Main Menu

Monday, October 22nd, 2018

 

બગસરા પૂ. આપાગીગાની જગ્‍યામાં બાળાઓને લ્‍હાણી વિતરણ

બગસરા,
પૂ. આપાગીગા ગાદી મંદિરના સાનિઘ્‍યમાં પૂ. મહંત શ્રી જેરામ બાપુ ની નિશ્રામાં નવરાત્રી મહોત્‍સવ ની ઉજવણી કરાઇહતી. આ પ્રસંગ પ્રથમ લ્‍હાણી પૂ. જેરામ બાપુ ના હસ્‍તે તેમજ પૂ. ઘુસા ભગત, પૂ. રાજુ ભાઇ માંડવીયા, અનકાઇ ગુરૂ પરિવાર ના દિનેશભાઈ પારેખ, ચંદ્રહાસ ભાઇ બસિયા,વકીલશ્રી ધાંધિયા,વકીલશ્રી કિકાણી, ડો. સુમરા,ડો.સોરઠીયા,ડો.કાપડિયા,શ્રી શેખવા, ભગુબાપુ,એ.વી.રીબડીયા, તેજસભાઇ પટેલ,કાનજીભાઈ સાંગાણી, ચંદુભાઈ પંડ્‍યા, ભરત ભાઇ ભાલાળા તેમજ વિવિધ સંસ્‍થાઓના મહાનુભાવો ના દ્વારા વિતરણ કરવામાં આવ્‍યું.આ જગ્‍યા ના કોઠારી શ્રી હરીબાપુ તેમજ શ્રી ગીગેવ રાસ મંડળ ના સભ્‍યો તથા જગ્‍યા નો સેવક પરિવાર મહોત્‍સવને સફળ બનાવવા જહેમત ઊઠાવી હતી.આ મહોત્‍સવ નું સંચાલન કોટડીયા તથા જનક ભગતે કર્યુ હતું.


રાજુલા નજીક ડોળીયા ગામે પાકવિમા પ્રશ્‍ને ધારાસભ્‍યશ્રી અમરીશભાઇ ડેરને રજુઆત

રાજુલા, રાજુલાના ડોળીયામાં ઓછા વરસાદના કારણે પાક નિષ્‍ફળ જતા ધારાસભ્‍ય અમરીશભાઇ ડેરે તાત્‍કાલીક પાકવિમા પ્રશ્‍ને રજુઆત કરી વિમા કંપનીના અધિકારીઓ સાથે જઇ ક્નોપકટીંગ કરાવ્‍યું હતુ. ગામના આગેવાનો શ્રીસુરીંગભાઇ પોપટભાઇ, ચંપુભાઇ, ધીરૂભાઇ નકુમ, શ્રીગાંગાભાઇ, શ્રીજોરૂભાઇ, શ્રીમેંગડભાઇ, શ્રીમુળુભાઇ વગેરે આગેવાનોની હાજરીમાં ક્નોપકટીંગ કર્યુ હતુ અને તાત્‍કાલીક નીકાલ થાય તેવી માંગણી ઉઠાવી હતી.


સાવરકુંડલામાં મગફળીના પાક પર ટ્રેકટર ફેરવી ઢોર છુટ્ટા મુકી દીધા

સાવરકુંડલા,
અમરેલી જીલ્લા માં જયારે ઓછો વરસાદ થતા જીલ્લા માં દુષ્‍કાળ ના ડાકલા વાગી રભ છે અને સંપૂર્ણ શીંગ અને કપાસ નો પાક નિષ્‍ફળ જતા ખેડૂતો ને હાલ રોવાનો વારો આવી રભે છે અહી અમરેલી જીલ્લા આખા માં દુષ્‍કાળ ની પરિસ્‍થિતિ છે જેમાં સામાન્‍ય રીતે અમરેલી જીલ્લા પાંચ લાખ હેક્‍ટર જમીન માં વાવેતર થયેલું જેમાં 3 લાખ હેક્‍ટર કપાસ અને દોઢ લાખ હેક્‍ટર માં શીંગ અને બાકી માં પચાસ હજાર હેક્‍ટર માં અન્‍ય શાકભાજી કઠોળ નું વાવેતર થયેલું જેમાં પાછળ નો વરસાદ ન વરસતા હાલ તમામ કપાસ અનેશીંગ નો પાક સંપૂર્ણ ફેઈલ જતા જગ તાત ને રોવાનો વારો આવ્‍યો છે અહી શોંગ અને કપાસ નો પાક ઉભો બળી ગયેલ છે જેથી જગ તો તાત માથા પછાડી પછાડી ને ધ્રુસકે ધ્રુસકે રોઈ રભે છે. અમરેલી જીલ્લા માં પાછળ નો વરસાદ બીલકુલ ન પડતા જીલ્લા નો તાત મુજાયો છે અને પોતાના પરશેવે લણેલો ખેત પાક બળી જતા હવે ખેડૂત તેની પર ટ્રેક્‍ટર ફેરવી તે કાઢી રભે છે અને તેમાં માલઢોર ને મૂકી ચરિયાણ કરાવી રભે છે . અહી અમરેલી જીલ્લા માંશરૂઆતી વરસાદ ખુબ સારો પડ્‍યો જેથી ખેતી માં વર્ષ સારું હતું અને પાક પણ ખુબ સારો થયો હતો પરંતુ ખેડૂતો ની કથની કે પાછળ વરસાદ બિલકુલ ન આવતા હવે ખેડૂતો નો પાક હવે સંપૂર્ણ બળી જતા ખેડૂતો દ્વારા તેના પર ટ્રેક્‍ટર ફેરવી કાઢી નાખવામાં આવી રભે છે અને ઉભા ખેતરો માં પોતના માલઢોર છોડી તેને ખવરાવી દેવામાં આવી રભ્‍ું છે. અમરેલી માં ચાલુ સીજન માં વરસાદ ખુબ સારો હતો જેથી કપાસ શીંગ સહીત નો પાક ખુબ સારો થયો હતો પરંતુ આ બધા પાક ને પાછળથી પાણી જોતું હોય છે અને જે વરસાદ દ્વારા ખેડૂતો ને પ્રાપ્ત થતું હોય છે પરંતુ અમરેલી જીલ્લા માં પાછળ નો વરસાદ નહીવત પડતા હાલ ખેડૂતો નો ઉભો પાક નાશ પામ્‍યો અને સાવ બળી જવા પામ્‍યો હતો તેથી ખેડૂતો ને ના છુટકેતે પાક પર ટ્રેક્‍ટર ફેરવવા નો વારો આવ્‍યો છે અહી સાવરકુંડલા ઇકબાલ સવટ સહિત ના ખેડૂતો એ ખેતરો માંથી ઉભો પાક પર ટ્રેક્‍ટર ફેરવી દીધું અને અભરામ પરા નાં ખેડૂત હરેશ મેસૂરિયા મોહિત મહેતા સહિત નાં ખેડૂતો એ માલઢોર ને ચરાવવા માટે ખેતરો માં છોડી દીધા ત્‍યારે હાલ અમરેલી જીલ્લા માં વરસાદ ઓછો પડતા તમામ જગ્‍યા ઓ પર ધીમે ધીમે આ પરિસ્‍થિતિ નિર્માણ પામી રહી છે અને ખેડૂતો ને હવે રડવાનો વારો આવી રભે છેજેથી અમરેલી જીલ્લા નો જગ તાત હવે સરકાર શ્રી પાસે ગુહાર લગાવી છે


અમરેલી ધુળીયુ શહેરતો વર્ષોથી છે : ડો.ગજેરા

અમરેલી,
તાજેતરમાં થોડા દિવસો પહેલા પેપરમાં ભા.જ.પા. અને કોગ્રેસ બંનેનાનેતાઓનાં નિવેદનો આવ્‍યા કે અમરેલી ધુળીયુ શહેર મીટાવવા માટે આંદોલન કરવામાં આવશે.અમરેલી ધુળીયુ શહેર તો વરસોથી છ.ે અને તેમાં આ વખતે ભુગર્ભ ગટરનાં કારણે વધારો થયો છે. અત્‍યાર સુધી બંને પક્ષોએ આ માટે શું કર્યુ? લોકલ લેવલ તો કોગ્રેસ અને ભા.જ.પા. બંને એક જ છે. અને તેનાં આગેવવાનો સાથ જ બેસવાવાળા છે. નગરપાલિકાનુ બોર્ડ પણ વરસોથી વારાફરતી બંનેના હાથમાં રહે છ.ે છતા પણ હજુ સુધી અમરેલીના રોડ રસ્‍તામા કોઈ જ સુધારો થયો નથી. આખા શહેરમાં ગંદકી પણ કાયમ માટે એટલી રહે છે.બહારગામથી કોઈ અમરેલીની મુલાકાત લે અને બજારમાં આટો મારવા નીકળે તો આ શહેર તેને ધણીધોર વિનાનુ જ લાગે.


ચિતલના આધેડને જુનાગઢમાં ગોંધી રાખી પ લાખની લુંટ ચલાવી

જુનાગઢ, (વન જોશી દવારા) જુનાગઢ તા.ર0 ચિતલના મહેશ જોશીને પોલીસની ખોટી ઓળખ આપી જુનાગઢમાં ગોંધી રાખી પ લાખની લુંટ ચલાવી ત્રણ મહીલા સહીત પ શખ્‍સોએ રૂ. પ લાખ પડાવી લીધા હોવાની પોલીસ ફરિયાદ થતા ચકચાર વ્‍યાપી ગઈ છે. આ અંગેની વિગતો એવી છે કે અમરેલી જિલ્‍લાનાં ચિતલમાં રહેત બ્રાહમણ મનીશભાઈ ઉમિયાશંકર જોશી ઉ.વ. 40ને ગત તા 6/8 ના રોજ મનસુખ માંગરોળીયા મારફતે તેના મિત્રોએ ફોન કરી જુનાગઢ બોલાવેલ. આ બાદમાં રાહુલ આહીર અને અરવિંદ ગજેરા નામનાં શખ્‍સોએ પોતે પોલીસકર્મી . તેવી ખોટી ઓળખ આપી જુનાગઢમાં ખામધ્રોળ રો વિસ્‍તારના મકાનમાં મહેશ જોશી વગેરેને ગોંધી રાખ્‍યા હતા. દરમીયાન બળજબરીથી વિપ્ર યુવાન પાસેથી રૂ. પ લાખ પડાવી લઈ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આવા મતલબની પોલીસ ફરિયાદ ગઈકાલે મહેશ જોશીએ રેખા, હિના સોલંકી રાહુલ આહીર, અરવિંદ ગજેરા અને એક અજાણી સ્‍ત્રી સામે નોંધાવતા તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી. વિશેષ તપાસ એએસઆઈ પી.જે. વાળા ચલાવે છે.


error: Content is protected !!