Main Menu

Wednesday, November 14th, 2018

 

વડિયામાં શ્રી બાવકુભાઇ ઉંધાડ દ્વારા નૂતન વર્ષનું સ્‍નેહમીલન યોજાયું

અમરેલી,
અમરેલી જિલ્લાના વરિષ્ઠ ભાજપ આગેવાન અને પુર્વમંત્રીશ્રી શ્રી બાવકુભાઇ ઉંધાડને નવા વર્ષના રામ રામ કરવા માટે લોકોની લાઇનો લાગી હતી.વડિયામાં શ્રી બાવકુભાઇ ઉંધાડ ના નિવાસ્‍થાને નૂતન વર્ષનું સ્‍નેહમીલન યોજાયું હતુ. વડિયામાં ઉંધાડ પરિવારના શ્રી ડાયાભાઇ ઉંધાડ, શ્રી કેશુભાઇ ઉંધાડ, શ્રી મનસુખભાઇ ઉંધાડ, શ્રી દિલીપ ઉંધાડ, શ્રી ભરત ઉંધાડ, શ્રી અશોક ઉંધાડ, શ્રી મુકેશ ઉંધાડ, શ્રી વિપુલ ઉંધાડે મહેમાનોને આવકાર્યા હતા અને મેથી ગાઠીયા તથા પોટેટો ચીપ્‍સથી મહેમાનોનું કાઠીયાવાડી ઠબે સ્‍વાગત કરાયું હતુ શ્રી દિલીપ ઉંધાડે તો અમેરીકા જવાનું હોવાથી ભાઇબીજના દિવસે જ વડિયામાં સતત ત્રણ દિવસ વડિયામાં મુકામ કર્યો હતો ગત વિધાનસભાની ચૂંટણીમાં શ્રી બાવકુભાઇ ઉંધાડ ગ્રામ્‍ય વિસ્‍તારમાં નુકસાની ખમવી પડી હતી અને અમરેલી તથા વડીયાએ લીડઆપી હતી છતા પરાજય થયો હતો એ ચૂંટણીને સમય વિતિ જવા છતા પણ તેમને મળવા અને શુભકામનાઓ પાઠવવા માટે તેમના નિવાસ્‍થાને ઉમટી પડેલા લોકોની વિરાટ સંખ્‍યા જોઇને સતા ન હોવા છતા પણ શ્રી બાવકુભાઇ ઉંધાડની અભુતપુર્વ લોકચાહના અને અંગત સબંધો છલકાયા હતા.


આજે આખો દિવસ અમરેલીના હરીરામબાપા ચોકમાં પ્રસાદ વિતરણ

અમરેલી,
પરમ પુજયજલારામ બાપાની ર19 મી જન્‍મ જયંતિની ભવ્‍ય ઉજવણી અર્થે સમાજના તમામ વર્ગો આ ઉજવણી ભવ્‍યોતિભવ્‍ય્‍ ઉજવવા થનગની રહયો છે.
પરમ પુજય હરીરામબાપાએ પણ તેમના જીવન પર્યત્‍ન ભજન અને ભોજનમાં વ્‍યતિત કરેલ હતુ.
તેમની સ્‍મૃતિમાં અમરેલી ખાતે હરીરામબાપા ચોકની સમિપે આવેલ નાના બસ સ્‍ટેન્‍ડ ખાતે કાયમી પ્રસાદ વિતરણની વ્‍યવસ્‍તા પુજય હરીરામબાપા સેવા ટ્રસ્‍ટના ઉપક્રમે અશોકભાઈ મજીઠીયા તથા તેમના કાર્યકર્તાઓની ટીમ સવારે 7:30 થી 9:30 સુધી નિયમીત રીતે પુજય હરીરામબાપાના પ્રસાદરૂપે ગંઘ્‍દી-ગાઠીયાના પ્રસાદનુ વિતરણ કરી રહયા છે.
પુજય હરીરામબાપા ટ્રસ્‍ટના ટ્રસ્‍ટીશ્રીઓ ભાવેશભાઈ આડતીયા, જીતુભાઈ ગોળવાળા, જીતુભાઈ ફૂ્રટવાળા તથા જગદીશભાઈ સેલાણી ર્ેારા મીટીંગમાં નિર્ણય થયા મુજબ પરમ પુજય જલારામ બાપાની ર19 મી જન્‍મ જયંતિ નિમિતે આ પ્રસાદનુ વિતરણ આખા દિવસ માટે પરમ પુજય હરીરામબાપા સેવા ટ્રસ્‍ટની નાના બસ સ્‍ટેન્‍ડ ખાતે આવેલ કચેરી એથી વિતરણ કરવામાં આવશે. પુજય જલારામબાપાની વર્ણાગી પણ પુજય હરીરામબાપા ચોક ખાતે વિરામ લેવાની હોય આથી તમામ શ્રઘ્‍ધાળુઓ અને ભકતજનોને વિનંતી કે પુજય હરીરામબાપા સેવા ટ્રસ્‍ટ તરફથી ગુંદી ગાઠીયાના પ્રસાદ વિતરણનો લાભ અચુક લેવા વિનંતી કરેલ છે.


આજે અમરેલીના રાજમાર્ગો ઉપર પૂ. જલારામબાપાની ભવ્‍ય શોભાયાત્રા

અમરેલી,
જયા અન્‍નનો ટુકડો, ત્‍યા હરી ઢુકડો તેમ માનનારા પુ. પ્રાતઃ સ્‍મરણીય જલારામ બાપાની જન્‍મ જયંતિ અમરેલી ખાતે આગામી તા 14/11 બુધવારના રોજ દર વર્ષની જેમ ભાવપુર્વક રીતે ઉજવણી કરવામાં આવશે. પુ. જલારામ બાપાની જન્‍મ જયંતિ પ્રસંગે પ્રાતઃ આરતી, પુ. જલારામબાપા, વિરબાઈમાના દર્શન, શોભાયાત્રા તથા પુ. બાપાના ભકતો અને રઘુવંશી સમાજ માટે મહાપ્રસાદનુ આયોજન પણ કરવામાં આવશે.આગામી તા. 14/11 ના રોજ અમરેલીના લાઠી માર્ગ ઉપર આવેલ લોહાણા મહાજન વાડી ખાતે સવારે 7:00 વાગે પુ. જલારામબાપા તથા વિરબાઈમાની આરતી કરવામાં આવશે. ત્‍યારબાદ બપોરે 4 કલાકે અત્રેના લીલીયા રોડ ઉપર આવેલ લોહાણા ગેસ્‍ટ હાઉસ ખાતેથી એક પુ. જલારામબાપા ની શોભાયાત્રા પ્રસ્‍થાન થશે. જે શોભાયાત્રા ભીડભંજન ચોક, ડો. જીવરાજ મહેતા રોડ, ટાવર ચોક, દાણા ચોક, નાગનાથ મંદિર થઈ પુ. હરીરામબાપા રોડ સુધી જશે અને સાંજે 7 કલાકે શોભાયાત્રા સંપન્‍ન થશે. સાંજે 7:1પ કલાકે લોહાણા મહાજન વાડી સાંઘ્‍ય આરતી તથા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. જયારે શોભાયાત્રા દરમિયાન કળશ કન્‍યા તથા પુ. જલારામબાપા ની વેશભુષામાં બાળકો શોભાયાત્રાની શોભા વધારશે. જેમાં પુ.બાપાના ભકતો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેશે.


પૂ.જલારામબાપાને અમરેલી જિલ્લા સાથે અનોખી લેણાદેવી હતી

સંત શિરોમણી પૂ. જલાબાપાનો જન્‍મ ભલે વિરપુરમાં થયો હોય અને કર્મભુમી પણ ભલે વિરપુરમાં હોય પણ અમરેલી જિલ્લામાં પૂ. જલારામ બાપાનું ગુરુસ્‍થાન અને તેમની અનેક યાદીઓ આજે પણ હયાત છે તે એ વાતની સાક્ષી પુરે છે કે એ જમાનામાં પણ પૂ.જલારામબાપાને અમરેલી જિલ્લા સાથે અનોખી લેણાદેવી હતી
જયાં અન્‍નનો ટુકડો ત્‍યાહરી ઢુકડો એવી સીધી સાદી સમજ અને પોતે સંસારી હોવા છતા પણ સંસારની માયાથી અલીપ્‍ત રહેલા અને માત્ર 18 વર્ષની ઉમરે દેશની તીર્થયાત્રા પુરી કરી અમરેલી આવેલા પૂ. જલાબાપાને અમરેલીના ફતેપુરમાં પૂ. ભોજાભગતે રામ નામ આપી અને કંઠી બાંધેલ હતી.અને ત્‍યાથી વિરપુરમાં જલાબાપાએ અન્‍નક્ષેત્રનો પ્રારંભ કર્યો હતો.
કદાચ એ જમાનામાં અન્‍નક્ષેત્રનો પ્રારંભ કરનારા જલારામ બાપા પ્રથમ હતા ધારી ઝર ગામે જલાબાપાની યાદી વર્ષોથી સચવાયેલી પડી છે. ધારીના ઝર ગામે રામજીમંદિરે પુજારી પરિવાર દ્વારા સાધુ સંતોના ભોજનનો સમારોહ હતો અને આ સમારોહમાં 40 જેટલા સાધુ સંતોમાટે ભોજન તૈયાર કરાયુ હતુ તેમા સંખ્‍યા ચારગણી થઇ ગઇ દોઢસો જેટલા મહેમાનો આવ્‍યા પરિવાર મુંજવણમાં મુકાયો કે હવે શુ કરવું ?
પણ આ અરસામાં પૂ. જલાબાપાએ પરચો આપેલ હતો આ સમયે હનુમાનજીની ડેરી પાસે દીવો પ્રગટાવી પૂ.જલાબાપાએ પેટીમાં રહેલા 40 લોકોના લાડુ 150 કરતા વધારે લોકોને જમાડયા છતા લાડુ ખુટયા નહી અને અહી આજે પણ ઝરમાં પુજારીના નિવાસસ્‍થાનના ફળીયામાં હનુમાનજીની ડેરી પૂ. જલારામ બાપાના પરચાની સાક્ષી આપતી ઉભી છે અહી પુજારી પરિવારના વડીલોએ તેમના વડીલો પાસેથી સાંભળેલી વાત મુજબ અવેક વાત એવીપણ છે કે અહી હાલમાં તેમના મકાનમાં જે હનુમાનજીની ડેરી છે તે ખુદ જલારામબાપાએ સ્‍થાપેલી છે.આજે પણ ઝરમાં શ્રી દિનેશભાઇ પ્રભુરામભાઇ કુબાવત તથા તેના ભાઇઓ રમેશભાઇ,નટુભાઇ અને રાજુભાઇ અલગ અલગ શહેરોમાં રહે છે.
આ ઉપરાંત બાબરાના કોટડાપીઠામાં સદાવ્રત ચલાવતા 1839માં જન્‍મી 1923માં ગૌલોકવાસી થયેલ જશુમાની જગ્‍યા અને જલારામબાપાનું ભવ્‍ય મંદિર છે જલારામબાપા કરતા 17 વર્ષ મોટા એવા જશુમા પણ દિવ્‍ય આત્‍મા હતા તે જલારામબાપાને જલા કહી બોલાવતા અને જલાબાપા પણ તેને ધર્મના બહેન માનતા હતા.
જશુમાને ત્‍યા અનાજ ન ખુટે તે્‌વી કોઠી હતી તે આજે પણ સચવાયેલી છે તેમ પત્રકાર શ્રી ગીરીશભાઇ મહેતાએ જણાવેલ. પૂ. જશુમાના દિકરા ભક્‍તિરામ ભગતને દિકરી જમનાબાઇ આપી બાપાએ વેવાણ બનાવ્‍યા હતા અને જમનાબાઇના દિકરા કાળાભગતના દિકરા હરીરામભગતને જલારામ બાપાએ દતક લીધેલ અને તે આજે વિરપુર જગ્‍યાના ગાદીપતિ છે. કુંડલા, અમરેલી સહિતના શહેરોમાં જલાબાપાના કૃપાપાત્ર અનેક લોકો વિવિધ ક્ષેત્રમાં અગ્રેસર છે.


બાબરામાં જલારામબાપાની જન્‍મજયંતિઉજવાશે

બાબરા,
બાબરામં પુજય પ્રતાપરાય મથુરદાસ રાજદેવ પ્રેરીત જય જલારામ ટ્રસ્‍ટ સંચાલિત જય જલારામ મંદિરે આજે તા. 14ના રોજ પુ. જલારામબાપાની ર19મી જન્‍મજયંતિ ધામધુમ પુર્વક ઉજવવામાં આવશે. સવારની આરતી પુજયબાપાના મંદિરે સવારે 6:00 કલાકે, શોભાયાત્રા સવારે 9:00 કલાકે જલારામ મંદિરેથી દરવર્ષના રૂટ મુજબ નીકળશે.પુજનવિધિ બપોરના 1રઃ30 કલાકે પુ. બાપાના મંદિરે બપોરના મહાપ્રસાદ મહેમાનો,સાધુભોજન, જ્ઞાતિભોજન આમંત્રીતો બપોરના 1રઃ30 કલાકે પુ. બાપાના મંદિરે. સાંજની આરતી તથા પ્રસાદ જ્ઞાતિભોજન આરતી સાંજે 6:00કલાકે , પ્રસાદ સાંજે 7:30 કલાકે, બંને ટાઈમ પ્રસાદ તથા અન્‍ય ખર્ચના દાતા ગો.વા.કું. ઈન્‍દુમતિબેન વનમાળીદાસ કાનાણી હ.શ્રીમતી મંજુલાબેન રમેશચંદ્ર કોટક સુરત, શ્રીમતી જશુમતીબેન ચંદુલાલ ચાંદરાણી મુંબઈઆ કાર્યક્રમમાં સહપરિવાર શોભાયાત્રા, આરતીપુજન અને મહાપ્રસાદ લેવા જ્ઞાતિજનોને જય જલારામ ટ્રસ્‍ટ, લોહાણા મહાજન ર્ેારા જણાવેલ છે. કાર્યક્રમને સફળ બનાવવા રઘુવંશી ગૃપ, રઘુવંશી મહીલા ગૃપ, જલારામ મહીલા શિક્ષણમંડળ ર્ેારા કાર્યક્રમને આખરી હોપ આપવામાં આવેલ છે.


આજે અમરેલી જલારામમય બનશે : અનેક ધાર્મિક આયોજનો

અમરેલી,આજે અમરેલીમાં સવારથી પ્રાતઃઆરતી, શોભાયાત્રા, મહાપ્રસાદ સાંઘ્‍ય આરતી સહિતના આયોજનો સાથે અમરેલી જિલ્લો જલારામમય બનશે આજે સાતમે જલારામબાપાના પ્રાગટય દિને અનેક ધાર્મિક આયોજનો સાથે ‘‘ જયાં અન્‍નનો ટુકડો ત્‍યા હરી ઢુંકડો” નું સુત્ર સાર્થક કરનારા સંત શિરોમણી પૂ. જલારામ બાપાની જન્‍મજયંતિને ઉજવવા અમરેલી શહેર સહિત જિલ્લાભરમાં થનગનાટ છવાયો છે અમરેલી શહેરમાં જલારામજયંતિ નિમીતે આખો દિવસ હરીરામબાપા ચોકમાં પ્રસાદ વિરતણ કરાશે જયારે શ્રી ઠકકર યુવા ગૃપ દ્વારા અમરેલીમાં શોભાયાત્રામાં 251 કળશધારી કન્‍યા અને 121 બાળ જલારામના દર્શનું ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું છે.


14-11-2018


error: Content is protected !!