Main Menu

Tuesday, November 13th, 2018

 

જલારામ જયંતીની રજા જાહેર કરવા બગસરા ચેંમ્‍બર સહિત સંસ્‍થાઓની માંગણી

બગસરા ,ગુજરાતભર માથી રઘુવંશી સમાજ દ્વારા આવતી આગામી જલારામ જયંતીની જાહેરરજા ની માંગણી હાલની સરકાર પાસે માંગણી કરવા માટે અનેક મેગા સિટીથી માંડીને અનેક શહેરો ના રઘુવંશી સમાજ દ્વારા કલેક્‍ટર પ્રાંત અધિકારી મામલતદાર સહિત ના અધિકારીઓ આવેદનપત્ર આપી આવતી જલારામ જયંતી ની માંગણી કરવામાં આવી આવી રહી છે ત્‍યારે બગસરા શહેરની ચેમ્‍બર ઓફ કોમર્સ તેમજ પેસેન્‍જર એસોસિયેશન દ્વારા જિલ્લા કલેકટર ને લેખિતમાં જણાવેલું કે રઘુવંશી સમાજની આ માંગણી સંતોષવામાં આવે અને આવતી આગામી જલારામ જયંતીની જાહેર રજા મંજૂર કરવામાં આવે તેવી લેખિતમાં માંગણી ચેમ્‍બર ના પ્રમુખ પ્રકાશભાઈ રાણીગા વિનુભાઈ ભરખડા નાગભાઈ ધાધલ તેમજ પેસેન્‍જર એસોસિએશન ના પ્રમુખ અરવિંદભાઇ ગોહેલ રાજુભાઇ ભઢ્ઢજી સહિતના કારોબારી સભ્‍યો એ માંગ કરેલ છે અત્રે ઉલ્લેખનીય છેકે વિશ્‍વ ભર મા આ એકજ એવી પ.પૂ.વિશ્‍વ વંદનીય સંતશ્રી જલારામ બાપાનું એકજ એવું ગોંડલ તાલુકાનું વીરપુર ગામ છે ન્નયાં એક પણ પૈસાનું દાન લીધી વગર અન્નક્ષેત્ર ચાલેછે અને આ અન્નક્ષેત્રમાં હજારોની સંખ્‍યામાં પંગત પર બેસીને અઢારે વલણ ના લોકો એકી સાથે પૂ.જલારામબાપા નો પ્રસાદલેછે. જો રઘુવશી સમાજ દ્વારા તેમજ શહેરની અનેક સંસ્‍થાઓ દ્વારા કરેલ આ માંગણી સરકારશ્રી દ્વારા સંતોષવામા નહીં આવેતો આવતી લોક સભાની ચૂંટણીમાં કદાચરઘુવંશી સમાજદ્વારા મતદાનનો બહિષ્‍કાર પણ કરવામાં આવી શકે તેમછે અને આનો ફાયદો બીજા પક્ષ ને મળી શકે તેમછે તો આ રઘુવંશી સમાજની માંગણી યોગ્‍ય હોવાથી સરકારશ્રીદ્વારા સંતોષવામા આવે તેવી માંગ રઘુવશી સમાજ દ્વારા માંગ કરવામાં આવીછે


સાવરકુંડલા ખાતે જલારામ ન્નયંતી ધામધૂમ પૂર્વક ઉજવાશે

સાવરકુંડલા,
સાવરકુંડલા ખાતે સમસ્‍ત રઘુવંશી સમાજ દ્વારા આગામી તારીખ.- 14/11 ને બુધવાર ના રોજ પ.પૂ.સંત શ્રી જલારામ બાપા ની ર19 મી જન્‍મ ન્નયંતી નિમિતે સાવરકુંડલા ના શિવાજીનગર
ખાતે આવેલ શ્રી જલારામ મદિર ખાતે પૂજન અર્ચન, મગળા આરતી, ઘ્‍વજા રોહણ, શહેર ના મુખ્‍યમાર્ગો પર વિશાળ શોભાયાત્રા, રાજભોગ, સંતભોજન, સમૂહ જ્ઞાતિ ભોજન, અન્નકોટ દર્શન, મહાઆરતી, રાત્રે ના ભજન સંઘ્‍યા, વગેરે જેવા ધાર્મિક કાર્યઠ્ઠમો ની ઉજવણી સમસ્‍ત રઘુવંશી સમાજ દ્વારા કરવામાં આવશે.


આંગડીયા લુંટના ચાર આરોપીઓ ઝડપાયા

અમરેલી,ઉના થી ટીંબી વચ્‍ચે થયેલ આંગડીયા લુંટના ચાર આરોપીઓને પકડી પાડી 10,4પ,066/- નો મુદામાલ કબ્‍જે કરી આરોપીઓને જેલ હવાલે કરતી નાગેશ્રી પોલીસ ટીમશ્રી નિર્લીપ્ત રાય પોલીસ અધિક્ષક અમરેલી નાઓએ મિલ્‍કત સબંધી ગુન્‍હાઓ શોધી કાઢવા અને તેવા આરોપીઓને જેલ હવાલે કરી મિલકત મુળઇ માલીકને પરત મળી જાય તે રીતે કામગીરી કરવા તમામને સુચનાઓ આપેલ હોય જે અન્‍વયેશ્રી કે.જે.ચૌધરી નાયબ પોલીસ અધિક્ષક સાવરકુંડલા નાઓના માર્ગદર્શન અન્‍વયે શ્રી આર.ટી.ચનુરા ઇ.ચા.સર્કલ પોલીસ ઇન્‍સ. રાજુલાનાઓની રાહબરી હેઠળ નાગેશ્રી પોલીસ સ્‍ટેશન પોલીસ સબ ઇન્‍સ.શ્રી જે.કે.મુળીયા તથા નાગેશ્રી પોલીસ ટીમએ ઉના પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં થયેલ આંગડીયા લુંટ ના આરોપીઓને લુંટમાં ગયેલ મુદામાલ સાથે ધરપકડ કરતી નાગેશ્રી પોલીસ ટીમ ઙ્ગઙ્ગ ગઇ તા.0ર/11/ર018 ના રોજ ઉના ની પી.શૈલેષ આંગડીયા પેઢીના કર્મચારી વિશ્ર્‌ણુભાઇ બબાભાઇ પટેલ રહે. ઉનાવાળાઓ પોતાની પીઢેીમાંથી રોકડા રૂા.10,47,9ર0/- તથા હીરાના પાર્સલ 10 લઇને નીકળતાં નાગેશ્રી પોલીસ સ્‍ટેશનની હદની તદન નજીકમાં નેશનલ હાઇવે ઉપર ગાંગડા તથા ટીબી વચ્‍ચે આંગઢીયા પેઢીના કર્મચારીને માર મારી આંગડીયા લુંટ થયેલ અને તે અંગેઉના પોલીસ સ્‍ટેશન ખાતે લુંટનો ગુન્‍હો રજી.થયેલ હતો.ઙ્ગઙ્ગ પકડાયેલ આરોપીઓઃ-ઙ્ગ1ફ રામજીભાઇ ભુપતભાઇ સાંખટ ઉ.વ.ર3 રહે.વડલી તા.જાફરાબાદઙ્ગરફ પ્રતાપભાઇ ભુપતભાઇ સાંખટા ઉ.વ.ર4 રહે.વડલી તા.જાફરાબાદઙ્ગસંજયગીરી ભુપતગીરી ગૌસ્‍વામી ઉ.વ.ર7 રહે.ભાવનગર પટેલ નગર મિલ્‍ટ્રી સલસાયટી પાછળ પ્‍લોટ નં. 16ઙ્ગ4ફ ગોપાલ ઉર્ફે ગોપી છગનભાઇ ભાલીયા ઉ.વ.ર3 રહે.ચિત્રાસર તા.જાફરાબાદ જી.અમરેલીઙ્ગઙ્ગ મળી આવેલ મુદામાલઃ- રોકડા રૂપીયા 1,80,066/- રફ હીરાના પકેટ નંગ-1ર3 કિરૂા.8,00,000/-( આઠ લાખ પુરા) સોનાની સર નંગ-03 કિ રૂા.6પ000/- તથા આંગડીયા પેઢીનું સાહિત્‍ય મળી કુલ મુદામાલ રૂા.10,4પ,066/- નો મળી આવેલ છે. ઙ્ગઙ્ગ આ કામનો માસ્‍ટર માઇન્‍ડ રામજી સાંખટએ સુરતમાં ઉનાની આંગડીયા લુંટનો પ્‍લાન બનાવેલ તે અન્‍વયે બનાવના દિવસે આરોપી ગોપાલ તથા સંજય તથા હર્ષદ સુરતથી આવેલ હતા.રાજ રાજેશ્રવરી હોટેલ પાસે મોઢે રૂમાલ બાંધી આંગઢીયા પેઢીના કર્મચારીના મોટર સાયકલ ઉપરથી પછાડી દઇ ધોકા તથા પાવડાના હાથાથી માર મારેલ અને આ અત્રેય આરોપીઓએ લુંટ કર્યા બાદ થેલો પ્રતાપને આપી દિધેલ અને પ્રતાપએ થેલો માસ્‍ટર માઇન્‍ડ રામજીને આપી દિધેલ હતો.ઉપરોકત ચારેય આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ અર્થે ઉના પોલીસનેસોપી આપવામાં આવેલ છે.ઉના પોલીસ ઘ્‍વારા પકડવાનો બાકી આરોપી હર્ષદ તથા અન્‍ય તપાસમાં મળી આવેલ તે આરોપીઓની ધરપકડ કરવાના ચઠ્ઠો ગતીમાન કર્યા છે. ઙ્ગઙ્ગઆમ, શ્રી નિર્લીપ્ત રાય પોલીસ અધિક્ષક સાહેબ અમરેલીનાઓની સુચના અન્‍વયે નાગેશ્રી પોલીસ સ્‍ટેશન પોલીસ સબ ઇન્‍સ.શ્રી જે.કે.મુળીયા સાહેબ તથા એમ.ટી.ચુડાસમા એ.એસ.આઇ ટીબી ઓ.પી. તથા પો.કોન્‍સ રવીરાજભાઇ ,પો.કોન્‍સ લધુભાઇ તથા પો.કોન્‍સ સુરેશભાઇ વિગેરે નાઓએ ઉના પોલીસ સ્‍ટેશનની અનડીટેકટ આંગડીયા લુંટનો ભેદ ઉકેલવામાં સફળતા મળેલ છે


અમર ડેરીના ચેરમેન શ્રી અશ્‍વીનભાઇ સાવલીયાના પિતાશ્રીનું નિધન : ઘેરો શોક

અમરેલી,
પેઢીઓથી અમરેલીના રાજકીય સામાજીક ક્ષેત્રે અગ્રેસર એવા સાવલીયા પરિવારના મોભી અને અમર ડેરીના ચેરમેન શ્રી અશ્‍વીનભાઇ સાવલીયાના પિતાશ્રી નટુભાઇ મોહનભાઇ સાવલીયાનું ટુંકી બીમારી બાદ નિધન થતા ઘેરા શોકની લાગણી ફરી વળી હતી.અને સદગતની અંતિમયાત્રામાં રાજકીય થતા વિવિધ ક્ષેત્રના આગેવાનોએ બહોળી સંખ્‍યામાં જોડાઇને સ્‍વ. નટુભાઇ સાવલીયાને શ્રઘ્‍ધસુમન અર્પણ કર્યા હતા.
તા. 10ને શનીવારના રોજ માત્ર બે જ દિવસની ટુકીં બીમારી બાદ શ્રી નટુભાઇ સાવલીયાના નિધનના સમાચાર ફેલાઇ જતા સો સગાના સગા એવા સાવલીયા પરિવારના સ્‍નેહીઓ, તથા અમર ડેરીના ચેરમેન શ્રી અશ્‍વીનભાઇના મિત્રો, શુભેચ્‍છકો અને વિવિધ ક્ષેત્રના આગેવાનોએ પ્રતાપપરા ખાતે સાવલીયા પરિવારને સાંત્‍વના પાઠવી હતી.
શ્રી નટુભાઇ સાવલીયાનાનિધનના સમાચાર મળતા જ ગુજકો માસોલના ચેરમેન શ્રી દિલીપ સંઘાણી, અમરેલીના સાંસદશ્રી નારણભાઇ કાછડીયા,ડો. ભરતભાઇ કાનાબાર, જિલ્લા ભાજપના મહામંત્રીશ્રી શ્રી કૌશિક વેકરીયા, અમર ડેરીના એમડી ડો. આર એસ પટેલ, અમરેલી જિલ્લા બેન્‍કના જનરલ મેનેજર શ્રી કોઠીયા, શ્રી રીતેશ ઉપાઘ્‍યાય, શ્રી ધીરુભાઇ વાળા, શ્રી અમીતભાઇ રાદડીયા,શ્રી માવજીભાઇ ગોલ, શ્રી ભાવેશભાઇ ચકરાણી શ્રી જયંતીભાઇ પાનસુરીયા સહિતના રાજકીય તથા સામાજીક આગેવાનો તથા પ્રતાપપરા સમસ્‍ત અને સાવલીયા પરિવારના અંતરંગ વર્તુળો અંતિમયાત્રામાં જોડાયા હતા.અને સોમવારે પ્રતાપપરા ખાતે યોજાયેલા સદગતના બેસણામાં સાવલીયા પરિવાર સાથે પારિવારીક નાતો ધરાવતા શ્રી પરસોતમભાઇ રૂપાલા, શ્રી દિલીપ સંઘાણી, શ્રી નારણભાઇ કાછડીયા, અવધ ટાઇમ્‍સના તંત્રી શ્રી ભરતભાઇ ચૌહાણ, માજી સાંસદશ્રી વિરજીભાઇ ઠુમ્‍મર, શ્રી શંભુભાઇ દેસાઇ, શ્રી મયુરભાઇ હિરપરા, શ્રી રામભાઇ સાનેપરા, શ્રી રાજુભાઇ ધાનાણી, શ્રી ઋજુલ ગોંડલીયા,શ્રી ધીરુભાઇ ગઢીયા, સહિતના તમામ રાજકીય ક્ષેત્રના આગેવાનો સામાજીક આગેવાનો અને સાવલીયા પરિવારના શુભેચ્‍છકોએ બહોળી સંખ્‍યામાં સાવલીયા પરિવારને સાંત્‍વના પાઠવી હતી.


અમરેલીના ઇશ્‍વરીયામાંશ્રી રૂપાલાની ઉપસ્‍થિતિમાં ગામ સમસ્‍ત સ્‍નેહમીલન

અમરેલી,
અમરેલીના ઇશ્‍વરીયામાં કેન્‍દ્રીય કૃષિમંત્રીશ્રી પરસોતમભાઇ રૂપાલાની ઉપસ્‍થિતિમાં દર વર્ષે યોજાતું ઇશ્‍વરીયા ગામ સમસ્‍તનું સ્‍નેહમીલન યોજાયું હતુ. દર વર્ષે ઇશ્‍વરીયામાં આવેલા બહુચરાજી દર વર્ષે યોજાતું માતાજીના મંદિરમાં સ્‍નેહમીલન યોજાય છે પરંતુ આ વખતે સ્‍નેહમીલનમાં ગામના લોકોની મોટી સંખ્‍યાને કારણે બહુચરા દર વર્ષે યોજાતું માતાજીના મંદિરની જગ્‍યા ટૂંકી પડતા સ્‍નેહમીલન ગામના ચોકમાં યોજાયું હતું
શ્રી પરસોતમભાઇ રૂપાલાના વતન એવા ઇશ્‍વરીયામાં ગામ સમસ્‍ત દ્વારા યોજાયેલા સ્‍નેહમીલન કાર્યક્નમમાં ગામના 50 યુવાનોએ વ્‍યસનમુક્‍તિનો નિર્ધાર વ્‍યક્‍ત કર્યો હતો અને સ્‍નેહમીલન દરમિયાન ગામની સ્‍કૂલ જર્જરીત થઇ ગઇ હોવાની રજુઆત થતા જ સ્‍નેહમીલનના સ્‍થળ ઉપર જ શ્રી વિનુભાઇ વલ્લભભાઇ વેકરીયાએ શાળાના રીનોવેશન માટે રૂા. 15 લાખનું દાન જાહેર કર્યુ હતું.


માણાવાવમાં નવા વર્ષે વેરના વળામણા કરાયા : જુના મનદુખને ભુલી જવાયું

thumbnail of 28-10-18

અમરેલી,
ધારી તાલુકાના માણાવાવ ગામે જુની અદાવતનો અંત લાવી અને બે જુથો વચ્‍ચે વેરના વળામણા કરાયા હતા.
આ અંગેની વિગતો એવા પ્રકારની છે કે, માણવાવ ગામે હરેશભાઇ નજુભાઇ વાળા અને જયરાજભાઇ ગોરખભાઇ વાળાના પરિવારો વચ્‍ચેસર્જાયેલી માથાકુટને કારણે વેર ચાલ્‍યુ આવતુ હતુ લાઠીઆઇના નેહડે ખોડીયાર મંદિરે ધારીના હીંગળાજ મંદિરના મહંત શ્રી બાબુગીરીબાપુની ઉપસ્‍થિતિમાં મનુભાઇ વાળા, જેતુભાઇ ધાધલ, માણાવાવના સરપંચ બાબાભાઇ, આંબરડીના જશુભાઇ વાળા, સરસીયાના સરપંચ મંગળુભાઇ, ગઢીયાના હેમભાઇ અમકુભાઇ વાળા, રામકુભાઇ વાળા, પાતળાના સરપંચ કનુભાઇ બદરુભાઇ વાળા, કાઠી ક્ષત્રીય સમાજના આગેવાનો પ્રતાપભાઇ વરૂ નાગેશ્રી, દાદભાઇ પટગીર, જોરુભાઇ ઇંગોરાળા, અમકુભાઇ બોરીચા બાળાની વાવ, બદરુભાઇ વાળા, ખોડભાઇ ધાખડા સહિતના વિવિધ આગેવાનોની ઉપસ્‍થિતિમાં જયરાજભાઇ વાળા તથા શીવરાજભાઇ જેતુભાઇ વાળા અને યુવરાજભાઇ જેતુભાઇ વાળા ના જુથનું હરેશભાઇ વાળા, નજુભાઇ વાળા, દડુભાઇ વાળા વચ્‍ચે સમાધાન કરી વેરને તિલાંજલી આપવામાં આવી હતી.


જાફરાબાદનાં વઢેરામાં કોળી સમાજનું સ્‍નેહ મીલન યોજાશે

thumbnail of 28-10-18

રાજુલા,
રાજુલા જાફરાબાદ ખાંભા સમસ્‍ત કોળી સમાજનું નુતન વર્ષ સ્‍નેહ મીલન પુર્વ સંસદીય સચીવ હિરાભાઇ સોલંકીનાં અઘ્‍યપદે તા.16/11/18ની રોજ જાફરાબાદનાં વઢેરા ગામે વરૂડી માતાજીનાં મંદિરે બપોરે 3 કલાકે યોજાશે.
3 તાલુકાનાં આ સંમેલનનું દિપ પ્રાગટયુંનું હિરાભાઇ સોલંકી કરશે.3 તાલુકાનાં આ સંમેલનમઈં ઉમટી પડવા યુવાનોએ હાકલ કરીછે.


ધારીના પાતળામાં મગફળીની ખરીદીનું શુકન સાચવતો સિંહ

thumbnail of 28-10-18

ધારી તાલુકાના ગીરના જંગલને અડીને આવેલા પાતળા ગામે ગામના સીમાડે આવેલા કાથડભાઇ વાળાના મકાનમાં ત્રણેકવર્ષની ઉમરનો નરસિંહ આવી ચડયો હતો અને મકાનમાં મગફળીના ઢગલા ઉપર આસન જમાવી બેસી જતા વનતંત્રને જાણ કરાઇ હતી વનતંત્રએ ત્‍યાથી આ સિંહને પકડી જંગલમાં છોડી મુકયો હતો.સોશ્‍યલ મિડીયામાં સિંહની આ તસવીરે તે લાભપાંચમે મગફળીની ખરીદીનું શુકન સાચવવા આવ્‍યો હોવાની કોમેન્‍ટ સાથે ધુમ મચાવી હતી.


જલાભગતને વધાવવા માટે જિલ્લાભરમાં થનગનાટ : હરખની હેલી

અમરેલી,
ક્નાંતિકારી સંત પૂ. ભોજા ભગતના સવાયા શિષ્‍ય એવા પૂ. જલારામબાપાની જન્‍મજયંતિ ઉજવવા જિલ્લાભરમાં ચાલી રહેલી તડામાર પુર્વ તૈયારીઓ વચ્‍ચે પૂજય જલાભગતને વધાવવા માટે જિલ્લાભરમાં થનગનાટ પ્રવર્તિ રહયો છે અને રઘુવંશી સમાજ સહિત દરેક સમાજમાં હરખની હેલી ચડી છે.
આવી કાલે તા. 14ના અમરેલીમાં લોહાણા ગેસ્‍ટ હાઉસેથી પૂ. જલારામબાપાની ભવ્‍ય શોભાયાત્રા નિકળશે જે પૂ. હરીરામબાપા સર્કલે પુર્ણ થશે.
સાથે સાથે અમરેલીના નાના બસસ્‍ટેન્‍ડે પૂ. હરીરામબાપા સર્કલે રોજ સવારના પ્રસાદનું વિતરણ થાય છે પણ જલારામ જયંતિએ આખો દિવસ પ્રસાદનું વિતરણ થશે.
અમરેલીમાં જલારામ ધુન મંડળ, ઠકકર યુવા સંગઠન, હરીરામબાપા સેવા ટ્રસ્‍ટ સહિતના રઘુવંશી સમાજની વિવિધ શાખાઓ દ્વારા જલારામ જયંતિની ભવ્‍ય ઉજવણી માટે તડામાર તૈયારીઓ કરાઇ રહી છે.
અમરેલી ઉપરાંત બગસરા,સાવરકુંડલા,બાબરા ચલાલા, ધારી સહિત જિલ્લાભરના શહેરોમાં પૂ. જલારામબાપાની જન્‍મજયંતિ માટે તૈયારીઓ ચાલી રહી છે.


13-11-2018


error: Content is protected !!