Main Menu

Wednesday, December 5th, 2018

 

બગસરાના જૂની હળીયાદમાં સીસી રોડનું કામ નબળુ

બગસરા,બગસરા તાલુકાના જૂની હળીયાદ ગામે નાણાપંચની ગ્રાન્‍ટમાંથી સી.સી.રોડ મંજુર કરવામાં આવેલછે જેમાના પહેલા બનેલ રોડની કામગીરી સાવ નબળી થયેલ અને રોડ .નું કામ એસ્‍ટીમેન્‍ટ મુજબ કરવામાં આવતું નથી તેવી લેખિત રજુયાત બગસરા તાલુકા પંચાયતના અધિકારીઓને જાણ કરેલતયારે અધિકારીઓ દેખાડા ખાતર આવીને લીલામોઢે પાછા વળી ગયા અને કોઈ પણ કોન્‍ટ્રાક્‍ટરને કોઈ સૂચના આપવામાં આવેલ નથી હાલમાં પણ આ ગામમાં હજુ રોડ ના કામ ચાલુછે તે કામ માં પણ દેધનાધન થાયછે અને કામ લોક પાણીને લાકડા જેવું થાયછે છતાં કોઈ અધિકારીઓ ને લેખિતમાં રજુયાત કરવા છતાં કામ ચાલુછે અને આ કામ અંગે ત્‍યાંના ઉપસરપંચે ને ત્‍યાંના સભ્‍ય કિંજલબેન તેમજ કુસુમબેન દ્વારા કામ નબળું થાયછે તેવી રજુયાત કરતા ઉપસરપચ લાજવાને બદલે ગાજવા લાગ્‍યા કે તમને સુ ખબર પડેકે કામ નબળું થાયછે જેવા જવાબો આપેલ હતા તેમ આ બંને સભ્‍યો એ જણાવ્‍યું હતું


સુડાવડમાં બે વર્ષનાં બાળકને ઉપાડી દિપડો જંગલમાં નાસી ગયો

બગસરા તાલુકાના સુડાવડ ગામે વહેલી સવારે એક દીપડાએ હાહાકાર મચાવ્‍યો હતો. જેમાં માતા પાસે રમી રહેલા બે વર્ષના બાળકને ઉપાડી જંગલમાં નાસી જતા લોકોમાં ભયનું વાતાવરણ ફેલાયું છે. બગસરા તાલુકાના સુડાવડ ગામે આજે વહેલી સવારે માનવભક્ષી દીપડો અશ્‍વિનભાઈ બચુભાઈ ખેતરમાં કામ કરી રહેલા ખેત મજુર પ્રભુભાઈ ભાગોરા નો પુત્ર મેહુલ ઉમર વર્ષ ર ને ઉપાડી ને ખેતરમાં નાસી છૂટયો હતો. આ બાબતે પ્રભુભાઈ ના જણાવ્‍યા અનુસાર તેઓ વહેલી સવારે પાંચ વાગ્‍યા આસપાસ ઊઠીને ખેતરમાં કામ કરી રભ હતા ત્‍યારે તેમની પત્‍ની બાળક સાથે ચૂલા પાસે કામ કરી રભ હતા ત્‍યારે નજીકમાં રમી રહેલા તેના બાળકને સામેથી અચાનક આવેલા દીપડાએ ગળાનાભાગેથી પકડી લીધો હતો અને તેને લઈને અંધારામાં ખેતરમાં નાસી છૂટયો હતો પછીથી એની પાછળ દોડવા છતાં તે ક્‍યાંય નજરે ન ચઢતા પ્રભુભાઈ દ્વારા ખેતરના માલિકને ફોન કરી જાણ કરી હતી જેમણે ત્‍યાં પહોંચીને ગામના સરપંચ ને તમામ બાબતોથી માહિતગાર કરતા સરપંચ એ આ બાબતે વનવિભાગ ને ફોન કરી સમગ્ર બનાવની જાણ કરી હતી. મોડી સાંજ સુધી પ્રયત્‍ન કરવા છતાં નાના બાળક કે દીપડાના કોઈ વિગત મળી શકી ન હતી. આ બનાવને પગલે સીમમાં રહી કામ કરતા મજૂરો માં ફફડાટ ફેલાયો છે. તેમજ આ દિપડાને પકડી લેવા માંગ કરવામાં આવી છે.


સાવરકુંડલાનાં પીએસઆઇ સામે કડક કાર્યવાહી કરો

સાવરકુંડલા,સાવરકુંડલા શહેર માં ઈન્‍ચાર્જ પી.આઈ. પી.બી.ચાવડા તથા એ એસ.આઈ. નરેન્‍દ્રસિંહ ગોહિલ તથા કોન્‍સ્‍ટેબલ અરવિંદ પરવડા પર ગત તારીખ.-૩૦/૧૧ ના રોજ બોટાદ એ.સી.બી. દ્વારા લાંચ માં ઝડપાયા હતા જેમાં પી.એસ.આઈ. અને એ.એસ આઈ. નાસી છૂટ્‍યા હતા જયારે કોન્‍સ્‍ટેબલ અરવિંદ પરવડા ઝડપાઈ ગયો હતો જેના ત્રણ દિવસ ના રિમાન્‍ડ બાદ જેલ હવાલે કરવામાં આવ્‍યો હતો.
આ સમગ્ર બનાવ ના પગલેસાવરકુંડલા શહેર ના વિવિધ સંગઠન હિન્‍દુ યુવા સેના, સૂર્ય સેના, અખીલ ઠાકોર વિકાસ સંઘ, જય માંધાતા ગ્રુપ, કાઠી ક્ષત્રિય સમાજ, સદ્યભાવના ગ્રુપ, શિવશક્‍તિ યુવા ગ્રુપ, ખોડિયાર ચોક મિત્ર મંડળ, ભગત રવિકૃષ્‍ણ ફાઉન્‍ડેશન, રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના, સમસ્‍ત માલધારી સમાજ, લુહાર યુવા સંગઠન, મોચી જ્ઞાતિ યુવા ગ્રુપ, બાર એસોસિએશન વગેરે સમાજ તથા સંગઠનો દ્વારા એક વિશાળ બાઈક રેલી યોજી મામલતદાર ને આવેદનપત્ર પાઠવી ફરાર પી.એસ.આઈ. અને એ.એસ.આઈ. ને તાત્‍કાલિક પકડવા તથા તેના વિરૂંઘ્‍ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવીમાંગ કરવામાં આવી છે આ તકે સાવરકુંડલા શહેર માંથી મોટી સંખ્‍યામાં યુવા ઓ ઉપસ્‍થિત રભ હતા.


રામ મંદિર માટે ડો.તોગડીયાનું અનુકરણઃડો.ગજેરા

અમરેલી,રામમંદિર માટે આંતરરાષ્‍ટ્રીય હિન્‍દુ પરિષદ, વિશ્‍વ હિન્‍દુ પરિષદ અને રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘે આયોઘ્‍યામાં રેલીઓ કાઢી અને ધર્મસભાનું આયોજન કર્યુ. સૌથી પહેલા ડો. પ્રવિણભાઈ તોગડીયાની આગેવાની નીચે ગઈ ર૧/૧૧ થી ર૩/૧૧ લખનૌથી અયોઘ્‍યા સુધી દોઢથી બે લાખ કાર્યકરોએ કુચ કરી. આ કુચ જોઈને વિશ્‍વ હિન્‍દુ પરિષદના કાર્યકરોએ કુચ કરી. આ કુચ જોઈએ વિશ્‍વ હિન્‍દુ પરિષદ અને સંઘને એવુંલાગ્‍યુ કે આ રામમંદિરનો મુદો આપણા હાથમાંથી જતો રહેશે એટલે એણે પણ અયોઘ્‍યામાં રેલી અને ધર્મસભાનું આયોજન કયર્ૂૃ હાલ યુ.પી.માં અને કેન્‍દ્રમાં ભાજપની એટલે કે સંઘની સરકાર છે. અત્‍યારે તેઓને રામમંદિર નિર્માણ માટે સોમનાથ મંદિરની જેમ સંસદમાં કાયદો લાવવાનો ઉતમ મોકો છે.
ત્રીપલ તલાક માટે અડધી રીતે વટહુકમ લાવી શકતા હોય તો અયોઘ્‍યામાં રામમંદિર માટે શા માટે નહી ? આવુ અનુકુળ વાતાવરણ હવે પછી કયારેય નહિ આવે તે પણ હકીકત છે. સંઘ અને વી.એચ.પી. રામમંદિર માટે ચાર તબકકાની આંદોલનની વાત કરે છે. અરે ભાઈ, આંદોલન કોના સામે ? તમારી જ સરકાર સામે? કે પછી ચુંટણીમાં મુદદો બનાવી ર૦૧૯ ની ચુંટણી જીતવી અને જીત્‍યા પછી પાછો આ મુદદો અભેરાઈએ ચડાવી દેવો છે? તમારી સરકાર સામે તમે આંદોલન કરશો?કે પછી બધુ જનતાને દેખાડવા માટે અને મુર્ખ બનાવવા માટે આંદોલન કરશો. જે મુદે તમે ડો. પ્રવિણ ને બોલવાની ના પાડી હતી તે જ મુદો તમે જોરશોરથી ચગાવો છો.તો પ્રવિણભાઈ શું ખોટુ કહી રહયા હતા? સરકારની દાનત જ નથી કે અયોઘ્‍યામાં રામમંદિર બને. આ બધુ ચુંટણીમાં હિંદુ સમાજની લાગણીને ભડકાવીને જીતવાના પ્‍લાન છે.પરંતુ દર વખતે હિંદુ સમાજ છેતરાવવાનો નથી. હિંદુ સમાજને ખબર પડી ગઈ છે કે આ બધુ મુર્ખ બનાવવા ધંધા છે.બીજી બાજુ નોટબંધી, જીએસટી, સીબીઆઈ મુદે કાશ્‍મીર મુદે સરકાર સરિયામ નિષ્‍ફળ ગઈ છે. પ્રજાનુ ઘ્‍યાન આ મુદાઓ પરથી હટાવવા માટે પણ સરકાર ના કહેવાથી વી.એચ.પી. અને સંઘે આ રામમંદિરનો મુદો ઉછળ્‍યો હોય જેથી પ્રજાની લાગણી ભડકાવીને આ બધા મુદા ભુલી જાય.


પરીક્ષા રદ્દ કરવાના નિર્ણય બદલ શ્રી રૂપાણી ઉપર અભિનંદનનો વરસાદ

ગાંધીનગર,
પેપર લીક થઇ જતા રાજયભરમાં પરીક્ષા રદ્દ કરવાના હીમતભર્યો અને સાચો નિર્ણય લેવા બદલ તથા ગોટાળો કરનારાઆરોપીઓ સામે કોઇ પણ શેહ શરમ રાખ્‍યા વગર ગણત્રીના કલાકોમાં પગલા લઇને જેલમાં પુરી દેવા બદલ શ્રી વિજયભાઇ રૂપાણીને સલામ. તેમ .ભરતભાઇ કાનાબારે જણાવ્‍યું છે. ડો. કાનાબારની જેમ જ ખાનગીમાં કોંગ્રેસના આગેવાનો પણ સરકારના આ નિર્ણયને આવકારી રહયા છે અને સાચા લાયક ઉમેદવારને નોકરી મળે તેવા નિર્ણય બદલ ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી ઉપર લોકો પણ અભિનંદનનો વરસાદ વરસાવી રહયા છે.
લોકરક્ષકની ભરતીનું પેપર એક પીએસઆઇને મળ્‍યુ તેણે બોર્ડના ચેરમેન અને અમરેલીમાં ફરજ બજાવી ચુકેલા શ્રી વિકાસ સહાયને જાણ કરી શ્રી સહાયે મુમયમંત્રીશ્રી રૂપાણીને જાણ કરતા શ્રી રૂપાણીએ તાત્‍કાલીક નવ લાખ વિદ્યાર્થીઓને અન્‍યાય ન થાય તેના માટે પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય લીધો હતો.
પેપર લીક થવાના બનાવોમાં તપાસ નિમાય અને પગલા લેવાય તેવુ ભુતકાળમાં બની ચૂકયું છે પણ કયારેય પરીક્ષા બંધ નથી રહી અને આ વખતે પણ જો સરકાર માત્ર પગલા લેવડાવત તો રૂટીનલી હોતી હૈ ચલતી હૈની જેમ મામલો પુરો થઇ જાત પણ લાયક ઉમેદવારોનેઅન્‍યાય ન થાય તેના માટે હિમ્‍મતભર્યો નિર્ણય મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ લીધો હતો.
અહી એ ઉલ્લેખ પણ કરવો પડે કે રાજયમાં સ્‍વાઇનફલૂનો કાળો કેર હતો ત્‍યારે માસ્‍ક બાંધીને પણ હોસ્‍પિટલમાં દર્દીને મળવા માટે મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી પહોંચી ગયા હતા અને ગયા વર્ષે અતિવૃષ્‍ટિ થતા જળબંબાકાર બનેલા બાપુનગરમાં શ્રી વિજયભાઇ હોડીમાં બેસીને જનતાની વચ્‍ચે પહોંચી ગયા હતા આમ કામ કરતી આ સંવેદનાભરી સરકારમાં લોકોલક્ષી પગલા લેવાતા હોવાને કારણે શ્રી રૂપાણીને મળવા માટે રાજયભરમાંથી લોકોને કતારો લાગી રહીં છે.


05-12-2018


error: Content is protected !!