Main Menu

December, 2018

 

30-12-2018


બગસરા યાર્ડમાં મગફળી રીજેકટ કરાતા વિવાદ

બગસરા,(રૂપેશ રૂપારેલીયા)
ગુજરાત સરકારશ્રી દ્વારા ખેડૂતોને પૂરતા ભાવ મળી રહે તેમાટે ટેકાના ભાવે મગફળી ખરીદવાનો નિર્ણય કરતા ખેડૂતોમાં હર્ષની લાગણી જોવા મળેલ અને અનેક એ.પી.એમ.સી.કેન્‍દ્રમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાનું શરૂ થયેલ ત્‍યારે બગસરા માર્કેટિંગ યાર્ડમાં ન્નયારથી ટેકાના ભાવે મગફળી સરકારી અધિકારીઓ દ્વારા ખરીદી કરવામાં આવી રહીછે ત્‍યારથી જવાબદાર અધિકારીઓદ્વારા ખરીદી કરવામાં આવતા નેવું ટકા જેટલી ખેડૂતોની મગફળી રિજેક્‍ટ કરવામાં આવી રહીછે આ અંગે ખેડૂતોદ્વારા મગફળી રિજેક્‍ટ નુ કારણ પૂછવામાં આવેતો તાનાશહી ચલાવતા અધિકારીઓ લાજવાને બદલે ગાજવા માંડેછે ખેડૂતો સાથે અભદ્ર ભાષામાં વાત કરવા માંડે છે અને ખેડૂતોને યોગ્‍ય જવાબ પણ આપવામાં આવતા નથી અને આ અધિકારીઓ કોઈપણ વ્‍યક્‍તિની સાંભળવા તૈયાર થતા નથી ત્‍યારે આજરોજ બગસરા તાલુકાના ખેડૂતો તેમજ મહિલાઓ એ બગસરા માર્કેટિંગ યાર્ડ ખાતે ધસી જઈને મામલતદાર ને ઉગ્ર રજુયાત કરેલ છે આ વાતની જાણ બગસરા માર્કેટિંગ યાર્ડના ચેરમેન કાંતિભાઈ સતાસીયા ને થતા તેમને બગસરા અવધ ટાઈમ્‍સના રિપોટર રૂપેશ રૂપરેલીયા ને મોબાઈલ ઉપર જણાવેલકે આવી તાનાશાહી અને વિકૃત મગજ ધરાવતા અધિકારીઓના લીધે બગસરા તેમજતાલુકાના ખેડૂતોને ખોટી રીતે હેરાન પરેશાન કરેછે અને મેં આજરોજ આ ઘટના અંગે બગસરા માર્કેટિંગ યાર્ડમાં મગફળી ખરીદી કરતા જવાબદાર અધિકારી સાથે મોબાઈલ ઉપર વાત કરવાનું કહેતા ત્‍યારે અધિકારીઓએ કોઈ વાત નહીં કરી અને વાત કરવાની ચોખ્‍ખી ના પાડી દીધેલી જો હુ બગસરા માર્કેટિંગ યાર્ડનો ચેરમેન હોવા છતાં મારી સાથે વાત નથી કર્તાતો નાના મોટા ખેડૂતોને તેમજ આગેવાનોને આવા અધિકારીઓ ક્‍યાંથી વાત સાંભળે આ તકે ઉપરી અધિકારીઓ દ્વારા આવા તાનાશાહી ચલાવતા અધિકારીઓ ઉપર કડક પગલાં લેવા જોઈએતેમ જણાવેલ હતુ


લીલીયામાં ફાટક નજીક બે બુકાનીધારીઓએ હુમલો કર્યો

લીલીયા,
લીલીયાના જાણીતા વેપારી મનોજભાઈ સેજપાલ ગત તા. ર7/1ર ના રોજ પીપળવા રોડ પર પેટ્રોલપંપ ( કામનાથ કિસાન સેવા કેન્‍દ્ર ) થી પોતાના ઘર તરફ જઈ રહયા હતા ત્‍યારે પીપળવા ફાટકથી આશરે 10 થી 1ર મીટરના અંતરે બે બુકાનીધારી શખ્‍સોએ હાથ ઉંચો કરીને રોકવાની કોશીષ કરેલી તેથી ગાડી ધીમી પાડી ત્‍યારે તેમના હાથમાં રહેલ ધોકા વડે અચાનક હુમલો કરી હાથ અને ખંભા ઉપર ઈજા પહોંચાડી મુંઢમાર માર્યો હતો. અને ખંભે રહેલ પાકિટ છીનવવા કોશીષ કરી હતી.
તે પાકિટમાં રોકડ રકમ હતી તેથી બુકાનીધારીઓનો મુકાબલો કરીને તેના હાથમાંથી ધોકો છીનવી લઈને પોલીસમાં રજુ કર્યો છે અને બનાવની તપાસ કરી પગલા લેવા માંગ પોલીસનેઅરજી પાઠવી છે. તેમ મનોજભાઈ સેજપાલે જણાવ્‍યુ છે. આ બનાવને વેપારીઓએ પણ વખોડેલ છે. જેમાં કેહુરભાઈ ભેડા, હિતેષ કારીયા, જીવરાજભાઈ પરમાર, બાબુભાઈ ધામત, રામકુભાઈ ભુવા, પરેશભાઈ સેજપાલ, જયસુખભાઈ સેજપાલ, અરજણભાઈ ધામત, કિશોરભાઈ જોબનપુત્રા, ખોડાભાઈ, આનંદ ધાનાણી સહીતે કડક પગલા ભરવાની માંગ કરવા જણાવ્‍યુ છે.


રાજુલા તાલુકા પટેલ સમાજનું સુરતમાં સ્‍નેહમિલન યોજાશે

રાજુલા,
રાજુલા તાલુકા પટેલ સમાજ ર્ેારા સુરતમાં પટેલ સમાજનો સ્‍નેહ મિલન કાર્યક્રમ આગામી રવિવારે તા. 30/1ર/18બપોરે 3:30 કલાકે સરદારફાર્મ, યોગીચોર સુરત અને સ્‍નેહ મિલનમાં સમગ્ર સૌરાષ્‍ટ્રમાં વસતા મુળ રાજુલા તાલુકાના પટેલ સમાજના આગેવાનો સહીત ઉદ્યોગકારો, વેપારીઓ, કર્મચારીઓ પણ ઉપસ્‍થિત રહશે.
રાજુલા યાર્ડના ઉત્‍સાહી ચેરમેન જીગ્નેશભાઈ પટેલ રાજુલા સંઘના પ્રમુખ મનુભાઈ કસવાળા, કોપોરેટર નિલેશભાઈ કુંભાર, ચેતન સેબડીયા, રાજુભાઈ કસવાળા, ધીરૂભાઈ રાદડીયા, સુરેશભાઈ કોટડીયા હર્ષદભાઈ વાડદોરીયા, બાવચંદભાઈ સુહાગીયા, જીવનભાઈ ડોબરીયા, મગનભાઈ વેકરીયા, વિનુભાઈ રાદડીયા, દેવજીભાઈ વોરા, વિઠલભાઈ વેકરીયા, ભોળાભાઈ ગજેરા, જશુભાઈ ધડુક, અને આગેવાનો, ઉદ્યોગપતિઓ ખાસ ઉપસ્‍થિત રહેશે.સમગ્ર કાર્યક્રમનું આયોજન સમસ્‍ત રાજુલા તાલુકા પટેલ સમાજ સુરત વતી શ્રી હાર્દિકભાઈ કોટડીયા, જયસુખભાઈ દેવાળ, બકુલભાઈ કોટડીયા, બીપીનભાઈ હિરપરા, બાલુભાઈ વેકરીયા, ધનસુખભાઈ રાદડીયા, હર્ષદભાઈ રાદડીયા, રાજેશભાઈ રાદડીયા, જનકભાઈ ચારોલા, શીવાભાઈ સાવલીયા, રમેશભાઈ, સંજયભાઈ, જીત.ન્‍દ્રભાઈ, જનકભાઈ, ભરતભાઈ, અનંતભાઈ, નિલેશભાઈ મોહનભાઈ હિરપરા, હાર્દિક કોટડીયા સહીત જહેમત ઉઠાવી રહયા છે.
તેમ હર્ષદભાઈ એ જણાવેલ છે.


સાવરકુંડલામાં દેશી દારૂનો દરોડો પાડતી અમરેલી એલસીબી

અમરેલી,અમરેલી જીલ્લા પોલીસઅધિક્ષકશ્રી નિર્લિપ્તદ રાયએ અમરેલી જીલ્લા માંથી દારૂની બદી દુર કરવા પ્રોહિબીશન લગત પ્રવૃતિ કરતાં ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરી કડક કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્‍વોયે અમરેલી એલ.સી.બી. ઇન્‍ચા0ર્જ પો.ઇન્‍સલ. શ્રી.ડી.કે.વાઘેલા તથા અમરેલી એલ.સી.બી. ટીમ દ્વારા સાવરકુંડલામાંથી દેશી દારૂ તથા આથો પકડી પાડેલ છે. આજ રોજ તા.ર7/1ર/18 ના રોજ અમરેલી એલ.સી.બી. ટીમ સાવરકુંડલામાં પેટ્રોલીંગ હતા તે દરમ્‍યા ન બાતમી હકીકત મળેલ કે અરૂણાબેન અમરૂભાઇ ઉર્ફે ટીકી માથાસુળીયા રહે.સાવરકુંડલા, હાથસણી રોડ, શિવશકિત સોસાયટી વાળા પોતાનાં રહેણાંક મકાન પાછળ આવેલ બાવળની કાંટમાં દેશી દારૂ રાખી વેચાણ કરતા હોવાની બાતમી મળતાં બાતમી વાળી જગ્‍યાએ રેઇડ કરતાં દેશી દારૂ લીટર 30, કિં.રૂ.6પ0/- તથા આથો લીટર 100, કિં.રૂ.300/- મળી કુલ કિં.રૂ.9પ0/- નો મુદ્યામાલ સાથે આરોપણ અરૂણાબેન વા./ઓ. અમરૂભાઇ ઉર્ફે ટીકીબાબુભાઇ માથાસુળીયા, ઉ.વ.40, રહે. સાવરકુંડલા, હાથસણી રોડ, શિવશકિત સોસાયટી પાછળ વાળી મળી આવતા તેનાં વિરૂઘ્‍ધામાં પ્રોહિબીશન ધારા તળે કાર્યવાહી હાથ ધરી પકડાયેલ મુદ્યામાલ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્‍ટે શનમાં વધુ તપાસ અર્થે સોંપી આપેલ છે. આ કામગીરીપોલીસ અધિક્ષકશ્રી અમરેલીનાઓની સુચના અને માર્ગદર્શન મુજબ અમરેલી એલ.સી.બી. ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સન.શ્રી.ડી.કે.વાઘેલા તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે.


રાજુલામાં થયેલ અપહરણના ગુન્‍હાનો ગણત્રીના કલાકોમાં ભેદ ઉકેલી આરોપીઓને પકડી પાડયા

રાજુલા,ગઇ કાલ તા.ર7/1ર/ર018 ના રોજ સાંજના આઠેક વાગ્‍યાના સુમારે સ્‍વાન કંપનીના પ્રોજેકટ મેનેજર વી.કે.શ્રીધરન પોતાની ફોરવ્‍હીલ કારમાં ઘરે જતાં હતાં અને રાજુલા શહેરમાં સરસ્‍વતી સ્‍કુલ પાસેથી કાર ઉભી રાખી ડ્રાઇવરને દુધ લેવા મોકલેલ તે દરમ્‍યાન આરોપીઓએ વી.કે.શ્રીધરનનું ઇનોવા ગાડીમાં અપહરણ કરેલ હતુ. આ અપહરણની જાણ વી.કે.શ્રીધરનના ડ્રાઇવરે અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લીપ્ત રાયના ઓને કરતાં પોલીસ અધિક્ષકશ્રીએ ગુન્‍હાની ગંભીરતાને ઘ્‍યાને લઇ આ ગુન્‍હાનો ભેદ ઉકેલવા અને આરોપીઓને પકડી અપહરણ થયેલ વ્‍યક્‍તિને સહિ-સલામત છોડાવવા ખાસ સુચના અને માર્ગદર્શન આપી રેપીડ એક્‍શન પ્‍લાન તૈયાર કરેલ હોય જે મુજબ એલ.સી.બી. અમરેલી ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સ. શ્રી.ડી.કે.વાઘેલા તથા એસ.ઓ.જી. અમરેલી પો.સ.ઇ. શ્રી.આર.કે.કરમટા તથા રાજુલા ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સ. શ્રી.ડી.એ.તુંવર નાઓએ અલગ-અલગ ટીમો બનાવી આરોપીઓ અને અપહરણ થયેલ વ્‍યક્‍તિને શોધી કાઢવા અંગેસઘન તપાસ હાથ ધરેલ. ગુન્‍હાના કામેઅપહરણની જાણ થતાં તાત્‍કાલીક અસરથી અમરેલી જિલ્લાના નજીકના ભાવનગર, ગીર સોમનાથ તેમજ અન્‍ય જિલ્લાઓમાં નાકાબંધી કરવામાં આવેલ. અને પોલીસે તાત્‍કાલીક એક્‍શનમાં આવી ટેકનીકલ સોર્સીસથી તપાસ કરી આ કામે અપહરણ થનાર વ્‍યક્‍તિ વી.કે.શ્રીધરનને રાજુલા હીંડોરાણા ચોકડી પાસેથી એસ.ઓ.જી. પો.સ.ઇ. શ્રી.આર.કે.કરમટા તથા રાજુલા ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સ. શ્રી.ડી.એ.તુંવરની ટીમે સહિ-સલાતમ છોડાવેલ છે તથા અપહરણ કરનાર તમામ આરોપીઓને અપહરણ કરવા માટે ઉપયોગમાં લીધેલ ઇનોવા ગાડી સાથે ઝડપી લીધેલ છે. અપહરણ કરનાર આરોપીઓ 1 ચેતન વાજસુરભાઇ ભુવા, રહે.રાજુલારગભરૂ સાર્દુલભાઇ લાખણોત્રા, રહે.ખાંભલીયા3 મુકેશગીરી માધવગીરી, રહે.રામપરા-રઆ કામે જેનું અપહરણ થયેલ તે ફરિયાદી વી.કે.શ્રીધરન સ્‍વાન કંપનીના પ્રોજેકટ મેનેજર હોય તેઓ ચેતન ભુવાને કંપનીમાં કામ મળતું ન હોય જેથી કંપનીમાં કામ લેવા સારૂ પ્રોજેક્‍ટ મેનેજરનું અપહરણ કરેલાનું આરોપીઓની પ્રાથમિક પુછપરછ દરમ્‍યાન જણાઇ આવેલ છે. આરોપીઓને અટક કરી તેઓની ગુન્‍હા સબંધી વિશેષ પુછપરછ કરવાની તજવીજ હાથ ધરવામાં આવેલ છે.*આરોપી ચેતન વાજસુરભાઇ ભુવાનો ગુન્‍હાહિત ઇતિહાસઃ-( આરોપી ચેતન વાજસુરભાઇભુવાવિરૂઘ્‍ધમાં રાજુલા પોલીસ સ્‍ટેશનમાં નીચે મુજબના ગુન્‍હાઓ રજી. થયેલ છે.
(1) રાજુલા પો.સ્‍ટે સેકન્‍ડ ગુ.ર.નં.88/ર018 ઇ.પી.કો. કલમ 3ર3, પ04, પ06(ર), 4ર7, 114, 38પ, 386, 1ર0(બી), પ07, 341 તથા જી.પી.એક્‍ટ કલમ 13પ(ર) રાજુલા પો.સ્‍ટે. ફસ્‍ટૅ ગુ.ર.નં. 4ર/ર017 ઇ.પી.કો. કલમ 3ર3, પ04, પ06(ર), 4પરઆમ, *અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્ત રાય સાહેબનાઓની* સુચના અને સાવરકુંડલા ડિવીઝનના નાયબ પોલીસ અધિક્ષક શ્રી.કે.જે.ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ રાજુલા શહેરમાંથી થયેલ અપહરણના ગુન્‍હાનો ગણત્રીના કલાકોમાં ભેદ ઉકેલી આરોપીઓને પકડી પાડી અપહરણ થયેલ વ્‍યક્‍તિને સહી-સલામત છોડાવવામાં *રાજુલા પોલીસ તથા અમરેલી એસ.ઓ.જી.ટીમને સફળતા મળેલ છે.*


કોટડાપીઠાથી ખંભાળા-થોરખાણ રોડ બિસ્‍માર

બાબરા, (ગિરષ મહેતા)
કોટડાપીઠા ખંભાળા તેમજ કોટડાપીઠાથોરખાંભા રોડથી લોકો પરેશાન બાબરા તાલુકાનાં કોટડાપીઠાથી ખંભાળા વાયા વાવડા, ગોખલાણા, વાંકીયા, સુખપુર તેજ કોટડાપીઠા થોરખાણ વાયા કરણુકી, ગરણી રોડ જે પેવરતડી હતો. તે છેલ્‍લા ઘણા સમયથી આ રોડમાં ઠેર ઠેર ગાબડા પડી ગયેલ છે. ટુ-વ્‍હીલર, ફોર વ્‍હીલર ચાલકો આ કમરતોડ રોડથી ભારે પરેશાની ભોગવી રહયા છે. આ રોડ તે કોટડાપીઠા અંભાળા રોડની વચ્‍ચેના ગામડામાં અમુક અંતરે આ ડામર રોડની વચ્‍ચેના ગામડામાં અમુક આ ડામર રોડ છે.તેનુ નામો નિશાન નથી. તો સબંધીત ખાતાવાળા આ આમ જનતાના પ્રશ્‍નનો વહેલી તકે નિકાલ લાવે તેવી આ વિસ્‍તારમાાં આવતા ગામડાના લોકોની માંગણી છે.


શ્રીવસંતભાઈ ગજેરાના જયેષ્ઠ પુત્ર ચિ.વૃષાલના લગ્નપ્રસંગે મહાનુભાવોની ઉપસ્‍થિતી

અમરેલી,(વસંત પેઠાણી)
અમરેલીના પનોતા પુત્ર, શાંતાબા મેડીકલ કોલેજના પ્રણેતા અને સીવીલ હોસ્‍પિટલમાં નવા પ્રાણપુરનાર, ડાયમંડ કીંગ તરીકે ખ્‍યાતનામ અને અગ્રણી કેળવણીકાર અમરેલી જિલ્‍લા વિદ્યાસભાના પ્રમુખ વસંતભાઈ ગજેરાના જયેષ્ઠ ચિરંજીવી પુત્ર વૃષાલના તા. રર/1ર/18 શનિવારના રોજ સુરત મુકામે લગ્ન સમારંભ યોજાયેલ હતો. આ શુભપ્રસંગે રાજકીય, સામાજિક અગ્રણીઓ તેમજ રાજયની અનેક મહાન હસ્‍તીઓ વિશેષ ઉપસ્‍થિતી રહી નવદંપતીને આશીર્વાદ આપતા નજરે પડયા હતા.આ પ્રસંગે ગુજરાત રાજયના માન. મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ખાસ ઉપસ્‍થિત રહયા હતા. અને નવયુગલને આશીર્વાદ આપેલ હતા. સાથેસાથે રાજયના બેપુર્વ મુખ્‍યમંત્રીશ્રી કેશુભાઈ પટેલ અને શંકરસિંહ વાઘેલા ઉપસ્‍થિત રહયા હતા. તેમજ વિરોધ પક્ષના નેતાશ્રી પરેશભાઈ ધાનાણી,કેન્‍દ્રીય મંત્રીશ્રી પરશોતમભાઈ રૂપાલા અને મનસુખભાઈ માંડવીયા, રાજયના કેબીનેટ મંત્રી ભુપેન્‍દ્રસિંહ ચુડાસમા અને જયેશભાઈ રાદડીયા તેમજ સંસદ સભ્‍યશ્રી નવસારી- સી.આર.પાટીલ, સંસદ સભ્‍યશ્રી સુરત- દર્શનાબેન જરદોશી, બીટાસિંગ, અર્જુનભાઈ મોઢવાડીયા પુર્વ પ્રદેશ પ્રમુખ તેમજ અનેક ધારાસભ્‍યશ્રીઓની વિશેષ ઉપસ્‍થિતી વિશેષ ઉપસ્‍થિતીમાં આ ભવ્‍ય લગ્ન સમારંભ યોજાયો હતો.


આજે અમરેલીમાં કેન્‍દ્રીય મંત્રીશ્રી રૂપાલાના હસ્‍તે એફએમ સ્‍ટેશનનો શિલાન્‍યાસ

અમરેલી, ( ડેસ્‍ક રીપોર્ટર )
આકાશવાણી અને દરદર્શનના તત્‍વાધાનમાં તા. ર9/1ર/18 ના રોજ સવારે 10:00 વાગે દુરદર્શન રિલે કેન્‍દ્ર, કોલેજ સર્કલ, લાઠી રોડ, અમરેલીમાં આકાશવાણીના 100 વોટ એફ.એમ. ટ્રાન્‍સમીટરનો શિલાન્‍યાસ માનનીય શ્રી પરસોતમભાઈ રૂપાલા, કેન્‍દ્રીય રાજયમંત્રી, કૃષિ, ખેડુત કલ્‍યાણ અને પંચાયતી રાજના કરકમલો ર્ેારા તથા શિલાન્‍યાસ સમારોહની અદ્યક્ષતા નારણભાઈ કાછડીયા, સાંસદ અમરેલી લોકસભા ક્ષેત્ર ની ઉપસ્‍થિતીમાં આયોજીત થનાર છેત્‍યારે અમરેલી ક્ષેત્રની સમગ્ર જનતા કે જેઓ વર્ષોથી આકાશવાણી એફ.એમની સુવિધાથી વંચિત હતા. તેઓની માંગ વર્ષેા પછી પુર્ણ થવા જઈ રહી છે. આકાશવાણીની પ્રસાર યોજના હેઠળ નવા કેન્‍દ્ર શરૂ કરવાની દિશામાં અમરેલી ક્ષેત્ર માટે શિલાન્‍યાસ કરવામાં આવશે. જેમાં તાત્‍કાલિક ધોરણે ટ્રાન્‍સમીટરની સ્‍થાપના કરવામાં આવશે. અને જેને લીધે આકાશવાણીની વિવિધભારતી પ્રસારણ સેવા જેવી કે સમાચાર, મનોરંજન, ભકિત સંગીત ઈત્‍યાદિ સેવાઓનો લાભ અમરેલી જિલ્‍લાના રહેવાસી પોતાના મોબાઈલફોન રેડિયો સેટમાં લઈ શકશે.


29-12-2018


error: Content is protected !!