Main Menu

Friday, October 26th, 2018

 

દિલીપ સંઘાણી સાથે આર્જેન્‍ટીના ખાતે ઈન્‍ડિયન એમ્‍બેસેડર શ્રીરંજનની યોજાયેલ મીટીંગ

અમરેલી,
આર્જન્‍ટીનાની રાજધાની બ્‍યુનસ ખાતે આઈ.સી.એ જનરલ મીટીંગમા હાજરી આપી રહેલનાફસ્‍કોબના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, ગુજરાત મહિલા ક્રડીટ કો.ઓપરેટીવ સોસાયટી લી.ના ચેરપર્સન શ્રીમતિ ગીતાબેન સંઘાણી, નાફસ્‍કોબના એમ.ડી.ભીમા સુબ્રમણ્‍યમ્‌ સાથે આર્જન્‍ટીના ખાતે ઈન્‍ડિયન એમ્‍બેસેડર શ્રી રંજન, એન.સી.ડી.સી.ના એમ.ડી. સુન્‍દીપ નાયક સાથે યોજાયેલ મીટીંગપ્રભાવક રહેલ. મીટીંગમા આર્જન્‍ટીના-ભારતની સહકારી પ્રવૃતિઓ અને વર્તમાન સ્‍થિતીઓમા અસરકારક સહકારી પ્રવૃતિઓ અંગે ચર્ચા કરવામા આવેલ એમ્‍બેસેડર શ્રી રંજન ભારતની સહકારી પ્રવૃતિના વિકાસથી પ્રભાવિત થયાનુ કાર્યાલયની યાદીમા જણાવાયેલ છે.


અલટ્રાટેક સિમેન્‍ટ માઈન્‍સ વિભાગમાં સ્‍વચ્‍છતા પખવાડીયાની ઉજવણી

રાજુલા,અલટ્રાટેક સિમેન્‍ટ લી. કોવાયા લાઈમ સ્‍ટોન માઈન્‍સમાં ભારતીય ખાન બ્‍યુરો ના આદેશ અનુસાર સ્‍વચ્‍છતા પખવાડીયાની ઉજવણી તા. 16/10/ર018ના રોજ કરવામાં આવી છે. આ કાર્યક્રમ ના હેતુ એવો છે કે અમે અમારી આજુબાજુના વાતાવરણ ને સાફ સફાઈ રાખીએ છ.ે અને વુક્ષરોપણ કરી અને વાતાવરણ ને શુઘ્‍ધ કરીએ અને કામ કરતા ભાઈઓ કામની જગ્‍યા અને આજુબાજુના ગામમાં વાતાવરણ અને પાણીનુ મહત્‍વ સમજાવે છે.કાર્યક્રમનો શુભ આરંભ વિવેકભાઈ ખોસલાસાહેબ ની ઉપસ્‍થિતીમાં માઈન્‍સના બધા કર્મચારીઓ તેમજ આજુબાજુના ગામના મુખ્‍ય મહેમાનો ની કાજરી માં શરૂ કરવામાં આવ્‍યો છે. અને જો અમે અમારી આજુબાજુના સાફ સફાઈ નહી રાખીએ તો અમે ખુદ બામાર પડી છું અને આજુબાજુના લોકલ પણ બીમાર પડે છે જેથી ખાસ ઘ્‍યાન રાખસએ કે આપણી આજુબાજુના સાફ સફાઈ રાખીએ.


અમરેલી સંસદીય વિસ્‍તારના ત્રણ રસ્‍તાઓ માટે રૂા. રપ9 લાખ મંજુર

અમરેલી,રાજય સરકારના માગ અને મકાન મંત્રાલય દ્વારા પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતગત અમરેલી સંસદીય વિસ્‍તારના જાફરાબાદ તાલુકાના પીછડી-ફાચરીયા રોડ (કી.મી. પ.00)ના રીસરફેસીંગ અને મજબુતીકરણના કામ માટે રૂા. 100 લાખ, મહુવા તાલુકાના કોજળી-મફત પ્‍લોટ રોડ (કી.મી. 0.70)ના રીસરફેસીંગ તથા મજબુતીકરણના કામ માટે રૂા. 9 લાખ અને ખાસ મરામત યોજના અંતગત મહુવા તાલુકાના મહુવા-વાઘનગર-દાઠા રોડ (કી.મી. 7.00)ના 37.પ0 મીમી બીયુએસજી, પ0 મીમી બીએમ અને રપ મીમી એસડીસીના કામ સબબ રૂ. 1પ0 લાખ એમ કુલ ત્રણ રસ્‍તાના કામો માટે રૂા. રપ9 લાખ રૂપિયાજેવી માતબર રકમ મંજુર કરવામાં આવતા અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ અમરેલી સંસદીય વિસ્‍તારની જનતા વતી માન. મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્‍યમંત્રી-વ-માર્ગ અને મકાન મંત્રી શ્રી નીતિનભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર માનેલ છે.


અમરેલી શહેરના મુખ્‍ય માર્ગો ડામરથી મઢવાના કામનો પ્રારંભ થતા શહેરીજનોમાં રાહતનો શ્‍વાસ

અમરેલી,
અમરેલી શહેરમાં ઘણાં સમયથી શહેરના મુખ્‍ય તમામ માર્ગો અતિબિસ્‍માર હાલતમાં હતા જેના લીધે લોકોને અવર-જવર કરવામાં ખુબ જ મુશ્‍કેલીઓનો સામનો કરવો પડતો હતો, આ પ્રશ્‍નને લઈ અમરેલીના લોકપ્રિય ધારાસભ્‍યશ્રી શ્રી ધાનાણી દ્રારાઉચ્‍ચ કક્ષાએ રજુઆત કરી આ માર્ગો વહેલીતકે બનાવવા માંગ કરી હતી, જેનું કામ શરૂ થતાં શહેરજનોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે.


બગસરા માર્કેટયાર્ડની ચુંટણી માટે દાવેદારી નોંધાવી

બગસરા,
બગસરા માર્કેટ યાર્ડ ખાતે વર્તમાન ચેરમેન કાંતીભાઇ સતાસીયાએ તેમની પેનલ સહીત દાવેદારી નોંધાવી હતી કાંતીભાઇ સતાસીયા વલ્‍લભભાઇગોધાણીગોરધનભાઇ કાનાણી દેવરાજભાઇ રાક જયારે કુંકાવાવ વડિયા તાલુકા માંથી બાવાલાલ મોવલીયા પરશોતમભાઇકુનડીયા રમેશભાઇ સાંકરીયા, બાબુભાઇકસવાળા બગસરા વેપારીમાંથી વિકાસભાઇ, સંજયભાઇ રફાડીયા, હાર્દિક માદડીયા, જયંતિભાઇ ખાંદલ સહિતે ઉમેદવારી કરી હતી. તે વેળાએ એ.વી. રીબડીયા રાજુભાઇ ગીડા, શ્રી મહીડા, મુકેશભાઇ ગોંડલીયા, રમેશભાઇ સતાસીયા, શ્રી કોટડીયા, દીનેશભાઇવસાણી, નિતીશભાઇ ડોડીયા, રમેશભાઇ હીરપરા, ધીરૂભાઇ માયાણી વિગેરે હાજર રહ્યા હતા તેમ રમેશભાઇ હિરપરા બગસરા વિધાનસભા આઇ.ટી. સેલની યાદીેમાં જણાવાયુ છે.


ખેડુતો માટે 25 ટકા સબસીડીવાળી ગોડાઉન યોજના શરૂ કરો : શ્રીઉંધાડ

અમરેલી,
ખેડુતો પોતાની ખેત-જણસોનો સંગ્રહ કરી સારા ભાવ મેળવી શકે તે માટે ખેડુતોને ગોડાઉન બનાવવા માટે કેન્‍દ્વસરકારની 25 ટકા સબસીડી વાળી યોજના શરૂ કરવા માટે બાવકુભાઇ ઉંધડે પત્ર પાઠવીને કેન્‍દ્વ સરકાર પાસે માંગણી કરી છે


ભરતીય તટરક્ષક દળના અધિકારીઓ પીપાવાવમાં

શ્રી રાજેન્‍દ્ર સિંઘ ડી જી ભારતીય તટ રક્ષક, શ્રી રાકેશ પાલ આઇ જી નૉર્થ વેસ્‍ટ ભારતીય તટ રક્ષક સાથે ઓમ સાંઈ નૅવિગેશન્‍સ પ્રા. લી. – વિક્‍ટર પોર્ટના મેનેજિંગ ડિરેક્‍ટર શ્રી અશ્‍વિન બેંકર તથા ડિરેક્‍ટર શ્રી ધ્રુવ બેંકરની પુષ્‍પ ગુચ્‍છ અર્પણ કરી શુભેચ્‍છા મુલાકાત. વિક્‍ટર પોર્ટ તથા ત્‍યાંથી શરૂ થઈ રહેલી રો-રો ફેરી સંદર્ભમાં શ્રી અશ્‍વિન બેંકરે ભારતીયતટ રક્ષકના ડિરેક્‍ટર જનરલ શ્રી રાજેન્‍દ્ર સિંઘને માહિતગાર કર્યા. શ્રી રાજેન્‍દ્ર સિંઘ(ડી જી)એ વિક્‍ટર પોર્ટ તથા ત્‍યાંથી શરૂ થઈ રહેલી રો-રો ફેરીને ઉત્‍સાહભેર ભારતીય તટ રક્ષકનો સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી હતી. આ પ્રસંગે વિક્‍ટર પોર્ટના મેનેજર શ્રી જૈમીન સથવારા તથા સુપરવાઈઝર શ્રી વિનુભાઈ બાબરિયા પણ ઉપસ્‍થિત રભ હતાં.


સાવરકુંડલાના આંબરડી ગામે બીમાર હાલતમાં સિંહ જોવા મળ્‍યો : સીડીવી વાયરસ હોવાનુ અનુમાન

સાવરકુંડલા,પ્રાપ્ત વિગતો મુજબ સાવરકુંડલાના આંબરડીની ધાતરવડી નદીના કાંઠે આવેલ ગીચ ઝાડી જાંખરામા અંદાજે એક- બે દિવસથી એક સિંહ બિમાર હાલતમાં પડી રહેલ હોવાનુ નજીકમા વાડી ધરાવતા ખેડુતની નજરે પડ્‍યો હતો.બાદમા ગામના સરપંચ અને ઉપસરપંચને જાણ કરાતા ઉપસરપંચ બાવચંદભાઈ ચોડવડીયાએ વનવિભાગને જાણ કરાતા વનકમીૅકટારાભાઈ, રહીમભાઈ સહિત લોકેશન પર પહોંચી સિંહની હાલત જોતા સિંહના મો માંથી લાળો પડતી હોય અને પુરી રીતે અશક્‍ત અને બીમાર હાલતમાં હોવાનું જણાતા પ્રાથમિક તબક્કે નર સિંહને કેનાઇન ડિસ્‍ટેમ્‍પર વાયરસ ( સીડીવી ) હોવાનુ જણાઈ આવતા વનતંત્રના ઉચ્‍ચ અધિકારીને જાણ કરતા અધિકારી સાથે ડોક્‍ટર,રેસ્‍ક્‍યુ ટીમ સહિત ઘટનાસ્‍થળે પહોંચી સિંહનુ નિરીક્ષણ બાદ ટ્‍વિન્‍કીલાઈઝર કરી પ કલાકની જહેમત બાદ નર સિંહનુ રેસ્‍ક્‍યુ કરી જુનાગઢ એનિમલ કેર સેન્‍ટર ખાતે ખસેડવામા આવેલ. એ ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા ગીર પૂવૅના દલખાણીયા રેન્‍જમા ટપોટપ મોતને ભેટેલા ર3 સિંહોને ઈઉટ વાયરસના લીધે મોત થયાનુ સામે આવેલ.ત્‍યારે આજરોજસા.કુંડલાના આંબરડી ગામની ધાતરવડી નદી કાંઠે અશક્‍ત અને બિમાર હાલતે મળી આવેલ ચાર થી પાંચ વષૅના નર સિંહને પણ આ ખતરનાક જીવલેણ વાયરસની અસર હોવાનુ વનવિભાગે જણાવેલ.


અપહરણ અને હત્‍યાના આરોપીઓ પકડી પાડતી ધારી પોલીસ

thumbnail of 24-10-18

અમરેલી, અમરેલી પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાયએ અમરેલી જીલ્લાના ગંભીર ગુન્‍હાઓમાં તટસ્‍થ અને ઉંડાણપુર્વક તપાસ કરી નાસતા ફરતાં આરોપીઓ પકડી પાડી તેમના વિરૂઘ્‍ધ કડક કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અન્‍વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી.કે.જે.ચૌધરી , સાવરકુંડલા વિભાગ તથા સર્કલ પો.ઇન્‍સ.શ્રી.પી.પી.ચૌધરી, ધારીનાઓના માર્ગદર્શન હેઠળ ધારી પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં.61/ર018, ઇ.પી.કો. કલમ 30ર, ર01, 1ર0(બી) વિ.
મુજબના ગુન્‍હાના કામે એફ.આઇ.આર.માં જણાવેલ તે સિવાયના અને કાવતરૂં ઘડી ગુન્‍હાને અંજામ આપી ગુન્‍હો જાહેર થયો ત્‍યારથી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા નાસતા ફરતા આરોપીઓ (1) ભાવેશભાઇ વાલાભાઇ ભુકણ (ર) ભયલુભાઇ હાલુભાઇ ભુકણ (3) જયરાજભાઇ ઉર્ફે ભોળાભાઇ મનુભાઇ કામળીયા (4) પ્રતાપભાઇગભરૂભાઇ ભુકણ (પ) ભરતભાઇ હાલુભાઇ ભુકણ (6) હરેશભાઇ માણાભાઇ ભુકણ (7) શક્‍તિભાઇ માણાભાઇ ભુકણ (8) મહીપતભાઇ ભાભલુભાઇ ભુકણ (9) વનરાજભાઇ ભાભલુભાઇ ભુકણ (10) વિનુભાઇ નાગભાઇ ભુકણ, તમામ રહે.ભાણવડ તા.મહુવા જી.ભાવનગર નાઓને આજરોજ તા.ર3/10/ર018ના કલાક 17/00 વાગ્‍યે પકડી પાડી તમામ આરોપીઓની ગુન્‍હા અંગે સઘન પુછપરછ કરી વધુ પુરાવાઓ મેળવવા તજવીજ હાથ ધરેલ છે. આમ, પોલીસ અધિક્ષકશ્રી. અમરેલી નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ અપહરણ અને હત્‍યા જેવા ગંભીર ગુન્‍હામાં ગુન્‍હો આચરી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવામાં ધારી પો.સ.ઇ.શ્રી.કે.ડી.ગોહિલ અને પો.સ.ઇ.શ્રી.જી.જે.મોરી તથા ધારી પો.સ્‍ટે.ના પોલીસ સ્‍ટાફે સફળતા મેળવેલ છે.


શ્રીમોદી હસ્‍તે હરિ કૃષ્‍ણ એક્‍સપોર્ટના 600 કર્મચારીઓને કાર વિતરણ કરી

લીલીયા અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા ના વતની અને સુરત હરિ કૃષ્‍ણ એક્‍સપોર્ટ ના માલિક સવજીભાઇ ધોળકિયા હંમેશા પોતાના કર્મચારીઓ માટે દરિયાદિલી બતાવી કાર મકાન દાગીના સહિતની મોંઘી ભેટો આપી ચર્ચામાં રહે છે તેવા સમયે હાલ હીરાઉદ્યોગમાં મંદીનો માહોલ ચાલી રભે છે તેવા સમયે હરિ કૃષ્‍ણ એક્‍સપોર્ટ ના છસો કર્મચારીઓને કંપનીના માલિક સવજીભાઇ ધોળકિયા મોંઘી કાર ભેટમાં આપી છે તેવા સમયે આજે સવારના દિલ્‍હી ખાતેથી વડાપ્રધાન શ્રી નરેન્‍દ્ર મોદીએ હરિ કૃષ્‍ણ એક્‍સપોર્ટ ના દિવ્‍યાંગ મહિલા કાજલબેન પટેલ અન્‍ય એક મહિલા કર્મચારી અને અન્‍ય બે કર્મચારીઓને કાર ની ચાવી ભેટમાં આપી શુભેચ્‍છા પાઠવી હતી આ તકે હરિ કૃષ્‍ણ એક્‍સપોર્ટ ના ઘનશ્‍યામભાઈ ધોળકિયા અને તેમના ધર્મ પત્‍ની વડાપ્રધાન શ્રી નરેન્‍દ્ર મોદીને તુલસીનો છોડ અને સાલ બાદવડાપ્રધાન શ્રી નરેન્‍દ્ર મોદીએ દિલ્‍હી થી વીડિયો કોન્‍ફરન્‍સના માઘ્‍યમથી સુરતના હરિ કૃષ્‍ણ એક્‍સપોર્ટ ના માલિક સવજીભાઇધોળકિયા સહિત ઉપસ્‍થિત આમંત્રિત મહેમાનો અને કંપનીના કર્મચારીઓને શુભેચ્‍છા સંદેશ પાઠવી 600 કર્મચારીઓને કારની ચાવી અર્પણ કરી હતી અને હરિ કૃષ્‍ણ એક્‍સપોર્ટ કંપનીના સવજીભાઈ ધોળકીયા અને તેની કંપની ઉતરોતર પ્રગતિ કરે તેવી શુભકામના વ્‍યક્‍ત કરી હતી આ તકે કંપનીના માલિક સવજીભાઈ ધોળકીયાએ જણાવ્‍યું કે હમેશા કંપનીના કર્મચારીઓની સ્‍કીલ ઘ્‍યાન પર રાખી તેમને ભેટ આપવામાં આવે છે કર્મચારી નિષ્ઠા અને ખંતથી ફરજ બજાવે તો ઈશ્‍વર ચોક્કસ તેમને ફળ આપે છે તેમ કહી તમામ કર્મચારી પોતાની સ્‍કીલ પર આગળ આવે તેવી શુભકામના પાઠવી હતી આ તકે દાદા ધોળકિયા ગોવિંદકાકા લવજીભાઈ બાદશાહ આફ્રિકાના જીગ્નેશ દાદા રાધે રાધે નાનુભાઈ વાનાણી કાનજીભાઈ ભાલાળા હિંમતભાઈ ધોળકિયા સહિત મહાનુભાવો ઉપસ્‍થિત રભ હતા સમગ્ર કાર્યઠ્ઠમનું સંચાલન નરેશભાઈ માયાની એ કર્યું હતું


error: Content is protected !!