Main Menu

Saturday, December 1st, 2018

 

લીલીયા લાઠી તાલુકા સ.ખ.વે. સંઘના ચેરમેન તરીકે બાબુભાઈ ધામત બિનહરીફ

લીલીયા
આજ રોજ તારીખ 30 ના સવારે 10 કલાકે પ્રાંત કલેકટર શ્રી પ્રજાપતિ ના અઘ્‍યક્ષસ્‍થાને લીલીયા લિંાઠી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના ચેરમેનનીવરણી કરવા માટે યોજાયેલ ડિરેક્‍ટરની બેઠકમાં સર્વાનુમતે બાબુભાઈ છગનભાઈ ધમ ત ની ચેરમેન તરીકે બિનહરીફ વરણી કરવામાં આવેલ જેને લીલીયા તાલુકાના તમામ સહકારી મંડળીઓના ચેરમેન અને વ્‍યવસ્‍થાપક શ્રી ઓ અને મંત્રીશ્રીઓ તેમજ સહકારી અગ્રણીઓએ ટેલિફોનિક તથા રૂબરૂ શુભકામના વ્‍યક્‍ત કરેલ બિનહરીફ વરણી થતા લીલીયા તાલુકાના સહકારી ક્ષેત્ર ની સમ રસ્‍તામાં એક નવું પીછું ઉમેરાયું છે તેમ અશોકભાઈ વિરાણી ની યાદીમાં જણાવાયું છે


બળાત્‍કાર ગુજારનાર લાઠીનાં શખ્‍સને આજીવન કેદની સજા

અમરેલી,લાઠી ગામે યુવતી પર બળાત્‍કાર ગુજારનાર આરોપીને અમરેલીની સ્‍પેશ્‍યલ કોર્ટ દ્વારા આજીવન કેદની સજા તથા એક લાખ ઉપરાંતનો દંડપણ ફટકાર્યો હતો.આ કેસની વધુ વિગતો અનુસાર લાઠીગામમાં રહેતો હસમુખ મનસુખ ઝાપડીયાએ યુવતી પર બળાત્‍કાર ગુજાર્યો હોવાની યુવતીની માતાએ લાઠી મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદનાં તપાસ શરૂ કરી આરોપીની ધરપકડ કરી હતી.ત્‍યારબાદ આરોપીને કોર્ટમાં રજુ કરવામા આવ્‍યા હતો જે બનાવનો કેસ અમરેલીની સ્‍પેશ્‍યલ કોર્ટમાં ચાલી જતા આરોપી હસમુખને કોર્ટનાં જજશ્રી એન.પે.ચૌધરીએ આજીવન કેદની સજા અને એક લાખ ઉપરાંતનો દંડ પણ ફટકાર્યો હતો.

 


રાજુલાના ભાક્ષી 1 પ્રા. શાળાની સામાજિક વિજ્ઞાનની કૃતિ નેશનલ કક્ષાએ પસંદ થઈ

રાજુલા,
શ્રી ભાક્ષી 1 પ્રાથમિક શાળાના શિક્ષકશ્રી રાજેશભાઇ પ્રજાપતિ પોતાના વિષય સામાજિક વિજ્ઞાનનો બ્‍લોગ અને યુ ટ્‍યુબ ચેનલ ચલાવે છે. આ કાર્ય તેઓ ર01પથી કરી રહયા છે. આજે સમગ્ર ગુજરાતના સામાજિક વિજ્ઞાનના શિક્ષકો પોતાના શૈક્ષણિક કાર્ય માટે તેમનો નામનો બ્‍લોગ અને યુ ટ્‍યુબ ચેનલને નિયમિત રીતે ફોલો કરે છે અને તેમણે નિર્માણ કરેલા સાહિત્‍યનો ઉપયોગ કરે છે. તેમનું સામાજિક વિજ્ઞાનનું આ ઇનોવેશન ન્‍યુ દિલ્‍હી ખાતે ર018 ફેસ્‍ટિવલમાં પસંદગી પામ્‍યું અને તા.ર7 થી ર9 નવેમ્‍બર દરમિયાન તેમણેખાતે તેનું પ્રેઝન્‍ટેશન આપ્‍યું હતું. અને અમરેલી જિલ્લાનું જ નહીં પણ ગુજરાત રાન્નયનું પ્રતિનિધિત્‍વ કર્યું હતું.


બગસરામાં પરપ્રાંતિય બ્રાહ્મણ યુવક કરેલો આત્‍મ હત્‍યાનો પ્રયાસ

બગસરા,
બગસરામાં આજે સાંજના સમયે પરપ્રાંતિય બ્રાહ્મણ યુવક દ્વારા બસ સ્‍ટેન્‍ડમાં પોતાની જાત પર પેટ્રોલ છાંટીને જીવ આપવા માટે પ્રયત્‍ન કર્યો હતો. આ બનાવને પગલે બસ સ્‍ટેન્‍ડમાં સન્નાટો છવાઇ ગયો હતો સારવાર અર્થે બગસરા દવાખાને લાવ્‍યા બાદ તેને અમરેલી રીફર કરાયો હતો ન્નયાં હાલત ગંભીર હોવાનું જાણવા મળ્‍યું હતું.
વિગત અનુસાર બગસરામાં રહેતા પરપ્રાંતિય બ્રાહ્મણ યુવક રાહુલ મિશ્રા નરેન્‍દ્ર કુમાર પાંડે ઉમર વર્ષ રર દ્વારા કોઈ અકળ કારણ ને લીધે સાંજના પાંચ વાગ્‍યા આસપાસ બગસરા બસ સ્‍ટેન્‍ડમાં આવીને કામચલાઉ ઉભા કરવામાં આવેલા પતરાના પીકઅપ સ્‍ટેન્‍ડ પાછળ જઈને પોતાના શરીર પર પેટ્રોલ છાટીને આગ ચાપી દીધી હતી આ બનાવ સમયે બસ સ્‍ટેન્‍ડમાં મુસાફરો તેમજ મોટી સંખ્‍યામાં વિદ્યાર્થીઓ પણ હાજર હતા. જે તમામ લોકો સ્‍તબ્‍ધ બની ગયા હતા.
તાબડતોબ 108ની મદદથી આ યુવકને બગસરાના સરકારી દવાખાને ખસેડવામાં આવ્‍યો હતો ન્નયાં ફરજ પરના તબીબ દ્વારા તેમને તુરંત અમરેલી રીફર કરવામાં આવેલ હતો. બગસરાના અલગ-અલગ રેસ્‍ટોરન્‍ટમાં કામ કરી ચૂકેલા આ યુવકે હાલ બેકારી ને લીધે આ પગલું ભર્યું હોય તેવું લોકોમાં ચર્ચાઇ


દામનગરનારેલવે સ્‍ટેશને સવારે માલગાડી નીચે એક અજાણ્‍યો યુવક કપાઈ ગયો

દામનગર,દામનગર શહેર ના રેલવે સ્‍ટેશન ખાતે સવાર ના નવ કલાક ની માલ ગાડી નીચે એક અજાણ્‍યો યુવક કપાયો સવાર ના નવ કલાક ના સમયે માલ ગાડી પસાર થવા ના સમયે એક અજાણ્‍યો યુવક અંદાજીત ઉંમર ત્રીસેક વર્ષ આસપાસ દેખાય આવે છે અજાણ્‍યો યુવક કપાય જતા અરેરાટી ના દ્રશ્‍યો બનાવ ની જાણ થતાં સ્‍થાનિક પોલીસ ઘટના સ્‍થળે પહોંચી તપાસ હાથ ધરી ડેડ બોડી ને સી એ સી ખાતે ખસેડી કપાયેલ યુવક ની ઓળખ મેળવવા દામનગર પોલીસ પ્રયત્‍ન કરી રહી છે.


ઉનામાં ચાર શો રૂમમાં તસ્‍કરો ત્રાટકયા

ઉના4ઉનામાં ચાર શો રૂમમાં ચોરી ઉનાના ગીર ગઢડા રોડ પર ગઇરાતે ચાર શો રૂમ માં ચોરી કરી સીસીટીવી ફુટેજમાં આવી ગયા હતા. ભગવતી સ્‍વીટ, જલારામ સીરામીક, ઉમીયા ટાઇલ્‍સ, દાશારામ ફર્નીચરમાં તાળા તોડી શો રૂમના ગલ્‍લામાંથી રૂપિયા , ટુ વ્‍હીલર લઇ પલાયન થઇ ગયા ભગવતી સ્‍વીટમાં મીઠાઇ ખાઇ મીઠાઇની ચોકમાંથી મીઠાઇનો સફાયો કર્યો હતો. સીસી ફુટેજમાં ચાર લોકો ચોરી કરતા દેખાયા હતા. જેથી રાત્રે 2 થી 4 માં ચોરી થઇ હોય પોલીસ પેટ્રોલીંગ ના થતુ હોય ચોરીના બનાવો વધતા જતા કોઇના માલસામાનનુ જોખમ વધી જતુ હોવાથી ચર્ચાનો વિષય બન્‍યો છે.


લાઠી નજીક સરકારી પીપળવા ગામે પીજીવીસીએલના કર્મચારી પર હુમલો

અમરેલી,લાઠી તાલુકાના સરકારી પીપળવામાં સુરેશકુમાર રમેશભાઇ સરધારા રાવત લખુ ડેરના ઘરે પાવર ચોરી બીલની રીકવરી કરવા જતા બીલના કોઇ પૈસા ભરવા નથી તમારે થાય તે કરી લો તેવુ જણાવી ગાળો બોલી રાવત લખુ ડેર, હિતેષ રાવત ડેરે મારમારી ફરજમાં રૂકાવટ કર્યાની લાઠી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.


ચલાલામાં દાતાશ્રીઓ-મહાનુભાવોનો સન્‍માન કાર્યક્નમ યોજાયો

ચલાલા,
શ્રી સાંઇબાબા એજયુ. ચેરી.ટ્રસ્‍ટ દ્વારા સંચાલીત શ્રી સાંઇ મંદિર ચલાલાના સાનિઘ્‍યમાં 25માં સર્વજ્ઞાતિય સમુહલગ્‍નમાં સહયોગ આપનાર મુખ્‍યદાતા ભીમજીભાઇ કોલડીયા – અરવિંદભાઇ ઉપાઘ્‍યાય – હિંમતભાઇ દોંગા – પ્રકાશ કારીયા- જયરાજ વાળા- શિવરાજ વાળાનુ સન્‍માન શિવસાંઇયુવા ગૃપ દ્વારા કરવામાં આવેલુ તથા આમંત્રિત મુખ્‍ય મહેમાન ઉદયબાપુ ભગત – જયંતિભાઇ પાનસુરિયા- અનિરૂઘ્‍ઘ્‍ ભાઇ વાળા – રમેશ કોલડીયા – જીજ્ઞેશપરી ગોસ્‍વામી- ખોડીદાસ મહેતા – મહેન્‍દ્ર સાદાણી તેમજ દરેક જ્ઞાતિના અગ્રણીઓ – વિવિધ મહિલા મંડળો – સેવાભાવી સંસ્‍થાઓ ઉપસ્‍થિત રહેલા હતા અને તમામ મહેમાનોનુ સન્‍માન શિવસાંઇ ગૃપના સભ્‍યો દ્વારા કરવામા આવેલ હતુ સાંઇ મંદિરના પુજારી રાજેશભાઇ જાની એ તમામ દાતાશ્રીઓ અને આમંત્રિત મહેમાનોનુ શમ્‍દથી સ્‍વાગત કરતા જણાવેલ કે ચલાલામાં સાંઇ ધુન મંડળની સ્‍થાપના બાર વર્ષ પહેલા કરેલી હતી. અને આ બાર વર્ષમાં 25 સમુહલગનના આયોજનો સફળ રીતે થઇ રહેલ છે એ તમામ જ્ઞાતિના દાતાઓને આભારી છે કોઇપણ જાતના રોકડ ફંડ ફાળા કયારેય ઉઘરાવવાતા નથી ફક્‍ત દાતા પાસેથી વસ્‍તુ દાન લઇને આજે આ સાંઇ મંદિરનો ભવ્‍ય વિકાસ થઇ રહેલ છે અને સતત સેવાકીય આયોજનો થઇ રહેલ છે આ 25માં સમુહલગ્‍નની સફળતા બાદ ગરીબ પરીવારની માગણીને ઘ્‍યાને લઇ 26 માં સમુહ લગ્‍નનુ આયોજન ટુંક સમયમાં થાશે અને આ સમુહલગ્‍નમાં જોડાનાર તમામ દીકરીઓને કરીયાવરમાં 100થી વધુ વસ્‍તુઓ કરીયાવરમાં મળે એ માટે શિવસાંઇ ગૃપ પ્રયત્‍નો કરી રહી છે અને દાતાઓ તરફથી સહયોગ મળી રહેલ છે. 26 માંસમુહલગ્‍નમાં જોડાવા માટે સાંઇ મંદિર ચલાલા મો. 94288 08855/ 82386 15403 અથવા રૂબરૂ આવવા વિનંતી ચલાલાના પત્રકાર પ્રકાશભાઇ કારીયાની યાદીમાં જણાવેલ છે.


અમરેલીમાં કોંગ્રેસ દ્વારા ખેડુતોના આનાવારી પ્રશ્‍ને બેઠક બોલાવતા શ્રીધાનાણી

અમરેલી,
અમરેલીમાં ખેડુતોના આનાવરી પ્રશ્‍ને વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશભાઇ ધાનાણીની ઉપસ્‍થિતિમાં એક બેઠક મળી હતી. જેમાં જીલ્‍લા પ્રમુખ અર્જુનભાઇ સોસા, પ્રદિપભાઇ કોટડીયા, મનીષભાઇ ભંડેરી, લલીતભાઇ ઠુંમર, દલસુખભાઇ દુધાત, સાંગાભાઇ સાવલીયા, જયેશભાઇનાકરાણી અને ભરતભાઇ સહિત તાલુકા પંચાયત સદસ્‍યો, સરપંચો વિગેરેની ઉપસ્‍થિતિમાં આનાવારી અંગે ચર્ચા વિચારણા કર્યા બાદ કલેકટરને આવેદનપત્ર આપ્‍યું હતુ. આવેદનપત્રમાં જણાવ્‍યા મુજબ અમરેલી તાલુકાના 72 ગામોની કાલ્‍પનીક આનાવારી દ્વારા પ્રસિઘ્‍ધી કરીને કોઇ વાંધા વચકા હોય તો દિવસ 10માં લેખીત રજુ કરવા તે બાબત ગેરકાયદેસર અને નીયમોથી વિરૂઘ્‍ધ છે કે મૈસુલ વિભાગના પેરા 6.10મુજ વાંધાઓ રજુ કરવાની સમય મર્યાદા 15 દિવસ નિયત થયેલ છે તેનાથી પણ ઉપરવટ જઇને મામલતદારે ગેરકાયદેસર કરેલ આનાવારીમાં ભીનુ સંકેલવા વાંધાઓ રજુ કરવાની સમય મર્યાદા 10 દિવસની જ જાહેર કરી છે. 72 ગામોની અનાવારી કરવા દરેક ગામદિઠ ટીમ નિયુક્‍ત કરી સરપંચ અને આગેવાનોની સમગ્ર ટીમ રૂબરૂમાં ખેતરચ ઉપર જઇને પાકના અખતરા કરવામાં આવેલ છે. તેના આધારે આનાવારી પ્રોસીડીંગ તથા આનાવારી અંદાજોનુ પંચરોજકામ કરવામાં આવેલ છે. તે મુજબની કાર્યવાહી 7 ગામોમાં થઇ છે. આનાવારીમાં મનઘડત ફેરફાર કરીને ચાર કરતા વધારે પ્રસિઘ્‍ધ કરીને ખેડુતોને ઘોર અન્‍યાય કરેલ છે. કોના ઇસારે ફેરફારો થયા છે વરસાદના આંકડા કયા આધારે નોંઘ્‍યા જેવા અનેક પ્રશ્‍નો છે. જીલ્‍લાને તાત્‍કાલીક અસરગ્રસ્‍ત જાહેર કરવા અને પાકવિમા ચુકવવા તથાસરકારની પેટન મુજબ એકરદીઠ 25 હજારની સહાય ચુકવવા પશુઓ માટગ ઘાસચારા અને પાણીની વ્‍યવસ્‍થા કરવા તથા આત્‍મહાત્‍યાના બનાવો વધી રહેલ છે તેથી દરકે ગામમાં મનરેગા યોજના હેઠળ રોજગાતી નક્કી કરવા, પીવાના પાણીનું આયોજન કરવા અને બનાવટી અનાવારી રદ કરીદે સાચી જાહેર કરવા તથા ખેડુતો ખેતમજુરોને મોતના મુખમા ધકેલવાનુ કૃત્‍ય કરનાર મામલદારને જેલમા પુરવા સહિતની કાર્યવાહી કરવા આવેદનપત્રમાં રજુઆત કર્યાનું પરેશભાઇ ધાનાણીએ જણાવ્‍યું છે.


01-12-2018


error: Content is protected !!