Main Menu

Thursday, December 6th, 2018

 

ધારીના ઝર ગામે સંતમિલન : સન્‍માન સમારોહ

અમરેલી,સંતસુરા અનેદાતા સમાજ સેવકોની કદરભુમી એવા ધારીના ઝર ગામે શ્રીદાઉદભાઇ લલીયાના આંગણે સંતમિલન અને આર્શીવાદ સન્‍માન સમારોહ યોજાયો હતો. જેમાં યજમાનપદે ભારતી આશ્રમના મહંત મહામંડલેશ્‍વર શ્રીભારતીબાપુ, સતાધારના શ્રીવિજયબાપુ, ચલાલા દાનબાપુની જગ્‍યાના શ્રીમહાવિરબાપુ, બગસરાના શ્રીજેરામબાપુ, ચાંપરડાના શ્રીસદાનંદબાપુ, નેસડીના શ્રીલવજીબાપુ, પુજય ઉદયબાપુ, મહુવાના મહેંદીબાપુ, ખોડીયાર મંદિરના બાબુગીરબાપુની ઉપસ્‍થિતિમાં યોજાયેલા કાર્યક્નમમાં ઝર પ્રાથમિક શાળાની બાળાઓએ સ્‍વાગત ગીત રજુ કર્યા બાદ રવજીભાઇ સોલંકીએ ભજન રજુ કર્યુ હતુ.બાદમાં એસીપી દિપકભાઇ વ્‍યાસનુ સન્‍માન થતા પુજય ભારતીબાપુ, પુજય વિજયબાપુ તેમજ સંતો અને દાઉદભાઇ લલીયા, મોટાભાઇ સવંટ દ્વારા શાલ ઓઢાડી સન્‍માનપત્ર તથા ભેટ આપી સન્‍માન કર્યુ હતુ. અને સંતોએ આર્શીવાદ આપ્‍યા હતા. બે બે વખત રાષ્‍ટ્રપતિ એવોર્ડ મેળવનાર દિપકભાઇ ચાણસમાના વતની છે અને બ્રહ્મદેવ પુજય શાંતીદાદા તથા પુજયિ ઇન્‍દુબા બોરીવલીના નિવાસ સ્‍થાને જનમ્‍યા હતા. રાષ્‍ટ્રભક્‍તિ અને સેવાકાર્યમાં સફળતા પ્રાપ્‍ત થતી રહી અને રાષ્‍ટ્રપતિ એવોર્ડ મળતા સન્‍માન કાર્યક્નમમાં ધારાસભ્‍ય જે.વી.કાકડીયા, ડો.જસાણી, પ્રતાપભાઇ વરૂ, મનસુખભાઇ ભુવા, શરદભાઇ ધાનાણી, સંજયભાઇ ધાણક, ડો.નંદીનીમેડમ, સીરીઝભાઇટોળીયા, ડો.સ્‍નેહલભાઇ પંડયા, ડો.પીપલીયા, ડો.સીંગ, બાબુભાઇ કાગ, બાવકુભાઇ વાળા, જીતુભાઇ વાળા, નારણભાઇ ડોબરીયા, મહેન્‍દ્રભાઇ જોષી, ચાંપરાજભાઇ વાળા, આંબાભાઇ કાકડીયા, બટુકભાઇ જેબલીયા, રણજીતભાઇ જેબલીયા,નિર્મળભાઇ ખુમાણ, જીતુભાઇ જોષી, કૃષ્‍ણકુમાર મકવાણા, દિલુભાઇ વાળા, ગીજુભાઇ વીકમા, ઇસ્‍માઇલભાઇ મુખી, નરેશભાઇભુવા, અતુલભાઇ કાનાણી, બીચ્‍છુભાઇ વાળા, રોહિતભાઇ શેખવા, કોકીલાબેન કાકડીયા, એડવોકેટ નકવી, કનુભાઇ સેજલીયા, અબુઅલીભાઇ, જીતુભાઇ સંઘરાજકા, નરેશ દાદા, દિલશાદભાઇ શેખ, દિલુભાઇ વાળા, ખોડભાઇ, ફૈઝલ ચૌહાણ, શ્રીજોષી વિગેરે આગેવાનો ને સરપંચો ઉપસ્‍થિત હ્યા હતા. મોટાભાઇ સવંટના માર્ગદર્શન નીચે યોજાયેલા કાર્યક્નમને સફળ બનાવવા રહીમભાઇ લલીયા, અનુભાઇ લલીયા, યુનુસભાઇ લલીયા, કાળુભાઇ લલીયા અને લલીયા પરિવારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્નમનું સંચાલન ભાવનગરના એડવોકેટ નાજીરભાઇ સાવંતે કર્યુ હતુ.


નાગેશ્રીના ટીંબી ચેકપોસ્‍ટ પાસે બાઇકને હડફેટે લેતા બાઈક ચાલક યુવાનનું મોત

નાગેશ્રી,નાગેશ્રી તાબાના ટીંબી ચેકપોસ્‍ટ પાસે ઉકાભાઇ બીજલભાઇ રહે ખત્રીવાડા તાલુકો ઊના ભત્રીજો સ્‍પ્‍લેન્‍ડર બાઇક લષ 3ર એસ 47ર4 પર આવતો હતો ત્‍યારે ટ્રક નંબર જીજે રપ ટી 9730 ના ચાલકે પુરઝડપે અને બેફીકરાઈથી ચલાવી બાઇકને હડફેટે લઇ ગંભીર ઇજા પહોંચાડી પગમાં ફ્રેક્‍ચર કરી મોત નિપજાવયા ની નાગેશ્રી પોલીસ મથકમાં રાજુ ઓડેદરા પોરબંદર વાળા સામે ફરિયાદ નોંધાવી છે


સાવરકુંડલામાં જુના બસસ્‍ટેશન જવાનો પરિપત્ર છતા ડ્રાઈવરો અમલ કરતા નથી

સાવરકુંડલા,સાવરકુંડલા ડેપો ની તમામ બસ ને જુના બસ સ્‍ટેશન જવાનો પરિપત્ર આવી ગયો હોય અને સાવરકુંડલા ડેપો માં પણ સૂચના આપી દેવામાં આવી હોવા છતાં અમુક પેધી ગયેલા ડ્રાઈવરો દ્વારા મનમાની ચલાવતા હોય તેમ આ પરિપત્ર નો ઉલારીયો કરી અને બસ ને જુના બસ સ્‍ટેશન લઈ જવાતી ન હોય અને ખાંભા , રાજુલા , મહુવા જતા પેસન્‍જરો મુશ્‍કેલી માં મુકાયા છે અને ગામ્‍ય વિસ્‍તાર માંથી આવતા મુસાફરો અને ખેડૂતોને ગામડે થી સાવરકુંડલા આવવા – જવાની ટીકીટ જેટલી થતી હોય તેટલું રીક્ષા ભાડું ચૂકવવું પડતું હોય છે અને જુના બસ સ્‍ટેશન થી નવા બસ સ્‍ટેશન આવવા અને જવા માટે ર0 થી 30રૂપિયા રીક્ષાભાડું ચૂકવવું પડે છે અને એસ ટી તંત્ર દ્વારા અવાર – નવાર નિયમો ને નેવે મૂકી અને મુસાફરોને પરેશાન કરવા માં આવતા હોય છે ત્‍યારે મુસાફરો દ્વારા કલેકટર , ધારાસભ્‍ય અને અમરેલી ડી સી ને લેખિત રજૂઆત કરવામાં આવી છે અને વહેલી તકે સાવરકુંડલા થી ઉપડતી તમામ બસ ને જુના બસસ્‍ટેન્‍ડ જાયે અને યોગ્‍ય કરવા રજુઆત કારેલ છે


રાજુલામાં ઝૂંપડામા આગ લાગતા મહિલાનુ મોત

રાજુલા,રાજુલા તાલુકા માં આવેલું મજાદર ગામ ન્નયાં રહેણાંક મકાન માં મજૂર એ ઝૂંપડું બનાવ્‍યું હતું ન્નયારે તેમના પતિ કાળાભાઈ મજૂરી કામ કરવા ગયા હતા
અને પુત્રી પુત્ર શાળા માં અભ્‍યાસ કરવા ગયા હતા તેવા સમયે આ હિરબાઇબેન 36 વર્ષીય મહિલા ઝૂંપડા માં ચા મૂકી અને બાજુ માં બેસી હતી અને ધુમાડા ખૂબ થયા જેના કારણે આગ લાગી ગઈ અને આ મહિલા ને આંખો માં ધુમાડા ઘુસી ગયા અને રીતસર આ મહિલા ને દેખાવા નું બંધ થયું અને આગ ની લપેટ માં આ મહિલા આવી ગઈ અને ગામ લોકો એકઠા થયા અને ટોળા રાજુલા ફાયર બ્રિગેડ ને જાણ કરતા રાજુલા ફાયર બ્રિગેડ ઘટના સ્‍થળે પોહચ્‍યું અને ત્‍યાં સુધી માં આ મહિલા ને ગામ લોકો એ બહાર કાઢી લીધી અને ફાયર બ્રિગેડ દ્વાર આગ ને કાબુ માં લીધી જેના કારણે આસપાસ માં આવેલા મકાનોમાં આગ લાગે તે પહેલાં આગ કાબુ માં લીધી અને ઘટના ની જાણ થતાં રાજુલા એમ્‍બ્‍યુલ્‍સ મારફત રાજુલા હોસ્‍પિટલ પોહચાડી પરંતુ ત્‍યાં સુધી માં આ મહિલા નું મોત થયું હતું કેમ કે આખી મહિલા બલી ને ભડધુ થઈ હતી જેના કારણે તેમનું મોત થયું હતું
ચારણ સમાજ ની મહિલા હોવાને કારણે ચારણ સમાજ માં શોક છવાયો હતો સાથે સાથે મજાદર નાનકડા ગામ માં શોક છવાયો હતો અને આ પરણિત મહિલા ને ર સંતાનો છે જેમાં પુત્ર અને પુત્રી હોવાનું જાણવા મળ્‍યું છે અને બંને સંતાનો શાળા માં અભ્‍યાસ કરવા ગયા હતા તેવા સમયે આ બનાવ બન્‍યો હતો અને ઘટના ને પગલે ડુંગર પોલીસ ને જાણ થતાં ડુંગર પોલીસ દોડી આવી તપાસ હાથ ધરી છે


જોઇન્‍ટ વિધાનસભા કમીટી બનાવી ભરતી પરિક્ષાઓમાં ગેરરીતીની તપાસ કરો : શ્રીઠુંમર

અમરેલી,
વિરોધપક્ષના નેતૃત્‍વ વાળી જોઇન્‍ટ વિધાનસભા કમીટી બનાવી છેલ્‍લા 15 વર્ષમાં ભરતી પરિક્ષાઓમાં થયેલ ગેરરીતીની તપાસ કરવા ધારાસભ્‍ય વિરજીભાઇ ઠુંમરે મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીને પત્ર પાઠવી રજુઆત કરી છે. અને જણાાવ્‍યું છે કે ભરતી પરિક્ષાઓમાં ગેરરીતી નથાય કે લાગવગવાળા ફાવી ન જાય તે માટે પરિક્ષાર્થીને દુરના જીલ્‍લામાં મોકલવામાં આવે છે. જેના બદલે સારા નિષ્ઠાવાન અધિકારીઓની દેખરેખમાં સ્‍થનનિક કષાએ જ પરિક્ષા ગોઠવાઇ તો લાખો યુવાનોને આવવા જવા સહિતનો ખર્ચ બચે. હવે દિકરા સિકરીઓને નોકરી મળશે તેઓ ભરોસો સરકાર ઉપરથી ઉઠી ગયો છે મુખ્‍યમંત્રીએ આઇબી અથવા પોલીસ રોપોર્ટ મંગવીને જાણવુ જોઇએ કે કેવા ગરીબ ઘરનાદિકરા દિકરીઓ મુશ્‍કેલી વેઠીને નોકરી અપેક્ષાએ પરિક્ષાઓ આપતા હોય છે તેમ જણાવી શ્રીઠુંમરે વધુમાન જણાવ્‍યું કે પરિક્ષા સેન્‍ટર પરથી પરત ફરતા ત્રણ પરિક્ષાર્થીઓના અકસ્‍માતે મોત થયા હતા અને પાંચનો ઇજા થઇ હતી. આ કાંડમાં જે કોહમતદારો પકડાયા તેની સામે માનવ વધની કલમ લગાવી મૃતકના પરિવારની મુલાકાત લઇ 25-25 લાખની સહાય તાત્‍કાલીક ચુકવવા વિરભાઇ ઠુંમરે માંગ કર્યાનું જણાવ્‍યું છે.


જસદણ બેઠક ઉપર કુંવરજીભાઇ તરફે જબરૂ સમર્થન

બાબરા, જસદણ બેઠક ઉપર વિધાનસભા પેટા ચૂંટણીમાં પ્રતિસ્‍પર્ધીઓને પરાસ્‍ત કરવા અને જન જન સુધી સરકારની યોજનાઓ પહોચાડવા પ્રચાર ઝુંબેશ સાથે ભાજપના ઉમેદવાર કુંવરજીભાઇ બાવળીયાને જીતાડવા બાબરા તાલુકા ભાજપ પ્રમુખ અને કોળી સમાજના આગેવાન નીતીનભાઇ રાઠોડ, મુનાભાઇ મલકાણ પોતાની ટીમ સાથે ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે. શ્રીરાઠોડના જણાવ્‍યા મુજબ ધારાસભ સીટના ઉમેદવાર કુંવરજીભાઇ બાવળીયા સર્વધર્મ સંભવ અને સતત જાગૃતિને કારણે ઠેર ઠેર પ્રતિસાધ મળે છે. બાબરા તાલુકાના આગેવાનો દ્વારા તાલુકા ભાજપ પ્રમુખ નીતીનભાઇ રાઠોડની આગેવાનીમાં 20 ગામોનો ઝંઝાવાતી પ્રચાર શરૂ કરવામાં આવ્‍યો છે.


અમરેલી નગર પાલિકાના પુર્વ પ્રમુખ શ્રીજિતુભાઇ વિછીયાના આંગણે લગ્‍નોત્‍સવ

અમરેલી,અમરેલી નગરપાલિકાના પુર્વ પ્રમુખ અને હરીૐ કંસ્‍ટ્રકશનના માલિક શ્રી જિતુભાઇ વિછીયાના સુપુત્ર ચિ. સત્‍યજીતભાઇનો શુભવિવાહ પ્રસંગ રજવાડી ઠાઠથી ઉજવાશે અને આ પ્રસંગે રાજયના પુર્વ મુખ્‍યમંત્રીશ્રી શંકરસિંહ વાઘેલા તથા પુરવઠા મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયા અને અમરેલી જિલ્લાના તમામ ક્ષેત્રના આગેવાનો તથા રાજકીય મહાનુભાવો ઉપસ્‍થિત રહેનાર છે.આગામી તા. આઠમીએ સ્‍વામીનારાયણના બહેનો લગ્‍ના ગીતો ગાશે અને નવમી ડીસેમ્‍બરે સાંજે છ વાગ્‍યે રજવાડી ફુલેકુ પરંપરા અનુસાર નિકળશે અને રાત્રીના રાસોત્‍સવનું આયોજન કરાયું છે જયારે 10મીએ સવારે જાન ચોટીલા મુકામે જશે જયા ચિ. સત્‍યજીતભાઇના શુભવિવાહ ચોટીલા નિવાસી દ.શ્રી જનકભાઇ આપાભાઇ ખાચરના સુપુત્રી ચિ.મહેશ્‍વરીબહેન સાથે યોજાશે દસમીએ રાત્રીના સ્‍નેહ ભોજન તથા નવદંપતિનો સત્‍કાર સમારોહ યોજાશે અને રાત્રીના દસ કલાકે કિર્તીદાન ગઢવી તથા રાજભા ગઢવી લોકડાયરાની જમાવટ કરશે. અમરેલી પાલિકાના પુર્વ પ્રમુખ શ્રી જિતુભાઇ વિછીયાના પિતાશ્રી સ્‍વ. વાજસુરભાઇ વિછીયા શ્રી શંકરસિંહ વાઘેલાના નજીકના સાથીદાર હતા અને અમરેલી જિલ્લાના રાજકીય ક્ષેત્રે પણ વિછીયા પરિવાર મોભાભર્યુ સ્‍થાન ધરાવે છે.


બગસરામાં પ્રધાનમંત્રી આવાસના 231 મકાનો બનાવાશે

બગસરા,
કેન્‍દ્ર સરકાર તેમજ રાજય સરકાર દ્વારા ગરીબ પરિવારોને ઘરના મકાન યોજના અંતર્ગત પ્રધાનમં યી આવાસ યોજનામાં શહેરના 231 લાભાર્થીઓના ફોર્મ મંજુર થયા છે. આ યોજનામાં માલીકીના પ્‍લોટ કે કાચા મકાનની જગ્‍યાએ રૂપિયાસાડા ત્રણ લાખની સહાય લાભાર્થીઓને મળવાની છે.
પાલીકા સરકાર ને એજન્‍સી વચ્‍ચે કરાર કરી પુરાવો સરકારમાં રજુ કરી પાલીકા પ્રમુખ ચંપાબેન બઢીયા, નેતેશભાઇ ડોડીયા, એ.વી. રીબડીયા, ભુપતભાઇ ઉનાવા ને ફિઓફિસર સહિતે જહેમત ઉઠાવી લાભાર્થીઓને લાભ મળે તે માટે કાર્યવાહી કરી છે તેથી અભિનંદનની વર્ષા થઇ રહી છે. ટુંક સમયમાં જ મકાન બનાવવાની શરૂઆત કરવામાં આવશે તેમ જણાવ્‍યું છે.


બાબરાના મોટા દેવાળીયામાં ચાલતા જુગાર ધામો ઉપર પોલીસ ત્રાટકી

બાબરા ,બાબરા તાલુકામાં દિનપ્રતિદીન વધતી જતી ગુનાખોરી અંકુશમાં આવવાનુ નામ નથી લેતી તેમ શહેર તાલુકામાં ધમધમતા દેશી વિદેશી દારૂના હાટડાની સાથો સાથ જુગારધામો પોલીસ તંત્રના નાક હેઠળ ચાલતા હોવાની સર્વત્ર ચર્ચા સાથે આજે મોટા દેવાળીયા ગામે જુદા જુદા અમરેલી અને બાબરા પોલીસ દ્વારો રેઇડો કરી જુગાર રમતા શકુનીઓના રંગમાં ભંગ પાડી કાયદાનો પાઠ ભણાવ્‍યો છે અમરેલી એલસીબી પોલીસે મોટા દેવળીયા ગામની સીમમાં આવેલ પટેલ કેતન બાબુ પરવાડીયાની વાડીમાં જુગારધામ ચાલતુ હોવાની બાતમીના આધારે રેઇડ કરતા (1) કલ્‍પેશ છગન હીરપરા ઉ.વ. 30 રે.દેરડી કુંભાજી તથા (2) ભરત ઉર્ફે ભગો તળશી ઇસોટીયા ઉ.વ.36 (3) સંદિપબાલા રાસડીયા ઉ.વ.26 (4) કરશન શામજી સાનેપરા ઉ.વ.52 (5) રમેશ લાખા સુરાણી ઉ.વ.48 (6) હસમુખ લાખાા જાગાણી ઉ.વ.34 (7)હરેશ સુરાણી ઉ.વ.31 (8) અશ્‍વીન છગન ઇસોટીયા ઉ.વ. 37 (9) વિજય હકારાસડીયા ઉ.વ. 36 રે. તમામ મોટા દેવળીયા રોકડા રૂ.30730 તથામોબાઇલ નંગ -9 મોટર સાયકલ નંગ- 4 સહિત કુલ રોકડ મુદ્‌ામાલ સહિત રૂા.177,730 ઝડપી પાડેલ છે તથા રેઇડ દરમ્‍યાન વાડી માલીક (10) કેતન બાલુ પરવાડિયા પોલીસ દેખી નાસી છુટવામાં સફળ રહ્યો હતો. જયારે બીજા બનાવમાં બાબરા સ્‍થાનીક પોલીસે મોટા દેવળીયા ગ્રામ્‍ય વિસ્‍તારની સાંકડી ગલીમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે રેઇડ કરી (1) મગન વામજા ઉ.વ.70 (2) પ્રફુલ ગોરધન કાનાણી ઉ.વ.53 (3) બાવનજી પુંજા પઠાણ ઉ.વ.70 (4) દિલિપ કાથડ ધાધલ ઉ.વ.60 રે. ખીજડીયા (5) વિક્નમ સવજી લોબીયા ઉ.વ. 36 (6) દકુ શેલાર મોયા ઉ.વ. 50 રે. મોટા દેવળીયા રોકડા રૂપિયા 4430 મોબાઇલ નંગ – 5 મોટર સાયકલ નં.1 મળી કુલ રૂા.26930 રોકડ સહિતના મુદ્‌ામાલ સાથે ઝડપી ધોરણસર કરેલ છે. અમરેલી પોલીસ એલસીબી સ્‍ટાફના અજયસિંહ ગોહિલ તથા બાબરા પોલીસ સ્‍ટાફના પ્રકાશ ટાપણીયા દ્વારા તમામ શકુની સામે વિધીવત ફરીયાદ આપતા પીએસઆઇ સરવૈયા દ્વારા આગળની કામગીરી હાથ ધરી છે.


મ્‍લેક મેંઇલીંગનાં ગુન્‍હાઓમાં સંડોવાયેલ આરોપી મનસુખ રાઠોડનાં જામીન રદ

અમરેલી,અમરેલીમાં એક યુવતીનું શુંટીંગ ઉતારી તેની પાસેથી 10 હજાર રૂપીયાની માંગણી કરી અને પૈસા આપવા છતા વધુ પૈસાની માંગણી હતી.આમ છતા યુવતી પાસેથીબિભત્‍સ માંગણી પણ કરી હોવાની ફરિયાદ યુવતીએ અમરેલી સીટી પોલીસ સ્‍ટેશનમાં નોંધાવી હતી જેનાં આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને કોર્ટમાં રજુ કર્યો હતો જે બનાવનાં કેસમાં આરોપી મનસુખ બાધા રાઠોડેએ અમરેલીની સ્‍પેશ્‍યલ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી જે કોર્ટનાં જજ શ્રી એન.પી.ચૌધરીએ ફગાવી દેતા આરોપી મનસુખને ફરી જિલ્‍લા જેલ હવાલે કરી દેવામા આવ્‍યો હતો.


error: Content is protected !!