Main Menu

Friday, November 23rd, 2018

 

અમરેલીમાં 27મીએ એકબીજાને ગમતા રહીએ-સાસુ વહુ દિકરી કાર્યક્નમ યોજાશે

અમરેલીમાં કડવા પટેલ સમાજ દ્વારા નવતર કાર્યક્નમનું આયોજન કરવામાં આવ્‍યું છે નવા વર્ષે સ્‍નેહમીલન સૌ યોજતા હોય છે પણ અહી સ્‍નેહમીલન સાસુ,વહુ, દિકરીનું યોજાવાનું છે અને તેમાં સંતવર્ય પૂ. મોરારીબાપુ તથા શ્રી પરસોતમભાઇ રૂપાલા અને કાજલ ઓઝા વૈદ્ય ઉપસ્‍થિત રહેવાના છે.


ધારીમાં વગર ડ્રાયવરે ચાલેલી જીપ ઉપર ફરી વળતા ઉમરભાઇ સંઘારનું મોત

અમરેલી, ધારીના જુની કચેરી રોડ ઉપર આંબલી શેરીના નાકામાં રહેતા ઉમરભાઇ આદમભાઇ સંઘાર (ઉ.વ.56)આજે વોકીંગ માટે નિકળ્‍યા ત્‍યારે ત્‍યા પાર્ક કરાયેલી એક જીપ અચાનક વગર ડ્રાયવરે ચાલવા લાગતા ડ્રાયવર વગર દોડેલી જીપે ઉપરભાઇને હડફેટે લેતા તેઉમરભાઇ સંઘાર ને ગંભીર ઇજા સાથે ધારીથી અમરેલી ખસેડાઇ રહયા હતા ત્‍યારે ચલાલા નજીક માર્ગમાં તેમનું મૃત્‍યુ નિપજયું હતુ. આ બનાવને કારણે ધારીમાં ઘેરા શોકની લાગણી ફરી વળી છે.


અમરેલીના અમૃતનગરમાં પાંચ માસ પહેલા લગ્‍ન કરનાર પરિણિતાનો આપઘાત

અમરેલી,
અમરેલીના અમૃતનગર શેરી નં.7માં રહેતી પ્રભાબેન કીરીટભાઇ ખોડાભાઇ મકવાણા(ઉ.વ.22)એ કોઇ અકળકારણોસર ગળાફાંસો ખાઇ લેતા તેણુ નુ મૃત્‍યુ નિપજયુ હતુ તેના લગ્‍ન પાંચ માસ પહેલા જ થયા હતા.આ બનાવની જાણ થતા પીએસઆઇ શ્રી મોરી દોડી ગયા છે.


દેવગામમાં ડાયાબીટીશ બ્‍લડપ્રેશર કેમ્‍પ યોજાયો

દેવગામ,આજ રોજ વલ્‍ડ ડાયાબીટીસ ડે ને અનુલક્ષાીને પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર દેવગામ અને લાયન્‍સ કલબ ઓફ અમરેલીનો સંયુકત ઉપક્રમે દેવગામ ખાતે ડાયાબીટીશ અને બ્‍લડ પ્રેશર ચેકઅપ કેમ્‍પનું આયોજન કરવામાં આવેલ. જેમાં કુલ 141 લાભાર્થીઓનુ ચેકઅપ કરવામાં આવેલ જેમાં ડાયાબીટીસ અને બ્‍લડપ્રેશરનુ નિદાન થયેલ દર્દીઓને પ્રા.આ.કેન્‍દ્ર દેવગામ ખાતે વિશેષ સારવાર આપવામાં આવેલ. તથા પ્રા.આ.કેન્‍દ્રના સ્‍ટાફે અને લાયન્‍સ કલબ ઓફ અમરેલી ર્ેારા ડાયાબીટીસ, બી.પી., ટીબી વગેરે જેવા રોગો વિશે આરોગ્‍ય શિક્ષણ આપવામાં આવેલ તથા આરો પત્રિકા વિતરણ ર્ેારા જન જાગૃતિનુ કાર્ય કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમમાં પ્રા.આ.કેન્‍દ્ર દેવગામના મેડીકલ ઓફીસર ડો. દેવેન વ્‍યાસ, હેલ્‍થ સુપરવાઈઝર પ્રદિપભાઈ ગોહિલ એમ.પી.એચ.ડબ્‍લયુ. રૂપેશભાઈ રાજા અને આશાબહેનો ર્ેારા પ્રસંશનીય કામગીરી કરવામાં આવેલ.


અમરેલીમાં રવિવારે પરજીયા સોની સમાજનું સ્‍નેહમીલન યોજાશે

અમરેલી,
અમરેલીના પરજીયા સોની સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ અમરેલીમાં રવિવારે પરજીયા સોની સમાજનું પરંપરાગત ઢબે સ્‍નેહમીલન યોજાનાર છે.
અમરેલીમાં પરજીયા સોનીવાડી (એ.એ.ધકાણ હોલ) ખાતે તા. 25ના રવિવારે સાંજે પાંચ કલાકે સ્‍નેહમીલન અને સમુહ જ્ઞાતિભોજન યોજાશે અને તેમા અમરેલીના પરજીયા સોની સમાજ દ્વારા દર વર્ષે યોજાતા સ્‍નેહમીલનમાટે ઉમંગભેર તડામાર તૈયારીઓનો પ્રારંભ કરી દેવામાં આવ્‍યો છે. સોનીવાડી ખાતે આ સ્‍નેહમીલન સાંજે પાંચ કલાકે યોજાશે.
સ્‍નેહમીલન પુર્ણ થયા બાદ સાંજે સમુહ જ્ઞાતિ ભોજનનું આયોજન હોય તો અમરેલી શહેરમાં વસતા પરજીયા સોની સમાજના સૌ જ્ઞાતિના ભાઇઓ બહેનોએ મહેમાનો સાથે પધારવા ભાવભર્યુ નિમંત્રણ અમરેલીના પરજીયા સોની સમાજ દ્વારા પાઠવાયું છે.


બગસરામાં પી.એસ.આઇશ્રી સરવૈયાએ ટ્રાફીક ઝુંબેશ હાથધરી

બગસરા ,બગસરા પોલીસ સ્‍ટેશનમા નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા જાબજ પી.એસ.આઈ મોરીની બદલી અમરેલી ખાતે થયેલ ત્‍યાર બાદ બગસરા પોલીસ સ્‍ટેશન નો ચાર્જ નવા પી.એસ.આઈ ડી.કે સરવૈયા સાંભયેલ ત્‍યારે શહેર મા આડેધડ પાર્કિંગ કરતા વાહનો તેમજ કાગળ લાઇસન્‍સ વગર ધૂમ સ્‍ટાઇલ થી ચલાવતા વાહન ચાલકોનેપી.એ.આઈ સરવૈયા ની આગેવાનીમાં બગસરા પોલીસ દ્વારા 30 જેટલા વાહન ચાલકોને એન.સી.મુકેલ અને 3000 હજાર જેટલો દંડ વસુલેલ તેમજ 3 વાહનો ડિટેન કરેલ હતા ત્‍યારે શહેર ના નાગરિકો દ્વારા પોલીસ દ્વારા થયેલ કામગીરી સરાહનીય છે તેવા શબ્‍દો સાંભળવા મળેલ હતા


અમરેલીમાં ગાવા છે ગીત મારા ગામના કાર્યક્નમ યોજાશે

અમરેલી,
અમરેલીના લાડકા કાવિશ્રી મેશ પોખા સંભારણા રૂપે તેમની જન્‍મજયંતીના અવસરે ડો.પ્રતાપભાઇ પંડયાની ઉપસ્‍થિતિમાં સંગીત સંઘ્‍યા ગાવા છે ગીત મારા ગામના કાર્યક્નમ યોજાશે જેમાં સ્‍વરાંકન સંગીત સંયોજક તરીકે ડો. સંજીવ ધારૈયા અને ગાયકો શિવાની વ્‍યાસ, સોનલ જોષી, અપેક્ષા ભટ્ટ, શ્રેયસ સેજુ, મનોજ ઠાકર, મનીષ ત્રિવેદી જમાવટ કરશે. તા.24-11-18 શનિવારે રાત્રે 8:30 કલાકથી મહાજન પાર્ટીપ્‍લોટ રેલ્‍વે સ્‍ટેશન પાસે અમરેલી ખાતે કાર્યક્નમનો લાભ લેવા પરેશ મહેતા અને અમરેલઝી જીલ્‍લા સાહિત્‍ય સર્જક પરિવાર વતી ઉમેશ જોષીએ જણાવ્‍યું છે.


પંદર વર્ષ પહેલાવાંકિયામાં પણ ‘ધ બર્નિગ કારે’ 6 નો ભોગ લીધેલ

અમરેલીના સેવાભાવી ડોકટર શ્રી પી.પી. પંચાલના પુત્ર મીહીર પંચાલના કાર અકસ્‍માતે દોઢ દાયકા પહેલાના વાંકીયાના બનાવને તાજો કર્યો હતો આજથી પંદર વર્ષ પહેલા અમરેલીના વાંકિયામાં પણ ‘ધ બર્નિગ કારે’ 6 માનવ જીંદગીનો ભોગ લીધેલ હતો.
ડો.પી.પી. પંચાલના પુત્ર અને વડોદરાના અગ્રણી બિલ્‍ડર તથા મીલનસાર સ્‍વભાવના સ્‍વ.મીહીર શાહની આધુનિક એન્‍ડોવર કાર સળગી ગઇ અને અંદર મીહીરભાઇના માત્ર અવશેષો જ મળ્‍યા હતા આ બનાવમાં અનેક તર્કવિતર્ક સાથે અમરેલી સહિત રાજયભરમાં ચર્ચા જગાવી છે જોકે અહી બનાવના કારણ માટે નહી પણ અકસ્‍માતની ભયંકરતા અને કાર સળગી જવાને કારણે થયેલા મોતથી સૌ કોઇ એ જુના અને દુખદ બનાવને યાદ કરી રહયા છે.
ઇસવીસન 2003ના ફેબ્રુઆરી માસની 11મી તારીખના બે દિવસ પહેલા અમરેલીના વાંકીયા ગામના તત્‍કાલીન સરપંચ શ્રી જનુભાઇ અકબરીના અમેરીકા રહેતા ભાઇ ગોરધનભાઇ અને જનુભાઇના જર્મનીના બેલ્‍જીયમ ખાતે રહેતા મુળ ચરખડીયાના વતની બનેવી હેમંતકુમાર મોહનભાઇ પટેલ દેશમાં લગ્‍નપ્રસંગમાં આવ્‍યા હતા.
11મીએ રાત્રીના અમરેલીના કિસાનફાર્મમાં ધારાસભ્‍ય શ્રી પરેશ ધાનાણીની પત્રકાર પરિષદ હતી તે પુર્ણ થતા જ સમાચાર આવ્‍યા કે અત્‍યારેસાડાઆઠથી નવ વચ્‍ચે વાંકીયા નજીક કારનો અકસ્‍માત થયો છે આ સમાચારને પગલે એકસલુઝીવ ઝડપી સચોટ સમાચાર આપવાની પરંપરા ધરાવતા અવધ ટાઇમ્‍સની ટીમ રાત્રીના દસ વાગ્‍યે વાંકીયા પહોંચી ગઇ હતી સાથે સાથે ધારાસભ્‍યશ્રી પરેશ ધાનાણી પણ સ્‍થળ ઉપર પહોંચી ગયા હતા.
અત્‍યારે જેમ સોશ્‍યલ મીડીયામાં વડોદરામાં સળગતી કારનો વિડીયો આવ્‍યો તેવી જ ભડભડ સળગી હતી ફીયાટ કંપનીની પાલીયો કાર. અમરેલીથી પંદર કી.મી. દુર અવધ ટાઇમ્‍સની ટીમ પહોંચી ત્‍યારે કાર નીચે હજુ અગ્‍ની ટમટમતો હતો ત્‍યા ધડાકાભેર ઝાડ સાથે અથડાઇ અને ભડભડ સળગતા છ માનવી સળગી ગયા હતા બે પુરુષ,ચાર બાળકો અને એક કુતરુ કારમાં હતા વાંકીયાથી ધારી રોડે જવાના માર્ગે બનાવ બનેલ હતો.
આ કારમાં દિપકભાઇ જનુભાઇ અકબરી, હેમંતકુમાર મોહનભાઇ પટેલ, પ્રતિક હેમંતકુમાર પટેલ (ઉ.વ.10), આકાશ ગોરધનભાઇ અકબરી (ઉ.વ.9), રીઘ્‍ધીબેન વિનુભાઇ અકબરી (ઉ.વ.10), દ્રષ્‍ટી નિરવભાઇ અકબરી (ઉ.વ.3), નિલ દિપકભાઇ અકબરી (ઉ.વ.3) અને એક પાળેલ ડોગીને લઇનણે પીઝા ખાવા માટે અને બાળકોને ચક્ક્‌ર મરાવવા નિકળેલા દિપકભાઇ અને હેમંતભાઇની પાલીયો કાર એક ઝાડ સાથે ધડાકાભેર અથડાતા નિલ બહાર ફેકાઇ જતા બચી ગયો હતો બાકીના છ એ છ ના સળગીને ભડથુ થતા મોતનિપજયા હતા.અને જેમ મીહીરભાઇ પંચાલના બનાવમાં જેમ અવશેષો રહયા પાલીયો કારમાં સળગેલા માનવીઓના માત્ર અવશેષો જ રહયા હતા અમેરીકા અને જમર્નીથી આવેલ એનઆરઆઇની ભયંકર રીતે સળગેલી લાશની ઓળખ માટે ડીએનએ ટેસ્‍ટ કરવાના હતા પરંતુ તેના કદ આકાર ઉપરથી ઓળખવિધિ થતા ડીએનએ ટેસ્‍ટ માંડી વાળવામાં આવેલ.


અમરેલીના ગુજકો પાસે ઢોરે બાઇકને ઉછાળતા મહીલાનું મૃત્‍યું

અમરેલી,
અમરેલીના સાવરકુંડલા રોડ ઉપર ગુજકોમાસોલ પાસે આજે બપોરના સમયે એક ઢોરે બાઇકને હડફેટે લઇ ઉછાળતા બાઇકમાં પાછળ બેઠેલા અમરેલીના જેસીંગપરાના રહીશ શોભાબેન સંજયભાઇ ગોંડલીયા (ઉ.વ.48)નું ઘટનાસ્‍થળેજ મોત નિપજયુ હતુ અને બાઇકસવારને પણ ઇજા થઇ હતી આ ઘટનાને જાણ થતા 108 સ્‍થળ ઉપર દોડી ગઇ હતી પણ માથામાં ગંભીર ઇજા થવાને કારણે શોભાબેનનું પ્રાણપંખેરુ ઉડી ગયું હતુ.
અમરેલીમાં રેઢીયાળ ઢોરનો ભારે ત્રાસ છે અને ભુતકાળમાં જયારે મોહનબાપા સોજીત્રા પાલિકાના પ્રમુખ હતા ત્‍યારે ઢોરને ડમ્‍બે પુરી આ સમસ્‍યા હલ કરી હતી પણ ત્‍યાર બાદ કોઇએ આ અંગે પગલા લીધા નથી.તંત્ર તાકીદે યોગ્‍ય પગલા લઇને લોકોના જીવ જતા અટકાવે તેવી લાોમાં માંગણી ઉઠવા પામી છે.


ખાંભાના મોટા સમઢીયાળાના ખેડુતની હત્‍યામાં સંડોવાયેલા સાત શખ્‍સો ઝડપાયા

અમરેલી,
ખાંભાના મોટા સમઢીયાળાના ખેડુત પરસોતમભાઇ દોંગાની હત્‍યામાં પોલીસ સમક્ષ હત્‍યારાઓની ધરપકડ કરી કડક પગલાઓ લેવાની કરાયેલી માંગણી બાદ બનાવની તપાસ ધારીના સીપીઆઇ પાસેથી લઇને સાવરકુંડલાના ડીવાયએસપીશ્રી કેજે ચૌધરીને અમરેલીના ઇન્‍ચાર્જ એસપી શ્રીી બી.એમ.દેસાઇએ સોપી હતી અને હત્‍યારાઓને તાકીદે પકડી પાડવા માટે અપાયેલી સુચનાને પગલે પોલીસ દ્વારા સઘન કોમ્‍બીંગ કરાતાખાંભાના નાની ધારી ખાતેથી પોલીસે હત્‍યામાં સંડોવાયેલા રણજીત ધીરૂભાઇ વાળા, નાગ માત્રાભાઇ વાળા,દેવાયત ઉર્ફે લાલો ગોદડભાઇ ધાખડા, રે ત્રણેય નાની ધારી તથા રામવાળાની વાવડી ગામના વનરાજ દડુભાઇ વાળા, વિરેન્‍દ્ર દાદુભાઇ વાળા, જસ્‍કુ ગભરુભાઇ જેબલીયા અને હરેશ વલકુભાઇ વાળાને પોલીસે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.


error: Content is protected !!