Main Menu

Wednesday, October 24th, 2018

 

24-10-2018


અમરેલીમાં આરોગ્‍ય વિભાગની કામગીરીની બેઠક યોજાઇ

અમરેલી કલેકટરશ્રી આયુષ ઓકના અઘ્‍યનક્ષસ્‍થાઓને આરોગ્‍ય વિભાગની વિવિધ કામગીરીની રિવ્‍યુ બેઠક યોજાઇ હતી. રાષ્ટ્રી ય તમાકુ નિયંત્રણ કાર્યઠ્ઠમ તળે જિલ્‍લાકક્ષાએ તમાકુ નિયંત્રણ સ્‍ટીવયરીંગ સમિતિની બેઠકમાં કલેકટરશ્રીએ સૂચના આપતા કભ્‍ું કે, શાળા-કોલેજ સહિતના શૈક્ષણિક સંકુલોના આજુબાજુના વિસ્‍તાીરોમાં પાન, માવા, બીડી જેવી ચીજવસ્‍તુણઓનું વેચાણ ન થાય તે જોવાનું રહેશે. રાષ્ટ્રી ય તમાકુ નિયંત્રણ કાર્યઠ્ઠમની કામગીરીનો રિવ્‍યુ આપતા મુખ્‍ય જિલ્લાત આરોગ્‍ય અધિકારીશ્રી ડૉ. પટેલે જણાવ્‍યું કે, જુલાઇ થી સપ્‍ટોમ્‍બવર-ર018 દરમિયાન વિવિધ વિભાગ દ્વારા ર34 કેસ અને આ કેસ પૈકી રૂ.38,360 દંડ વસૂલવવામાં આવ્‍યો- છે. કલેકટરશ્રીએ સંચારી રોગ સમિતિ અને મિશન ઇન્‍દ્ર ધનુષ કાર્યઠ્ઠમ તેમજ ચિરંજીવી-બાલસખા યોજનાની કામગીરીનો અહેવાલ મેળવ્‍યો હતો. તેમણે આરોગ્‍ય વિભાગ દ્વારાજુદાં-જુદાં તાલુકાઓમાં થતી કામગીરીનો ચિત્તાર મેળવી ઘટતું કરવા સૂચના આપી હતી. જિલ્લાઆ વિકાસ અધિકારીશ્રી યોગેશ નિરગુડેએ રસીકરણની કામગીરીનો અહેવાલ મેળવીબાકી રહેલી કામગીરી સત્‍વ્રે પૂર્ણ કરવા ભારપૂર્વક જણાવ્‍યું હતુ. કલેકટર કચેરી ખાતે યોજાયેલ આ બેઠકમાં, સિવિલ સર્જનશ્રી ડૉ. કિશોર રાઠોડ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી દવે, આરોગ્‍યના અધિકારી સર્વશ્રી શ્રી ડૉ. સિંઘ, ડૉ. જાટ, શ્રી ડૉ. સિંઘ, તાલુકા આરોગ્‍ય અધિકારીશ્રીઓ, ચીફ ઓફિસરશ્રી હુણ, શ્રી ભાવનાબેન ગૌસ્‍વામી, નગરપાલિકાના અધિકારી કર્મચારીશ્રીઓ, શ્રીનરેન્‍દ્રીભાઇ મકવાણા તથા આરોગ્‍ય વિભાગની વિવિધ યોજનાકીય કામગીરી સંભાળતા અધિકારી કર્મચારીશ્રીઓ ઉપસ્‍થિભત રભ હતા.


ઘરફોડ ચોરી લુંટના પાંચ ગુન્‍હામાં સાત આરોપીઓને ઝડપી લેતુ એસઓજી

અમરેલી,
શ્રી નિર્લિપ્ત રાય પોલીસ સાહેબ અધિક્ષકશ્રી અમરેલીનાઓએ અમરેલી જિલ્લામાં બનતાં મિલકત સબંધી ગુન્‍હાઓ ગુન્‍હાઓના ભેદ ઉકેલી તેના આરોપીઓને સત્‍વરે પકડીજેલ હવાલે કરવા અંગે સુચનાઓ આપેલ હોય જે અન્‍યવે શ્રી એલ.બી.મોણપરા નાયબ પોલીસ અધિક્ષક અમરેલી તથા શ્રી કે.જે.ચૌધરી નાયબ પોલીસ અધિક્ષક સાવરકુંડલાના માર્ગદર્શન હેઠળ અમરેલી એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્‍સ.શ્રી આર.કે.કરમટા સાહેબ તથા ટીમ એસ.ઓ.જી.એ અમરેલી શહેરમાંથી ચોરીના ગુન્‍હાના આરોપીને ઝડપી પાડેલ છે.બનાવની વિગતઃ- (1) ગઇ તા.18/1ર/ર017 ના રોજ સાવરકુંડલા ખાતે નાવલી ચોકીથી આગળ ફરીયાદિ લાલજીભાઇ દેવાયતભાઇ કાતરીયાની પાન-બીડીની દુકાને ચોરી થયેલ હતી.અને પાન-બીડી સોપારી વિગેરે વસ્‍તુઓ તથા એલ.ઇ.ડી. ટીવીની ચોરી થયેલ હતી. (ર) ગઇ તા.11-13/10/ર018 ના રોજ સાવરકુંડલામાં નાવલીચોકથી આગળ આવેલ પુનમ મોબાઇલમાં દિવાલમાં પાછળથી બોકારૂ પાડી મોબાઇલ નંગ- પ1 ની ચોરી થયેલ હતી. (3) ગઇ તા.08/09/ર018 થી તા.10/09/ર018 ના સમયગાળા દરમ્‍યાનસાવરકુંડલા ખાતે આવેલ મણીભાઇ ચોકમાં આવેલ પોસ્‍ટ ઓફીસ ના પાછળના ભાગે આવેલ બારીના સળીયા વાળી પોસ્‍ટ ઓફીસની તીજોરી તોડવાની કોશીષ કરતાં તેમાં સફળતાં ન મળતાં પોસ્‍ટ ઓફીસમાંથી કોમ્‍પ્‍યુટર મોનીટરની ચોરી થયેલ હતી.
(4) તા.ર1/0પ/ર017 ના રોજ સાવરકુંડલા ખાતે પશુદવાખાના પાસે આવેલ કિશોરભાઇ નટુભાઇ વડેરાની ઓફીસમાં પોતેસુતા હતાં તે દરમ્‍યાન લુંટના ઇરાદાથી આરોપીઓએ માર મારેલ પરંતુ ફરીયાદીશ્રીએ પ્રતિકાર કરતાં આરોપીઓન ભાગી ગયેલ હતા. પકડાયેલ આરોપીઓ (1) તરૂણભાઇ જીવાભાઇ વડોદીયા ઉ.વ. ર6 ધંધો ડોલીની મજુરી રહે જુનાગઢ ભવનાથ તળેટી જૈન મંદિરની સામે હાલ જોષીપરા શાંતેશ્‍વર રોડ (ર)પ્રકાશભાઇ જીવાભાઇ વડોદીયા ઉ.વ. ર9 ધંધો વેપાર રહે જુનાગઢ ગીરનાર તળેટી જૈન મંદિરની સામે (3) નીતીનભાઇ મનુભાઇ ચુડાસમા ઉ.વ. 38 ધંધો ડ્રાઇવીંગ રહે સા.કુંડલા જે.વી.મોદી સ્‍કૂલની બાજુમા કાશીવિશ્‍વનાથના ડેલામા (4)દિપકભાઇ સવજીભાઇ ચૌહાણ ઉ.વ. 47 ધંધો ડ્રાઇવીંગ રહે જુનાગઢ ખામધ્રોલ રોડ ખોડીયા મંદિર પાછળ હીમાવન સોસાયટી (પ) શૈલેષ ઉર્ફે પોપટ વેલજીભાઇ સાપડા ઉવ રર ધંધો ડોળીનો રહે જુનાગઢ નવા ભવનાથ (6) મહેશ ઉર્ફે લાલો અનીલભાઇ સોલંકી ઉવ ર8 જુનાગઢ જુના ભવનાથ લાલધોરી પાછળ શેરીનં.-પ (7) વિજય વિણુલભાઇ ચૌહાણ ઉવ રપ ધંધો ડોળીનો રહે જુનાગઢ લાલધોરી પાછળ નવી ભવનાથ આરોપીઓ પાસેથી મળી આવેલ મુદામાલ (1) જુદી-જુદી કંપનીઓના મોબાઇલ ફોન નંગ-પ1 કિરૂા.1,પ1,430/-(ર) કોમ્‍પયુટરનું મોનીટર-01 કિરૂા.4,000/- (3) એલ.જી. કંપનીનું એલ.સી.ડી. ટીવી કિરૂા.4પ00/- (4) ગેસનું નાનુ સીલીન્‍ડર કિરૂા.700/- (પ)સીગારેટ સોપારી ડુટીફુટી રાગ પાન મસાલા તમાકૂં વિગેરે મળી કિરૂા.790પ/- (6) ચોરી કરતી વખતે ઉપયોગમાં લીધેલ સાધનો જેમાં ઇલેકટ્રીક કટર નંગ-0ર, નાની-મોટી તણીઓ નંગ-07, નાની મોટી સીણીઓ નંગ-03,પતરા કાપવાની કાતરો નંગ-0ર,પકડ નંગ-01,સ્‍કુ ડાઇવર નંગ-0ર,હથોડી તથા ઇલેકટ્રીક કટરની બ્‍લેડો નંગ- 06,તથા સ્‍વીચ બોર્ડ સાથેનો વાયર આશરે 10 મીટર મળી કિરૂા.4ર60/- તથા (7) અતુલ શક્‍તિ રીક્ષા નંબર ઋઉં-04-ઠ-9466કિ.રૂા.1,00,000/- તથા કબુતરી કલરની ટાટા ઇન્‍ડીકા વિસ્‍ટા નં.-ઋઉં-7-અછ-1697કિરૂા.1,0પ,000/- મળી કુલ મુદામાલ કિરૂા.3,77,8ર0/- નો મુદામાલ મળી આવેલ છે. ચોરીની એમ.ઓ. આ કામનો મુખ્‍ય આરોપી તરૂણભાઇ જીવાભાઇ વડોદીયાએ સાવરકુંડલામાં રહેતાં તેના બનેવી નિતીનભાઇ મનુભાઇ ચુડાસમાની સાથે મળી રાત્રીના સમયે અલગ-અલગ માણસો જુનાગઢથી લાવી ઇન્‍ડીકાવિસ્‍ટા અથવા અતુલ શક્‍તિ રીક્ષામાં આવી દિવાલમાં બાકોરૂ પાડી તથા શટર ઉચા કરી તથા બારીના સળીયા વાળી ચોરીઓ કરી જુનાગઢ ખાતે જતાં રહેતાં હતા.
તેમજ સાવરકૂંડલા ખાતે કયાં ચોરીઓ કરવી તેની જગ્‍યા નિતીન ચુડાસમા નક્કી કરી રાખતો હતો. આ કામનો મુખ્‍ય આરોપીએ તરૂણભાઇ જીવાભાઇ વડોદીયા અગાઉ પણ મોટર સાયકલ ચોરીમાં આવી ગયેલ છે.તેમજ આ આરોપી ભવનાથખાતે પરીઠ્ઠમાં તેમજ મેળાના સમયે અથવા ભીડ હોય ત્‍યારે ભવનાથમાં લોકોના પાકીટ પર્સ તથા અન્‍ય કિમતી સામાનની ચોરીઓ કરેલાની કબુલાત આપેલ છે. આ ઉપરાંત આ આરોપીએ સાવરકુંડલા ખાતે એગ્રોની દુકાનમાં ચોરી કરવાનો પ્રયત્‍ન કરેલ પરંતુ કોઇ વસ્‍તુ કે રોકડ મળેલ નહી. ઉપરોકત સાતેય આરોપીઓની સી.આર.પી.સી.કલમ 41(1) ડી મુજબ ધરપકડ કરવામાં આવેલ છે. આગળની વધુ તપાસ થવા સારૂ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્‍ટેશન ખાતે સોપી આપવામાં આવશે. આમ અમરેલી એસ.ઓ.જી.એ ધરફોડ ચોરી તથા લૂટના વણશોધાયેલ પાંચ જેટલા ગુન્‍હાનો ભેદ ઉકેલવામાં સફળતાં મળેલ છે.


જુના સાવરમાં વિમા કંપની દ્વારા ક્નોપ કટીંગ કરાયું

thumbnail of 21-10-18

આજ રોજ સાવરકુડલાના જુના સાવર ગામે વિમા કપની ના અધિકારી દ્વારા ઠ્ઠોપકટીગં કરવામા આવ્‍યુ તેની સાથે જુના સાવર ગામના વતની અને સા.કુડલા કોગ્રેસ સમિતીના પ્રમુખ મનુભાઈ ડાવરા સરપંચશ્રી કલ્‍પેશભાઈ કાનાણી.બકુલભાઈ પાટીદાર કાન્‍તીભાઈ કાનાણી કિશોરભાઈ કાનાણી દેવરાજભાઈ કાનાણી દિનેશભાઇ કાનાણી સંજયભાઈ લહેરી અરજણભાઈ લહેરી ભીખુભાઈ કાનાણી પ્રદીપભાઈ કાનાણી તેમજ ગ્રામજનો ની હાજરીમા અધિકારીઓ એ ઠ્ઠોપકટીગં કરૂ તેમ એક યાદીમા અશ્‍વિન ધામેલીયા જણાવેશે….


પ્રતાપ દૂધાતનું અલ્‍ટીમેટમ : સરકાર આઠ દિ’માં જિલ્લાને દુષ્‍કાળગ્રસ્‍ત જાહેર કરે

અમરેલી,
કુદરતની કારમી થપાટ સામે ખેડુત અને દરેક આદમી ઝુઝુમી રહયો છે ત્‍યારે સરકારે તેનો રાજધર્મ નિભાવવો જોઇએ તેમ જણાવીને સાવરકુંડલાના ધારાસભ્‍યશ્રી શ્રી પ્રતાપ દુધાતે સરકારને અલ્‍ટીમેટમ આપતા જણાવ્‍યું છે કે, સરકાર આઠ દિવસમાં અમરેલી જિલ્લાને દુષ્‍કાળગ્રસ્‍ત જાહેર કરે કારણ કે ઓણ નબળા વર્ષને કારણે તહેવારો ટાણે લોકોના ચહેરા ઉપર રોનક નથી, લોકોની હાલત દયાજનક છે ખેડુત અને ખેત મજુરની હાલત ખરાબ છેતથા સામાન્‍ય આદમીઓ પણ મુશ્‍કેલીમાં છે આવા સમયે સરકાર આઠ દિવસમાં અમરેલીને દુષ્‍કાળગ્રસ્‍ત જાહેર કરે નહીતર લોકો માટે આકરી લડત કરવાની પણ અમારી તૈયારી છે અને આવા કપરા સમયે રાજકારણને અને અંગત બાબતોને એક બાજુ રાખીને રાજકારણને એક બાજુ રાખીને ત્‍યારે નપાણીયા લોકો મદદરૂપ ન બને તો કંઇ નહી પણ નડવાની કોશીશ ન કરે તો પણ ઘણુ છે તેમ શ્રી પ્રતાપ દુધાતે એક નિવેદનમાં જણાવ્‍યું છે.
અમરેલી જિલ્લાના મારફાડ ધારાસભ્‍ય શ્રી પ્રતાપ દુધાત આકરા પાણીએ હોય હવે જો સરકાર સમયસર નહી જાગે તો અતિવૃષ્‍ટી સમયે શ્રી પરેશ ધાનાણીએ અમરેલીના રાજકમલ ચોકમાં કરેલા મોટા આંદોલન જેવા આંદોલનના એંધાણ દેખાઇ રહયા છે.


પીપાવાવમાં કોસ્‍ટગાર્ડ ટ્રેનીંગશીપનું લોંચીંગ

રાજુલા,
પીપાવાવમાં આજે રીલાયન્‍સ કોસ્‍ટ ગાર્ડ દ્વારા ટ્રેનીંગ શીપનું જલાવતરણ કાર્યક્નમ યોજાનાર છે.પીપાવાવમાં રીલાયન્‍સ નેવલ એન્‍ડ એન્‍જીયરીંગ લીમીટેડ દ્વારા આજે કોસ્‍ટગાર્ડ ટ્રેનીંગશીપ યાર્ડ સી.જી.020નું ઇન્‍ડીયન કોસ્‍ટગાર્ડ દ્વારા શ્રીમતી ઉર્મીલાસીંઘના વરદ હસ્‍તે આજે 24 ઓક્‍ટોમ્‍બર બુધવાર બપોરે 11:50 કલાકે લોંચીંગ થનાર છે.
આ પ્રસંગ્ર ડાયરેકટર જનરલ રાજેન્‍દ્રસીંગ ઇન્‍ડીન કોસ્‍ટગાર્ડ મુખ્‍ય મહેમાનપદે ઉપસ્‍થિ રહેશે. તેમજ નેવલ અધિકારીઓ ખાસ ઉપસ્‍થિત રહેશે તેમ રાજીવ રામકિ્નષ્‍ના દ્વારા રીલાયન્‍સ વતી જણાવાયું છે.


સાવરકુડલાને પ્‍લાસ્‍ટીક મુક્‍ત બનાવવા ઝુંબેશ

સાવરકુંડલા નગરપાલિકા દ્વારા સ્‍વચ્‍છતા અભિયાન અંતર્ગત પ્‍લાસ્‍ટીક મુક્‍ત સાવરકુંડલા સીટી માટે પાલિકા દ્વારા શહેરના વિસ્‍તારોમાં સઘન ઝૂંબેશ હાથ ધરીને દંડ અને પ્‍લાસ્‍ટીક ની ચાની પ્‍યાલીઓ અને પ્‍લાસ્‍ટીકના ઝભલાઓ વાપરતા વેપારીઓ, ચાની હોટેલો પર તવાઈ હાથ ધરતા ફફડાટ ફેલાયો હતો
સાવરકુંડલા નગરપાલિકાના ચીફ ઓફિસર પાર્થ ગૌસ્‍વામી ની સૂચના મુજબ સાવરકુંડલા શહેરને પ્‍લાસ્‍ટિક મુક્‍ત બનાવવાના અભિયાન અંતર્ગત પાલિકાની ટીમ દ્વારા શહેરમાં અનેક વિસ્‍તારોમાં સઘન ચેકીંગ હાથ ધર્યું હતપાલિકાના વિસ્‍તારોમાં નબળા અને હલકી ગુણવતા પ્રતિબંધિત ઝભલાઓ સાથે ચા ની હોટેલો પર પ્રતિબંધિત ચા ની પ્‍લાસ્‍ટીક ની પ્‍યાલીઓ પર પાલિકાના અધિકારી કર્મીઓ દ્વારા તપાસ હાથ ધરી હતી તુષારભાઈ માલાણી, મંગળુભાઈ શેખવા, આનંદ સરૈયા, બલવીરભાઈ ખુમાણ, અને રાહુલ વાઘેલા ની ટીમ ટ્રેકટરસાથે પ્રતિબંધિત ચીજ વસ્‍તુઓ કબ્‍જે કરીને 1 હજાર ઉપરાંતનો દંડ અને 1પ00 પ્‍લાસ્‍ટિક ની ચા ની પ્‍યાલીઓ, એકાદ મણ જેટલા પ્રતિબંધિત ઝભલાઓ કબ્‍જે કર્યા હતા પાલિકા તંત્ર દ્વારા સ્‍વચ્‍છતા અભિયાન અંતર્ગત થયેલી કામગીરી થી પાલિકા પ્રમુખ વિપુલ ઉનાવા એ પાલિકાના કર્મીઓને આ પ્‍લાસ્‍ટિક મુક્‍ત સાવરકુંડલા સીટીબનાવાવના સ્‍વપ્‍નને સાકાર કરવા ઝુંબેશ વેગવંતી રાખવાની હોવાનું પાલિકા પ્રમુખે જણાવ્‍યું હતું ત્‍યારે પાલિકા તંત્ર ની ઝુંબેશ ની શહેરમાં સરાહના થઈ રહી છે. લાઠી :- પંચાયતના 3ર નમૂના રેવન્‍યુના 14 નમૂના નિભાવતા પંચાયત તલાટી કમ મંત્રી. રેવન્‍યુ તલાટીની સમ કક્ષ તથા સમાન પરીક્ષા પદ્ધતિથીની નિમણૂક પામેલા અને બહોળી કામગીરી કરતા હોવા છતાં પંચાયત તલાટી કમ મંત્રીઓને રેવન્‍યુ તલાટીની જેમ પ્રમોશનની તકો મળતી નથી અને રાન્નય સરકાર દ્વારા એકને ગોળને એકને ખોળની નીતિ સામે એડી ચોટીના જોરથી પંચાયત તલાટી પોતાના હકની લડાઈ લડવા સંગઠિત થઈને અચોક્ક્‌સ મુદ્યની હડતાળ પર બેઠા છે. વારંવાર સરકારને લેખિત તથા મૌખિક રજૂઆતો કરવા છતાં પડતર પ્રશ્નો તેમજ વ્‍યાજબી માંગણીઓ પ્રત્‍યે દુર્લક્ષ સેવાતા ક-મને અચોક્ક્‌સ મુદ્યતની હડતાળમાં જોડાવાની ફરજ પડી છે તલાટી મંત્રીઓની વ્‍યાજબીમાંગણીને સરકારના કાન સુધી પહોંચાડવાની તાલુકા પંચાયત પ્રમુખ જનકભાઈ તળાવીયા તથા લાઠી તાલુકા કોંગ્રેસ પ્રમુખ આંબાભાઈ કાકડીયાએ ખાત્રી આપી અને હડતાળને સંપૂર્ણ સમર્થન પણ આપ્‍યું. નીતિ વિષયક બાબતોના ઉકેલ માટે સરકારની ઉદાસીનતા અને પ્રજા પ્રત્‍યે સંવેદન હિનતા બતાવે છે. તો સરકારે નીતિ વિષયક બાબતોનો તાત્‍કાલિક નિરાકરણ લાવી પંચયાતતલાટી મંત્રીના પ્રશ્નોનો સત્‍વરે પોઝીટીવ નિકાલ લાવી પંચાયત અને રેવન્‍યુ વિભાગના સ્‍પષ્ટ અને અલગ જોબ ચાર્ટ તાત્‍કાલિક જાહેર કરવા માંગ કરતા જનકભાઈ તળાવીયા


અમરેલીમાં શ્રીપુષ્‍ટિ રાસોત્‍સવ યોજાયો

અમરેલી,અમરેલીમાં શ્રીપુષ્‍ટિ માર્ગીય દ્રારકાધીશજી હવેલી ટ્રસ્‍ટ દવારા ટ્રસ્‍ટ સંચાલીત ગૌશાળાના લાભાર્થે શ્રીપુષ્‍ટિ રાસોત્‍સવ ર018 તા રર/10 સોમવારના રાત્રીના બાલભવનના મેદાનમાં આયોજન કરવામાં આવ્‍યુ હતુ.આ પ્રસંગે પુ.પા.ગો. 108 શ્રીદ્રારકેશલાલજી મહારજની ઉપસ્‍થિતિમાં ભવ્‍ય રાસોત્‍સવ યોજાતા ટ્રેડીશનલ ડ્રેસમાં ખેલૈયાઓ જુમી ઉઠયા હતા. મુખ્‍ય મનોરથી નિલકંઠ જર્વેલર્સના સહયોગથી આયોજન કરવામાં આવેલ આ કાર્યક્રમમાં બિરેનભાલ શાસ્‍ત્રી અને સાથી કલાકારો એ સંગીતની રમઝટ બોલાવી ખેલૈયાઓને આનંદ કરાવ્‍યો હતો. આ કાર્યક્રમમાંબહોળી સંખ્‍યામાં વૈષણવ ભાઈ-બહેનો અને બાળકો ઉપસ્‍થિત રહયા હતા. અંતિમ રાઉન્‍ડના અંતે નિર્ણાયકોના નિર્ણય મુજબ 1થી 3 વિજેતા ખેલૈયાઓને પુ.પા.ગો. 108 શ્રીદ્રારકેશલાલજી મહારજના વરદ હસ્‍તે પુરસ્‍કુત કરવામાં આવ્‍યા હતા.કાર્યક્રમ પુર્ણ થયે અલ્‍પાહારની વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી.


સાવરકુંડલાના મોલડીને દુષ્‍કાળગ્રસ્‍ત જાહેર કરો

thumbnail of 20-10-18

સાવરકુંડલા તાલુકા ના મોલડી ગામ ના ખેડૂતો દ્વારા વરસાદ સારો ન પડતા પાક નિષ્‍ફળ જતા તાત્‍કાલિક દુષ્‍કાળગ્રસ્‍ત જાહેર કરવો તથા પશુ ઓને ઘાસચારો અને પીવા ના પાણી ની વ્‍યવસ્‍થા કરે તેવી માંગ સાથે મોટી સંખ્‍યામાં ગ્રામજનો અને ખેડૂતો દ્વારા મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્‍યું હતું.


ઈન્‍ડીયા ઝોનના નામથી અભિયાનનો અમરેલીથી પ્રારંભ

thumbnail of 20-10-18

અમરેલી,
છેલ્‍લા ર -3 વષમાં ભારતમાં વિવિધ ચીજવસ્‍તુઓનો ઓનલાઈન વેપાર કરતી વેબસાઈટોનો રાફડો ફાટયો છે જેનું ચલણ દિવસે ને દિવસે વધતુ જાય છે. એન્‍ડ્રોઈડ ફોન અને ખુબ જ સસ્‍તી ઈન્‍ટરનેટની સેવાને કારણે વધુને વધુ લોકો આ રીતે પોતાની જરૂરીયાતની વસ્‍તુઓ ખરીદી રહયા છે. આ મહીનાની 9મી થી 14 તારીખ દરમ્‍યાન આ બધી કંપનીઓએ 1પ000 કરોડનો વેપાર કરેલ, જે ગત વષના આ સમયગાળામાં થયેલ વેપાર કરતા 64% થી વધારે છે. એમેઝોને ગયા વષે આ સમયગાળામાં થયેલ ટનઓવરના આકડાંને માત્ર 66 કલાકમાં વટાવી દીધેલ. આ પ્રકારના વધતા જતાં ઓનલાઈન વ્‍યાપારથી કેટલીક ગંભીર સમસ્‍યાઓ ઉભી થવાની છે. 1)દેશના નાગરીકોની ખરીદ શકિતનો મોટો ભાગ આ પ્રકારના ઓનલાઈન શોપીંગમાં વપરાય જતો હોઈ, સ્‍થાનિક સ્‍તરે નાનાં વેપારીઓનો વેપાર અને નફો ખુબ ઝડપથી ઘટી રહયો છે. આ પરિસ્‍થિતિ ચાલુ રહે તો થોડા સમયમાં અનેક નાનાં વેપારીઓની રોજગારીના ગંભીર પ્રશ્‍નો ઉભા થશે. ર)ઓનલાઈન વેપાર કંપનીઓ મોટે ભાગે વિદેશી છે અથવા તો તેમાં વિદેશની કંપનીઓના મોટા રોકાણો છે. એટલે તેમનો થતો નફો આ દેશમાં રહેલાનો નથી. વસ્‍તુઓ આપણા દેશમાં ઉત્‍પન્‍ન થાય, તેને માટે આપણા મજુરો અનેકામદારો કામ કરે, ખરીદે પણ આપણા દેશના લોકો પણ તેનો નફો વિદેશ ભેગો થાય એ પ્રકારની વિચિત્ર પરિસ્‍થિતિ ઉભી થઈ રહી છે. 3) વિદેશી કંપનીઓ પાસે અઢળક મૂડી છે એટલે ઉત્‍પાદકો પાસેથી ખુબ મોટા જથ્‍થામાં વસ્‍તુઓ ખરીદે છે જે તમને ડીસ્‍કાઉન્‍ટમાં મળે છે એટલે તેની વેચાણ કિંમત પણ ઓછી રાખી શકે છે. આ ઉપરાંત હાલમાં તેઓ ઘણી વસ્‍તુઓ થોડી ખોટ ખાઈને પણ વેચે છે તેથી ધીમે ધીમે વચ્‍ચેથી નાના વેપારીઓનો વગ ખતમ થઈ જાય. આમ બીજા શબ્‍દોમાં આ બધી ર1મી સદીની ભભઈસ્‍ટ ઈન્‍ડીયા કંપનીઓભભ છે. 18મી સદીમાં જેમ ઈંગ્‍લેન્‍ડથી વ્‍યાપાર બહાને ભારતમાં આવી અને ધીમે ધીમે કૂટનીતિથી ભારતમાં એક પછી એક રાજયોમાં પોતાનું અધિપત્‍ય જમાવતી ગઈ અને આપણાં દેશને ગુલામ બનાવી દીધો. 4)આ બધી ચીજવસ્‍તુઓ મોબાઈલ અને કોમ્‍પ્‍યુટર પર ખુબ જ સહેલાઈથી જોઈ શકાતી હોવાથી, લોકો ઘણીવાર તેમને જરૂર ન હોઈ તો પણ ચીજવસ્‍તુઓથી આકષાય ખરીદ કરી લેતા હોય છે. આમ, એક રીતે એ ઉપભોકતાવાદ-કસ્‍યુમરઝમને પોષે છે. લોકો બિનજરૂરી વસ્‍તુઓમાં નાણાં વેડફતા થાય છે. તેમની બચત ઘટે છે જેની દુરગામી અસરો દેશના અથતંત્ર પર પડશે. પ)આ બધી ઓનલાઈન કંપનીઓ પર ઘણી બધી વિદેશી વસ્‍તુઓ વેચાય છે જેનું ભારતમાં પણ ઉત્‍પાદન થાય છે અને સહેલાઈથી ઉપલબ્‍ધછે. આમ ઘણી બધી વસ્‍તુઓ પર આપણું કિંમતી હુંડીયામણ વેડફાય છે. આ બધી બાબતોનો વિચાર કરીએ તો ઓનલાઈન શોપીંગનો વતમાન ક્રેઝ આવનારા દિવસોમાં રોજગારીની ગંભીર સમસ્‍યાઓ સજશે જે દેશના અથતંત્રને ખોખલુ કરી નાખશે. આ પ્રકારના વલણનો પ્રતિકાર કરવા અમરેલીથી ભભઈન્‍ડીયા ઝોનભભ નામના એક અભિયાનનો પ્રારંભ થયો છે. નો ઓનલાઈન, નો ઓફલાઈન ઓન્‍લી ઈન્‍ડીયાલાઈનના સૂત્ર સાથે શરૂ થયેલ આ અભિયાનના પ્રણેતા ડો. ભરત કાનાબારના જણાવ્‍યા મુજબ ભભ હાલ અમે સોશીયલ મીડીયા દ્વારા આ બાબતમાં લોકોમાં સાચી હકીકતો પહોચે તેવા પ્રયાસ કરી રહયા છીએ. થોડા સમયમાં જીલ્‍લાના વિવિધ તાલુકામાં સ્‍થાનિક વેપારી આગેવાનોની સાથે રહી ઓનલાઈન વેપારના આ દંભને નાથવા શું કરવું જોઈએ તેની જુદા જુદા પ્‍લેટફોમ પર ચચા વિચારણાનો પ્રારંભ કરવાના છીએ. આની સામે સ્‍થાનિક નાના વેપારીએ પણ કઈ રીતે સજજ થવુ જોઈએ તેમના ધંધાની પઘ્‍ધતિઓમાં શુ પરીવતન લાવવા જોઈએ તેની પણ ચચા વિચારણા કરાશે. જરૂર પડયે, ટેકનોલોજીના નિષ્‍ણાંતોની મદદથી સ્‍થાનિક વ્‍યાપારીઓને બળ મળે તે માટે સ્‍થાનિક સ્‍તરે કોઈ એપ્‍લીકેશજ કે વેબસાઈટ બનાવવાની શકયતાઓ પણ વિચારાશે.ભભ આ અભિયાનમાં સામેલ થવા કે આ અંગે જરૂરી યોગ્‍ય સૂચનો હોય તો તે માટે ફોન પર રૂબરૂમાં ડો.કાનાબારનો સંપક કરવા અનુરોધ કરાયો છે.


error: Content is protected !!