Main Menu

Thursday, November 15th, 2018

 

અમરેલી જલારામમય બન્‍યું : ભવ્‍ય શોભાયાત્રા

અમરેલી,
અમરેલી શહેરમાં જલારામ જયંતિ નિમીતે ભવ્‍ય શોભાયાત્રા લીલીયા રોડ લોહાણા ગેસ્‍ટહાઉસથી ડો.જીવરાજ મહેતા ચોક, ટાવરચોક, કાશ્‍મીરા ચોક , લાયબ્રેરી ચોક, નાના બસસ્‍ટેન્‍ડ હરીરામબાપા સર્કલ સુધી ફરી હતી.આ શોભાયાત્રામાં ડી.જે ના તાલે યુવાનો અને ભાઈઓ તેમજ બહેનોએ રાસ લીધા હતા. આ શોભાયાત્રમાં છોટેજલારમના વેશભુસામા બાળકો તેમજ કળશધારી કન્‍યાઓ જોડાય હતી. આ શોભાયાત્રામાૃ લોહાણા મહાજનના અગ્રણીઓ ક્ષ્ભ્‍ થ્‍ગ્‍ઈશ્રભ્‍ઈથ-ત્‍ઝગ્‍વ્‍લ ક્ષ્ભ્‍ જીતુભાઈ ફ્રુટવાળા, ક્ષ્ભ્‍ જીતુેભાઈગોળવાળા, ક્ષ્ભ્‍ અંતુભાઈ સોઢા, ક્ષ્ભ્‍ (ન્‍?ઘહત્‍ચ -ત્‍ગ્‍-શ્‍ સહીત જ્ઞાતિના વેપારીઓ બપોરબાદ પોતાના ધંધારોજગાર બંધ રાખી શોભાયાત્રામાં જોડાયા હતા.
આ શોભાયાત્રાના રૂટ પર ઠંડુ પાણી અનેશરબતના સ્‍ટોલ ઉભા કરવામાં આવ્‍યા હાતા.


બાબરા લાઠી બગસરામાં કોંગ્રેસનું સ્‍નેહ મીલન યોજાયું

અમરેલી,
અમરેલી જિલ્‍લા કોંગ્રેસ સમીતી દ્વારા બાબરા લાઠી અને બગસરામાં કોંગ્રેસનાં સ્‍નેહ મીલનો યોજાયા હતા જેમાં કોંગ્રેસ કાર્યક્નરો અને આગેવાનો ઉમટી પડયા હતાબાબરામાં લુહાર સમાજની વાડી ખાતે બપોરના શહેર અને તાલુકા કોંગ્રેસ નું સ્‍નેહમિલન જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અર્જુનભાઇ સોસાના અઘ્‍યક્ષ સ્‍થાને યોજાયું હતું તાલુકા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત સ્‍નેહમિલન માં ધારાસભ્‍ય વિરજીભાઈ ઠુંમર,જિલ્લા પંચાયતના પ્રમુખ રવજીભાઈ વાઘેલા, પૂર્વ પ્રમુખ જેનીબેન ઠુંમર,ધારાસભ્‍ય જે.વી.કાકડીયા, પ્રતાપભાઈ દુધાત,મીનાબેન કોઠીવાળ સહિત જિલ્લા અને તાલુકા કોંગ્રેસના આગેવાનો ઉપસ્‍થિત રભ હતા સ્‍નેહમિલન માં ઉપસ્‍થિત તમામ ધારાસભ્‍ય નું પાલીકા પ્રમુખ વનરાજભાઈ વાળા દ્વારા ભગવાન શ્રી રામ ની મૂર્તિ ભેટ આપી સન્‍માન કરવામાં આવ્‍યું હતું તેમજ શહેર ના અગ્રણી વેપારી સહિત દરેક સમાજના આગેવાનો દ્વારા ધારાસભ્‍ય વિરજીભાઈ ઠુંમર નું ભવ્‍ય સન્‍માન કરવામાં આવ્‍યું હતુંઆ સ્‍નેહમિલન માં ધારાસભ્‍ય ધારાસભ્‍ય વિરજીભાઈ ઠુંમર દ્વારા ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરી જિલ્લાનેતાત્‍કાલિક અસરથી અચતગ્રસ્‍ત જાહેર કરવાની ની માંગ કરી હતી તેઓ દ્વારા દેશના પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદી ને પડકાર ફેંકી જણાવ્‍યું હતું કે જો નરેન્‍દ્રભાઈ મોદી પ6 ઇંચ ની છાતી ધરાવતા હોય તો લાઠી વિધાનસભા માં ચૂંટણી લડી મત મેળવે તાલુકામાં થી વડાપ્રધાન ને મત મળે તો પોતે જાહેરમાં મુંડન કરછે તાલુકા અને શહેર કોંગ્રેસના સ્‍નેહમિલન નેસફળ બનાવવા પાલીકા પ્રમુખ વનરાજભાઈ વાળા,તાલુકા પંચાયત પ્રમુખ ધીરુભાઈ વહાણી,પ્રભાતભાઈ કોઠીવાળ,કિશોરભાઈ દેથળીયા, જસમતભાઈ ચોવટીયા,જગદીશભાઈ કારેટિયા,ખીમજીભાઈ મારુ,અમિતભાઇ જોગેલ, કુલદીપભાઈ બસિયાસહિતના કોંગ્રેસી આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી લાઠનાં સ્‍નેહ મીલનમાં વજુભાઇ વામજા,ધનશ્‍યાનભાઇ રાજપુત, આંબાભાઇ કાકડીયા, ધીરૂભાઇ ધોળકીયા, ધનશ્‍યામભાઇ કાછડીયા,હિનાબેન ત્રીવેદી, જેનીબેન ઠુમ્‍મર,અર્જુનભાઇ સોસા અને ધારાસભ્‍યશ્રી વિરજીભાઇ ઠુમ્‍મર, પરેશભાઇ ધાનાણી, શ્રીજે.વી.કાકડીયા, અંબરીશભાઇ ડેર, પ્રતાપભાઇ દુધાત, તથા બગસરાનાં સ્‍નેહ મીલનમાં કોકીલાબેન કાકડીયા રવજીભાઇ વાધેલા, મુકેશભાઇ રાખોલીયા, અશ્‍વીનભાઇ ગઢીયા, ભરતભાઇ ભાલાળા, છગનભાઇ હિરાણી, જમાલભાઇ સરવૈયા, રમેશભાઇ કરાણીયા, અશ્‍વીનભાઇ સાવલીયા અને પાલીકાનાં કોેંગ્રેસનાં ચુટાયેલા સદસ્‍યો અને આગેવાનો કાર્યક્નરો ઉપસ્‍થીત રહયા હતા..


જીલ્લા કોંગ્રેસ દ્વારા નોટ બંધીના ર વર્ષ પુરા થતા ધરણા-વિરોધ પ્રદર્શન

અમરેલી,
તરીખ 13/11/ર018 ના રોજ અમરેલી જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા નોટ બંધી ના અવિચારી ,મનસ્‍વી અને વડાપ્રધાન ના આપખુદ નિર્ણય ના ર વર્ષ પુરા થયે ધરણા અને વિરોધ પ્રદર્શન યોજાયેલ હતું . આતંકવાદ ને નાથવા ,કાળું નાણું નાબુદ કરવા તેમજ નકલી ચલણી નોટો નાબુદ કરવા ના જણાવાયેલ નોટ બંધી ના ઉદેશો પૈકી એકપણ ઉદેશ સિદ્ધ થયો નથી .તેનાથી વિપરીત નવી ચલણી નોટો છાપવા નો રૂ 796પ કરોડ નો ખર્ચ થયો આ તઘલખી હકીકત માં તો લઘુ -મઘ્‍યમ ઉદ્યોગ ક્ષેત્ર ને મરણતોલ ફટકો પડ્‍યો,કુટીર ઉદ્યોગ નાશ થવા ના આરે આવી ગયો રોજીંદી આવકવાળા કરોડો લોકો એ રોજગારી ગુમાવી.ભારતીય અર્થતંત્ર ને જીડીપી વિકાસ ના 1.પ% નું નુકશાન થયું અને આ સરમુખત્‍યાર નિર્ણય થી 100લોકો એ જીવ ગુમાવ્‍યો અને પરિણામ વિનાશકારી આવ્‍યં ેના વિરોધ માં આજરોજ જીલ્લા કોંગ્રેસ સમિતિ અમરેલી દ્વારા ધરણા અને વિરોધ પ્રદર્શન યોજાયેલ હતું આ કાર્યઠ્ઠમ માં જીલ્લા પંચાયત પ્રમુખ શ્રી રવજીભાઈ વાઘેલા ,શહેર પ્રમુખ શ્રી લલિત ઠુંમર ,તાલુકા કોંગ્રેસ પ્રમુખ શ્રી મનીશ ભંડેરી ,જીલ્લા પંચાયત સદસ્‍યો,નગરપાલિકા સદસ્‍યો તથા કોંગ્રેસ કાર્યકરો જોડાયા હતા


અમરેલીમાં શ્રી પુરષોતમ લાલજી મહારાજશ્રીનો જન્‍મ દિવસ ઉજવાયો

અમરેલી,
અમરેલીમાં દ્વારકાધીશ હવેલી દ્વારા પૂ.પા.ગો 108 શ્રી પુરષોતમ લાલજી મહારાજ શ્રીનો 4રમો જન્‍મ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છ.ે પુષ્ટિ વિજયઘ્‍વજ ની પધરામણી કારતક સુદ છઠ મંગળવાર તારીખ 13 11 ર018 ના રોજ ગુરૂવાર તારીખ 1પ 11 ર018 ના રોજ વિજય થશ.ે કારતક સુદ છઠ ને મંગળવાર તારીખ 13 ના રોજ ગોવર્ધનનાથજી હવેલી કેરીયા રોડ થી ભવ્‍ય શોભાયાત્રા સવારે 10 કલાકે નીકળી દ્વારકાધીશ પ્રભુની હવે આવી હતી. બપોરના 1ર કલાકે ઘ્‍વજારોહણ કરવામાં આવેલ દરેક વૈષ્‍ણવોને ઘ્‍વજાજીના શૃંગાર દર્શન થશ.ે કારતક સુદ 7 બુધવાર ના બહારગામથી આવેલા પ્રસાદની વ્‍યવસ્‍થા રાખવામાં આવેલ છ.ે સમગ્ર સૃષ્ટિને આયોજન સ્‍થળે લેવા જણાવેલ છ.ે સોમવારના રાત્રીના 9 થી 11 પુષ્ટિમાર્ગ ના જાણીતા બાપોદરા કીર્તન કરશ.ે અમેરિકાન રિસર્ચ ફેલો ના ડો કે એમ જોશી ના માર્ગદર્શન હેઠળ સાંધાના રોગો ખરતા વાળ ખોડો ઉંદરી કોડ આયુર્વેદિક પદ્ધતિ દ્વારા દંત યજ્ઞાનું વિનામૂલ્‍યે તથા સારવાર કેમ્‍પનું આયોજન કારતક સુદ સાતમ તારીખ 14 બુધવારના સવારે 9 થી સાંજના પ સુધી આયોજન સ્‍થળે રાખવામાં આવેલ છ.ે બુધવાર તારીખ 14/ 11તેજાના ના બંગલા તારીખ 1પ/ 11 ગુરૂવાર ચાંદીના મનોરથ સાંજે સાત વાગ્‍યેથશે તમામ કાર્યઠ્ઠમનું આયોજન દ્વારકાધીશ હવેલી મોટી હવેલી ખાતે રાખેલ છ.ેઆજે તા.14/11 બુધવારના શ્રી પુરૂષોતમલાલજી મહારાજશ્રી નો પ્રાગટય દિને આજે સવારે 11:00 કલાકે શ્રીના પલના તથા નંદમહોત્‍સવ, બપોરે 1રઃ00 કલાકે ગો.શ્રી પુરૂષોતમલાલજી મહારાજશ્રીની માંર્કડેય પુજા, સાંજે 6:00 કલાકે ગો.શ્રી પુરૂષોતમલાલજી મહારાજશ્રી ને તિલક આરતી તથા કેસર સ્‍નાન , 6:30 કલાકે વધાઈ કીર્તન સાંજે 7:00 કલાકે શ્રીનો તેજાના ના બંગલાનો મનોરથ યોજાશે જેમાં વૈષ્‍ણવો દર્શન માટે મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહયા હતા.


શ્રી અશ્‍વીન સાવલીયાને સાંત્‍વના પાઠવતા જિલ્લાના વિવિધ ક્ષેત્રના આગેવાનો

અમરેલી,
અમરેલી જિલ્લાના રાજકીય અને સામાજીક ક્ષેત્રમાં અગ્રેસર એવા સાવલીયા પરિવારના મોભીઅને અમર ડેરીના ચેરમેન શ્રી અશ્‍વીન સાવલીયાના પિતાશ્રી નટવરભાઇ સાવલીયાનું નિધન થતા તેમના નિવાસસ્‍થ


16મીએ લીલીયા અને સાવરકુંડલામાં શ્રી પ્રતાપ દુધાત દ્વારા સ્‍નેહમીલન

અમરેલી,
નવા વર્ષે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શ્રી અમીત ચાવડા તથા માજી સાંસદ શ્રી નવીનચંદ્ર રવાણી સહિતના દિગ્‍ગજ આગેવાનો અને પદાધિકારીઓની ઉપસ્‍થિતિમાં 16મીએ લીલીયા અને સાવરકુંડલામાં શ્રી પ્રતાપ દુધાત દ્વારા સ્‍નેહમીલન યોજાનાર છે.
કાલે સોળમીએ સવારે સાડા દસ વાગ્‍યે લીલીયા પટેલવાડીમાં અનેબપોરે અઢી વાગ્‍યે સાવરકુંડલામાં પટેલવાડી શીવાજીનગર ખાતે કોંગ્રેસનું સ્‍નેહમીલન સાવરકુંડલા-લીલીયા વિસ્‍તારના ધારાસભ્‍યશ્રી પ્રતાપ દુધાત દ્વારા યોજાનાર છે
જેમા વિધાનસભાના વિરોધપક્ષના નેતા અને અમરેલીના ધારાસભ્‍યશ્રી પરેશ ધાનાણી, બાબરાના ધારાસભ્‍યશ્રી તથા કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન વિરજીભાઇ ઠુમ્‍મર,ધારી-બગસરાના ધારાસભ્‍ય શ્રી જે.વી. કાકડીયા, રાજુલા જાફરાબાદના ધારાસભ્‍ય શ્રી અંબરીષ ડેર સહિત પાંચેય ધારાસભ્‍યો અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી અર્જુન સોસા, અને કોંગ્રેસના આગેવાનો સર્વેશ્રી રવજીભાઇ વાઘેલા,શ્રી કેહુરભાઇ ભેડા, શ્રી હાર્દિક કાનાણી, શ્રી શ્રી ભરતભાઇ ગીડા,શ્રી લાલભાઇ મોર, શ્રીમતી રમીલાબેન માલાણી, શ્રી બાબુદાદા પાટીદાર, શ્રી મનુભાઇ ડાવરા, શ્રી ખોડાભાઇ માળવીયા, શ્રી કીરીટભાઇ દવે સહિતના સ્‍થાનિક આગેવાનો પણ ઉપસ્‍થિત રહેનાર હોવાનુ ધારાસભ્‍યશ્રીના કાર્યાલયની યાદીમાં જણાવાયું છે.


સુરતવાસી થયેલા અમરેલી જિલ્લાના લોકોએ દિવાળી વતનમાં ઉજવી

અમરેલી,
અમરેલી જિલ્લામાંથી ધંધા વ્‍યવસાય માટે સુરત ગયેલા અમરેલી જિલ્લાના વતનીઓ તહેવાર ઉજવવા માટે દેશમાં પરત આવતા ગામડાઓમાં આનંદ સાથે અનોખી રોનક છવાઇ છે.
ધંધાર્થે સુરત જઇને વસેલા અમરેલી જિલ્લાના લેઉવા પટેલ અને ભાવનગર જિલ્લાના ગોલવાડીયા પટેલ સહિતના 15 લાખ લોકો સુરતમાં વસે છે અને આજની તારીખે પણ તેમની જમીન અને અને સગા સબંધીઓ અમરેલી જિલ્લામાં છે.
સુરત ગયેલા અમરેલી જિલ્લાના લોકો જીવના ઉદાર છે અને દિવાળી ઉજવવા માટે વિદેશમાં કે પછી હિલસ્‍ટેશનોમાં જતા હતા. પણ આ વખતે સુરતમાં જીએસટીને કારણે આવેલી મંદી અને હિરા ઉદ્યોગ તથા રીયલ એસ્‍ટેટની મંદીને કારણે અમરેલી જિલ્લાના વતનીઓ એવા સુરતવાસી આ વખતે પોતાના વતન અમરેલી અને ભાવનગર જિલ્લામાં 80 /80 લાખની કીમતી મર્સીડીઝ કાર લઇને દિપાવલીના તહેવાર ઉજવવા માટે આવ્‍યા છે સુરતવાસીઓ માટે પાંચ દસ હજારનો દટ્ટો સામાન્‍ય હોય છે અને અમરેલી જિલ્લાના ગામડામાં આટલી રકમ તો ભયો ભયો ગણાય કારણ કે અહી ગામડામાં ભજીયાની પાર્ટી હોય કે ઉંધીયાનીપાર્ટી હોય ગુલાબી ઠ વચ્‍ચે ગામડાઓમાં થતી પાર્ટીમાં વપરાતી રકમ સુરતવાસીઓ માટે ચણા મમરા જેવી હોય છે.અને આ વખતે સુરતથી આવેલા હમવતનીઓની સાથે લાગણીથી જોડાયેલી અમરેલી જિલ્લાની ગ્રામીણ જનતા કહે છે કે ભલે આવી સુરતમાં મંદી !! અને આવી મંદી કાયમ આવે…!


રાજુલા – જાફરાબાદના 25 ગામડાને જોડતી બગસરા મહુવા એસ.ટી 1 માસથી બંધ

રાજુલા – જાફરાબાદના 25 જેટલા ગામડાઓથી બગસરા ડેપોની બગસરા – મહુવા વાયા ચોત્રા -કગથારીતયા – સરોવડા – વિકટર – વાગર – ધાતરડી – કથીવદર કડીયાળી – બારપટોળી બારમણ થઇ આ બસ 20 વર્ષથી એસ ટી તંત્રને ધીકતી કમાણી અને પુરતા ટ્રાફિકવાળા આ રૂટ હતો. આ રૂટમાં રાજુલા – જાફરાબાદના અનેક ગામડાને સીધી બગસરા – મહુવા જવાની એકમાત્ર બસ હતી. તે પણ દિવાળી પહેલા 1 માસથી ટ્રાફિક હોવા છતા સ્‍ટાફ ન હોવાથી બંધ કરતા તાજેતરમાં સરપંચો દ્વારા આ વિસ્‍તારના પૂર્વ ધારાસભ્‍ય શ્રી હિરાભાઇ સોલંકીએ તરત જ પત્ર દ્વારા અમરેલી એસ ટી ડિવીઝન નિયામકશ્રી ચારોલાને પત્ર પાઠવી જણાવેલ કે વિદ્યાર્થીઓને જવા -આવવામાં અનુકુળ હતી. જે એકાએક બંધ કરતા મુશ્‍કલીે પડે છે.


15-11-2018


error: Content is protected !!