Main Menu

Saturday, December 15th, 2018

 

15-12-2018


રાજુલામાં મગફળીની ખરીદી બંધ થતા ધારાસભ્‍ય અંબરીશ ડેર દોડી આવ્‍યા

રાજુલા માર્કેટિંગ યાર્ડ મા ટેકા ના ભાવે મગફળી ની ખરીદી અટકી જતા ખેડૂતો પરેશાન થયા હતા જેને લઈ ને ખેડૂતો એકઠા થયા હતા ઘટના ના સમાચાર મળતા રાજુલા ના કોંગ્રેસ ધારાસભ્‍ય અંબરીશ ડેર સહિત તેમના ટેકેદારો કાર્યકરો યાર્ડ માં દોડી આવ્‍યા હતા જેને લઈ ને ખેડૂતો મોટી સંખ્‍યા માં એકઠા થયા હતા અને સ્‍થાનિક યાર્ડ ના સત્તાધીશો સહિત અધિકારી કર્મચારી ઓ સાથે સર્ચા કરી ઉચ્‍ચ કક્ષાએ ટેલીફોનિક રજુઆત કરી હતી અને તત્‍કાલિકટેકાના ભાવે મગફળી ની ખરીદી શરૂ કરવા રજુઆત કરી હતી


સાવરકુંડલામાં મોબાઈલ નેટવર્કકંપની સામે લાલઆંખ

સાવરકુંડલા,પ્રાપ્ત વિગત મુજબ સાવરકુંડલા ના ગ્રાહક સુરક્ષા મંડળ ના પ્રમુખ રમેશભાઈ હીરાણી દ્વારા મોબાઈલ નેટવર્ક કંપની દ્વારા નિયમો માં ફેરફાર કરીને ગ્રાહકો સાથે ઉઘાડી લૂંટ તેમજ ગ્રાહક સાથે છેતરપીંડી કરતી નેટવર્ક કંપની જેવી કે વોડાફોન,એરટેલ અને આઈડિયા સામે લાલઆંખ કરી છે.આ નેટવર્ક વાપરતા ગ્રાહકોને પડતી મુશ્‍કેલી ની ફરીયાદ ગ્રાહક સુરક્ષા મંડળ સ્‍વીકારી યોગ્‍ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તો દરેક જાગૃત ગ્રાહક ની ફરજ સમજી ગ્રાહક સુરક્ષા મંડળ માં રજુઆત કરવી જેથી ઘર ના નિયમો બનાવી ગ્રાહક સાથે છેતરપીંડી અને ઉઘાડી લૂંટ કરતી વોડાફોન એરટેલ આઈડિયા કંપની ની શાન ઠેકાણે આવશે


અમરેલી જીલ્‍લાના ગ્રામીણ ડાકસેવકો 18મી એ હડતાલમાં જશે

અમરેલી ઓલ ઈન્‍ડીયાગ્રામીણડાક સેવા યુનીયન અને નેશનલ યુનીયન ગ્રામીય ડાકસેવક દ્રારા અપાયેલા એલાન મુજબઅમરેલી જીલ્‍લા સહીત દેશભરના ગ્રામીય ડાકસેવકો પાતાની વિવિધ માગણી માટે તા.18/1ર થી અચોકસ મુદતની હડતાલમા જોડાશે અને જીલ્‍લા ભરમા ગ્રામીણય ડાકસેવક ઠપ થઈ જશે. સી.એચ.કયુ દિલ્‍લહીના આદેશ મુજબ કમલેશચંદ્રા કમીટીનો રીપોટ પૂણ લાગુ કરવા અને 1/1/16 થી ગણતરી મુજબ એરીયશ આપવા અને ગ્રેચયુઈટી દોઢ લાખ બદલે પાંચ લાખ કરવા અને વીમાની લીમીટ પાંચ લાખ કરવા અને રૂપિયા પાંસો કાપવા કમ્‍બાઈન્‍ડ ડયુટી એલાઉશ ટી આર સી પ્રમાણે દસ ટકા આપવા તથા રીપોટ પ્રમાણે જી ડી એસ બી પી એમ ની બદલની સવલત આપવા તથા ચીલડ્રન એલાઉશ છ હજાર આપવા અને ત્રીસ દિવસ પેૈડલીવ તથા 1ર/ર4/36 ઈનક્રીમેટ આપવા તથા ઓફીસ ભાડુ રૂ સોળ સો પ્રમાણે આપવા માગણી સાથે હડતાલ એલાન અપાયુ છે તેમા અમરેલી જીલ્‍લાની ગ્રામીણ પોસ્‍ટ ઓફીસમા થતી એસ.બી,આર.ડી,વીમો, લાઈટ બીલ, ટેલીફોન બીલ,રજીસ્‍ટર, ટપાલો વગેરે કામગીરી બંધ રહશે. આ હડતાલ માં અમરેલી જીલ્‍લાના 600 ગ્રામીણ ડાક સેવકો યુનિયના આદેશ પ્રમાણે હડતાલમા જોળાના હોવાનુ ડીવીઝા સેક્રટરી બટુક ગોસાઈ એ અખબારી યાદીમા જણાવ્‍યુ છે. હડતાલને સફળ બનાવા પ્રમુખ એસ કે. સેખા, જનકભાઈ દવે,સેક્રટરી બી વી ગોસાઈ, સેક્રટરી ઘનશ્‍યામભાઈ જોષી જેહમત ઉઠાવી રહયા છે.


જસદણ પંથકમાં શ્રી રૂપાલા સભાઓ ગજાવશે

રાજકોટ, ભાજપના તળપદા શૈલીના મશહુર વકતા કેન્‍દ્રીય કૃષિ મંત્રી પરસોતમ રૂપાલા જસદણની પેટાચુંટલી સંદર્ભે જાહેરસભા ગજાવવા આવી રહયા છે. ભરત બોધરાના જણાવ્‍યા મુજબ રૂપાલા તા. 1પ મી એ રાત્રે 8 વાગ્‍યે આટકોટના વિજય ચોકમાં તા. 16મીએ સાંજે 6 વાગ્‍યે સાણથલીમાં અને તે જ દિવસે રાત્રે 8 વાગ્‍યે જસદણના સરદાર ચોકમાં જાહેર સભા સંબોધશે. તેમ મનોજ વાળાએ જણાવ્‍યું છે.


પુત્રના લગ્નમાં ચાંદલામા આવેલ એક લાખ એકવીસ હજારની રકમ ગૌશાળાને અપઁણ કરતા ગૌપ્રેમી ધર્મેન્‍દ્રગીરી ગોસ્‍વામી

અમરેલી,
અમરેલી ના સાધુસમાજ નું પ્રેરક પગલું પુત્ર ના પરણીય પર્વ એ પરોપકારી પરમાર્થ કરી સવા લાખ ની સખાવત કરી પ્રેરણાત્‍મક પગલું પુત્રના લગ્નમાં ચાદલામા આવેલ એક લાખ એકવીસ હજારની રકમ ગૌશાળાને અપઁણ કરતા ગૌપ્રેમી ધમેઁન્‍દ્રગીરી ગોસ્‍વામીઅમરેલી દસનામ ગોસ્‍વામી સમાજ પ્રમુખ ધમેઁન્‍દ્રગીરી લાલગીરી ગોસ્‍વામીના સુપુત્ર ચિ.સિઘ્‍ધાર્થના શુભલગ્ન તા10/1ર ના શુભદિને ધારી ગળધરા ખોડીયાર મહંત પરિવારની લાડલી ચિ.આરતી સાથે યોજાયેલ,અમરેલીથી સાજન માજન સગા સબંધીઓ ને સંગ રૂડી જાન જોડીને વાજતે વાજતે ધારી ગળધરા ખોડીયાર મુકામે શુભ લગ્ન યોજાયેલ. ગૌપ્રેમી ધમેઁન્‍દ્રગીરીજીએ લગ્નમાં આવેલ તમામ ચાદલાની રકમ રુપિયા 1ર1000 (એક લાખ એકવીસ હજાર)લીલીયા રોડ પર આવેલ કામધેનુ ગૌશાળાને અપઁણ કરીને સમાજને નવો રાહ ચીધનાર સાચા અર્થમાં જીવદયાપ્રેમીધમેઁન્‍દ્રગીરીજી પર ચોતરફથી અભિનંદન ની વષાઁ થઇ રહેલ છે,અત્રે ઉલ્લેખનીય છે કે ધમેઁન્‍દ્રગીરી તેમજ તેમની ટીમ ઘણા વષોઁથી લૂલી,લંગડી,અપંગ ગાયોની સેવા કરી રહેલ છે તેમજ અમરેલી પંથક જીવદયા પ્રેમી માટે આનંદિત કરતી પ્રેરણા


ગણિકા દેહ વેંચતી હશે પરંતુ દિલ નહી : પુ. મોરારીબાપુ

વેળાવદર,
પુ. મોરારીબાપુ માત્ર કથાકાર નથી પરંતુ સમાજોસ્‍થાન સામાજીક લોક ક્રાંતિના પ્રણેતા તરીકે સાંપ્રત સમય તેને નવાજે છે. રામ કથાના માઘ્‍યમથી સાહિત્‍ય, શિક્ષણ, સમાજ કલ્‍યાણના અનેક વિષયોને ઉપાડીને માનવ સંવેદનાને ઉજાગર કરવાની તેમણી મથામણ નોંધનીય છે. આગામી રર ડિસેમ્‍બરથી 30 ડિસેમ્‍બર દરમ્‍યાન રામ જન્‍મભુમિ અયોઘ્‍યામાં તેઓ ગણિકા ( સેકસવર્કર) નેકેન્‍દ્રીત કરીને માનસગાન કરવાના છે. આ માનસ ગણિકા સંદર્ભે પત્રકારતખ્‍ખુભાઈ સાંડસુરે પુ.શ્રી સાથે વિશેષ વાર્તાલાભ કર્યો હતો. પ્રશ્‍ન : બાપુ માનસ ગણિકાના સ્‍ફુરણનનું પાયો કોને ગણવો ? શા માટે ? પુ. મોરારીબાપુ : રામચરિત માનસ માટે કોઈ ઉપેક્ષીત નથી. વ્‍યાસ પીઠની કરુણાપામવાનો સૌને અધિકાર છે. વંચિત, પીડીત, ઉપેક્ષીત માટે પણ સદભાવ જરૂરી છે. આગળ આવી જ રીતે વિચરતી જાતી માટે સને ર011 માં દેવળા, ગોંડલ, કિન્‍નરો માટે સને. ર016 થાણામાં કથાઓ થઈ છે. એટલું જ નહી કેન્‍સર, સ્‍વરધતા, ગાંધિ દર્શન વગેરે વિષયને લઈને સંવાદ કર્યો છે. તો ગણિકા બહેનો માટે ધાર્મીકતાને બેડી સંવાદ કેમ ન થાય? તુલસીદાસ જીએ પણ વાસંતી નામની ગણિકાના અંતિમ સમયે રામ નામનું મહીમાં ગાન કરી આપદધર્મ નિભાવ્‍યો હતો. મારી વ્‍યાસપીઠ પણ આજ દિશામાં કદમ ઉપાડી રહી છે. પ્રશ્‍ન : ગણિકાના વ્‍યકિતત્‍વને આપ કઈ રીતે વ્‍યાખ્‍યાયિત કરો છો ? પુ. મોરારીબાપુ : પહેલા પણ હું કહી ચુકયો છુ કે ગણિકા એટલે માત્ર દેહવ્‍યાપાર માં સંકાળાયેલા સ્‍ત્રી કે મહિલાનું નહી પરંતુ આપણે તેને લિંગથી ઉપર ઉઠીને જોઈએ છીએ. જયારે કોઈ પુરૂષ પણ પૈસા માટે પોતાના ઈમાનને વેચે તો તે ગણિકા છે. જેમ કે સેવકે પોતાની સેવા માટે સાધુ પોતાના વ્‍યાખ્‍યાન માટે પોતાનીનિષ્ઠાને, ઈમાનને પૈસાથી વેચે તો તે ગણિકા જ છે. હા, ગણિકા બહેનો કયારેક પોતાની લાચારીથી , મજબુરી થી કે ટેવ વશ પોતાનો દેહ વેચતી હતી. પરંતુ તે પોતાનુ દિલ કયારેય વેંચતી નથી પ્રશ્‍ન : ગણિકા જેવા વિષય ને સ્‍પર્શતા આપ કોઈ સામાજીક સંકોચ નો અનુભવ કરો છો ? શા માટે નહી ? પુ. મોરારીબાપુ : ના જરા પણ નહી. રામ બધાનો છે તેથી રામકથાએ બધા પાસે જવુ જોઈએ. ભગવાન બુઘ્‍ધ પણ ગણિકા પાસે ભિક્ષા લેવા ગયા હતા. સમાજને તેણે ખુબ સુચારુ ઉતર આપી ને નવો સંદેશ આપ્‍યો હતો. તળાવમાં દુધનો લોટો નાખવાથી તે તળાવ દુધિયુ ન થાય પણ થોડો રંગ બદલે અરે.. તે પણ ન થાય પણ સ્‍વયં ને શાંતિનો અહેસાસ થાય. સૌએ આ કરવુ ંજોઈએ તેવો નિદેશ માનસ કરે છે. પ્રશ્‍ન : બાપુ માનસ ગણિકાનુ સ્‍થળ અયોઘ્‍યા પસંદ કરવા કોઈ ખાસ હેતુ અભિગમ ? કયો ? પુ. મોરારીબાપુ : સૌ જાણે છે કે રામચરિત માનસ નું ભાવકેન્‍દ્રઅયોઘ્‍યા છે. મર્યાદા પુરૂષોતમ રામજીની જન્‍મભંમિ, બીજુ સંત પુ. તુલસીદાસજીએ અહી નગરના છેવાડે રહેતી વાસંતી નામની ગણિકાની અંતિમ ઈચ્‍છા મંજબ પુજયશ્રી તેના ઘરે ગયા હતા. માનસની ચોપાઈઓ સંભળાવી હતી. વાસંતીને તુલસીદાસજીના આગમનના સમાચાર મળ્‍યા ત્‍યારે તે ખુબ પ્રસન્‍ન થઈ હતી. વો રસ્‍મે તોડકર મેરે ઘર આને વાલે હૈ, મૈ ડર રાહ હુંકી ઝાલિમ જમાને વાલે હૈ, અને રામચંદ્ર કૃપાલુ ભજનમના ગાન સાથે વાસંતીની આખો બિડાઈ ગઈ હતી. એક આવુ પણ કારણ ગણી શકાય. પ્રશ્‍ન : આ કથા સમાજને કોઈ ખાસ સંદેશ આપશે ખરી ? ગણિકા સમુહ માટે કોઈ કલ્‍યાણક પ્રવૃતિ માટે અપીલ થશે ? પુ. મોરારીબાપુ ઉ સૌ માટે કરૂણા માનસની ભાવબિંદુ છે. સમાજે પણ તેને અનુસરવુ જોઈએ. કલ્‍યાણ પ્રવૃતિઓ પણ હાથ ધરાશે તેવી શ્રઘ્‍ધા છે. પ્રશ્‍ન : માનસ કિન્‍નર, માનસ વિચરતી પછીની આ કથા એક ઐતિહાસિક તવારીખમાં નોંધાશે તેને આપ કઈ રીતે જુઓ છો ? પુ. મોરારીબાપુ : સિર્ફ હગામા ખડા કરના મેરા મકસદ નહી મેરી કોશિષ હૈ કી યે સુરત બદલની ચાહીએ આપણ. દુષ્‍યંતકુમારની આ પંકિતઓને અનુસરીએ. પ્રશ્‍ન : બાપુ આ વિચારબિદુઓની કથાઓનું પરિણામ કઈ રીતે આલેખી શકાય ? અથવા તેની ફલશ્રુતિ ? પુ. મોરારીબાપુ : ઉપેક્ષીત વર્ગ સમાજ તરફ લોક જનસમુહનું ઘ્‍યાનાકર્ષણ થાય છે. તેમના શ્રેય માટેની વિચારશૃંખલાને બળ મળે છે. માનસ કિન્‍નર જેવી કથા પછી આ વર્ગ તરફનો લોક અભિગમ બદલાયો છે. તેઓ પણ આપણા પૈકીના એક છે. તેવી ભાવના નિર્માણ પામી છે. થાણાની એ કથા પછી સરકારી મશીનરીમાં કિન્‍નર સમાજને તૃતિય લીંગ તરીકે સ્‍વીકારવામાં આવ્‍યો છે. તેવી વાત મારા ઘ્‍યાન પર લાવવામાં આવી છે. આઆવકારદાયક જ ગણી શકાય. પ્રશ્‍ન : બાપુ આ કથાના યજમાન કે વ્‍યવસ્‍થામાં કોઈ નોંધપાત્ર બાબત ? ગણિકા બહેનોનો રોલ કથામાં કેવો હશે ? પુ. મોરારીબાપુ : કથા સ્‍થળ ભકત માર્ગની બગીચી, પરિક્રમા માર્ગ અયોઘ્‍યા છે. તેના યજમાન કોલકતાના બંગાળી શ્રેષ્ઠ છે. તેઓ પોતાના કાર્યને કોઈ વિશેષ મહત્‍વ આપે તેમ નથી. બાબુજીએ ર00 ગણિકા બહેનોને નિવાસ ભોજન મુસાફરીની વ્‍યવસ્‍થા કરેલ છે. કથા સ્‍થળે મંડપમાં અગ્રભાગે તેમની સુચારૂબેઠક વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવી છે. રામકથાના ઉપક્રમો પોથીજીની ભાવવંદના, આરતી વગેરેમાં પણ તેઓ સંમેલિત થાય તેવો પ્રયાસ કરાશે. સામાજીક પુનરૂત્‍થાન માટે સંઘમાં પ્રયત્‍નો થશે. અગાઉપણ આવી બહેનો માટે તલગાજરડા કરૂણતા પ્રગટ કરી ચુકયુ છે. પ્રશ્‍ન : વ્‍યાસપીઠ હવે નવા મુકામે કયાં જશે ? આપનો કોઈ મનસુબો ? પુ. મોરારીબાપુ : ના કઈ નિશ્‍શ્રીત નથી હોતુ. ફરી કોઈ નવા વર્ગ કે સમુહ માટે ગુરૂકૃપાથી સ્‍ફરણ થશ ત્‍યા તલગાજરડા માનસ પહોંચવા પ્રયત્‍નશીલ હશે. પ્રશ્‍ન : બાપુ કથા પુર્વે શ્રોતાઓને કોઈ સંદેશ ? પુ. મોરારીબાપુ હા સૌને કથા શ્રવણ માટે ઉમળકાભેર સાદ સૌ આવો જય સિયારામ.


લીલીયામાં તલાટી મંત્રીઓએ આવેદન પત્ર આપ્‍યું

લીલીયા,લીલીયા અમરેલી ના બાબાપુરના તલાટીમંત્રી ઉપર હુમલો થતા તેના ઘેરા પડદા પડીયા જેના ભાગ રૂપે આજે લીલીયા તાલુકા તલાટી મંત્રી મંડળને મામલતદારને આવેદન પત્ર પાઠવીરોષ ભેર રજુઆત કરી રજુઆતમા જણાવય કે તલાટી મંત્રી ની ફરજમા રુકાવટ કરી માર અમરેલી સીવીલમા સારવાર હેટળ છે. પોલીસમા અરજી પાઠવેલ છે. આવી ઘટનાથી કમચારીઓમા ભય ફેલાયેલ છે.આવી ઘટના ફરીવાર ન બને તે માટે કડક પગલા લેવા લીલીયા તલાટીકમ મંત્રા દ્રારા જણાવયુ તલાટીકમ મંત્રીના પ્રમુએ જણાવ્‍યુ છે.


અમરેલી શાંતાબા મેડીકલ કોલેજ એન્‍ડ જનરલ હોસ્‍પીટલમાં આયુર્વેદ ઓપીડીનો પ્રારંભ

અમરેલી,આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગ- ગાંધીનગર અને આયુષની કચેરી-ગાંધીનગર ર્ેારા એક જજગ્‍યાએથી લોકો ને એલોપેથી ,આયુર્વેદ અને હોમીયોપેથી સારવાર પઘ્‍ધતિનો લાભ મળી રહે તેવાં હેતુસર રાજયની તમામ જિલ્‍લા કક્ષાની સિવિલ હોસ્‍પિટલ ખાતે આયુર્વેદ અને હોમીયોપેથી ઓ.પી.ડી. શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવેલ. જે અન્‍વયે તબીબ ડો. ડો.દિપક ચાવડા બી.એ.એમ.એસ. આયુર્વેદ ની નિમણુંક અમરેલી જિલ્‍લાની શાંતાબા મેડીકલ કોલેજ એન્‍ડ જનરલ હોસ્‍પીટલ ઓ.પી.ડી.ની શરૂઆત કરવામાં આવેલ છે. આ તકે શાંતાબા મેડીકલ કોલેજ એન્‍ડ જનરલ હોસ્‍પીટલના અધિક્ષક આર.એમ.ઓ, સીવીલ સર્જન, ડો.કિશોર રાઠોડ, ડો. જગેરા આર.એમ.ઓ., ડો. કાપડીયા તથા ડો. ડાભી તથા જિલ્‍લા આયુર્વેદ અધિકારી ડો. અનિલકુમાર રામાનુજ, સરકારી આયુર્વેદ હોસ્‍પીટલના તબીબ અધિકારી ડો. હરીશગીરી ગોસ્‍વામી અને ડો. ભાવેશ મહેતા ઉપસ્‍થિત રહયા હતા. અમરેલીના જાણીતા ઉધોગપતિ અને લેઉવા પટેલ સમાજનાં પ્રમુખ પ્રવિણભાઈ પાનસુરીયા તથા ગજેરા સંકુલનાં કેમ્‍પસ ડાયરેકટર ચતુરભાઈ ખુંટ ,શાંતાબા મેડીકલ કોલેજ એન્‍ડ જનરલ હોસ્‍પીટલના મેનેજીંગ ડાયરેકટર પિંટુભાઈ ધાનાણી અને સામાજીક આગેવાન કાળુભાઈ રૈયાણી તથા લાયંસ કલબ ઓફ અમરેલીના પ્રમુખ વસંતભાઈ મોવલીયા વિશેષ ઉપસ્‍થિત રહી દીપપ્રાગ્‍ટય કરી આયુર્વેદ ઓ.પી.ડી.નો શુભારંભ કરાવેલ.આઆયુર્વેદ ઓ.પી.ડી. શાંતાબા મેડીકલ કોલેજ એન્‍ડ જનરલહોસ્‍પીટલના પહેલા માળે રુમ નં. 1ર6 ખાતે કાર્યરત છે જયા ડો. દિપક ચાવડા ઓ.પી.ડી. સમય દરમ્‍યાન પોતાની નિયમીત સેવાઓ આપશે અને વિનામુલ્‍યે નિદાન અને આયુર્વેદ દવાઓ મળશે.


આખરે અમરેલીના માર્ગો મંજુર : એક માસમાં કામ શરૂ થશે

અમરેલી,
અમરેલી શહેર જેનાથી ત્રાહીમામ પોકારી ગયુ છે તે ધુળનો પ્રશ્‍ન હલ થવાના સમાચાર મળતા આનંદ છવાયો છે જોકે આ કામ પુરુ તથા ત્રણેક મહીનાનો સમય થવાનો છે ત્‍યા સુધી લોકોને તકલીફ સહન કરવાની રહેશે પણ અત્‍યારે અમરેલીના બાર ડામર રોડ અને 18 સીસી રોડ માટે ભાવનગરથી નગરપાલિકાના પ્રાદેશિક કમીશનર દ્વારા સાડા પાંચ કરોડના માર્ગોને મંજુરી મહોર મારવામાં આવી હોય સતત તડાપીટ સહન કરતી અમરેલી પાલિકાના જીવમાં જીવ આવ્‍યો છે
અમરેલી પાલિકાના પ્રમુખ શ્રી જયંતીભાઇ રાણવા તથા ઉપપ્રમુખ શ્રી શકીલભાઇ કાદરી અને ચીફ ઓફીસર શ્રી હુણ તથા પાલિકાના એન્‍જીનિયર શ્રી હસમુખભાઇ ખોરાસીયા સહિતના સ્‍ટાફે પણ ભુગર્ભ ગટર પછી ખરાબ થયેલા માર્ગોના નવીનીકરણ માટે મંજુરી મળતા જ યુઘ્‍ધના ધોરણે ટેન્‍ડરીંગની કાર્યવાહી આરંભી છે અને પાલિકા સુત્રોના જણાવ્‍યા અનુસાર ટેન્‍ડરીંગની પ્રકિ્નયા પુર્ણ થતા એકાદ માસ થશે અને જાન્‍યુઆરીમાં કામ શરૂ થશે.
જેમાં ડામર મુખ્‍ય ડામર રોડ બે માસમાં અને સીસી રોડ ત્રણમાસમાં બનશે આ માર્ગ બનતા શહેરીજનોની હાલાકીનો અંત આવશે.


error: Content is protected !!