Main Menu

Friday, January 4th, 2019

 

સાવરકુંડલામાં ઠેર ઠેર ગંદકી અને ઉકરડાઓથી શહેરીજનો પરેશાન

સાવરકુંડલા,(સૌરભ દોશી)સાવરકુંડલા શહેર ની મઘ્‍યમાં પ્રસાર થતી નાવલી નદી ઊંડી ઉતારવા અને ગંદકી સાફ કરવા માટે વ્‍યર્થ ખર્ચો કરવામાં આવ્‍યો હતો પરંતુ આજદિન સુધી નાવલી નદી માં સફાઈ કરવામાં આવતી નથી અને દિન પ્રતિદિન ગંદકી વધતી જાય છે. શહેર ની મઘ્‍યમાં આવેલ નાવલી નદી માં શાકમાર્કેટ આવેલ છે ન્નયાંથી દરરોજ શહેરીજનો શાકભાજી લેવા માટે ગંદકી અને દુર્ગંધ નો ભોગ બને છે તથા તેમને રોગચાળા નો પણ ભય સતાવી રભે છે હાલ પાલિકા તંત્ર દ્વારા શહેર માં સ્‍વચ્‍છતા જળવાઈ રહે તે માટે સ્‍વચ્‍છતા અભિયાન ની મોબાઈલ માં એપ્‍લિકેશન નાખવામાં આવી રહી છે જેમાં પણ લોકો દ્વારા નાવલી નદી ના ગંદકી ના ફોટો અપલોડ કરે છે છતાં પણ કઈ ફેર પડતો નથી. સાવરકુંડલા નગરપાલિકા દ્વારા સ્‍વચ્‍છતા ની બાંગો પુકારતી વાતો વચ્‍ચે શહેર ની જનતા મુશ્‍કેલીઓ ભોગવી રહી છે. સાવરકુંડલા ની નાવલી નદી હવે ગંદી અને ગોબરી થઈ ગઈ હોવાથી પાલિકા તંત્ર ક્‍યારે સફાઈ કરશે, સુંદર અબેરળિયામણી બનાવશે તે જોવા નું રભ્‍ું છે. આજ નાવલી નદી ઊંડી ઉતારવામાટે અને સફાઈ માટે લાખો રૂપિયા નો ખર્ચો કરેલ છે છતાં પણ પરિણામ શૂન્‍ય છે. સાવરકુંડલા નીં જનતા શાકભાજી લેવા માટે નાવલી માં ઉભરાતી ગટરો માં બેસેલા મચ્‍છરો શાકભાજી ઉપર બેસે છે અને રોગચાળા ની ભીતિ ઉભી થાય છે. સાવરકુંડલા ના શહેરીજનો એ ખોબલે ખોબલે મત આપેલ છે છતાં પણ સતાધીશો અને કાઉન્‍સેલરો આ બાબતે ગંભીર પ્રશ્ન હલ થાય તેવી સાવરકુંડલા ની પ્રજા ઈચ્‍છી રહી છે.સાવરકુંડલા શહેર ની જનતા ને પાલિકા તંત્ર પર ઉઠતો જતો વિશ્‍વાસ… અધિકારી ઓના અધધ પગાર… સરકાર દ્વારા સ્‍વચ્‍છતા ના નામે અપાતી લાખો રૂપિયા ની ગ્રાન્‍ટ જાય છે ક્‍યાં તે પણ એક પ્રશ્ન સાવરકુંડલા નીં જનતા ના મુખે ચર્ચાઈ રભે છે.


રાજુલા-જાફરાબાદના ૧૦પ ગામડાના ૬ હજાર ખેડુતોને ૭ કરોડનુ ચુકવણું

રાજુલા(કનુભાઈ વરૂ)રાજુલા જાફરાબાદ તાલુકામાં સૌરાષ્‍ટ્રમાં સૌથી વધારે વરસાદ બન્‍ને તાલુકામાં પડતા આ વિસ્‍તારના ખેડૂતોની જમીનનુ ધોવાણ અને બિયારણ નાશ થઈ જતા.ખેડુતોને લીલા દુષ્‍કાળ જેવી સ્‍થિતી નિમૉણ થઈ હતીે.ખેડુતો આ વષેૅ હેરાન-પરેશાન થઈ ગયા. ખેડુતોને રોવાનો વારો આવ્‍યો.આ પ્રશ્‍ને જગતના તાત ખેડુતોએ પૂવૅધારાસભ્‍ય હિરાભાઈ સોલંકીને રજુઆત કરી દેવામાં ડુબતા હોવાનુ જણાવતા ંિહરાભાઈ સોલંકીએ તે ંસમયે મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને પ્રદેશ ભાજપ સુધી રજુઆત કરતા અને સરકાર ર્ેારા સ્‍થળ નિરીક્ષણ અને ખેતીવાડી ખાતા મારફત સવેૅ કરાવવામાં આવેલ.જે પૈકી જાફરાબાદ તાલુકાના ૪૧ ગામડા અને ૪૬૦૦ ખેડુતોને નુકશાનનો રીપોટૅ આવ્‍યો જેની સહાય રૂા.૪.૭પ કરોડ તેમજ રાજુલા તાલુકાના ૬૪ ગામડા અને ૧૯૭૬ ખેડુતોને ૧.૬પ કરોડની નુકશાની થયેલ. જે રકમ આજે ખેતીવાડી શાખાઓ મારફત ચુકવી દેવામાં આવી છે. અને રાજુલા-જાફરાબાદ ૬ હજાર ખેડુતોના ખાતામાં ૭ કરોડ જમા થયા હોવાનુ પૂવૅ ધારાસભ્‍ય શ્રી હીરાભાઈ સોલંકીએ જણાવેલ છે. આમ ધારાસભ્‍યશ્રી સોલંકીની ઉચ્‍ચકક્ષાની રજુઆત બાદ સૌથીવધારે સહાય જાફરાબાદ તાલુકાના ૪૦ ગામડાના પ કરોડજે પૈકી શિયાળબેટનો સમાવેશ થયેલ નથી. આમ રાજુલા જાફરાબાદના ખેડુતોમાં આ સમાચાર મળતા જગતના તાતમાં ખુશીની લહેર જોવા મળી છે. અને માજી ધારાસભ્‍ય શ્રી સોલંકીની મહેનત રંગ લાવી છે.


બાબરા શહેર તથા તાલુકામાં તસ્‍કરોનો તરખાટ

બાબરા, ( ચિતરંજન છાટબાર ) બાબરા સ્‍થાનીક પોલીસ તંત્ર દારૂ, જુગાર, વાહનોના પૈસાના ઉઘરાણામાં વ્‍યસ્‍ત હોવાના આક્ષેપો વચ્‍ચે આજે શહેરમાં જુદા-જુદા આઠ સ્‍થળો ઉપર તસ્‍કરોએ ગુલાબી ઠંડીમાં પોલીસ બેડાને ઉંઘતી રાખી હાથફેરો સાથે તોડફોડનો કિસ્‍સો ટોકઓફ ધ ટાઉન બની જતા સ્‍થાનીક વેપારી મહાજનો ર્ેારા મામલતદાર બાબરા તથા પોલીસ ઈન્‍સ બાબરાને આવેદન પત્ર આપવામાં આવ્‍યુ છે.
બાબરા માર્કેટયાર્ડનજીક ટુંકા દિવસોમાં તસ્‍કરો ર્ેારા અમુક સ્‍થળો ઉપર બીજી ત્રીજીવખત ચોરીના પ્રયાસ સાથોસાથ સ્‍થાનીક પોલીસ અધીકારીના બંધ મકાન માં પણ હાથફેરો કરી ગયાનો બનાવ બન્‍યો છે. ભાવનગર રોડ ઉપર આવેલ જલારામ સુઝુકી, બહુચર સેલ્‍સ એજન્‍સી મહેન્‍દ્ર સોલંકી, ગોપાલ કેટલફીડમહેશભાઈ સુસરા, મનહર હોન્‍ડા શો રૂમ, દરેડ રોડ ઉપર આવેલા આશાપુરા ડામન્‍ડ, મહાકાળી ડાયમન્‍ડ સહીત સ્‍થાનીક પોલીસ અધિકારીના બંધ મકાન સહીત ભગવતી ધામમાંથી બાઈક ચોરી સહીત રોકડ મતા તથા સામાન્‍ય તોડફોડ સહીત નુકશાન થવા અંગે પોલીસમાં નિવેદન આવેલ છે. સ્‍થાનીક ન્‍યુ ચેમ્‍બર ઓફ કોમર્સ તથા ચેમ્‍બર ઓફ કોમર્સ ઈન્‍ડટ્રીજ ર્ેારા સંયુકત આવેદન આપી બાબરા પોલીસ ર્ેારા નાઈટ રોન તથા રાત્રી દરમ્‍યાન હોમગાર્ડ પોઈન્‍ટ ફાળવવા તથા બસ સ્‍ટેશન નજીક ટ્રાફીક સમસ્‍યા હટાવવા માંગ કરવામાં આવી છે. વેપારી વર્તુળના પ્રમુખો ડાયાભાઈ સેલીયા, મુનાભાઈ મલકાણ ર્ેારા પોલીસની નિષ્‍ક્રીયતાના કારણે અવાર નવાર ચોરીના બનાવો બનતા હોવાના આક્ષેપ સાથે આવનારા દિવસોમાં વિવિધ માંગો સંતોષવામાં નહી આવ તો શહેર બંધ રાખી પ્રતિક ઉપવાસ ધરણા કરવા આવેદનમાં ચિમકી ઉચારવામાં આવી છે.
શહેર કોગ્રેસ પ્રમુખ સુરેશભાઈ સિંધવ તથા તાલુકા ભાજપ પ્રમુખ નિતીભાઈ રાઠોડ ર્ેારા દિન પ્રતિદીન ચોરીના બનાવોસંબધે રાજયના ગૃહમંત્રીને પત્ર ર્ેારા પુરતુ પોલીસબળ ફાળવવા સાથોસાથ કડક હાથે કામલેનારા અધિકારીની નિમણુંક આપવા માંગ કરી છે.


લીલીયાના ભોરીંગડામાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલતી પોલીસ

અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી નિર્લીપ્ત રાયનાઓએ મિલકત સબંધી વણશોધાયેલ ગુન્‍હામાં ગુન્‍હેગારને પકડી ચોરીમાં ગયેલ પુરેપુરો મુદામાલ રિકવર કરી મુળ માલીક ને પરત મળી રહે તે મુજબ અસરકારક કામગીરી કરવા ખાસ સુચના આપેલ હોય ના.પો.અધિ.શ્રી બી.એમ.દેસાઇ તથા સર્કલ પો.ઇન્‍સ અમરેલી આઇ.વી.રબારીના માર્ગદર્શન અને સુચના મુજબ ગ.તા ૦૧/૦૧/ર૦૧૯ નાં રોજ લીલીયા તાલુકાનાં ભોરીંગડા ગામે રહેતા બાબુભાઇ વશરામભાઇનાં રહેણાંક મકાનેથી કબાટમા રાખેલ રોકડા રૂ ૧,૬૦,૦૦૦/- કોઇ અજાણ્‍યો ચોર ઇસમ ચોરી કરી લઇ ગયેલાની ફરીયાદ રજી કરાવેલ આ ચોરી બાબતે પો.સ.ઇ એ.ડી.સાંબડ તથા સ્‍ટાફનાં એ.એસ.આઇ હુસૈનભાઇ બેલીમ, હેડ.કોન્‍સ જયદીપભાઇ જાની , હેડ કોન્‍સસુરેન્‍દ્રભાઇ વનરા પો.કોન્‍સ રમેશભાઇ સીસારા તથા સી.પી.આઇ કચેરીના સ્‍ટાફનાં હેડ કોન્‍સ. ભરતભાઇ માલકીયા તથા પો.કો ભુજબળદાન ગઢવી એ રીતેના ભોરીંગડા ગામે સદર ગુન્‍હાની તપાસમાં હતા દરમ્‍યાન ખાનગી રાહે હકિકત મેળવી ભોરીંગડા ગામના શૈલેષભાઇ ઉર્ફે ડીગરબાલુભાઇ દેસાઇ નામના વ્‍યક્‍તિએ ચોરી કરેલાની ચોકકસ હકીકત આધારે ભોરીંગડા ગામના ગેટ પાસેથી મજકુર આરોપીને પકડી યુક્‍તિ-પ્રયુક્‍તિથી સઘન પુછપરછ કરતા પોતે ગુન્‍હો કરેલાનું કબુલ કરતા ચોરી કરેલ રોકડા રૂા. ૧,૬૦,૦૦૦/- સંતાડેલ જગ્‍યાએથી કાઢી આપેલ જેથી મજકુર આરોપી વિરૂઘ્‍ધ ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.


લીલીયામાં અધિકારીઓની બેઠક બોલાવતા ધારાસભ્‍યશ્રી પ્રતાપ દુધાત

લીલીયા તાલુકા પંચાયત કચેરીમાં તલાટી કમ મંત્રી અને તાલુકા પંચાયતના અધિકારીઓની મીટિંગ ધારાસભ્‍ય શ્રી પ્રતાપ દુધાતે બોલાવામાં આવી હતી આ મીટિંગમાં સરકારી યોજના અને આવનાર દિવસોમાં પાણીની સમસ્‍યા વગેરે બાબતે અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી અને જે ગામોમાં પીવાના પાણીની સમસ્‍યા છે હલ કરવા આગોતરા આયોજની વાત કરી હતી અને સરકાર શ્રીની યોજનાનો વધુમાં વધુ લાભ લાભાર્થીઓને મળે તે વાત પણ કરી હતી


ગીરના સિંહોના મોતનોં સીલસિલો યથાવત

સાવરકુંડલાછેલ્લા ત્રણ મહિના ના ટુકા સમય માં ૩૭ જેટલા સિંહો ના મોત થતા સિંહ પ્રેમી ઓ માં રોષ જુવા મળી રભે છે અને આ સમગ્ર મામલો લોક સભા માં ચર્ચા ણો હતો અહીં ગીર ના સિંહ જાણે માઠા પેથી હોય તેથી સિંહ ના મોત નો મામલો છેક લોકસભા માં પહોંચ્‍યો હતો અહીં ચાલુ સત્ર માં સાંસદ કિરીટ વર્ધનસિંહ ના એક પ્રત્‍યુત્તર માં વન મંત્રી મહેશ શર્મા એ જણાવ્‍યું હતું કે દલખાણી યા રેન્‍જ સહિત ટૂંકા સમય માં ૩૭ સિંહો ના મોત થયા છે ત્‍યારે એક આંક પ્રમાણે દલખનિયા રેન્‍જ માં કેનાઇન ડિસ્‍ટેમ્‍પર નામક વાઇરસ ના કારણે એકી સાથે ર૪ સિંહ ના મોત થયા હતા જેથી બાકી ના તમામ સાવજો ને બહાર થી આયાત કરી તેમની ખાસ રસી મુકવામાં આવી હતી તેમજ અહીં ગત સપ્‍ટેમ્‍બરમાં માં ર૪ . ઓકટોબર માં ૭ નવેમ્‍બરમાં પ અને ડિસેમ્‍બરમાં ૧ સિંહ નું મોત થયું હતું જેમાં કેટલાક સિંહો ઇનફાઈટ માં કેટલાકસિંહો બીમારી સબબ તો પીપાવાવ સુરેન્‍દ્રનગર રેલ ટ્રેક પર ત્રણ સિંહો રેલવે ટ્રેઈન ની નીચે કપાઈ જતા અને એક સિંહ નાગેશ્રી નજીક વાહન હડફેટે મોત થયું હતું ત્‍યારે સિંહમરવા ની સંખ્‍યા નેવું દિવસ માં ૩૭ જેટલી થતા પરાયવર્ણ પ્રેમી ઓ તેમજ સિંહ પ્રેમી ઓ ખૂબ ચિંતિત છે તો વળી છાશવારે સિંહો ની પજવણી પણ સામે આવી રહી છે લોકો અવાર નવાર પોતાના બાઇકો લાઈ સિંહો ને પરેશાન કરી રભ છે ત્‍યારે હાલ સિંહો ની સુરક્ષા ને લઇ અનેક સવાલો ઉભા થવા પામ્‍યા છે અહીં વનવિભાગ ના જટિલ કાયદા નો ડર લોકો માં સહેજ પણ નથી અને લોકો દિન પ્રતીદીન સિંહો ને રંજાડી પીચાશી આનંદ પ્રાપ્ત કરતા જુવા મળે છે ત્‍યારે વન વિભાગ મુક પ્રેશક બની નાના નાના કર્મી ઓ ને દંડી ફોરેસ્‍ટરો અને ગાર્ડ ને નોટિસો થોકે છે અને નાના કર્મી ઓ ટ્રેકરો ને છુટા કરી સમગ્ર દોષ તેની માથે ઢોળી દે છે ત્‍યારે દલખાનીય માં ચોવીસ ચોવીસ સિંહો ના કમોત છતાં કોઈ કર્મી ઓ સામે આજદિન સુધી પગલાં લીધેલ નથી ત્‍યારે હાલ ત્રણ મહિના માં ના ટૂંકા સમય માં ૩૭ સિંહો ના મોત થતા સમગ્ર મામલો લોકસભા માં ચર્ચાયો હતો અને લોકો સિંહો ના સંરક્ષણ સામે હાલ આંગળી ચીંધી રભં નું પણ સામે આવી રભ્‍ું છે


ઉત્તરપ્રદેશના નાયબ મુખ્‍યમંત્રીએ શ્રી ધાનાણીને કુંભ મેળાનું આમંત્રણ પાઠવ્‍યું

આજરોજ ઉત્તરપ્રદેશના ઉપ-મુખ્‍યમંત્રીશ્રી દિનેશ શર્મા વિપક્ષનેતાશ્રીપરેશ ધાનાણીના ગાંધીનગરના નિવાસસ્‍થાને આવી ‘મહાકુંભ મેળા‘ નું આમંત્રણ પાઠવ્‍યું તે વેળાની તસ્‍વીરમાં નજરે પડે છે.


એમ્‍સ હોસ્‍પીટલ માટે મંજુરી બદલ કેન્‍દ્ર અને રાજય સરકારનો આભાર માનતા સાંસદ શ્રી કાછડીયા

અમરેલીકેન્‍ૃમાં મોદી સરકાર આવ્‍યાને સાડા ચાર વર્ષ્‍ થયા છે ત્‍યારે વડાપ્રધાન શ્રી નરેન્‍ૃભાઈએ ગુજરાત રાજયને ખાસ કરીને સૌરા/ટ્રને વધુ એક એમ્‍સ હોસ્‍પીટલ તરીકે સુનેરી ભેટ આપી છે. જે માટે અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ કેન્‍ૃ સરકાર અને રાજય સરકારનો ખુબ ખુબ આભાર વ્‍યકત કરેલ છે. સાંસદશ્રીએ જણાવેલ છે કે, મોદી૦ના નેતૃત્‍વવાળી સરકાર બન્‍યા બાદથી જ ગુજરાત રાજયને અનેકવિધ યોજનાઓ થકી ભેટો મળી રહી છે ત્‍યારે સૌરાષ્‍ટ્ર પંથકના રાજકોટ નમહીક ખંડેરી ગામે એમ્‍સ હોસ્‍પીટલ ચાલુ થવાથી ભવિ/યમાં ગુજરાત તથા ખાસ કરીને સૌરા/ટ્રના દર્દીઓને ખુબ જ મોટો ફાયદો થશે. કેન્‍ૃ સરકાર તરફથી ગુજરાતમાં એમ્‍સ હોસ્‍પીટલ માટે કરવામાં આવેલ જાહેરાતના અનુસંધાને ગુજરાત સરકારે ૧ર૦ એકર જમીન વિના મૂલ્‍યે ફાળવવાની થતી હતી. જેના અનુસંધાને રાજય સરકારે રાજકોટ અને વડોદરા મહીલાની દરખાસ્‍ત કરેલ હતી. ગુજરાત સરકાર તરફથી થયેલ દરખાસ્‍તના અનુસંધાને અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ રાજકોટ ખાતે એમ્‍સ હોસ્‍પીટલ ચાલુ કરવા લોકસભા ગૃહ અને કેન્‍ૃીય આરોગ્‍ય મંત્રી શ્રી જે.પી.નડાલને રજૂઆત કરેલ હતી. સાંસદશ્રીએ કરેલ રજૂઆત મુજબવડોદરા ખાતે રેલવે, ફલાઈટ થી લઈ અનેક વિધ વાહન વ્‍યવહાર અને આરોગ્‍ય લક્ષ્ી સુવિધાઓ પહેલેથી જ ઉપલબ્‍ધ છે જયારે સૌરા/ટ્રમાં આવી સુવિધાઓનો અભાવ હોવાને લીધે સૌરા/ટ્રના દર્દીઓને ખુબ જ આર્થિક ખર્ચો ભોગવી સારવાર અર્થે અન્‍ય મહીલાઓ અથવા તો અન્‍ય રાજયોમાં જવુ પડે છે. ત્‍યારબાદ ભારત સરકારના આરોગ્‍ય મંત્રાલય તરફથી એક કમીટીની રચના કરવામાં આવેલ હતી અને આ કમીટી ૃારા બંને મહીલાઓનો, સ્‍થળોનો, ઉપયોગીતાનો અને આસપાસના મહીલાઓની જરૂરીયાતનો સર્વે કરવામાં આવેલ હતો અને ત્‍યારબાદ કેન્‍ૃના આરોગ્‍ય વિભાગ તરફથી ગત તા. ૩૧ ડીસેમ્‍બર, ર૦૧૮ ના રોજ રાજકોટ ખાતે એમ્‍સ હોસ્‍પીટલ ચાલુ કરવા માટેની મંજુરી આપવામાં આવેલ છે.
જે બાબતે સાંસદશ્રીએ વધુમાં જણાવેલ છે કે, રાજકોટ ખાતે રૂા. ૧ર૦૦ કરોડના ખર્ચે અત્‍યાધુનિક સારવાર થી સુવિધા સંપન્‍ન એમ્‍સ હોસ્‍પીટલનું નિર્માણ થશે. જેમાં તબીબી શિક્ષણ, તબીબી સંશોધનો સાથે ૧૦૦૦ પથારીની સુવિધા ઉપલબ્‍ધ બનશે તથા સૌરા/ટ્રના દર્દીઓને ગંભીર પ્રકારના રોગોમાં ઘર આંગણે સ્‍પેશ્‍યાલીટી અને સુપર સ્‍પેશ્‍યાલીટી પ્રકારની સારવાર ઉપલબ્‍ધ થશે.


04-01-2019


error: Content is protected !!