિયો ની પરમ્‍પરા મુજબ સાફા સાથે હથિયારો નું પૂજન કરી અશ્‍વ સાથે શહેર ભર માંરેલી કાઢી હતી અને ખુબ ઉત્‍સાહ પૂર્વક આ વર્ષે શસ્ત્ર પૂજન ની ઉજવણી કરવા માં આવી હતી જોકે અહીં દર વર્ષે આ કાર્યક્‍મ કરવા માં આવે છે પરંતુ આ વર્ષે ક્ષત્રિય સમાજ નો ઉત્‍સાહ અદભુત જોવા મળિયો હતો સાથે સાથે અન્‍ય જ્ઞાતિ ના લોકો પણ આ શક્‍તિ પદર્શનનિહાળવા ઉમટી પડ્‍યા હતા આવનારા દિવસો માં રાજુલા જાફરાબાદ પંથક માં કાઠી ક્ષત્રિય સમાજ નું સંગઠન વધુ મજબૂત થાય તેવી શક્‍યતા જોવા મળી રહી છે


ઉપલેટાના બોમ્‍બનું પગેરુ અમરેલીમાં:આંગડિયુ અમરેલીથી થયેલ

અમરેલી,ઉપલેટાની શાળાને કુરીયર બોમ્‍બથી ઉડાવી દેવાના નિષ્‍ફળ પ્રયાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. ઉપલેટાની શાળાને ઉડાડી દેવા માટે મોકલાયેલ બોમ્‍બ રાજકોટથી અમરેલી આવ્‍યાની શકયતા પણ ચર્ચાઇ રહી છે પણ સાથે સાથે ઉપલેટાના બોમ્‍બનું પગેરુ અમરેલીમાં નિકળતા અમરેલીમાં પણ ખળભળાટ મચી જવા પામેલ છે બોમ્‍બનું આંગડીયુ અમરેલીથી થયેલ હોવાનું અને તપાસનીશ પોલીસ ટીમ શકમંદને લઇને અમરેલી આવી હતી તથા રાજકોટ સાવરકુંડલા રૂટની બસમાં બોમ્‍બ મુકનાર અમરેલી સુધી આવ્‍યો હોવાનું ખુલ્‍યું છે.સાથે સાથે અમરેલીથી જ બોમ્‍બ ઉપલેટા કુરીયર થયાની ચોંકાવનારી વિગતો બહાર આવતા પોલીસે અમરેલીના એસટી ડેપોએથી કુરીયર કંપનીમાં તપાસ કરી અને અમરેલી એસટી ડેપોએ સીસીટીવી ફુટેજ ચકાસી કબજે કર્યા હોવાનું જાણવા મળેલ છે. અને હજુ પણ રાજકોટ પોલીસ દ્વારા અમરેલી આસપાસ જીણવટભરી તપાસ ચાલી રહી હોવાનું જાણવા મળેલ છે.


19-10-2018


error: Content is protected !!