Main Menu

Saturday, November 17th, 2018

 

અમરેલીના વરૂડીમાં ચાર દિકરીઓએ પિતાને વિદાય આપી અગ્‍નિદાહ આપ્‍યો

અમરેલી,
અમરેલી નજીકના વરૂડી ગામે કેન્‍સરનો ભોગ બનેલા સગર ગૃહસ્‍થની ચાર દિકરીઓએ દિકરો બનીને વિદાય આપી અગ્‍નિદાહ આપ્‍યો હતો. ત્‍યારે નાના એવા વરૂડી ગામના સૌ કોઇ ની આંખમાંથી આંસુ સરી પડયા હતા.
વરુડીના મીલનસાર અને સરળ સ્‍વભાવના સગર ચતુરભાઇ મનજીભાઇ અજાણી (ઉ.વ.50)ને કેન્‍સરની બીમારી હોય તેને અમદાવાદ લઇ જઇ તેની સારવાર કરાવી હતી પણ કેન્‍સરે ચતુરભાઇનો ભોગ લઇ લેતા તા. 14મીએ તેમનુ અવસાન થયું હતુ.જેના કારણે વરૂડીમાં ઘેરા શોકની લાગણી ફરી વળી હતી.
બાપની ચિતાને અગ્‍નિ દિકરો આપતો હોય છે પણ ચતુરભાઇને ચાર દિકરીઓએ કાંઘ આપી હતી તેમના મોટાભાઇ શ્રી વિઠ્ઠલભાઇ અજાણીએ ચતુરભાઇની અંતિમવિધિ ચતુરભાઇની ચાર દિકરીઓ જ કરે તેવી લાગણી વ્‍યકત કરતા ચારેય દિકરીઓએ ચતુરભાઇને કાંધ આપી અને અગ્‍નિદાહ આપી દિકરીઓ પણ દિકરાનું સ્‍થાન લઇ શકે છે વો ક્નાંતિકારી સંદેશ આપ્‍યો હતો.મીલનસાર સ્‍વભાવના ચતુરભાઇના નિધનના પગલે વરૂડી ગામે શોકમય બંધ પાળી તેને શ્રઘ્‍ધાંજલી આપી હતી.


અમરેલીના વાંકિયામાં પાડોશીઓ વચ્‍ચે ધિંગાણુ : સામસામી સાત સામે ફરિયાદ

અમરેલી,
અમરેલી તાલુકાના વાંકીયા ગામે ઘરની પાસે નિરોધના ફુગ્‍ગાના તોરણ બાંધવાના મુદે થયેલી મારામારીમાં ચારને ઇજા થઇ હતી અને કુલ સાત સામે પોલીસ ફરિયાદો દાખલ કરાઇ હતી.
આ બના અંગેની વિગતો એવા પ્રકારની છે કે, અમરેલીના વાંકીયા ગામે
તા. 14ના રાત્રીના સમયે કિશોરભાઇ રવજીભાઇ વડેચાના પત્‍ની ઘર બહાર નિકળતા તેની સામે બોલાચાલી કરી અને તેના પુત્ર મેહુલને અને એક અન્‍ય પરિવારજન ઉપર વાંકીયાના જ જયસુખ જીણા, અશોક જીણા, મુકેશ ધીરૂ અને કનુ કુરજીએ લોખંડના પાઇપ વડી હુમલો કરી માર માર્યાની ફરિયાદ દાખલ થઇ છે.
આ બનાવ અંગે સામા પક્ષે પણ જયસુખભાઇ જીણાભાઇ જુવારીયાએ મેહુલ કિશોર કિશોર રવજી અને તેની પત્‍ની સામે મેહુલ પોતાના ઘર પાસે નિરોધના ફુગ્‍ગાનુ તોરણ બનાવીને ટીંગાડતો હોય પોતે ના પાડતા અને ઠપકો દેવા જતા ત્રણેયે ઉશ્‍કેરાઇને જયસુખભાઇને માર માર્યાની ફરિયાદ દાખલ કરાઇ હતી આ બનાવ અંગે પોલીસે સામસામા ગુના દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરીછે.


બાબરાના ઇંગોરાળા (ઠેસીયા)ગામે વધુ એક ડેમ મંજુર કરાવતા રીવરમેન શ્રી જેપીઠેસીયા

અમરેલી,
પોતાની તમામ સંપતિ રાષ્‍ટ્રના હિત માટે વાપરવાનો પ્રારંભ કરનારા અમરેલી જિલ્લાના વિરલા અને રીવરમેનના નામથીે જાણીતા એવા ઉદ્યોગપતિ શ્રી જે.પી. ઠેસીયાએ એક વધુ લોકઉપયોગી કદમ ઉઠાવ્‍યું છે
રીવરમેન શ્રી જે.પી. ઠેસીયાએ બાબરાના ઇંગોરાળા (ઠેસીયા)ગામે ઠેબી નદી ઉપર ઇંગોરાળાથી ભીલા ભીલડી વચ્‍ચે 400 ફુટની લંબાઇવાળાો ચેકડેમ મંજુર કરાવ્‍યો છે. અને તેનું તા. 27મીએ ખાતમુર્હુત કરાશે જેમા કેન્‍દ્રીય મંત્રીશ્રી પરસોતમભાઇ રૂપાલા, શ્રી દિલીપ સંઘાણી, પુર્વ ગૃહમંત્રી ગોરધનભાઇ ઝડફીયા સાંસદશ્રી નારણભાઇ કાછડીયા, કલેકટરશ્રી આયુષકુમાર ઓક,અમર ડેરીના ચેરમેન શ્રી અશ્‍વીન સાવલીયા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હિરેન હિરપરા, શ્રી ભુપેન્‍દ્રભાઇ બસીયા સહિતનાઆગેવાનોની ઉપસ્‍થિતિમાં આ વિસ્‍તારમાં વધુ એક ડેમ બનવા જઇ રહયો છે.


કુંડલા અને લીલીયામાં શ્રી પ્રતાપ દૂધાત દ્વારા સ્‍નેહમીલન યોજાયું

સાવરકુંડલામાં તાલુકા અને શહેર કૉંગ્રેસ દ્વારા સ્નેહ મિલન યોજવામાં આવ્યો આ સ્નેહ મિલનમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને ધારાસભ્યશ્રી પ્રતાપ દુધાતે જણાવેલું કે હાલમાં જે ખેડૂત વિરોધી નીતિ અપનાવી રહ્યા છે તેથી 2019માં અમરેલી જિલ્લામાં ભાજપને ઉખેડી નાખવાની વાત કરી. આ સ્નેહ મિલનમાં અમરેલી જિલ્લા કૉંગ્રેસ પ્રમુખશ્રી અર્જુનભાઈ સોસા,ધારાસભ્ય શ્રી વિરજીભાઈ,ધારાસભ્ય શ્રી જે.વી. કાકડીયા, ધારાસભ્યશ્રી પ્રતાપ દુધાત, પૂર્વ મંત્રી શ્રી ધીરુભાઈ દૂધવાળા, જેનીબેન ઠુમ્મર, ચંદ્રેશભાઈ રવાણી, રવજીભાઈ વાઘેલા,બાબુદાદા પાટીદાર,મનુભાઈ ડાવરા,કિરીટભાઈ દવે,હાર્દિકભાઈ કાનાણી, ભરતભાઇ ગીડા, ભૌતિક નસિત અને ભૌતિક સુહાગીયા વગેરે કાર્યકર્તા હાજર રહ્યા હતા.


જિલ્લામાં વિકરાળ બનતો બેકારીનોપંજો : જાળીયામાં યુવાનનો આપઘાત

અમરેલી,
ખેતી અને હિરા આધારીત અમરેલી જિલ્લામાં આ વખતે બેકારીને કારણે આપઘાત કરવાના બનાવો સામે આવી રહયા છે.આજે જાળીયાના યુવાને બેકારીથી કંટાળી જઇને ઝેરી દવા પી આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્‍યો છે. જાળીયાના મનીષ ભનુભાઇ ડાબસરા નામના 20 વર્ષના યુવાનને કોઇ કામધંધો મળતો ન હોવાને કારણે બેકારીથી કંટાળી જઇ તેણે ઉંદર મારવાની દવા પી લેતા પહેલા બગસરા અને ત્‍યાથી વિસાવદર અને વિસાવદરથી અમરેલી દવાખાને ખસેડાતા તેનુ અમરેલીમાં સારવાર દરમિયાન મોત નિપજયાનું મરનારના મોટા ભાઇ રીવન ભનુભાઇ ડાબસરાએ તાલુકા પોલીસમાં જાહેર કરતા પોલીસે અકસ્‍માતે મોતનો ગુનો દાખલ કર્યો છે અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.જિલ્લામાં આ વખતે હિરામાં મંદી છે અને સાથે સાથે મુખ્‍ય આવકના સ્‍ત્રોત એવા ખેતીકામમાં પણ નબળુ વરસ છે જેનો બેવડો આર્થિક માર લાગ્‍યો છે.


આટકોટના બસસ્‍ટેન્‍ડમાં ચા પીવા ઉભેલા નડાળાના જીવનભાઇનું વિચિત્ર અકસ્‍માતમાં મૃત્‍યું નિપજયું

નડાળા, કુદરતની ગતી ન્‍યારી છે અને કયારે કેવી રીતેમાનવીને કાળના ખપ્‍પરમાં હોમી દે છે તેની કોઇને અણસાર સુઘ્‍ધા નથી હોતી આવો જ એક વિચીત્ર બનાવ બન્‍યો હતો જેમા બાબરાના નડાળા ગામના વતની અને હાલ સુરત રહેતા આધેડનું આટકોટના બસસ્‍ટેન્‍ડમાં વિચીત્ર અકસ્‍માતમાં મૃત્‍યું થયુ હતુ.આ વિચિત્ર બનાવની વિગતો એવા પ્રકારની છે કે, મુળ બાબરા તાલુકાના રાણપુર નજીક આવેલા નડાળા ગામના વતની અને હાલમાં સુરત ખાતે રહેતા જીવનભાઇ ઠાકરશીભાઇ ઢોલરીયા પ્રસંગોપાત સુરતથી વતન નડાળા આવવા નિકળ્‍યા હતા અને સવારે આટકોટ ખાતે તેની બસ પહોંચી ત્‍યારે એક ચાની કેબીને ઉતરી જીવનભાઇ ચા પી રહયા હતા ત્‍યારે સુલતાનપુર બાપુનગર રૂટની એસટી બસ ધડાકાસાથે એક ટ્રક સાથે અથડાતા ટ્રક ચા પી રહેલા જીવનભાઇ માથે ચડી જતા જીવનભાઇનું ઘટના સ્‍થળે જ મોત નિપજયું હતુ.
જીવનભાઇનું જસદણ દવાખાને પોસ્‍ટમોર્ટમ કરી અંતિમવિધિ માટે તેની લાશને વતન નડાળામાં લાવવામાં આવી હતી અને તેના સુરત રહેતા પરિવારજનોને આ દુર્ઘટના અંગે જાણ કરવામાં આવી હતી.


ધારીમાં રીપેરીંગમાં આવેલો એમઆઇ નોટ 4 મોબાઇલ અચાનક સળગી ઉઠયો

અમરેલી,
ધારીના પેટ્રોલ પંપ પાસે આવેલા રોયલ પ્‍લાઝામાં આવેલી મોબાઇલ રીપેરીંગની દુકાનમાં એક મોબાઇલ અચાનક ફટાકડામાં થતા સુરસુરીયાની જેમ સળગી ઉઠતા આશ્ચર્ય ફેલાયું છે અને સોશ્‍યલ મીડીયામાં પણ આ મોબાઇલ સળગવાના બનાવના સીસી ટીવી ફુટેજ વાયરલ થયા હતા.ધારીમાં રોયલ પ્‍લાઝામાં આવેલ ગણેશ મોબાઇલમાં દુકાનદાર જસ્‍મીનભાઇ બોરડ પાસે રીપેરીંગ માટે એમ આઇ નોટ ચાર મોબાઇલ આવ્‍યો હતો તેણે રીપેરીંગ માટે મોબાઇલને ખોલ્‍યો અને બાજુમાં મુકતા જ જેમ બોમ્‍બનું સુરસુરીયુ થાય તેજ પ્રકારે આ મોબાઇલનું સુરસુરીયુ થયું હતુ જો આ મોબાઇલ ફાટયો હોત તો જાનમાલની ખુવારી પણ કદાચ થઇ હોત તેમ મનાય છે આ સુરસુરીયાની ઘટનાની સીસી ટીવી કલીપ પણ સોશ્‍યલ મીડીયામાં વાયરલ થઇ હતી.


કોંગ્રેસના કોઇ આગેવાનો સરદારને વંદન કરવા પણ નથી ગયા : શ્રી રૂપાલા

અમરેલી,
અમરેલી જિલ્‍લા ભાજપ ર્ેારા નુતન વર્ષે લીલીયા રોડ ઉપર આવેલ ખેડુત તાલીમ કેન્‍દ્રમાં ભવ્‍ય સ્‍નેહમીલન સમારોહ કેન્‍દ્રીય રાજયકક્ષાના કૃષી મંત્રી પરસોતમભાઈ રૂપાલાના અઘ્‍યક્ષ સ્‍થાને યોજાયો હતો.આ પ્રસંગે કેન્‍દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા, રાજયકક્ષાના કૃષી મંત્રી અને જિલ્‍લા પ્રભારીમંત્રી આર.સી. ફળદુ, સંસદસભ્‍ય નારણભાઈ કાછડીયા, પુર્વધારાસભ્‍ય હીરાભાઈ સોલંકી, બાલુભાઈ તંતી, પુર્વમંત્રી વી.વી.વઘાસીયા, પુર્વ ધારાસભ્‍ય અને ધારી માર્કેટયાર્ડના ચેરમેન મનસુખભાઈ ભુવા, ડો.ભરતભાઈ કાનાબાર, જિલ્‍લાભાજપ પ્રમુખ હીરેનભાઈ હીરપરા, રવુભાઈ ખુમાણ, પુર્વ ધારાસભ્‍ય વાલજીભાઈ ખોખરીયા, કૌશીકભાઈ વેકરીયા, શૈલેષભાઈ પરમાર, રશ્‍મીનભાઈ ડોડીયા, કમલેશભાઈ કાનાણી, જીતુભાઈ ડેર, તેમજ જિલ્‍લા મહીલા મોરચાના મધુબેન જોષી, રંજનબેન ડાભી સહીત મહીલા મોરચાના બહેનો જિલ્‍લામાથી મંડળના હોદેદારો અને કાર્યકરો વિશાળ સંખ્‍યામાં ઉપસ્‍થિત રહયા હતા. આ પ્રસંગે કેન્‍દ્રીયમંત્રી મનસુખભાઈ માંડવીયાએ પોતાના વ્‍યકતવ્‍યમાં જણાવ્‍યુ હતુ કે ભારતીય જનતા પાર્ટીના વારસાને આપણે જાળવીએ.જનસંઘ પાયાનુ છે.


17-11-2018


error: Content is protected !!