Main Menu

Saturday, October 27th, 2018

 

ચલાલામાં બોર્ડના વિદ્યાર્થીઓ માટે સેમીનાર યોજાયો

ચલાલા, યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્‍ટ સંચાલીત ગાયત્રી સંસ્‍કાર વિદ્યાલય ખાતે ધો.10-12ના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા કારકીર્દી શેમીનાર યોજાયો હતો. જેમાં શ્રીનાજીર, શ્રીપ્રવિણભાઇ, શ્રીબાબુભાઇ, શ્રીરવિભાઇએ વિદ્યાર્થીઓને આધુનીક પરિક્ષ પઘ્‍ધતી વધતી જતી સ્‍પર્ધા અને આજના સમયમાં શિક્ષણનું મહત્‍વ સફળ વ્‍યક્‍તિઓનો જીવન સંઘર્ષ માતા પિતાની અપેક્ષા વગેરે મુદ્દાઓનું પ્રોજેકટર દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતુ. આવનારી પરિક્ષામાં વિદ્યાર્થીઓ સારૂ પરિણામ લાવીમાતા પિતા અને શાળાના નામ રોશન કરે તેવુ આશ્‍વાસન શાપ્‍યું હતુ. આ કાર્યક્નમમાં મહેશભાઇ તથા ચીતલબેન અને સ્‍ટાફે જહેમત ઉઠાવી કાર્યક્નમ સફળ બનાવ્‍યો હતો.


અમરેલી શહેરમાં પોલીસ દ્વારા ટ્રાફિક ઝુંબેશ

thumbnail of 26-10-18

અમરેલી,
અમરેલીમાં એસપીશ્રી નિર્લીપ્‍ત રાયની સુચનાથી જીલ્‍લા ટ્રાફિક શાખાએ આજે શહેરના જાહેર માર્ગોમાં ટ્રાફિક ઝુંબેશ ચલાવી હતી. અને ટ્રફિક નિયમન મો કામગીરીના ભાગરૂપે પત્રીકાઓનું વિતરણ કર્યુ હતુ. તેમજ ડ્રાઇવીંગ લાયસન્‍સ ન હોય વાહનોનો રજીસ્‍ટ્રેશનના કાગળો ડાર્કફીલ્‍મ લગાવી હોય તેવા વાહન ચાલકોને ગુલાબના ફુલ વિતરણ કરી ટ્રાફિક ઝુંબેશ સાથે નવતર રાહ ચિંઘ્‍યો હતો. તમારી સુરક્ષા પરિવારની રક્ષા સુત્રને સાર્થક કરવા યોજાયેલી ઝુંબેશને લોકોએ બીરદાવી હતી.


અમરેલી જીલ્‍લાને તાત્‍કાલીક દુષ્‍કાળગ્રસ્‍ત જાહેર કરો : શ્રીજે.વી.કાકડીયા

thumbnail of 26-10-18

ધારાસભ્‍યશ્રી જે. વી. કાકડીયા એ મુખ્‍યમંત્રીશ્રીને તેમજ મામલતદારશ્રી ધારી, બગસરા, ખાંભા તાલુકાને આવેદન પત્ર પાઠવી અમરેલી જિલ્‍લાના ગ્રામ જનોને પડતી મુશ્‍કેલીઓ અને ગ્રામ જનો ના નીચે મુજબના પ્રશ્‍નોનું તાત્‍કાલીક નિરાકરણ લાવવા રજુઆત કરેલ છે. જેમાં અમરેલી જિલ્‍લાને તાત્‍કાલીક ના ધોરણે દુષ્‍કાળ અસરગ્રસ્‍ત જાહેર કરવા અને જિલ્‍લાના ખેડૂતોને 100% વિમો મંજુર કરી અને અમરેલી જિલ્‍લામાં પીવાનાપાણીની તાત્‍કાલિક વ્‍યવસ્‍થા કરવા તથા અમરેલી જિલ્‍લાના ખેડૂતો પુરી મુશ્‍કેલી માં છે ત્‍યારે ખેડૂતનું તમામ દેવુ માફ કરવા અમરેલી જિલ્‍લાના ખેડૂતોની જમીનની માંપણી સેટેલાઈટ થી કરેલ છે જે રદ કરો અને મુળ સ્‍થિતીએ મુકો ધારી તાલુકામાં ઈકોઝોન જાહેર કરેલ છે જે તાત્‍કાલીક રદ કરવા અને અમરેલી જિલ્‍લાના ગરીબ પરીવારો અને મજુરો ને રોજી રોટી મળતી નથી તેઓને તાત્‍કાલીક રાહત કામો ચાલુ કરાવી રોજીરોટી મળે તેવી વ્‍યવસ્‍થા કરવી. અમરેલી જિલ્‍લાના ખેડૂતોને પી.જી.વી.સી.એલ. ના અધિકારીઓ ખોટા ચેકીંગ કરી ને ખુબ હેરાન કરે છે અને ખેડૂતોને ખોટા બીલ આપી ને મોટી રકમ નું ઉઘરાણુ કરે છે તે બંધ થવુ જોઈએ. અમરેલી જિલ્‍લાના નાના ખેડૂતો, મજુરો અને માલધારીઓના માલઢોર માટે ઘાસચારાની તાત્‍કાલીક વિતરણ વ્‍યવસ્‍થા કરવી જોઈએ. અમરેલી જિલ્‍લામાં ખેડૂતોના ખેતીના પાકને રક્ષણ માટે રોજ, ભુંડ, હરણ દ્વારા થતુ નુકશાન અટકાવવા તાત્‍કાલીક સરકારી પગલા લેવા અને ખોડીયાર ડેમ નું પાણી રીઝર્વ રાખી અમરેલી તાલુકો અને સીટી તેમજ ધારી, બગસરા, ખાંભા તાલુકાને મળે તે માટે વ્‍યવસ્‍થા કરવી. ધારી તાલુકાને નર્મદા નું પાણી મળે તેવી વ્‍યવસ્‍થા ગોઠવવી અને ખોડીયાર ડેમ માંથી પાણી બીજા જિલ્‍લાને આપો છો તે બંધ કરાવવુ તેમ ધારાસભ્‍યશ્રીજેવી.કાકડીયાએ માંગણી કરી જણાવ્‍યું છે.


લીલીયા તાલુકાના સરપંચોની મીટિંગ બોલાવતા ધારાસભ્‍યશ્રી પ્રતાપભાઈ દુધાત

લીલીયા તાલુકાની મીટિંગ તાલુકા પંચાયત લીલીયા ખાતે ધારાસભ્‍યશ્રી પ્રતાપભાઈ દુધાત દ્વારા બોલવામાં આવી હતી અને આ મીટિંગમાં ગામડાના હાલના પ્રશ્ન સાંભળ્‍યાં હતા ખાસ સરપંચોની માંગ હતી કે હાલમાં થઈ રહેલા વિકાસના કામોમાં જે રેતીની જરૂરિયાત પડે છે તે માટે વિકાસનાકામ માટે રેતી ની પરમીશન માટે સરપંચો દ્વારા રજુઆત ધારાસભ્‍યશ્રી ને કરવામાં આવી અને લીલીયા તાલુકાના હાલમાં ગામડામાં પીવાના પાણી,લીલીયા તાલુકાને અસરગ્રસ્‍ત જાહેર કરવા વગેરે મુદ્યા ની રજુઆત ધારાસભ્‍યશ્રી પ્રતાપભાઈ દુધાતને કરેલ હતી અને ધારાસભ્‍યશ્રી પ્રતાપભાઈ દુધાતે તમામ પ્રશ્ને નિરાકરણ કરવાની ખાતરી આપી હતી આ મીટિંગમાં ધારાસભ્‍યશ્રી પ્રતાપભાઈ દુધાત, તાલુકા વિકાસ અધિકારી,લીલીયા કૉંગ્રેસ પ્રમુખ ખોડાભાઈ માળવીય, તાલુકા પંચાયત ઉપ પ્રમુખ ચોથાભાઈ કસોટીયા અને તમામ ગામના સરપંચો અને તાલુકાના આગેવાનો હાજર રભ હતા.


ભુરખીયા હનુમાનજી મંદિરના પુજારીનું નિધન થતા ઘેરો શોક

ભુરખીયા,
ભુરખીયા હનુમાન મંદિરના પુજારી રામાનંદી બાબુરામ પ્રભુરામ નિમાવત ઉ.વ. 80 તે જગદીશભાઈ નિમાવત એ.એસ.આઈ. , મુકેશભાઈ નિમાવત પી.એસ.આઈ. ભાવનગર , શરદભાઈ નિમાવત, પ્રજ્ઞાબેન પંકજકુમાર અગ્રાવત નોંઘણવદર હાલ સુરત, મનિષાબેન કમલેશ કુમાર અગ્રાવત લીલીયા મોટાના પિતાશ્રી હિમંતભાઈ દલપતરામ નિમાવત,જનકભાઈ મગનલાલ નિમાવત ના કાકા , સાકેતીવીસી દલપતરામ પ્રભુરામ નિમાવત, સાકેતવાસી મગનલાલ પ્રભુરામ નિમાવતના , મુકતાબેન મંગળદાસ અગ્રાવત શેખપીપરીયા ના નાના ભાઈ તેમજ સન્‍નિ, પ્રણવ, યુગ,પાયલ,મયુર ટિલાવત રાજકોટ, ઉર્વશી , નિરંજની,સ્‍વાતિબેનના દાદાનુ તા.ર4/10 બુધવારના રામચરણ પામેલ છે.


બાબરા નજીક પાનસડા ખાતે તાલુકા કક્ષાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

અમરેલી
વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્‍યઓક્‍તિલક્ષી રજૂઆતોના ઉકલેની ઝડપ વધે તે માટે તાલુકા કક્ષાએ સેવાસેતુ (ગ્રામ્‍ય) કાર્યઠ્ઠમ સેવાસેતુના ચોથા તબક્કાનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યઠ્ઠમમાં પ્રજાજનો વ્‍યાક્‍તિગત પ્રશ્નો અને સેવાઓ તેમના રહેઠાણના નજીકના સ્‍થમળે તે જ દિવસે પ્રાપ્ત્‌ થઇ શકે જેવી કે આધારકાર્ડ, રેશનકાર્ડ, જાતિ પ્રમાણપત્ર, આવકનું પ્રમાણપત્ર, કુંવરબાઇનું મામેરું સહાય યોજના, ઇન્‍દિુરા ગાંધી રાષ્ટ્રી ય વૃઘ્‍ધજ સહાય, વિધવા સહાય, દિવ્‍યાં ગ પ્રમાણપત્ર, મા વાત્‍સ્‍લ્‍ય કાર્ડ, મા અમૃત્તમ કાર્ડ, ઘરેલું નવા ચીજ જોડાણ, જનધન યોજના બેંક એકાઉન્‍ટ્‍, પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામ્‍ય) મંજૂરીપત્ર, જન્‍મે મરણ પ્રમાણપત્ર જેવી 1 થી 13 વિભાગોની પપ જેટલી સેવાઓ આ સેવાસેતુ કાર્યઠ્ઠમમાં સમાવી લેવામાં આવે છે.
આજ રોજ બાબરાના પાનસડા ખાતે સેવાસેતુ કાર્યઠ્ઠમ યોજાયો હતો. સેવાસેતુકાર્યઠ્ઠમમાં પાનસડા, ગરણી, મીયા ખીજડીયા, ઘુઘરાળા અને ગમા પીપળીયાના ગ્રામજનોએ લાભ લીધો હતો. કાર્યઠ્ઠમમાં મામલતદારશ્રી ખીમાણી, તાલુકા વિકાસ અધિકારીશ્રી સોલંકી, નાયબ મામલતદારશ્રી મકવાણા, સરપંચશ્રી ચંપાબેન ઠુંમર,ગરણીના પૂર્વ સરપંચશ્રી લાલજીભાઇ લીંબાસીયા, શ્રી ભરતભાઇ મહેતા સહિતના અગ્રણીશ્રીઓ ઉપસ્‍થિીત રભ હતા.


અમરેલી શહેર અને જિલ્‍લામાં કમૌસમી માવઠાનું હવામાન

thumbnail of 25-10-2018

અમરેલી,અમરેલી શહેર અને જિલ્‍લામાં બપોરબાદ કમૌસમી હવામાન સર્જાવવાના કારણે બગસરા શહેરમાં પવનની વાઝડી અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થતા રસ્‍તાઓ ઉપર પાણી વહેતા થયા હતા. અને અચાનક વાતાવરણમાં પલ્‍ટો આવતા શહેરમાં અફડા તફડી મચી હતી. ધારી શહેરમાં સાજે 4:30 કલાકે પથી7 મીનીટ પવનની વાઝડી સાથે હળવુ ઝાપટુ પડયું હતુ. ત્‍યારે ચલાલા શહેરમાં ધુળની ડમરીઓ અને પવન ફુકાવાથી રોડ પરથી બોર્ડ ઉડયા હતા અને વીજળીના કડાકાભડાકા સાથે વરસાદનુ હળવુ ઝાપટુ પડયુ હતુ. જયારે મોટા ભંડારીયામાં પવનની વાઝડી સાથે વરસાદના છાંટા પડયા હતા. અને વરસાદના કારણે ખેડુતોને થોડુ ઘણુ થયુ છે તેના ઉપર માવઠાના કારણે ખેતીપાક બગડવાની સંભાવનાઓ છે.


27-10-2018


error: Content is protected !!