Main Menu

Wednesday, November 21st, 2018

 

કલેકટરશ્રી આયુષ ઓકે લાઠી અને બગસરાના માર્કેટયાર્ડ

ખાતે ટેકાના ભાવે થતી મગફળી ખરીદી પ્રક્રિયાનું નિરીક્ષણ કય
અમરેલી,
રાજય સરકાર દ્વારા ખરીફ માર્કેટીંગ સિઝન ર018-19 અન્‍વયે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાનો નિર્ણય લેવામાં આવ્‍યો છે. કલેકટરશ્રી આયુષ ઓકે લાઠી અને બગસરા તાલુકા માર્કેટ યાર્ડની મુલાકાત લીધી હતી અને ટેકાના ભાવે મગફળી ખરીદી કરવા માટે નિયત કરવામાં આવેલી પ્રઠ્ઠિયા મુજબ થતી કામગીરીનું નિરીક્ષણ કર્યુ હતુ.
કલેકટરશ્રીએ કભ્‍ુ કે, અમરેલી જિલ્લા ના નવ કેન્‍દ્રો પર ટેકાના ભાવે મગફળી ખરીદી કરવામાં આવી રહી છે. અત્‍યાલર સુધીમાં સાડા 11 હજાર ક્‍વિન્‍ટાલ મગફળી ખરીદવામાં આવેલ છે. શ્રી ઓકે વધુમાં ઉમેર્યુ કે, બગસરા માર્કેટ યાર્ડમાં 1,રપ0 ક્‍વિન્‍ટ લ મગફળી ખરીદવામાં આવી છે. બગસરામાં આજે 1,પ00 ક્‍વિન્‍ટાલ મગફળી ખરીદીનો અંદાજ છે. લાઠી માર્કેટ યાર્ડ ખાતે તા.19મી સાંજ સુધીમાં પપ0.રપ ક્‍વિન્‍ટરલ મગફળી ખરીદી કરવામાં આવી છે. કલેકટરશ્રી આયુષ ઓકની મુલાકાત દરમિયાન પ્રાંત અધિકારી સર્વશ્રી અસારી, શ્રી આર.કે. ઓઝા અને મામલતદાર સર્વશ્રી નીનામા અને શ્રી તલાટ, ગુજરાત નાગરિક પુરવઠા ગોડાઉન મેનેજરશ્રી ડી.જે. લશ્‍કરી સહિત સંબંધિત કચેરીઓનાઅધિકારી-કર્મચારીશ્રીઓ જોડાયા હતાર્.ુ


ભાક્ષીમાં મારામારીનો મામલો હત્‍યામાં પલટાયો

રાજુલા
રાજુલા તાલુકા માં ભંડારીયા નજીક આવેલ ભાક્ષી ગામ માં તારીખ 17 એટલે કે ત્રણ દિવસ પહેલા કુંભાર સમાજ માં અંદરો અંદર મારા મારી સર્જાય હતી જેમાં મધુભાઈ પરસોતમભાઈ ઘોડાદ્રા ઉંમર 48 રહે ભાક્ષી ભંડારીયા વાળા ને ગંભીર ઇજા થઇ હતી પ્રથમ રાજુલા હોસ્‍પિટલ ત્‍યાર બાદ વધુ સારવાર માટે ભાવનગર હોસ્‍પિટલમાં ખસેડવા માં આવ્‍યા હતા ન્નયાં તેમનું આજે સારવાર દરમિયાન મોત નિપજતા આખો મામલો હત્‍યા મા પલટાય ગયો છે ઘટના ને પગલે રાજુલા ઇન્‍ચાર્જ પી.આઈ.તુવર સહિત પોલીસ કાફલો ભાવનગર હોસ્‍પિટલ ફરિયાદ લેવા રવાના થયો છે.
મોડી રાતે ફરિયાદ નોંધાય તેવી શકયતા મનાય રહી છે હાલ માં આરોપી ને શોધવા પોલીસ ની કવાયત હાથ ધરી છે અને પોલીસ સૂત્રો પાસે થી એવી પણ હકીકત જાણવા મળી રહી છે .
અંદરો અંદર કુટુંબીજનો ની મારા મારી છે અને લાકડું માથા ના ભાગે મારવા માં આવ્‍યું હતું અને ત્‍યાર બાદ તેમણે ગંભીર ઇજા થઇ હતી આજે સારવાર દરમિયાન મોત નીપન્નયું હતું જેને પગલે નાનકડા એવા ભાક્ષીગામ માં ચકચાર મચી ગઇ હતી


બાબરામાં રેઢીયાર પશુના અડીંગા : આખલાઓની ફાઈટથી સ્‍વયંભુ કરફયું

બાબરા,
બાબરા શહેર વિસ્‍તારમાં 400 થી વધુ રેઢીયાર પશુઓના ઠેર-ઠેર અડીંગા અને આખલા યુઘ્‍ધ સમયે ઘવાતા શહેરીજનો, વાહન ચાલકોની બુમ સામે નિર્માલ્‍ય નગરપાલિકા શાશકો તંત્રવાહકો મુક પ્રેક્ષક ભુમિકા ભજવી જાહેર જનતાને પડતી હાડમારી માટે મરક મરક હસતા હોવાનુ જણાઈ આવે છે. બાબરા શહેર મઘ્‍યમાંથી પસાર થતા રાજકોટ-ભાવનગર હાઈવે સહીત માર્કેટયાર્ડ પુલ બાબરા અમરેલી રોડ તથા સરકારી, ખાનગી શ ાળા મુખ્‍ય બજારો બુધવારી બજારમાં તેમજ રહેણાંક વિસ્‍તારોમાં રેઢીયાર પશુના અડીંગા અને બુલ ફાઈટથી જનતા ત્રાહીમામ પોકારી ઉઠી છે.
અને વખતો વખત આવા પશુની રંજાડ અંગે સ્‍થાનીક તંત્ર સમક્ષ રજુઆત થાય છે. હાલ બાબરાના વિકાસ માટે તત્‍પર નગરપાલિકા વાહકો ર્ેારા રેઢીયાર પશુ પકડી પાડી ગ્રામ્‍ય સુખાકારી માટે યોગ્‍ય કામકરે તે અતી જરૂરી બન્‍યું છે.
સ્‍થાનીક નગરપાલિકા પાસે પશુ પકડવા અંગેના વાહનોની વ્‍યવસ્‍થા ઉપલબ્‍ધ છે. પંરતુ પશુવાડા માટે બજારમાં કોઈ જોગવાઈ નથી. સાથો સાથ સ્‍થાનીક ગૌશાળા પાંજરાપોળ આવા પશુ સાચવવા માટે નનૈયો ભણી રહયા છે. અવાર-નવાર અકસ્‍માતનું કારણ બનનારા રેઢીયાર પશુના કારણે અનેકની જીંદગી જોખમમાં પડે છે. સાથો સાથ વાહન અકસ્‍માતનું અબોલપશુ પણ મોતના ઘાટ ઉતારવા પામે છે. અબોલ પશુની નિર્ભક જીંદગી અને માનવ જાતને પડતી હાલાકીના ભાગરૂપે સ્‍થાનીક તંત્ર યોગ્‍ય નિવેડો લાવે તવી સવત્રમાંગ ઉઠી રહી છે.


જાફરાબાદનાં વરાહસ્‍વરૂપમાં કિંજલ દવેએ ડાયરો ડોલાવ્‍યો

જાફરાબાદ તાલુકા ના વરાહસ્‍વરૂપ મંદિર ખાતે તુલસી વિવાહ નું ભવ્‍ય આયોજન કરવા માં આવ્‍યું હતું કથીવદર સમસ્‍ત ગ્રામજનો દ્વારા જાન લઈ મેં વરાહસ્‍વરૂપ આવ્‍યા હતા અને અહીં જાન આવતા સ્‍વરાહ સ્‍વરૂપ મંદિર તથા ગામ લોકો દ્વારા જાનેયા ઓ નું પરંપરા મુજબ સામૈયું કરી જાજરમાન મહેમાનો માટે બેસવા ની સહિત ની તમામ.પ્રકાર ની વ્‍યવસ્‍થા ઓ ઉભી કરવા માં આવી હતી
તુલસી વિવાહ માં વિધિવત રીતે તમામ પ્રકાર ની વિધિ કરી વિવાહ યોન્નયા હતા અને ચારે તરફ લગ્નન ગીત ની રમઝટ બોલતી હતી સાથેસાથેદરિયા કાંઠા નુ માણસો પણ અહીં ઉમટી પડ્‍યું હતું અહીં આશરે ર0,000 કરતા વધુ મેદની ઉમટી પડી હતીવરાહસ્‍વરૂપ મંદિર એટલે આ વિસ્‍તાર માં પુરનીક મંદિર અને લોકો નું આસ્‍થાનું કેન્‍દ્ર હોવાને કારણે ચારે તરફ વિવિધ જ્ઞાતિ ના લોકો ઉમટી પડ્‍યા હતા પરિવાર સાથે સામુહિક લોકો જોવા મળિયા હતા સાથેસાથે મોડી રાતે લોક ગાયિકા કિંજલ દવે નું હજારો મેદની વચ્‍ચે આગમન થતા કીકીયાર થી ગ્રાઉન્‍ડ ગુંજી ઉઠ્‍યું હતું કિંજલ દવે એ આહીર સમાજ નો પહેરવેશ પ્‍હેરી ને આવતા સ્‍થાનિક લોકો માં પણ ઉત્‍સાહ જોવા મળ્‍યો હતો સાથે સાથે કિંજલ દવે સ્‍ટેજ પર આકર્ષણ નું કેન્‍દ્ર જોવા મળી હતી જેમાં ઉપસ્‍થિત સિહોર મોંઘી બા ની જગ્‍યા ના મહંત ઝીણારામબાપુ,વૃદાવન રાજેન્‍દ્ર દાસ બાપુ,રાજય ના પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી,આહીર સમાજ અગ્રણી પ્રમુખ બાઘાભાઈ લાખણોત્રા,ઉપ પ્રમુખ દદુભાઈ વાઘ,સરપંચ હરસુરભાઈ લાખણોત્રા,યાર્ડ ચેરમેન જીજ્ઞેશભાઈ પટેલ,નાથાભાઇ વાઘ,પુનાભાઈ ભીલ,અલ્‍ટ્રાટેક સી.ઓ.ઓ.ગોપીકા તિવારી,ભાનુકુમાર,સજાનન્‍દ,વિવેક ખોસલા,સ્‍વાન એનર્જી,જી.એસ.પી. ચી. કમોની આસપાસ ના ઉધોગ ગૃહો ના અધિકારી સહિત ના લોકો ઉપસ્‍થિત રહેતા હતાને અયોજક મીઠાભાઈ લાખણોત્રા, બાબુભાઇ, સુરેશભાઈ, ખીમભાઈ,ભીખાભાઇ, વિરાભાઈ ચાવડા,સરપંચ સાદુળભાઈ સાહિત આજુબાજુ ગામ ના સરપંચ સહિત ગ્રામ પંચાયત સદસ્‍ય વિવિધ જ્ઞાતિ માંઅગ્રણીઓ ઉપસ્‍થિત રભ હતા અને અહીં આયોજક દ્વારા મહેમાનો નું સ્‍વગત અને સન્‍માન કર્યું હતું આશરે ર0હજાર કરતા વધુ મેદની ઉમટી પડી હતી


બેફામ લુખ્‍ખાગીરી સામે દલખાણીયામાં જનઆક્નોશ : આવેદનપત્ર

અમરેલી,બહેનદીકરીઓની છેડતી કરી દારૂ પીને અવારનવાર ગામ બંધ કરાવી દેતા બે સેમરડીના અને એક દલખણીયાના લુખ્‍ખા શખ્‍સો સામે દલખાણીયાઓમાં જન આક્નોશ ભભુકી ઉઠયો છે અને આજે એક હજાર ગ્રામજનોએ ધારી મામલતદાર કચેરીએ જઇને આવેદનપત્ર પાઠવી કડક પગલા લેવા માટે માંગણી કરી હતી.આ અંગેની વિગતો એવા પ્રકારની છે કે, ધારી તાલુકાના દલખાણીયા ગામમાં બસસ્‍ટેન્‍ડે દારૂ પી ગાળુ બોલી દંગલ કરતા સેમરડીના કાળુ બારાન મ્‍લોચ, ભુરા ફતુ મ્‍લોચ અને દલખાણીયાના મુન્‍ના ઘુઘા મ્‍લોચ નામના લુખ્‍ખા શખ્‍સો દાદાગીરી કરી ગામને બાનમાં લેતા હોવાની રજુઆત સાથે પુર્વ ધારાસભ્‍યશ્રી મનસુખભાઇ ભુવા,ગામના આગેવાનો સરપંચ શ્રી હસુભાઇ કાનજીભાઇ હિરપરા, લાલજીભાઇ સાવલીયા, કીરીટભાઇ શેઠ, ભાણીયાભાઇ અશ્‍વીનભાઇ માલણીયા, સુરેશભાઇ સહિત મોટી સંખ્‍યામાં આગેવાનો ગ્રામજનો અને બહેનોએ ધારણી ખાતે જઇ મામલતદારને આવેદનપત્ર પાઠવી અને કડક પગલા લેવાની માંગણી કરી હતી.


અમરેલીનાં માર્ગો બન્‍યા ફરી રક્‍તરંજીત

અમરેલી,અમરેલી જિલ્‍લામાં માર્ગ અકસ્‍માતનાં બનાવ બનવાનાફરી શરૂ થતા હતા જેમાં બે અલગ અલગ સ્‍થળોએ અકસ્‍માત સર્જાતા એક બાળકનું મોત થયું હતુ જયારે બે યુવાનોને ગંભીર રીતે ઇજા પહોંચી હતી.ઇજા પામેલા બે યુવાનોને 108 દ્વારા તાત્‍તકાલીક સારવાર માટે અમરેલીસીવીલ હોસ્‍પીટલમાં ખસેડવામા આવ્‍યા હતા.આ અકસ્‍માતોની વિગતો એવા પ્રકારની છે કે, અમરેલી નજીક આવેલ ગુજકોમાસોલ નજીક ધનશ્‍યામભાઇ પોતાના પાંચ વર્ષનાં પુત્ર કેવલ, પુત્રી તથા માતાની સાથે રોડની બાજુમાં ઉભા હતા તે દરમીયાન એક વાનનાં ચાલકે (નંબર. જી.જે.1. એચએફ. 4406) પોતાની ગાડીનો કાબુ ગુમાવતા 5 વર્ષનાં કેવલની સાથે અથડાવતા કેવલનું ઘટના સ્‍થળે મોત થયું હતુ જયારે બીજો બનાવ ખીજળીયાનાં પાટીયા પાસે બન્‍યો હતો જેમાં હસમુખભાઇ વિનુભાઇ ચાંગસા તથા હિતેષભાઇ કાળુભાઇ ડાબસરા પોતાની બાઇક ચલાવી અમરેલીથી પોતાના ગામ જાળીયા તરફ જતા હતા તે દરમીયાન એક એમ્‍મ્‍યુલન્‍સ સાથે ધડાકાભોર અથડામણ થયું હતુ.બંને યુવાનોનો પગનાં ભાગે ગંભીર પ્રકારની ઇજા પહોંચી હતી. બનાવની જાણ થતા 108 પણ તુરત ઘટના સ્‍થળે દોડી ગઇ હતી.ઇજા પહોંચેલા બંને યુવાનોને તાત્‍કાલીક સારવાર માટે અમરેલી સીવીલ હોસ્‍પીટલમાં ખસેડવામા આવ્‍યા હતા.જયારે ત્રીજા બવમાં સાવરકુંડલાના ખાંભા રોડે આવેલા રેલવે ફાટક પાસે આવેલપીપર સાથે બાઇક અથડાતા સાવરકુંડલાના નંદાભાઇ જીયાણી નામના પટેલ આધેડનું મોત નિપજયું હતુ.

 


કાર સળગતા અમરેલીના ડો.પંચાલના બિલ્‍ડર પુત્રનું મૃત્‍યુ

અમરેલી,
અમરેલીના સેવાભાવી સીનીયર ડોકટર શ્રી પી.પી. પંચાલના વડોદરા ખાતે રહેતા ત્‍યાના અગ્રણી યુવા બીલ્‍ડર શ્રી મીહીર પંચાલનું કાર સળગી ઉઠતા મૃઆ્રયું નિપજયાના સમાચારે અમરેલીમાં આઘાત સાથે અરેરાટી જન્‍માવી છે.
ડો. પી.પી. પંચાલના એકના એક પુત્ર શ્રી મીહીર પંચાલ વડોદરા ખાતે રહે છે અને ત્‍યાના અગ્રણી બિલ્‍ડર છે. આજે સવારે 11 વાગ્‍યે વડોદરાના ખાનપુર પાસે તેની એન્‍ડોવર કાર અચાનક સળગી ઉઠી હતી અને શ્રી મીહીર પંચાલે સીટ બેલ્‍ટ બાંધેલ હોય તે કોઇ કારણોસર ન ખુલતા તે કારમાં સળગી ઉઠયા હતા અને આ આગની જાણ થતા ફાયર ફાઇટર પણ ત્‍યા દોડી આવેલ પણ તે પહેલા જ આગે શ્રી મીહીર પંચાલના પ્રાણ હરી લીધા હતા.આ ઘટનાની અમરેલીમાં જાણ થતા અમરેલી આઇએમઅીના પ્રેસીડેન્‍ટ અને અગ્રણી તબીબ જી.જે. ગજેરા સહિતના તબીબો અમરેલીથી વડોદરા જવા માટે નિકળી ગયા હતા અને અમરેલીમાં આ બનાવની જાણ થતા ભારે અરેરાટી પ્રસરી છે. સાથજે સાથે આ બનાવ અંગે અનેક પ્રકારના તર્ક વિર્તક પણ થઇ રહયા હોય તેના મૃતદેહના પોસ્‍ટમોર્ટમ પછી સાચી પ્રાથમિક વિગતો બહાર આવશે.


error: Content is protected !!