Main Menu

Wednesday, December 12th, 2018

 

કુંકાવાવના દેવળકીમાં હિસાબી ગોલમાલની તપાસ કરો

અમરેલી,
કુંકાવાવના દેવળકી ગામે રહેતા વલકુભાઈ જીલુધાઈ તગમડીયાએ કલેકટર ડીડીઓ અને કુંકાવાવના ટીડીઓને અરજી પાઠવી દેવળકીના ગ્રામ પંચાયના માજી સરપંચ સંજયભાઈ વલ્‍લભભાઈ રોકડે તેની ફરજ દરમ્‍યાન કરેલ હિસાબી ગોલમાલની તપાસ કરવા અને કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી જણાવ્‍યુ છે કે દેવળકીના વાઉચર નં. ર4/પ8 તથા 98માં ચતુરભાઈ હિરજીભાઈ પટોળીયાની અલગ અલગ સહીયો છે. અને વાઉચર નં. 98માં ચેક નં. જણાવેલ નથી ખોટા વાઉચર બનાવી ખોટા હિસાબો તૈયાર કરી નાણાકીય ગોલમાલ આચરેલ છે. જેની તપાસ કરવા અને વાઉચર નં. 60 માં રમેશભાઈ નાથાભાઈ કામળ્‍ીયાની સહી છે તે વાઉચરમાં ખોટી સહી કરેલ છે. ઉપંરાત વાઉચર નં. 83/રમાં તેમજ તે પ્રકારના અનેક વાઉચરમા નાણા મેળવનારની સહીયો નથીઅને ગોલમાલ આચરેલ છે. વાઉચર નં. લખ્‍યા વિનાનું રપ/6/13નુ વાઉચર છે તેમાં હિતેશ સેલ્‍સ એજન્‍સીની સહી નથી. બીલ નં. 73ર માં તારીખ નથી અને બીલમાં રકમ જણાવી નથી. વાઉચર નં. પ માં ગફારભાઈ બચુભાઈ જેઠવાનું અંગુઠાનું નિશાન તે વાઉચરમાં ખોટો અંગુઠો છે જેની તપાસ કરવા અને ડોકયુમેન્‍ટની ખરાઈ કરી નિવેદન લેવા અને જવાબદાર સામે પગલા લેવા વલકુભાઈ જીલુભાઈ તગમડીયાએ માંગણી કર્યાનુ અખબારી યાદીમાં જણાવ્‍યુ છે.


ધારીના અમૃતપુર ઠીકરીયામાં મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્‍સવ

રાજૂલા,
બાકોડીયા જોષી પરીવાર સૂરાપૂરા દાદા મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્‍સવ ઙ્ગધારીપાસે અમૃત પૂર ઠીકરીયા ગામે ઙ્ગસમસ્‍ત બાકોડીયા જોષી પરીવાર તરફથી પોતાના પૂર્વજો પૂ દેવશંકરબાપા જે સૂરાપૂરા દાદા નેખૂબ આસ્‍થા માને છ
ે જે મંદિર બનાવી જેમની પ્રતિષ્ઠા મહોત્‍સવ તારીખ 16/17/1ર/ર018બે દિવસ યોજાનાર છે આઠ જેટલાં યજ્ઞકૃડ આયોજન કરેલ છે જોશી પરિવાર માતાજી સા કૂડલા ના બાઢડા મૂકામે મંદિર આવેલ છે વર્ષો પહેલાં પાટીદાર ના પૂર્વજ વાલાબાપા ની ઉપર બહારવટીયા હૂમલો કરેલ ત્‍યારે મીત્ર બ્રાહ્મણ દેવશંકર બાપા આડાફરેલ ધીંગાણું મા બન્ને દેવ થયાં ત્‍યાં થી પૂર્વજ સૂરાપૂરા દાદા પૂજાય છે સ્‍વ મધુબેન સંધાણી નો પરિવાર બાબૂભાઇ જમીન પણ દાન આપેલ હોય જૂનો પાંચસો વર્ષ સીસમ જાડ મોજૂદ છે જે પાલીયા મૂર્તિ મા મંદિર મા બનાવી બકૂલાઇ જોષી બાઢડા પરાગ ભાઇ અને વિજય ભાઇ જોષી રાજૂલા જહેમત કરી રહેલ છેઙ્ગ


જસદણ બેઠકમાં અમરેલીના યુવાનોને મહત્‍વની જવાબદારી સોપાઈ

અમરેલી,
અમરેલી શહેર અને જિલ્‍લામાં શિયાળુ વાતાવરણ વચ્‍ચે વેસ્‍ટન ડીસ્‍ટબન્‍ટના કારણે વાતાવરણ માં ફેરફાર થતા આકાશમાં વાદળો છવાયા છે. અને ધુપ છાવ વાતાવરણ વચ્‍ચે ઠંડીનું પ્રમાણ ઘટયુ છે. વાદળો છવાતા ભેજ વધશે. વાતાવરણની ગડબડના કારણે લોકોમાં રોગચાળાનું પ્રમાણ વધવાની શકયતાઓ જોવા મળી રહી છે.

હાથસણીમાં શ્રીરામજીમંદીર પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્‍સવ
સાવરકુંડલા,
સાવરકુંડલા તાલુકા ના હાથસણી ગામે નવનિર્મિત શ્રી રામજીમંદીર પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્‍સવ અંતર્ગત બીજે દિવસે ભગવાનશ્રી રામચંદ્ર ને પુનઃમંદીર પ્રવેશ કરાવતા પહેલા ગામ લોકો દ્રારા પરંપરાગતરીતે ઘોડા,બેન્‍ડ,ઢોલ તથા આતીશબજી સાથે પુજય ભકિતરામ બાપુ (માનવમંદીર) ની ઉપસ્‍થિત માં ભવ્‍ય શોભાયાત્રા કાઢેલ જે શોભાયાત્રા માં લોકો ઉપસ્‍થિત રહેલ ગામ ના જે જે રૂટ ઉપર શોભાયાત્રા ફરવાની હતી તે સ્‍થળે પહેલે થીજ લોકો એ પોતાના ઘરની આગળ તોરણબાંધેલ તથા રંગોળી દોરેલ હોય જાણે કે ભગવાનરામચંદ્ર નુ અવધ માં પ્રવેશ કરતા હોય તેવા સ્‍યંભુ માહોલ સજાયેલહાથસણી માં ચાલી રહેલ પુનઃ પા્રણ પ્રતિષ્ઠા મહોત્‍સવ ના બીજા દિવસે દિવાળી જેવો માહોલ રચાયેલ પાચ દિવસીય ચાલનારા ધાર્મિક મહોત્‍સવમાં તારીખ 11/1ર/ર018 ના રોજ ભવ્‍ય લોકડાયરા નુ પણ આયોજન કરેલ લોકો દ્રારા લાભ લેવા જણાવવામાં આવે છે.


અમરેલીમાં બાઇકચોરી કરતી ગેંગને પકડતા સીટી પીઆઇ શ્રી મોરી : 10 બાઇક કબજે

અમરેલી,
પોલીસ અધિક્ષકશ્રી અમરેલી નિર્લિપ્ત રાયએ જીલ્‍લામાં મિલ્‍કત સબંધી જે ગુન્‍હાઓ બનેલ હોય અને તેમાં અમરેલી જીલ્લાના નાગરિકોની મિલકત ચોરાયેલ હોય અને આવા ગુન્‍હાઓ વણશોધાયેલ હોય તેવા ગુન્‍હાઓનો ભેદ ઉકેલી આરોપીઓને પકડી તેના મુળ માલિકને તેની ચોરીમાં ગયેલ મિલકત પાછી મળે તે માટેના સધળા પ્રયત્‍નો કરવા અને આવા વણશોધાયેલ અનડીટેક્‍ટ ગુન્‍હાઓનાં ભેદ ઉકેલવા અમરેલી જીલ્‍લા પોલીસને આપેલ ખાસ સુચના આપેલ હોય અને જે અંગે અમરેલી ડિવીઝન નાયબ પોલીસ અધિક્ષક શ્રી.એલ.બી.મોણપરાના માર્ગદર્શન મુજબ અમરેલી સીટી ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સ.શ્રી.એમ.એ.મોરી તથાપો.સ.ઇ. શ્રી.એમ.એચ.જેતપરીયા તથા અમરેલી સીટી પોલીસ સ્‍ટાફ દ્વારા અમરેલી શહેરમાંથી ચોરીના મોટર સાઇકલો સાથે ત્રણ ઇસમોને પકડી પાડી ચોરીના દસ મોટર સાઇકલ રીકવર કરવામાં સફળતા મેળવેલ છે. પકડાયેલ આરોપીઓ મયુર આલીંગભાઇ વાળા, ઉં.વ.ર1, ધંધો.ડ્રાઇવીંગ, રહે.મોટા ભંડારીયા, તા.જી.અમરેલી. મહાવીર દિલુભાઇ વાળા, ઉં.વ.19, ધંધો.મજુરી, રહે.વાંકીયા, તા.જી.અમરેલી. રોહિત ધીરૂભાઇ ગાંગડીયા, ઉં.વ.ર0, ધંધો.મજુરી રહે.ગાવડકા
આરોપીબઓએ ચોરી કરી મેળવેલ મોટર સાઇકલની વિગતઃ-એક હીરો કંપનીનું સ્‍પ્‍લેન્‍ડર મો.સા. રજી. નંબર જી.જે.14.કે.97પ4 જેની કિ.રૂ.ર0,000/- ગણાય. આ મો.સા. આશરે સાતેક દિવસ પહેલા અમરેલી સિવિલ હોસ્‍પિટલમાંથી ચોરી કરેલ એક સીડી ડીલક્‍સ કંપનીનું મો.સા. રજી. નંબર જી.જે.14.પી.31રપ આ મો.સા. આશરે પાંચેક દિવસ પહેલા અમરેલી સિવિલ હોસ્‍પિટલમાંથી ચોરી કરેલ, હીરો કંપનીનું સ્‍પ્‍લેન્‍ડર પ્‍લસ મો.સા. રજી. નંબર જી.જે.14.એન.8484 એકાદ માસ પહેલા અમરેલી લાઇબ્રેરી રોડ ઉપરથી ચોરી કરેલીરો કંપનીનું સ્‍પ્‍લેન્‍ડર મો.સા. રજી. નંબર જી.જે.14.એ.એફ.41પ8 આ મો.સા. આશરે એકાદ માસ પહેલા અમરેલી સિવિલ હોસ્‍પિટલમાંથી ચોરી કરેલ, સ્‍પ્‍લેન્‍ડર પ્રો મો.સા. રજી. નંબર જી.જે.01.એસ.એફ.96ર8 આ મો.સા. આશરે પંદર દિવસ પહેલા અમરેલી રાધિકા હોસ્‍પિટલ (ગોળ દવાખાના)માંથી ચોરી કરેલ સ્‍પ્‍લેન્‍ડર પ્રો મો.સા. રજી. નંબરજી.જે.14.એસ.ર471 આ મો.સા. આશરે પંદરેક દિવસ પહેલા અમરેલી સિવિલ હોસ્‍પિટલ રોડ પરેશભાઇ આચાર્યની ઓફિસ સામેથી ચોરી કરેલ સ્‍પ્‍લેન્‍ડર પ્‍લસ મો.સા. રજી. નંબર જી.જે.14.એસ.3880 આશરે વીસેક દિવસ પહેલા કેરીયા રોડ ડો.રામાનુજની હોસ્‍પિટલ સામેથી ચોરી કરેલ એક હીરો કંપનીનું સ્‍પ્‍લેન્‍ડર પ્‍લસ મો.સા. રજી. નંબર જી.જે.14.એ.ઇ.88રર ,સ્‍પ્‍લેન્‍ડર મો.સા. રજી. નંબર જી.જે.01.સી.ક્‍યુ.6366, સ્‍પ્‍લેન્‍ડર પ્રો મો.સા. રજી. નંબર જી.જે.01.ડી.સી.4816 અંગે કોઇ આધાર પુરાવા કે બીલો રજુ કરેલ નથી અને ચોરી કરીને કે છળકપટથી મો.સા. મેળવેલ હોવાનું તપાસ દરમ્‍યાન જાણવા મળેલ છે. ઉપરોક્‍ત વિગતે પકડાયેલ ચોરીના મોટર સાઇકલ નંગ-10 કિ.રૂ.1,9પ,000/- નો મુદ્યામાલ રીકવર કરવામાં આવેલ છે. જીલ્‍લા પોલીસ અધિક્ષકશ્રીની સુચના અને અમરેલી ડિવીઝનના નાયબ પોલીસ અધિક્ષક શ્રી.એલ.બી.મોણપરાના માર્ગદર્શન મુજબ આ કામગીરી અમરેલી શહેર પો.સ્‍ટે.ના ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સ.શ્રી.એમ.એ.મોરી, પો.સ.ઇ.શ્રી.એમ.એચ.જેતપરીયા તથા અમરેલી શહેર પો.સ્‍ટે.ના એ.એસ.આઇ. સી.બી.ગૌસ્‍વામી, હેડ કોન્‍સ. યુવરાજસિંહ સરવૈયા, પો.કોન્‍સ. હિરેનસિંહ ખેર, અંકુરભાઇ બારોટ, મહેશભાઇ મુંધવા, સંજયભાઇ ચાવડા, ધર્મરાજસિંહ વાળા વિ. એ કરેલ છે.


અમરેલી જિલ્લામાં કોંગ્રેસના વિજયને આતિશબાજીથી વધાવાયો

અમરેલી, પાંચ રાજયોના ચૂંટણી પરિણામોએ ભાજપ સરકાર માટે ખતરાની ઘંટડી વગાડી છે. રાજસ્‍થાન અને છતીસવઢમાં કોંગ્રેસનો ભવ્‍ય વિજય થયો છે. જયારે મઘ્‍યપ્રદેશમાં કાંટે કી ટકકર અને તેલંગડામાં ટીઆરએસ તથા મીજોરમમાં એમએનએફનો જય જય કાર થતા ભાજપના વળતા પાણીને કારણે પરિણામ જાહેર થતાની સાથે જ અમરેલી, લીલીયા, લાઠી, બાબરા, સાવરકુંડલા સહિત જીલ્‍લાભરમાં કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો ગેલમા આવી ગયા છે જેના ભાગરૂપે આજે જીલ્‍લાભરમાં કોંગ્રેસે ફટાકડા ફોડી આતીસબાજી સર્જી દીધી હતી. અને મો મીઠા કરી કોંગ્રેસના વિજયને વધાવ્‍યો હતો.


12-12-2018


error: Content is protected !!