Main Menu

Friday, November 30th, 2018

 

અમરેલીમાં દિલાવરબાપુના બંને શાહેજાદાઓનું ખીલાફત મળતા શ્રીસંઘાણી દ્વારા સન્‍માન

પીરેતરીક્‍ત સૈયદ દિલાવર હુસેનબાપુ ચિશ્‍તીના શહેઝાદા સૈયદ દાદાબપું તથા સૈયદ નીઝામબાપુ ચિશ્‍તી ને ખીલાફત મળતા પૂર્વ કૃષિમંત્રી શ્રી, દિલીપભાઈ સંઘાણી કે જેઓ આ કુટુંબ સાથે વર્ષોથી કોંટુમ્‍બીક સંબંધો ધરાવે છે તેઓ શ્રી એ આ બંને શહેઝાદાઓનું શાલ ઓઢાડી બહુમાન કરેલ હતું.
આ પ્રસંગે સામાજીક કાર્યકર્તા દીલશાદભાઈ શેખ, નગરપાલિકા સદસ્‍ય નાનભાઈ બિલખીયા, નિવૃત મામલતદાર દેરડીવાલા, એડવોકેટ રફીકભાઈ મોગલ, શબ્‍બીરબાપુ બુખારી, શોહેલ શેખ, બાબુભાઈ હીરપરા અને અન્‍ય અગ્રણીઓ ઉપસ્‍થિત રહેલ હતા..


બાબરામાં બ્‍લોક રોડનુ ખાતમુહુર્ત કરાયું

બાબરા,બાબરા નગરપાલિકા ના વિકાસ ના કામો આગળ વધી રહીયા છે શહેર ના વિવિધ વિસ્‍તારો મા બાકી રહેલા બ્‍લોક રોડ ના કામો પુરપાટ ઝડપે ચાલી રહીયા છે ત્‍યારે વોડઁ નંબર બે મા કોગ્રેસ ના જાગ્રુત નગરસેવકો આશાબેન ધમેશૅભાઇ વાવડીયા મંહમતાજબેન જાહાભાઇ ભોજવાણી બાવકુભાઇ બસીયા ની સફર રજુઆતથી વોડઁ બે ના રામનગર વિસ્‍તાર મા જિલ્લા શિક્ષણસમિતિ ચેરમેન મીનાબેન પ્રભાતભાઇ કોઠીવાળ ના વરદ ના હસ્‍તે બ્‍લોક રોડ નુ ખાત મુહુર્ત કરવામાં આવ્‍યું હતું આ તકે નગરપાલિકા ના પ્રમુખ વનરાજભાઇ વાળા સહીત મોટી સંખ્‍યા લતાવાસી ઓ ઉપસ્‍થિત રભ હતા બાબરા શહેર મા રોડ રસ્‍તા સફાઈ અભિયાન સહીત કામગીરી ને વેગવંત કરવાં બદલ પાલીકા પ્રમુખ વનરાજભાઇ વાળા સહીત તમામ સભ્‍યો ને અભિનંદન પાઠવ્‍યા હતા


સાવરકુંડલામાં ખરીદીમાં ખેડૂતોને અપાતી અપૂરતી સુવિધાઓ સામે રોષ વ્‍યકત કરતા શ્રીધામેલીયા

સાવરકુંડલા
સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં સરકારશ્રી તરફથી ટેકાના ભાવે શીંગ ખરીદ થતી હોય તેમાં ખેડૂતોને અન્‍યાય થતો હોય તેમહ માર્કેટિંગ યાર્ડ દ્વારા પાણીની તેમજ વાહનો પાર્કિંગ કરવાની તેમજ સમયસર શીગનું વજન તોલમાપ ન થવાની અનેક ફરિયાદો સાવરકુંડલા તાલુકા કોંગ્રેસ પ્રમુખશ્રી તથા જીલ્લા પંચાયત નાં ઉપ પ્રમુખશ્રી,તેમજ સાવરકુંડલા તાલુકા પંચાયત નાં કારોબારી ચેરમેનશ્રી તથા અન્‍ય કોંગ્રેસ ખેડૂત આગેવાનો પાસે ફરિયાદ આવતા આ આગેવાનો દ્વારા માર્કેટિંગ યાર્ડની અચાનક મુલાકત લેતા તેમાં નજર સમક્ષ જોવા મળ્‍યું કે શીંગ ની વેચાણ કરતા ખેડૂતોને ખુબજ પરેશાન થતા હોય,પીવાના પાણીની કોઈ વ્‍યવસ્‍થા નહોય, રીજેક્‍ટ થયેલ ખેડૂતોની શીંગ ખેડૂતો પોતાના ખર્ચે સાફ કરી વેચાણ માટે મુકવામાં આવતા હોવા છતાં સ્‍થળ પરના શીંગ ખરીદ કરવાવાળા દ્વારા આ શીંગને ખરીદવામાં આવતી નથી,અને તેઓ જાહેરમાં ખેડૂતોના મસીહા બની મસીહા બનાવાનો ખોટો ઢોંગકરતા સહકારી ક્ષેત્ર નાં આગેવાનો અને ડીરેકટરો દ્વારા અખબાર પેપરોમાં પ્રસિદ્ધઓ મેળવા ખોટી જાહેરાતો કરે છે.અને પાછળ થી સરકાર સાથે ઇલુ-ઇલુ કરીને ખેડૂતોને હેરાન કરતા હોય,અને પાછળથી લાગવગ કરી તેઓના મળતીયાઓના માલનું વેચાણ કરતા હોય છે, ગુજરાતી કહેવત પ્રમાણે ગાંડી ડાહીને શિખામણ આપતી હોય તેવું જણાઈ આવેલ છે, પોતે ખેડૂતો નાં હિતેચ્‍છુઓ હોય,તેવો ખોટો ઢોંગ રચી રભ છે, ખરેખર તેઓ ખેડૂતો નાં હમદર્દ હોય તો પાકવીમો કેમ અપાવી શક્‍યા નથી ,સમયસર કેમ લાઈટ અપાવી શક્‍યા નથી .કેમ સમયસર ખેડૂતોના ટેકાના ભાવો અપાવી શક્‍યા નથી.કેમ ખરીદેલી શીંગ નાં સમયસર નાણા અપાવી શકયા નથી,તેમજ કોંગ્રેસ નાં આગેવાનો તરીકે અને ખેડૂતના પુત્ર હોવાથી ખેડૂતોની વેદનાઓ અને મુશ્‍કેલીઓ ને વાચા આપવા માટે લોકો દ્વારા અને લોકો થકી અને લોકો માટે ચુટાયેલા પ્રતિનિધિ દ્વારા ખેડૂતોના હિતો માટે કામ કરતા હોઈએ છીએ ત્‍યારે આ લોકો નાં પેટમાં તેલ રેડાઈ રહેલ હોય, તો તેમાં તેઓ ખેડૂતો નાં ખોટા હમદર્દ બની બેઠેલા લોકો કે જેઓ ખોટી મતદારયાદી બનાવી,ખોટા બોગસ નામો દાખલ કરીને ખરા અને સાચા મતદારોના નામો કમી કરીને પોતાના માનીતાઓના મંડળીઓમાં કારોબારીના સભ્‍યો નો વધારો કરી ખેડૂત નહોવા છતાખેડૂતો બનાવી મતદાર યાદીમાં મસમોટું કૌભાડ આચરીને તેમજ કોંગ્રેસ પક્ષના હોવા છતાં કોંગ્રેસ ની અવગણના કરી સંધ,માર્કેટિંગ યાર્ડ,ભાસકો બેંક,ગુજકો માર્શલ, જેવી જુદી-જુદી સહકારીક્ષેત્ર માં મામકાવાદ લાવીને પોતાનાઓને ડીરેકટરો બનાવી એક હથ્‍થુ શાસન ચલાવાનું કામ તમો કરી રભ છો જેમાં છેલા 10 વર્ષમાં માર્કેટિંગ યાર્ડ માં કોઈ સુધારો,કે પરીવતન આવેલ નથી, તેમજ પ્રજાના કામો ટાઈમસર થતા નથી, તેમાં યાર્ડના પ્રમુખ,તેમજ અમુક ડીરેકટરો દ્વારા દૈનિક પેપરોમાં રદિયો આપતા હોય છેકે,કેટેગરી મુજબ શીંગ ખરીદવી,તેમાં આપના દ્વારાજ આપવામાં આવતી જાહેરાતો મુજબ કોઈ અમલવારી કરવામાં આવતી નથી, જેમાં કોંગેસમાં રહી કોંગ્રેસનો ખેસ પહેરીને કોંગ્રેસની વાતો કરનારા,ખેડૂતોની વાતો કરનારા, આજે કોંગ્રેસનો વિરોધ કરી રભ છે,ખેડૂતોનો વિરોધ કરી રભ છે, વર્ષોથી ભાજપ સરકાર સામે વિરોધ કરનારા આજે ભાજપના વખાણ કરી રભ છે,લોકો આજે બધુજ જાણી ગયેલ છે કે ખાવાના અને ચાવવાના દાત આપના અલગ છે, તેમજ વાત રહી ખેડૂતોની સરકારમાં બેઠેલા તેમજ સરકારના ખરીદ કરનારા અધિકારીઓ જન્‍મ જાત ખેડૂત પુત્ર નથી પણ અમો જન્‍મ જાત ખેડૂત પુત્રો છીએ, અને અમો ખેતી કામ પણ જાણીએ છીએ આ કમળ- કોંગ્રેસ નાં આગેવાનોએઅમોને ખેડૂતપુત્રો હોવાનું સર્ટીફીકેટ આપવાની જરૂરીયાત નથી,અમો ખેડૂત પુત્ર છીએ અને ખેડૂત પુત્ર રહેવાના અને ખેડૂત પુત્ર રહીશું.જો તમો ખરા અને સાચા હોય,તો કેમ ખેડૂતોને સમયસર સારા ભાવો નથી અપાવી શક્‍યા,મજુરોને તેમની મંજૂરીના નાણા નથી અપાવી શક્‍યા કે નથી માર્કેટીગ યાર્ડમાં પૂરી સુવિધાઓ અપાવી શક્‍યા માત્ર ખેડૂતોને હાઉ બતાવી ફોસલાવી,ફોન કરીને કે દબાવીને તેમજ માર્કેટયાર્ડ નાં પૈસાથી સ્‍નેહમિલન જેવા તાયફાઓ કરીને લોકોને ગેર માર્ગે દોરવાનું કામ કરી રહયા છો, અને કોંગ્રેસ પક્ષના નામે મત માંગો છો,અને કોંગ્રેસના પાયાના કાર્યકરોને ખેડૂત પુત્રો ના હોવાની વાહિયાત વાતો કરતા ફરો છો, આમ તમામ બાબતે માર્કેટ યાર્ડ અને તેમના અમુક ડીરેકટરો ખેડૂતોના ન્‍યાય અપાવવામાં તદન નિષ્‍ફળ ગયેલા હોય,તેમજ તુવેર દાળ,શીંગમાં સહકારી આગેવાનો બનીને સાવરકુંડલા તથા સમગ્ર ગુજરાતમાં મિલીભગત કરીને ધૂળ નાં ઢેફા નાખીને પૈસા પકવેલા છે,
જેના કારણે કોંગ્રેસ નાં આગેવાનો દ્વારા આ કૌભાંડ બહાર પાડીને પ્રજા અને ખેડૂત પુત્રો સમક્ષ લાવવામાં આવેલ અને ગુન્‍હાઓ પણ દાખલ કરીને ઉપવાસ પર પણ બેઠેલ હોય, તમારા કમળ-કોંગ્રેસના નેતા આ બાબતે ક્‍યાય રજૂઆત કરેલ હોય કે ઉપવાસ પર બેઠેલ હોય,તેમજખેડૂતોને ન્‍યાય આપાવેલ હોય તેવું આજદિન સુધી બનેલ નથી, જેથી ખેડૂતોના પ્રાણ પ્રશ્નો ને વાચા આપવા માટે ખેડૂત પુત્ર હોવાના નાતે સાવરકુંડલા તાલુકા કોંગ્રેસ પ્રમુખશ્રી,જીલ્લા પંચાયતના ઉપ-પ્રમુખશ્રી,તથા તાલુકા પંચાયત નાં કારોબારી ચેરમેનશ્રી તથા અન્‍ય ખેડૂત કોંગ્રેસ આગેવાનો ખેડૂતોના પ્રાણ પ્રશ્નોના નિરાકરણ માટે સરકારશ્રી સામે ન્‍યાય મેળવા માટે ગયેલા અને ઉગ્ર રજુઆતો પણ કરેલ છે. જો આ પ્રશ્ન નું નિરાકરણ નહિ આવેતો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચારેલ છે
અંતમાં જણાવેલ છે કે માત્ર દૈનિક પેપરોમાં ખોટી રજુઆતો,ખોટી વાતો, અને ખોટા આકડાઓ આપવાથી અને ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનું કામ કરવાથી ખેડૂતોના પર્શ્નો નો હલ થતો નથી, આમ ન્નયાં સુધી ખેડૂતોને અન્‍યાય થતો હશે ત્‍યાં સુધી નિયમિત યાર્ડમાં તથા જાહેરમાં જુદા-જુદા પ્રશ્નો માટે રજુઆતો કરવા પોતાની ફરજો સમજી ખેડૂતો ને થતા અન્‍યાય સામે ન્‍યાય મેળવા માટેના કામો કરતા રહીશું,


ધારીમાં ગરીબ લાભાર્થીઓને ગ્રામપંચાયત દ્વારા સનદ વિતરણ

ધારી,
ધારી ગ્રામપંચાયત કચેરી ખાતે ગરીબ લાભાર્થીઓને મફત પ્‍લોટની સનદ અને કબ્‍જા પાવતીનું વિતરણ સરપંચ, ઉપસરપંચ અને સેઠ્ઠેટરીના વરદ હસ્‍તે કરાયું હતું એટલું જ નહીં પણ સ્‍થળ પર જ સોગંદનામા કરાવી કુલ 79 લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસનો લાભ મળી રહે માટે ફોર્મ ભરી તાલુકા પંચાયતે પણ પહોંચતું કરી દેવામાં આવેલ પોતાના ઘરના ઘરનું સપનું પૂરું થવા જઈ રભ્‍ું છે ત્‍યારે ગરીબ લાભાર્થીઓ રાજીના રેડ થઈ જવા પામેલ ધારી ગામમાં વસતા ગરીબ લાભાર્થીઓને સરકાર દ્વારા મફત પ્‍લોટ ફાળવવામાં આવ્‍યા છે જેની સનદ અને કબ્‍જા પાવતીનું વિતરણ ગ્રામપંચાયત કચેરીના પરિસરમાં કરવામાં આવેલ કુલ 79 લાભાર્થીઓને આ મફત પ્‍લોટનો લાભ મળવા જઈ રભે છે
ત્‍યારે લાભાર્થીઓના મુખ પર ઘરના ઘરનું સપનુંપૂરું થયાનો અહેસાસ તેમજ હરખ ઉડીને આંખે વળગતો હતો સરપંચ જીતુભાઈ જોશી, ઉપસરપંચ જીજ્ઞેશગિરિ ગોસાઈ, સેઠ્ઠેટરી સીમાબેન વેગડા, ખાસ અધિકારી બી સી ચૌહાણના વરદ હસ્‍તે સનદ અને કબ્‍જા પાવતીનું વિતરણ ગરીબોને કરવામાં આવેલ તમામ ગરીબોએ સરપંચ, ઉપસરપંચને આશિર્વાદ આપતા થાકતા ન હોય તેવું ચિત્ર ઉપસી બહાર આવેલ સ્‍થળ પર જ તમામ લાભાર્થીઓના સોગંદનામા કરાવી પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ અપાવવાની ભલામણ કરતી દરખાસ્‍ત તાલુકા પંચાયત ખાતે મોકલી આપવામાં આવેલ કાર્યઠ્ઠમને પાર પાડવા કર્મચારીઓ હર્ષદભાઈ, ભૈયાભાઈ, પંકજભાઈ, નારણભાઈ, રમેશભાઈ મકવાણા, પિન્‍ટુભાઈ, ભરતભાઈ, મનિષાબેન, પ્રફુલાબેન, ભીખુભાઈ, સહેનાઝબેન, તેમજ બી ટી જાની એ સતત જહેમત ઉઠાવેલ


લીલીયાના પુંજાપાદરમાં પ્રાથમિક શાળાના 184 બાળકોને શૈક્ષણીક કીટ વિતરણ કરી

અમરેલી,
સિઘ્‍ધગિરિ મહાતીર્થ શ્રી ગીરનાર મહાતીર્થ છજ્જરી પાલિત સંઘ આયોજક શ્રી ગિરનાર ભક્‍તિ પરિવારઙ્ગ( તમિલનાડુ કર્ણાટક આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત)ઙ્ગઙ્ગઆજરોજ તારીખ ર8 /11/ ર018 ના રોજ પુંજાપાદર પ્રાથમિક શાળા ના 1 થી 8 ધોરણ મા અભ્‍યાસ કરતા 184 બાળકોને સ્‍કુલ બેગ વિતરણ કરવામાં આવ્‍યું તેમાં પુંજાપાદર ગામ ના સરપંચ તથા ગામના વડીલો યુવાનો તથા આચાર્યશ્રી શિક્ષક સ્‍ટાફ હાજર રભ પાવન પ્રેરણાયુગપ્રધાન આચાર્યસમ પ.પ્‍.પં ચંદ્રશેખરમહારાજ ના શિષ્‍ય- પ્રસિષ્‍ય જૈનાયાર્ય પ.પુ.આ. ધર્મરક્ષિત સુરેશ્‍વરજી મહારાજ પ.પુઆ. હેમ વલ્લભસુરેશ્‍વરજી મહારાજ તથા પ.પુ.આ.મુનિરાજ દિવ્‍યપથવિજયજી મહારાજઙ્ગજુનાગઢ ગિરનાર મહાતીર્થમાં જોડાશે તેમ જણાવ્‍યું છે.


રાજુલાના વડમાં ભાગવત કથામાં સંતોનું મીલન

રાજુલા,રાજુલા તાલુકાના વડ ગામમાં શાસ્ત્રી સુનિલભાઈ પંડ્‍યા સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવી રભ છે આ પ્રસંગે પૂન્નય મોરારીબાપુ ચલાલા જગ્‍યાના મહંત વાવડી ના બાપ ભાઈ બાપુ મામાદેવ ની જગ્‍યા લવકુશ બાપુ અમરદાસ બાપુ આઈ માં વાલબાઇ મા ગરણી તેમજ રૂપલ માં કુંડલા સહિત અનેક સંતો તેમજ ગુજરાત શત્રિય સમાજના પ્રમુખ પ્રતાપભાઇ વરૂ પૂર્વ ધારાસભ્‍ય હિરાભાઇ સોલંકી દાદ બાપુ બોરીચાસહિતના મહાનુભાવો ઉપસ્‍થિત રભ હતા આ કથાના આયોજક ધાખડા પરિવારના પ હુ ભાઈ ભુપતભાઈ ધાખડા દિલુભાઇ ધાખડા વિંય મજ્ઞ બવફશ ધાખડા બાબુભાઈ બોરીચા ઉપસ્‍થિત રભ હતા


સાવરકુંડલામાં પ0પ ઘર વિહોણા પરિવારોને પ્‍લોટોનું વિતરણ

સાવરકુંડલા,
સાવરકુંડલા ના હાથસણી રોડ ખાતે ભારતીય જનતા પાર્ટી ની સંવેદનશીલ સરકાર દ્વારા અમરેલી જિલ્લા ના લોકલાડીલા સાંસદશ્રી નારાયણભાઈ કાછડિયા દ્વારા ગરીબો ના સાચા હમદર્દ બની પ0પ ઘર વિહોણા પરિવારો ને ઘર ના ઘરનું સપનું સાકાર કરી બતાવ્‍યું હતું સાવરકુંડલા શહેર ના હાથસણી રોડ ખાતે સને ર01પ થી ટલ્લે ચડેલા પ્રશ્ન નું લાભાર્થી વતી સરકાર માં અને જિલ્લા સંકલન માં મંજુર કરાવી પ્‍લોટ ની અર્પણવિધિ ગરીબો ને કરવામાં આવી હતી આ તકે અમરેલી જીલ્લાના લોકલાડીલા સાંસદ નારાયણભાઈ કાછડીયા, પૂર્વકૃષિમંત્રી વી.વી.વઘાસીયા, જીલ્લા કલેકટર આયુષ ઓક, નાયબ કલકેટર પ્રજાપતિ, મામલતદાર પરમાર, ચીફઓફિસર પી.જી. ગોસ્‍વામી, શહેર ભાજપ પ્રમુખ મયુરભાઈ ઠાકર, તાલુકા ભાજપ પ્રમુખ પુનાભાઈ ગજેરા, સાવરકુંડલા નગરપાલિકા પ્રમુખ વિપુલભાઈ ઉનાવા, ઉપપ્રમુખ ભાવેશભાઈ હિંગુ, પાલિકા ના જાગૃત સદસ્‍ય અને શહેર ભાજપ મહામંત્રી ન્નયસુખભાઈ નાકરાણી, એ.બી.યાદવ, પાલિકા ના પૂર્વચેરમેન પ્રવીણભાઈ કોટીલા, જીલ્લા ભાજપ અગ્રણી મહેશભાઈ સુદાણી,પાલિકા પૂર્વપ્રમુખરાજુભાઈ દોશી, પાલિકા સદસ્‍ય અને શહેર ભાજપ ઉપપ્રમુખ પ્રતિક નાકરાણી, રામદેવસિંહ ગોહિલ, ધર્મેન્‍દ્રભાઈ ચૌહાણ, ધર્મેન્‍દ્રભાઈ મહેતા, હેમાંગભાઈ ગઢિયા, રવીન્‍દ્રભાઈ ધંધુકીયા, જાનીદાદા, ભીમભાઈ ચુડાસમા, અતુલભાઈ રાદડિયા, કિશોરભાઈ બુહા, પ્રશાંતભાઈ ગોર, રાજુભાઈ નાગ્રેચા, પીયૂષભાઈ મશરૂ, મયુરભાઈ ખાચર, કેશુભાઈ વાઘેલા, શરદભાઈ પંડ્‍યા, ધનશ્‍યામભાઈ ડોબરીયા, શરદભાઈ ટાંક, રાજુભાઈ શીંગાળા, પ્રવીણભાઈ સાવજ, દીપકભાઈ વઘાસીયા, કેટનભાઈ કેશુર, મયુરભાઈ રબારી, મેરાભાઈ મેર, ધર્મેન્‍દ્રભાઈ જોષી વગેરે શહેરીજનો તથા રાજકીય કાર્યઠ્ઠરો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રભ હતા અને ગરીબો ને પ્‍લોટ વિતરણ કર્યું હતું.

 


સાવરકુંડલાના પીએસઆઈ સહિત ત્રણ લાંચના છટકામાં

અમરેલી,એ.સી.બી.સફળ ટ્રેપ ફરીયાદીઃ- એક જાગૃત નાગરીક આરોપીઃ-ઙ્ગ(1) શ્રી અરવિંદભાઇ પાચાભાઇ પરડવા પોલીસ હેડ કોન્‍સ. ટ્રાફીક જમાદાર, સાવરકુંડલા ટાઉન પોલીસ સ્‍ટેશન.ઙ્ગ(ર) શ્રી નરેન્‍દ્રસિંહ ગીરવાનસિંહ ગોહીલ એ.એસ.આઇ. બીટ જમાદાર, સાવરકુંડલા ટાઉન પોલીસ સ્‍ટેશન……પકડવાના બાકી ઙ્ગ(3) શ્રી પી.બી.ચાવડા પો.સ.ઇ તથા ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સ્‍પેકટર,સાવરકુંડલા ટાઉન પોલીસ સ્‍ટેશન..પકડવાના બાકી ગુન્‍હો બન્‍યા તારીખ ટાઇમઃ- તા.ર9/11/ર018 કલાક.00/0પ વાગ્‍યે.ઙ્ગ ઙ્ગસ્‍થળઃ- સાવરકુંડલા ટાઉન પોલીસ સ્‍ટેશનના બહારના ભાગે આવેલ મેઇન રોડ,ઉપર.ઙ્ગ લાંચની માંગણીઃ- રૂા.80,000/-ઙ્ગલાંચમાં સ્‍વીકારેલ રકમઃ-રૂા.7પ,000/- ઙ્ગલાંચમાં પરત મળેલ રકમઃ- રૂા.પ000/- ઙ્ગગુનાની ટુંકવિગતઃ- આ કામે પ્રદિપભાઇ મનસુખભાઇ વાળા ઉર્ફે મુન્નો ઉ.વ.37 રહે.- સાવરકુંડલા નેસડી રોડ, ખોડીયારનગર નાઓનો તા.19/11/ર018ના રોજ રાત્રીના સાડા દસેક વાગ્‍યે કોઇ ઝેરી દવા પી જઇ સારવારમાં દાખલ થયેલ હોય જેના કામે સા.કુંડલા ટાઉન પો.સ્‍ટે. જા.જોગ નં.-11/ર018 તા.ર0/11/ર018 કલાક 19/00 વાગ્‍યે દાખલ થયેલ હોય જે જાણવા જોગની તપાસ આ કામના આરોપી નં.-ર નાઓએ કરતા હોય જેઓએ આરોપી નં.3 ના કહેવા મુજબ ફરી.ના મામાનું નામ નહી ખોલાવવાનાં કામે પ્રથમ રૂા.1પ,000/-ની લાંચની રકમની માંગણી ફરી.પાસે કરેલ બાદમાં આ કામનાં ત્રણેય આરોપીઓએ ફરી.ને પોલીસ સ્‍ટેશન ખાતે રૂબરૂ બોલાવી હવે આ કામે ગુન્‍હો દાખલ કરવાનો છે. જેથી ફરી.ના મામાનું આરોપી તરીકે નામ નહી ખોલાવવા બાબતે રૂા.80,000/-ની લાંચની રકમ આરોપી-3 વતી નંબર-1, તથા ર નાઓએ ફરી.પાસે કરી આરોપી નં.1 નાઓએ ફરી.પાસેથીઆ રૂા.80,000/-ની લાંચની રકમ સ્‍વીકારી તેમાંથી ફરી.ની આજીજીના કારણે રૂા.પ000/-ની રકમ પરત આપી રૂા.7પ,000/- સ્‍વીકારી ટ્રેપ વખતે એ.સી.બી.ટીમને જોઇ રેલ્‍વે ટ્રેક તરફ ઝાડી જાખરામાં નાસી ભાગી ગઇ અંધારામાં તેઓએ સ્‍વીકારેલ લાંચની રકમ ફેકી દઇ પુરાવાઓનો નાશ કરી એકબીજાએ મદદગારી કરી ગુન્‍હો કર્યા વિગેરે બાબતે.ટ્રેપીંગ અધિકારીઃ- બી.પી.ગાધેર પો.ઇન્‍સ.બોટાદ એ.સી.બી.પો.સ્‍ટે.તથા ટીમ.સુપરવીઝનઃ- શ્રી ડી.ડી.ચાવડા ઇન્‍ચાર્જ મદદનીશ નિયામક એ.સી.બી.જુનાગઢ એકમ,જુનાગઢ.ઙ્ગસાવરકુંડલા ટાઉન પોલીસ સ્‍ટેશન સફળ એ.સી.બી. ટ્રેપ.ઙ્ગઙ્ગસાવરકુંડલા ટાઉન પોલીસ સ્‍ટેશન ખાતે તારીખ.-ર8/11 ના રાત્રે 11:4પ કલાકે બોટાદ એન્‍ટી કરપશન બ્‍યુરો એ.સી.બી. દ્વારા સફળ ટ્રેપ કરવામાં આવી હતી.ઙ્ગ બનાવ ની વિગત મુજબ ફરિયાદી પાસે થી સાવરકુંડલા ટાઉન પોલીસ સ્‍ટેશન (સીટી પોલીસ સ્‍ટેશન) ના ઈન્‍ચાર્જ પી.આઈ. (પી.એસ.આઈ.) પી.બી.ચાવડા એ આરોપી ને હાજર કરવા 80 હજાર ની લાંચ માંગી હતી જેના વતી એ.એસ.આઈ. નરેન્‍દ્રસિંહ ગિરવાનસિંહ ગોહિલ બકલ નંબર.-1પ04 તથા કોન્‍સ્‍ટેબલ અરવિંદ પાસાભાઈ પરવડા દ્વારા 80000 ની રોકડ રકમ લેવા આવીહતી.ઙ્ગબોટાદ એ.સી.બી. દ્વારા પોલિસ કોન્‍સ્‍ટેબલ અરવિંદ પાંચાભાઈ પરવડા બકલ નંબર.- 1111ની ધરપકડ કરી હતી ન્નયારે પી.એસ.આઈ. ચાવડા અને એ.અસ.આઈ. નરેન્‍દ્રસિંહ ગોહિલ ભાગી છૂટ્‍યા હતા.

 


અમરેલી જિલ્‍લાનાં બીએએનએલ કર્મચારીઓ હડતાલમાં જોડાશે

અમરેલી
આગામી સોમવાર તારીખ ત્રણ થી દેશ વ્‍યાપી બી.એસ.એન.એલ.ના કર્મચારીઓ અને અધિકારીઓની હડતાલને અમરેલી બી.એસ.એન.એલ.ના કર્મચારીઓ અને અધિકારીઓએ ટેકો આપી હડતાલમાં જોડાયા છે આ અંગેની સત્તાવાર જાહેરાત કરી દેવાઈ છે તમામ યુનિયનોએ ટેકોજાહેર કરેલ છે મહત્‍વની સેવાઓ પણ ખોરવાવાનો ભય સેવાઈ રભે છે વેજ રિવિઝન સહિતની માંગણી અંગે કોઈ નિવેડો નહીં આવતાં આખરે એલાન-એ-જંગ હડતાલ નો આશરો લેવો પડ્‍યો સાધનોએ ઉમેર્યું હતું એ યુ એબી ની માંગણીઓ જેવી કે બી એસ એન એલ ના દરેક અધિકારીઓ અને કર્મચારીઓને ટી મેન્‍ટ સાથે વેજ રિવિઝન બી એસ એન એલ ને ફોરજી સ્‍પેક્‍ટ્રમની ફાળવણી સેવા નિવૃત કર્મચારીઓને તારીખ 1 1 ર017 થી પેન્‍શન રીવીઝન સેકન્‍ડ વેજ રિવિઝન ના પડતર પ્રશ્નોનું નિરાકરણ અને પ્રવર્તમાન મૂળ વેતન પર પેન્‍શન જેવા પ્રાણ પ્રશ્નો અંગે કેન્‍દ્ર સરકારના નકારાત્‍મક વલણ રભ્‍ું છે સંચાર મંત્રી દ્વારા અપાયેલા વચનોનું પાલન થયું નથી એ યુ એ બી ના સતત સંઘર્ષ પછી પણ પ્રાણ પ્રશ્નો સમાધાન થયું નથી બતક્ષહ ની પ્રવર્તમાન આર્થિક સ્‍થિતિનો હવાલો આપીને કેન્‍દ્ર સરકાર ડી ઓ ટી દ્વારા વ્‍યાજબી માંગણીઓને દરકિનાર કરી દેવામાં આવી છે બતક્ષહ ની આર્થિક સ્‍થિતિ માટે કેન્‍દ્ર સરકાર ડી ઓ ટી દ્વારા બતક્ષહ ના અધિકારીઓ અને કર્મચારીઓને પ્રત્‍યક્ષ યા પરોક્ષ રીતે જવાબદાર ઠેરવવામાં આવે છે વાસ્‍તવમાં કેન્‍દ્ર સરકાર ડી ઓ ટી ની ખોટી નીતિરીતિના કારણે જ બતક્ષહ ની અવદશા થઈ છે


અમરેલી જિલ્લામાં એક વર્ષમાં મેલેરીયાના 400 કેસો

અમરેલી,
હાલમાં ઠંડીની ઋતુ શરૂ થઇ છે અને આવા સમયે ડેંગ્‍યુ અને સ્‍વાઇન ફલૂ તથા વાયરલ ઇન્‍ફેકશનના વાયરા હોય છે જે સ્‍વભાવીક જ અત્‍યારે ચાલુ છે પણ અમરેલી જિલ્લામાં લોકોને રાહત આપનારા સમાચાર એ પણ છે કે આ વર્ષે મચ્‍છરથી ફેલાતા મેલેરીયાના રોગચાળામાં અર્ધોઅર્ધ ઘટાડો નોંધાયાો છે. અમરેલી જિલ્લામાં ગયા વર્ષેમેલેરીયાના 900 જેટલા કેસો સતાવાર રીતે નોંધાયા હતા જેની સામે આ વર્ષે માત્ર 400 કેસ જ નોંધાતા મેલેરીયા ઉપર તંત્રએ કાબુ મેળવવામાં સફળતા મેળવી હોવાનું લાગી રહયુ છે.


error: Content is protected !!