Main Menu

Tuesday, October 23rd, 2018

 

લાઠીમાં એસટી દ્વારા રાત્રી ચેકીંગ : 32 ઝપટે ચડયા

દામનગર,ાઠીમાં 2011 પહેલા એસટી સ્‍ટેન્‍ડની સુવિધા ન હતી ત્‍યારે તમામ વિભાગ અને રૂટોનું સંચાલન લાઠી ગામમાંથી થતુ હતુ. 2011માં નવા કંટ્રોલ પોઇન્‍ટની મંજુરી મળતા શહેરના મઘ્‍યમાંથી એકાદ કીલોમીટર દુર હોવાથી તે સમયે ચેમ્‍બર ઓફ કોમર્સ વેપારી મંડળ અુને લાઠી શહેરના આગેવાનોની બેઠક યોજી એસટી અમરેલીના પત્રથી ચેમ્‍બરની જાણકારી લાઠી ખાતે સાંજના 7:00 થી સવારના 7:00 સુધી તમામ બસો ગામમાંથી ચલાવવા હુકમ ભયેલ અને જાહેર જનતાની જાણ માટે ચાર રસ્‍તા પર પોન્‍સર કરવામાં આવેલ. પરિવહનનો પરિપત્ર હોવા છતા ક્નૃમજેમ્‍બરો દ્વારા પાલન થતુ ન હોવાથી સેવાસેતુ કાર્યક્નમમાં રજનીકાંત રાજયગુરૂએ રજુઆત કરેલી. તેથી એસટી દ્વારા તમામડેપોના અધિકારીને લાઠી ગામમાંથી બસ ચલાવવા આદેશ કરેલ. આમ છતા અનેક ક્નુમેમ્‍બરો પોતાની મનમાની કરી રાત્રીના સમયે મુસાફરો સાથે તોછડાઇ ભર્યુ વર્તન કરી ગામથી દુર ચોકડી ઉપર ઉતારી જતા રહેતા હોવાની ફરિયાદ ઉઠયા ચેમ્‍બર ઓફ સોમર્સે અધિકારીઓને ધારાસભ્‍ય વિરજીભાઇ ઠુંમરને રજુઆત કરતા શ્રીઠુંમરે કલેકટરને આ પ્રશ્‍ન સંકલનમાં લેવા રજુઆત કરી હતી. દરમિયાન રાત્રી ચેકીંગ ઝુંબેશ એસટી દ્વારા શરૂ કરાતા 16 રૂટના કુલ 32 કર્મચારી જપટમાં આવી જતા ફફડાટ વ્‍યાપી ગયો છે. આવી રીતે અઠવાડીયામાં આવી ઝુંબેશ હાથ ધારવામાન આવે તેવી માંગણી છે તેમ જણાવ્‍યું છે.


પોતાના બકરાને મારનાર સિંહણને માલધારી કુહાડી આંટી ગયો… !

અમરેલી,ખાંભાના ખડાધાર ગામ પાસે મનુ ચારોલા નામના માલધારીના બકરાનો એક સિંહણે શિકાર કરતા ઉશ્‍કેરાયેલ માલધારીએ સિંહણને કુહાડીના ચાર ઘા મારી દેતા ઘાયલ સિંહણને ગંભીર હાલતમાં આંબરડી પાર્ક ખાતે ખસેડાઇ છે.પણ આ બનાવે લોકોમાં અનેક ચર્ચા જન્‍માવી છે છે કે સિંહણે પોતાની આજીવીકા જેવા બકરાને મારતા માલધારીનો ગુસ્‍સો સહજ હતો પણ તેની સામે એ પણ દલીલ વન્‍યપ્રાણી પ્રેમીઓ કરી રહયા છે કે, સિંહ મારણ ન કરે તો ખાય શુ ? ઘાસ ?આવનારા સમયમાં આવા ઘર્ષણોઅનેક થવાના છે ત્‍યારે આ બનાવ અંગે લોકો પોતાના પ્રતિભાવો અવધ ટાઇમ્‍સને વોટસઅપ નં.93284 28999 ઉપર ગુજરાતીમાં લખીને મોકલી આપે લોકોના વિચાર ને અવધ ટાઇમ્‍સ પ્‍લેટફોર્મ આપી પ્રસિઘ્‍ધ કરશે.
અમરેલીમાં મહારક્‍તદાન કેમ્‍પ-બટુક ભોજન કાર્યક્નમ યોજાશે


23-10-2018


અમરેલી જી.પં.માં સમિતિઓની વરણી પ્રશ્‍ને બઘડાટી

અમરેલી જીલ્‍લા પંચાયતની બેઠકપ મળી હતી. જેમાં ગત સામાન્‍ય સભામાં સમિતિઓની રચના વક્‍તે જે સભ્‍યોના નામ જાહેર થયેલા તેને બદલે બીજા નામો જાહેર થતા આજની બેઠકમાં હોબાળો મચી ગયો હતો.
તેથી વિરોધપક્ષના શ્રીશુકલભાઇ બલદાણીયાએ બેઠકનો વિડીયો શુટીંગ કરવા માંગણી કરી હતી. અને જણાવ્‍યું હતુ કે જીલ્‍લા પંચાયતની બેઠકમાં નક્કી કાઇક્ન થયુ હોય અને પ્રોસીડીંગ પણ કાઇક બીજી જ બને છે.
તેમ જણાવ્‍યું હતુ. જીલ્‍લા પંચાયતના સદસ્‍ય રેખાબેન મકવાણા ચાર બેઠકમાં ગેરહાજર રહેતા સસ્‍પેન્‍ડ કરવા નિર્ણય લેવાયો હતો. તેના બદલે આજે સસ્‍પેન્‍ડ ન કરવા રજુઆત થઇ હતી. કારણે એક બેઠકમાં મરણના કામે અને બે બેઠકો બે બે દિવસના અંતરે બોલાવી હતી. અને એક વખત એજન્‍ડા મળ્‍યો ન હતો. તેથી નિર્ણય લેવાયો ન હતો. આજની જીલ્‍લા પંચાયતની બેઠકમાં શામ્‍દિ ટપાટપી વચ્‍ચે વાતાવર ગરમાગરમવા જોવા મળ્‍યું હતુ.


વડિયાના અમરાપુરથી એક્‍તાયાત્રાનો પ્રારંભ

અમરાપુર થી નાજાપુર ગામે પણ એકતા યાત્રાનું સ્‍વાગત કરવામાં આવેલ હતું બાદમાં મોટી કુંકાવાવ ગામે શાળાના બાળકો દ્વારા વલ્લભભાઈએ પટેલના સ્‍ટેચ્‍યુને ફુલહાર કરી સન્‍માન કરેલ હતું આજ રીતે તોરી ખાનખીજડિયા,ઢુંઢીયા પીપળીયા અને બાટવાદેવળી બાદમાં વડીયા ખાતે પહોંચેલ હતી ન્નયા વડિયાની તમામ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા અખંડ ભારતની આગવી વેઇશ્‍વિક ઓળખ ધરાવતા સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટીનુ ઉષ્‍માભેર સ્‍વાગત કરવામાં આવેલ હતું આતકે શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા ફુલહાર તેમજ પૂજા અર્ચના કરી વડિયા ગ્રામપંચાયતના પટાંગણમાં નાની બાળાઓ દ્વારા નૃત્‍યનું આયોજન કરેલ આતકે શાસદ નારણભાઇ કાછડીયા કુંકાવાવ તાલુકા પંચાયતના ટી.ડી.ઓ.મિલન રાઉ વડિયા મામલતદાર તેમજ ભાજપના મોટી સંખ્‍યામાં પધારેલા આગેવાનો નું પણ સન્‍માન કરવામાં આવેલ જેમાં ગોપાલભાઈઅટાળા શૈલેષભાઇ ઠુમર બાવાલાલ મોવલિયા તેમજ વડિયા સરપચપતિ છગનભાઇ ઢોલરીયા માજી સરપંચ વિપુલભાઈ રાક સહિતના આગેવાનો જોડાયા હતા વડિયા થી એકતા રથ દેવળકી ગામે નાઈટ વોલ્‍ટ કરશે અને ત્‍યાં નાનીબાળાઓ દ્વારા રાત્રીના સમયે રાસગરબા લેશે.


ધારીના નબાપરામાં માળા પહેરામણી મનોરથ યોજાશે

ધારીના નબાપરામાં શ્રીગોરધનભાઇ ડાયાભાઇ નશીત વતી કનુભાઇ નશીતપરિવાર દ્વારા પુ.પા.ગો.108 શ્રીદ્રારકેશલાલજી મહારાજ ની આજ્ઞાથી ગોપીકાશ્રી ગૌવા ડાયાબાપાની માળા પેરામણી મનેરથ તા.10-11-18ના રોજ યોજાશે. જેમાં તા.9 શુક્નવારે સવારે 8:30 કલાકે ગીરીરાજ સ્‍થાપના, રાત્રે રાસ તા.10ના બાવાશ્રીના સામૈયા અને નંદમહોત્‍સવ તથા યમુનાપાન અને માળા પેરામણી તથા વચનામૃત અને મહાપ્રસાદ કાર્યક્નમ નબાપરા પટેલવાડીમાં યોજાનાર છે. જેનો લાભ લેવા કનુભાઇ ડાયાભાઇ નશીત પરિવાર દ્વારા જણાવાયું છે.


અમરેલી જિલ્‍લાનાં તલાટી મંત્રીઓ હડતાલમાં જતા 597 ગ્રામ પંચાયતોનો વહીવટ ઠપ્‍પ

અમરેલી,અમરેલી તલાટી કમ મંત્રી સંવર્ગના કર્મચારીઓના પડતર પ્રશ્નો સંદર્ભે અનેક વિરોધ પ્રદર્શન કરવા છંતા સરકાર દ્રારા હકારાત્‍મક અભીગમ દર્શાવ્‍યો નથી, રાજય તલાટી મંડળ દ્રારા આજ તા. રર/10/ર018 ને સોમવારથી અચોકકસ મુદતની હડતાલનું એલાન અપાયુ હોય,અમરેલી જીલ્લાના કુલ 38પ તલાટી જેઓ આ હડતાલમાં જોડાયા, જેથી તમામ પ97 ગ્રામ પંચાયતોનો વહીવટ થપ થઇ ગયેલ છે. આ અંગેની વિગતો મુજબ તલાટી કમ મંત્રી સંવર્ગના કર્મચારીઓની પગાર વિસંગતતા, પ્રમોશન, રેવન્‍યુ કામગીરી, ફીકસ પગારની નોકરી સળંગ ગણવી તથા જુની પેન્‍શન યોજના ફરી શરૂ કરવા સહીતની માંગણીઓ સરકારમાં વર્ષોથી પડતર છે, થોડા દિવસો પુર્વે સરકારશ્રીને આવેદનપત્ર પાઠવી કાળી પટી પહેરી વિરોધ દર્શાવેલ, પેન ડાઉન તેમજ માસ સી.એલ. જેવા કાર્યઠ્ઠમો યોજાયા હતા, તા.6 ઓકટોબરે સત્‍યાગ્રહ છાવણી ગાંઘીનગર મુકામે સમગ્ર રાજયના તલાટી મંત્રીશ્રીઓ દ્રારા એક દિવસીય ધરણા કાર્યઠ્ઠમ કરવામાં આવેલ હતો, પડતર પ્રશ્નો સંદર્ભે સરકારશ્રી દ્રારા કોઇ હકારાત્‍મક કાર્યવાહી ન થતા ગુજરાત રાજય તલાટીમહામંડળના આદેશ મુજબ આજ તા.રર ઓકોટબરના રોજ થી અચોકકસ મુદતની હડતાલનો એલાન કરવામાં આવેલ છે, જેમાં જીલ્લાની તમામ ગ્રામ પંચાયતોના વી.સી.ઇ. એ ગ્રામ પંચાયતના ઇન્‍ટરનેટ મોડેમ બંઘરાખી ટેકો જાહેર કરેલ છે, તેમજ સરપંચ એશોસીયન દ્રારા આ લડતમાં ટેકો જાહેર કરેલ છે, અમરેલી જીલ્લા તલાટી મંડળના પ્રમુખશ્રી એમ.આર.ધોરાજીયાએ જણાવ્‍યુ કે ગુજરાત રાજય તલાટી મહામંડળના આદેશની અમરેલી જીલ્લામાં પણ સો ટકા અમલવારી થશે.આજ રોજ સોમવારથી જીલ્લાના 38પ તલાટીઓ અચોકકસ મુદતની હડતાલ પર ઉતરી તમામ ગ્રામ પંચાયતોનો વહીવટ ઠપ થયેલ છે.


error: Content is protected !!