Main Menu

Thursday, October 25th, 2018

 

અમરેલી જિલ્લા યુવક કોંગ્રેસ મહામંત્રી સન્ની ડાબસરાનો જન્‍મદિન ઉજવાયો

અમરેલી જિલ્લા ગજઈં ના કન્‍વીનર થી પોતાની રાજકીય શરૂઆત કરી અમરેલી જિલ્લા યુવક કોંગ્રેસ ના મહામંત્રી તરીકે પોતાનું રાજકીય ભાવિ બનાવ્‍યું. અનેક અસરકારક કાર્યઠ્ઠમ અને મોવડી મંડળ સાથે ના સંબંધો ના માઘ્‍યમ થી જામનગર યુવક કોંગ્રેસ ના પ્રભારી તરીકે નિમણૂક કરવા માં આવી.અમરેલી જિલ્લા ના આ યુવા આગેવાન અમરેલી ની અનેક સેવાકીય સંસ્‍થા સામાજિક સંસ્‍થા સાથે ગાઢ રીતે જોડાયેલા છે આજ ના દિવસે તેઓના મોબાઈલ નંબર 94ર9ર રરરર6 પર જન્‍મદિવસ ની શુભકામના નો ધોધ વહી રભે છે


25-10-2018


લીલીયાના કુતાણા ગામની મુલાકાત લેતા એસપી નિર્લિપ્‍ત રાય

thumbnail of 25-10-18

લીલીયા,
લીલીયા તાલુકા ગત તારીખ 19/10/ર018ના રોજ લીલીયા પોલીસ સ્‍ટેશનના વાર્ષિક ઈન્‍સ્‍પેકશન કરવા માટે આવેલ. અમરેલીના એસ.પીે. નિલિપ્‍ત રોય દવારા લીલીયા તાલુકાના ગ્રામ્‍ય મુલાકાત કુતાણા ગામે રાખવામાં આવેલ જેમાં રોય દવારા કુતાણા ગામના સરપંચ ગૌતમભાઈ વિછીયા તથા ગ્રામજનો સાથે પોલીસની કામગીરી તેમજ કાયદો વ્‍યવસ્‍થા અંગે જાત માહિતી મેળવેલ. આ મુલાકાતમાં ડી.વાય.એસ.પી. મોણપરા તથા લીલીયા ના પી.એસ. આઈ. એ.ડી.સાંબડ પણ સાથે રહયા હતા.


લાઠી, બાબરા, દામનગર વિસ્‍તારને અછતગ્રસ્‍ત જાહેર કરો : વસ્‍તરપરા

96 લાઠી વિધાનસભા સીટ પર અમો ઉમેદવાર હતા અને અમારા વિસ્‍તારમાં અમારી કાર્યાલય પર લાઠી બાબરા દામનગર વિસ્‍તારના લોકો અમોને લેખિત તથા મૌખિક અરજીઓ આપી રભ છે કે આપ શ્રી સરકારને ખેડૂતોના પ્રતિનિધિ તરીકે રજૂઆત કરો કે લાઠી બાબરા દામનગર વિસ્‍તારને ઓછા વરસાદના કારણે અછતગ્રસ્‍ત જાહેર કરે.
લાઠી બાબરા દામનગર વિસ્‍તારના એક પણ ભરાયા નથી તથા એક વાર પણ ખેતરો બહાર પાણી નીકળ્‍યા નથી કુવા પાણી વિનાના છે લાઠી બાબરા દામનગર ની બાજુમાં ગારીયાધાર અછત ગ્રસ્‍ત વિસ્‍તાર જાહેર કર્યો છે તો તેના પાડોશી લાઠીબાબરા દામનગર ને કેમ નહિ અમારા વિસ્‍તાર ના લોકો પાણીની અછતને કારણે ઘણી સમસ્‍યાઓનો સામનો કરી રભ છે ખેતીમાં નુકશાની પશુપાલકો માટે ઘાસચારાની તકલીફ તથા ખેત મજૂરોને રોજીની સમસ્‍યા પણ થઈ રહી છે હાલ સરકાર શ્રી દ્વારા સૌની યોજનાનું કામ ચાલી રભ્‍ું છે જો આ કામ ઝડપથી પૂર્ણ થાય અને અમારા વિસ્‍તારની જલ્‍દીથી સિંચાઈનું પાણી મળે એવી વિનંતી કરીએ છીએ ખરેખર લાઠી બાબરા દામનગર વિસ્‍તારને અછત ગ્રસ્‍ત જાહેર કરવા ફરી વિનંતી કરીએ છીએ


પાકવિમા ચુકવણીમાં અમરેલી જીલ્‍લાને અન્‍યાય

અમરેલી,
કૃષિપ્રધાન મંત્રી પાકવિમા યોજનામા વર્ષો વર્ષ પાકવિમા ચુકવણીમા અમરેલી જીલ્‍લામા અન્‍યાય થાય છે ચાલુવર્ષે પણ ક્નોપ કર્ટિગ તેમજ નમુના સરકાી તંત્રદ્વરા લિધાબાદ હવે ફરિ સરકારે તાજેતરમાં નિર્ણયમા વધારાના 20 નમુના લેવાનો તા.12/10/18 ની બેઠકમાં નિર્ણય કરેલ છે. એક વખત રેન્‍ડમલી નમુના લેવાયા બાદ આટલો મોડો સરકારે નિર્ણય કરેલ તેના કારણે જે ગામો પસંદ થયા છે,ત્‍યા મગફળી પાક ઉપલમ્‍ધ જ નથિ ઓછા વરસાદના કારણે ખેડુતોએ વહેલિમોસમ સરૂકરવી પડેલ છે.એક તો મગફળી પાક 90 થી 120 દિવસ નો જ હોય છે.તે પ્રમાણે પણ તા.12/10/18 પહેલા મગફળી મોટાભાગ ના ખેડુતોએ કાઢી નાખેલ છે હવે સરકારે નિર્ણય કર્યોતેમા વિમા કંપનિ જડપથી તરફથી થયેલા સુચન અને ખેડુતોની મોૈખીક રજુઆતના કારણે આવો નિર્ણય કરવો પડયો છે તેવુ સથાનીક અધિકારીઓ જણાવેલ છે કુદરતની ન્‍યાયવિરૂઘ્‍ધ અને ખેડુતોને ખુપજ અન્‍યાય કરતા છે અને આ ઉપરથી એવુ ખલીક થાતુ લાગે છે કે પાક વિમા કંપની પોતાનું હિતજાળવી રહી છે. અને ખેડુતાના હકને નુક્‍સાન પહોચાડવાની તેમની નિતી હોય તેવુ લાગીરહયુ છે.એક તો દુષ્‍કાળ જેવુ વર્ષ છે ત્‍યારે ખેડુતોના હિતને જાળવવાના ખેડુત હિતપર તરાપ મારવી કોઇપણ સંજોગોમા વ્‍યાજબી નથી તાજેતરની મારા મતવિસ્‍તારના ગ્રામ્‍યપ્રવાસ દરમ્‍યાન ખેડુતોમા રોષની લાગણી છે તેવુ ગંભીર રીતે જાણવા મળે છે.એક તો ખેડુતોને જણસના પોષણ સંમ ભાવ મળતાનથી ડિઝલ-પેટ્રોલમા ભાવ વધી ગયા છે ખાતરના ભાવ મા અ સહય વધારો થયો છે.ખેડુતો દેવાદાર બન્‍યા છે ત્‍યારે સરકારશ્રી એ આવો નિર્ણય લીધોહોય તો પણ તે નિર્ણય પરત ખેચી અગાઉ થયેલી ક્નોપ કર્ટિગને માન્‍યરાખી ખેડુતોના હિતમાં નિર્ણયથવો જરૂરી છે.હાલ ગુજરાતમાં મોટાભાગના તાલુકામાં દુષ્‍કાળજેવી પરિસ્‍થીતીનો નિર્ણાય થયેલ છે તે તાલુકામાં તાકીદે દુષ્‍કાળ જાહેર કરી દુષ્‍કાળ મેન્‍યુલ અને અછતના મેન્‍યુલ પ્રમાણે સરકારે તાકીદે કામગીરી કરવાની જરૂરીયાત છે.પશુ પાલકોનો મહામુલો પશુધન બચાવવા માટે તાકીદે ઘાસની વ્‍યવસ્‍થા કરવામાં આવે પશુઓ માટે પાણીની અલગ વ્‍યવસ્‍થા કરવામાં આવે તેવી પણ ખેડુતોમાં અને પશુ પાલકોમાં તિવ્‍રમાંગણી પ્રસરી રહી છે. આ તમામ બાબતને યાને લઇ તે પ્રમાણે નિર્ણય થવામાટે મારી વિનંતી સહરજુઆત કરી રહયો છુ. તેમ ધારાસભ્‍ય વિરજીભાઇ ઠુંમરે જણાવ્‍યું.


તલાટીમંત્રીઓ હડતાલ ઉપર જતા ધારાસભ્‍યશ્રી દુધાતનું સમર્થન

લીલીયા,
ગુજરાત ભરના પંચાયત તલાટી કમ મંત્રીઓ પોતાના વિવિધ પ્રાણપ્રશ્નો ને લઈને તા રર/10/ર018 થીઅમરેલી જીલ્લાના તલાટી કમ મંત્રી ઓ પણ હડતાળ શરૂ કરેલ હોય તેમાં 97/સાવરકુંડલા-લીલીયા વિધાનસભા વિસ્‍તારના ધારાસભ્‍યશ્રી પ્રતાપભાઈ દુધાત એ તલાટી કમ મંત્રી ની છાવણીની મુલાકાત લેવામાં આવેલ અને આ અંગેની માહિતી મેળવી ને આ બાબતે ઉચ્‍ચ કક્ષાએ સબંધિત વિભાગના અધિકારીશ્રીઓને અને માન.મુખ્‍યમંત્રી શ્રી ને રજૂઆત કરવામાં આવેલ છે. રાજયભરના તલાટી મંત્રીશ્રીઓને પોતાની કામગીરી પ્રમાણે રેવન્‍યુ તલાટીની બરાબરીમાં સમાન હક્ક ના મળતા હોય તેવા વિવિધ પ્રશ્ને આજરોજ તા.રર/10/ર018 થી સવારનાં 11-00 કલાકેથી અચોક્કસ મુદતની હડતાળ શરૂ કરેલ છે.ત્‍યારે અમરેલી જીલ્લાના પંચાયતી તલાટી કમ મંત્રીશ્રીઓએ પણ રાજયભરની સાથોસાથ હડતાળમાં જોડાઈને હડતાળ શરૂ કરેલ છે. જેના કારણે પંચાયતને લગતા કામે આવતા અરજાદારશ્રીઓને ભયંકર મુશ્‍કેલીનો સામનો કરવો પડશે.અને રાજયની તેમજ અમરેલી જીલ્લાની વહીવટી કામગીરી પર ભયંકર અસર થશે,અમરેલીમાં આજ સવારથી તેમની હડતાળ ચાલુ હોય છતાં પણ જીલ્લાના વહીવટીતંત્ર દ્વારા કોઇપણ જાતનો ન્‍યાયિક ખાત્રી કે દિલાસો પણ આપવામાંઆવેલ નથી,તો શા માટે ? જનતાની મુશ્‍કેલીઓ ની કે વહીવટી કામગીરી ખોરંભે પડશે તમની ચિંતા નથી ? જેથી ઉપરોક્‍ત પ્રશ્ને પંચાયતી તલાટી કમ મંત્રીશ્રીઓની નીચે મુજબની અલગ-અલગ પ્રકારનીવ્‍યાજબી માંગણીઓ છે.
(1) રેવન્‍યુ તલાટી પ્રમોશન દ્વારા નાયબ મામલતદાર બને છે તેમ પંચાયત તલાટી મંત્રીને પણ પ્રમોશન મળવું જોઈએ,(ર) સમાન કામ સમાન વેતન મળવું જોઈએ,(3) બન્ને જોબચાર્ટનું ક્‍લેરીફીકેશન મળવું જોઈએ,(4) રેવન્‍યુ તલાટીની જગ્‍યા મર્જ કરવાનો જે પરિપત્ર સરકારે કરેલો છે.તેની અમલવારી કયા કારણોસર કરવામાં આવતી નથી ? જેથી આવ વિવિધ પ્રાણપ્રશ્ને તેમની માંગણીઓ વ્‍યાજબી અને હક્ક મળવાની છે. તેમણે લાંબા સમયથી રજૂઆત કરવા છતાય કોઈ ન્‍યાય મળેલ નથી.
જેથી નાં છૂટકે આપની સરકારના કસુરના કારણે તેમની પોતાની કામગીરી થી વિમુક્‍ત તહીને હડતાળ પર જવાની ફરજ પડેલ છે, જે રાજય સરકાર માટે શરમજનક બાબત ગણાય.જેથી આપની સરકારશ્રી એ તેમનો અહમ છોડીને ન્‍યાયિક અને વ્‍યાજબી માંગણીઓ ઉપરોક્‍ત કર્મચારીની સ્‍વીકારવામાં આવે તેવી તેમના વતી તેમજ આમ જનતા વતી વિનંતી સહ મારી ભલામણ છે.
અને જો આ રજૂઆત ને દિવસ-ર માં ગંભીરતાથી ઘ્‍યાને લેવામાં નહી આવે તો અમો પણ તેમને ટેકો જાહેર કરીનેતેમની સાથે હડતાળમાં જોડાશું અને તે અંગેના કઈપણ પરિણામો આવશે તેની તમામ જવાબદારી સબંધિત જવાબદાર અધિકારીશ્રીની રહેશે,અને જો ઉપરોક્‍ત પ્રશ્ને વહેલીતકે કાર્યવાહી કરવામાં નહિ આવે તો વિધાનસભામાં પણ આપ્રશ્ન મૂકવામાં આવશે, તેવી ચીમકી પણ આપવામાં આવેલ છે,


અમરેલીમાં ભારત ગૌ દર્શન તીર્થયાત્રા

અમરેલી,
વિશ્‍વની સૌથી મોટી ગૌશાળા ગૌધામ મહાતીર્થ પથમેળાના સ્‍થાપક પુજય સ્‍વામીશ્રી ગતશરણાનંદજી મહારાજના સાનિઘ્‍યમાં ભારત ગૌ દર્શન તીર્થ યાત્રા તા.20 અને 26મીએ પવણી દરવાજા સ્‍વામીનારાયણ મંદિર ખાતે યોજાશે. તેમ સમસ્‍ત અમરેલી જીલ્‍લા ગૌભક્‍ત પરિવાર દ્વારા જણાવાયું છે. સંતોને રેવા જમવાની વ્‍યવસ્‍થા પણ પાણી દરવાજા સ્‍વામીનારાયણ મંદિર દ્વારા કરવામાં આવી છે. તા.25 ગુરૂવારે સાંજે 4:30 કલાકે ગૌજયોતી શોભાયાત્રા નાગનાથ મંદિરથી પાણી દરવાજા જશે. રાત્રે 8:00 વાગ્‍યે ધર્મસભા યોજાશે અઘ્‍યક્ષપદ સ્‍વામી ભક્‍તિસંભવદાસ સંભાળશે સંચાલન ગોપાલમુની મહારાજશ્રી કરશે. રાત્રે 9:00 વાગ્‍યે સ્‍વામીશ્રી ગતશરણાનંદજી મહારાજનું પ્રવચન યોજાશે અને તા.26 શુક્નવારે સવારે 7:30 કલાકે કાનાતળાવ શિવદરબાર આશ્રમમાં યાત્રા જશે. રાત્રે 8:30 કલાકે પ્રવચન, સવારે 10:00 વાગ્‍યે ગૌસંકલ્‍પ સભા પુજય ઉષામૈયાના અઘ્‍યક્ષપદે તથા સવારે 10:30 કલાકે સ્‍વામીશ્રી ગતશરણાનંદજી મહારાજ આર્શીવચન પાઠવશે. બપોરે 12:00 વાગ્‍યે ભારતગૌદર્શન તીર્થયાત્રા જુનાગઢ જવા પ્રસ્‍થાન કરશે તેમ આયોજકો વતી જણાવાયું છે.


પીપાવાવમાં કરોડોના ખર્ચે સુવિધાસભર શીપનું લોન્‍ચીંગ

પીપાવાવ,
પીપાવાવ રિલાન્‍સ નેવલ દ્વારા આજે વરુણ નામના ન્નહાજ શિપ નું લોન્‍ચીંગ કરવા માં આવ્‍યું હતું જેમાં કોસ્‍ટગાર્ડ ના જનરલ ઓફિસર સહીત પીપાવાવ ના સીઈઓ દેવાશીશબીર,ગુપ્તા સહીત ના અધિકરી ઓ ઓફિસરો અહીં ઉપસ્‍થિત રભ હતા અને આજે પીપાવાવ ની જેટી પાસે આ જહાજ નું લોન્‍ચીંગ કરાયું હતું જેમાં મોટી સંખ્‍યા માં ઓફિસરો ઉપસ્‍થિત રભ હતા ખાસ તો આ શિપ જહાજ ની વિશેષતા એ છે અત્‍યાર સુધી માં કોસ્‍ટગાર્ડ નું પ્રથમ મોટું જહાજ પીપાવાવ માં બન્‍યું છે આ શિપ નું નામ વરુણ ટ્રેનિંગ શિપ આપવા માં આવ્‍યું છે અને દરેક ઓફિસરો ને આમ ટ્રેનિંગ સુવિધા આધુનિક આપવા માં આવી છે અલગ અલગ ક્‍લાસો પણબનાવશે ર019 માં માર્ચ મહિના માં ડીલેવરી અપાશે એક સાથે 100 ઓફિસરો ને ટ્રેનિંગ આપી શકાય તેટલી ક્ષમતા ધરાવે છે 1986 માં આવું જહાજ બન્‍યું હતું ત્‍યાર બાદ ગુજરાત માં પ્રથમ વખત આ જહાજ પીપાવાવ માં બની રભ્‍ું છે ર4ર લોકો આરામ થી બેસી શકે તેવી ક્ષમતા ધરાવે છે કોસ્‍ટગાર્ડ ની તમામ ટ્રેનિંગ સુવિધા ક્‍લાસ આ શિપ માં બનશે જેના કારણે ઓફિસરો ને ખુબ મોટો ફાયદો થશે સિક્‍યુરિટી ની બાબતે પણ ઘણી બધી વિશેષતા ઓ આ શિપ માં છે અને દરિયા માં કેવી રીતે ઓપરેટ કરવું તે ખાસપ્‍લાનિંગ થી સુવિધા ઓ આપવા માં આવી છે
દરિયાઈ સીમા પર ઘૂસણખોરી આતંકી પ્રવુતિ સામે આસાની થી લડી શકે તે પ્રકાર ની તમામ સુવિધા ઓ દુશમ્‍નો સામે હવે એક્‍સન પ્‍લાન તૈયાર થયો છે તે પ્રકાર નું તમામ સુવિધા ઓ આપવા માં આવી છે હાલ માં શિપ નું ઘણું બધું કામ પણ બાકી છે આવતા દિવસો માં પૂર્ણ થાય તેવી શક્‍યતા જોવા મળી રહી છે જોકે આજે આ મુદ્યે એક પ્રેસ કોન્‍ફ્રેસ પીપાવાવ માં કરવા માં આવી હતી ન્નયાં આ પ્રકાર ની વિગતો આપવા માં આવી હતી અને ખાસ તો કોસ્‍ટગાર્ડ ના ઓફિસરો ને લડાય કરવા માટે ની વિશેષ ટ્રેનિંગ દરિયા માં જહાજ માં અપાશે કોઈ સ્‍થિતિ ને દરિયા માં તાત્‍કાલિક કંટ્રોલ માં કેવી રીતે લાવી શકાય ગમે તેવી આતંકી પ્રવુતિ ને ડામી દેવા માટે તાત્‍કાલિક શું કરવું તેમની સાથે કેવી રીતે લડી શકાય તેને લઇ ને આખું શિપ આધુનિક પ્રથમ વખત જોવા મળ્‍યું હતું આજે પ્રથમ ધાર્મિક પૂજા અર્ચના કરવા માં આવી હતી ત્‍યાર બાદ આ કર્યઠ્ઠમ અને લોન્‍ચિં કરવા માં આવ્‍યું હતું આ શિપ ના લોન્‍ચિંગ થી સમગ્ર પીપાવાવ રાજુલા જાફરાબાદ વિસ્‍તાર માં ભારે ઉત્‍સાહ છવાયેલો જોવા મળ્‍યો હતો


error: Content is protected !!