Main Menu

Thursday, January 10th, 2019

 

અમરેલીના વિદ્‌્‌વાન એડવોકેટ શ્રી જશુભાઇ કાનાબારની ચિરવિદાય

અમરેલી,અંતિમ શ્વાસ સુઘી વ્‍યસ્‍ત એવા અમરેલીના જુની પેઢીના વિદ્‌્‌વાન આદરણીય ઘારાશાસ્‍ત્રી શ્રી જસવંતરાય કાનાબારનું ૮૯ વર્ષની વયે નિઘન થતા અમરેલી શહેર સહિત સૌરાષ્‍ટ્રભરનાં રઘુવંશી સમાજ અને રાજકીય વર્તુળો સહિત તમામ ક્ષેત્રમાં ઘેરા શોકની લાગણી ફરી વળી છે.નખશીખ સજજન તથા કાયદાના પ્રખર જ્ઞાતા અને અનેક પ્રકારના ચેન્‍જેબલ કેસો લડી સફળતા મેળવનાર અમરેલીના આદરણીય વડીલ એવા શ્રી જશુભાઇ કાનાબારને ગુરુવારે રાત્રે હદયરોગનો હુમલો આવ્‍યો હતો જે પ્રાણઘાતક સાબીત થયો હતો અને તેમણે પાર્થિવ દેહ ત્‍યાગી દીઘો હોવાના સમાચારે અમરેલીમાં ઘેરા શોકની લાગણી જન્‍માવી છે.
શ્રી જસવંતરાય કાનાબાર ભાજપના પ્રદેશ આગેવાન અને જાણીતા સર્જન ડો. ભરતભાઇ કાનાબાર તથા ગુજરાત હાઇકોર્ટના વિખ્‍યાત ઘારાશાસ્‍ત્રી શ્રી પ્રકાશભાઇ કાનાબારના પિતાશ્રી હતા આજે તા. ૧૧ને સવારે ૧૦ કલાકે સદગતની અંતિમયાત્રા રખાઇ છે.


બગસરાના વેપારીઓએ આવેદનપત્ર પાઠવ્‍યું

બગસરા,બગસરા તાલુકામાં ડ્રિપ ફુવારા પઘ્‍ધતી સાથે જોડાયેલા ખેડુતોએ ડિલરોએ મામલતદારને આવેદનપત્ર આપી જીજીઆર.સી.ની યોજનાના કેટલાક ફેરફાર બાંધછોડ કરવા રજુઆત કરી હતી. હાલ સરકાર ર્ેરા આ યોજનામાં ટપક પઘ્‍ધતીમાંઞ્‍સબસીડી બંધ છે. સાત વરસ પહેલા ટપક પઘ્‍ધતીમાં 4પ ટકા અપાતા તે વધારીને પપ ટકા કરવા અને નવા કેસમાં 70 ટકા સબસીડી અપાતી હતી. તે યથાવત રાખવા અને 1ર ટકા જી.એસ.ટી. ને બદલે પ ટકા લેવામાં આવે અને નહીવત વરસાદ પડેલ છે ત્‍યારે ખેડુતોએ ટપક પઘ્‍ધતી અપનાવેલી હોય તેમની ખાત્રી ર્ેારા કુવા બોરમાં પાણી ન હોય તો પણ 100 ટકા ડ્રિપનું ફીટીંગ કરાવે છે જેથી ખચ વધે છે. સરકાર ર્ેારા સબસીડી આપવામાં આવે છે. તમના વક ઓડર કાઢીને તાત્‍કાલીક ટપક પઘ્‍ધતી અપનાવવી જોઈએ. સહિતના પ્રશ્‍નોની ડિલરોએ રજુઆતો કરી હતી તેમ અખબારી યાદીમાં જણાવ્‍યું છે.


બાબરાના ચરખાની જમીન જેટકો ને આપી છે તે રદ કરો : ડો. ગજેરા

બાબરાના ચરખાની જમીન જેટકોને આપી છે તે તત્‍કાલ રદ કરવા રાષ્‍ટ્રીય કિસાન પરિષદે રજુઆત કરી મુખ્‍યમંત્રીને જણાવ્‍યું કે ગૌચર પર સરકાર સહિત કોઈનો અધિકાર નથી તે મુંગા પશુઓ માટે છે. ગુજરાતમાં આવી હજારો એકર જમીન પ્રાઈવેટ કંપનીઓને આપવાનું કૌભાંડ થયું છે. અમરેલી જીલલામાં ચરખાની 4ર હજાર ચો.મી. જમીન જેટકોને આપી છે આ જમીનમાં એક કુદરતી તળાવ પણ છે. તેનો નાશ થશે. તેથી જમીન રદ કરવા માંગણી છે. જરૂર પડયે આંદોલન પણ કરાશે તેમ રજુઆતમાંડો.ગજેરા, નિર્મળસિંહ ખુમાણ, વિપુલાઈ ગજેરા, સુરેશાઈ સોલંકી, મજબુતભાઈ બસીયા, નીતીનભાઈ વાળદોરીયા, કેતનભાઈ ઉકાણી, હરેશભાઈ ખુંટ, ઘનશ્‍યામભાઈ કાબરીયાએ જણાવ્‍યું છે.


વનતંત્ર દ્વારા રાજુલા જાફરાબાદનું અલગ ડિવિઝન જરૂરી

રાજુલા,અમરેલી જિલ્લા માં દરિયા કાંઠે આવેલ રાજુલા જાફરાબાદ તાલુકા માં વન્‍યપ્રાણી ની સંખ્‍યા દિવસે દિવસે વધી રહી છે સાથે ઉધોગ ગ્રહો દરિયા કાંઠે સિંહો સૌવ થી વધુ વસવાટ કરે છે સાથે સાથે ર004 થી જાફરાબાદ રેન્‍જ ની ઓફીસ બંધ થઈ છે કવાટરો પણ જર્જરિત હોવાને કારણે ફોરેસ્‍ટ સ્‍ટાફ ત્‍યાં રહી શકે તેમ નથી જેના કારણે હવે સિંહો ની સુરક્ષા અને જતન કરવું હોય તો અલગ અલગ ડિવિઝન અને વધારા નો સ્‍ટાફ ફાળવવા ની જરૂરિયાત ઉભી થય છે અહીં સિંહો અને વન્‍યપ્રાણી ગમે ત્‍યારે ગમે તેવી જગ્‍યા પર ઘુસી જાય છે તેમના પર વધુ સ્‍ટાફ અને અધિકારી મુકવા ની માંગ ઉઠી છે
જાફરાબાદ તાલુકા ના બાબરકોટ,લુણસાપુર,નાગેશ્રી,વઢેરા, રોહિસા સહિત દરિયાકાંઠે પણ અનેક સિંહો દીપડા રહે છે વારંવાર અનેક પ્રકાર ના બનાવો બને છે જેના કારણે વનકર્મી પોહચી શકતા નથી જાફરાબાદ તાલુકા મા ભૂતકાળ લાઈટ હાઉસ વિસ્‍તાર માં દરિયા માં સિંહ ખાબક્‍યો હતો જેને મહા મુસબતે રેસ્‍ક્‍યુ પણ કરાયું હતું જોકે દરિયા કાંઠે ઠંડકહોવાને કારણે વન્‍યપ્રાણી પણ વધુ રહેવા નું પસંદ કરે છે ત્‍યારે જાફરાબાદ તાલુકા ના અલગ આર એફ ઓ ફોરેસ્‍ટ સહિત નો પૂરતો સ્‍ટાફ મુકવા માં આવે તો સિંહોની સુરક્ષા માં પણ ઘણા અંશે વધારો થાય તેમ છે સરકાર એ ગંભીરતા દાખવી વનકર્મી ના કવાટરો નવા અને ઓફીસ માટે નું નવું બિલ્‍ડીંગ બનાવી આપવા ની જરૂર છે બીજી તરફ રાજુલા રેન્‍જ ના આર.એફ ઓ. પર આખી રેન્‍જ ચાલી રહી છે જેમાં રાજુલા અને જાફરાબાદ તાલુકો આવે છે ત્‍યારે રાજુલા રેન્‍જ પણ ઘણી બધી મોટી આવેલી છે ઉંચેયા,ભેરાઈ,રામપરા, ભચાદર, કથીવદર, ધારેશ્‍વર,વાવેરા,આગરીયા,વાવડી,કડીયાળી,કોટડી,જાપોદર, સહિત દરિયા કાંઠે ખેરા,સાંચ બંદર, સહિટ કોવાયા પીપાવાવ પોર્ટ,અલ્‍ટ્રાટેક માઈનસ વિસ્‍તાર,સીંટેક્ષ વિસ્‍તાર સહિત તમામ કંપની ઓ આસપાસ વન્‍યપ્રાણી નું નિવાસસ્‍થાન બન્‍યું છે પરંતુ સિંહો અને વન્‍યપ્રાણી ની સુરક્ષા થાય એટલો સ્‍ટાફ પૂરતો નથી જેના કારણે ખૂબ મુશ્‍કેલી ઉભી થાય છે રાજુલા પીપાવાવ પોર્ટ સુધી ટ્રેઈન પર મોટાભાગ ના સિંહો લટારો મારે છે ત્‍યાં 40 ટ્રેકટ્રો છે આ ટ્રેકરો ની સંખ્‍યા માં પણ વધારો કરવા ની જરૂર છે જે રીતે સિંહો ની સંખ્‍યા દિવસે દિવસે વધી રહી છે તેની સામે રાજય સરકાર એ પણ ગંભીરતા દાખવી અધિકારી કર્મચારી નીનિમણૂક કરવા ની જરૂર છે વન્‍યપ્રાણી માટે કાયમી ડોકટર ની નિમણૂક પણ કરવા ની જરૂર છે અનેક વખત ધારી થી ડોકટર બોલાવવા ની ફરજ પડે છે ઇજાગ્રસ્‍થ વન્‍યપ્રાણી ને અનેક વખતધારી સહિત જસાધાર ખસેડવા ની ફરજ પડે છે અહીં કાયમી ડોકટર અને હોસ્‍પિટલ ની તમામ વન્‍યપ્રાણી ની સુવિધા માટે તમામ વસ્‍તુ રાખવા ની જરૂર છે અનેક વખત ખાનગી માં રેસ્‍ક્‍યુ કરી બીમાર વન્‍યપ્રાણી ને ધારી થી ડોકટર બોલાવી સારવાર કરવા માં આવે છે તો બીજી તરફ અનેક વન્‍યપ્રાણી બીમાર અને ઇજાગ્રસ્‍થ માં હોય તો તાત્‍કાલિક વનકર્મી ને સમાચાર મળતા નથી જેના કારણે વન્‍યપ્રાણી નો ઘણી વખત સારવાર ના અભાવે ભોગ પણ લેવાય જાય છે હાલ માં રાજુલા રેન્‍જ ના આર.એફ ઓ અને વનયકર્મી ના સ્‍ટાફ પર સૌવ થી મોટી રેન્‍જ ચાલી રહી છે તાત્‍કાલિક રાજય સરકાર એ અલગ અલગ ડિવિઝન કરવા ની જરૂર છે


તલગાજરડામાં કવી લેખક શ્રી હુંબલના માનસમોતી પુસ્‍કનું પુ. શ્રી. મોરારીબાપુના હસ્‍તે વિમોચનથયુ

બાબરા, ચિત્રકુટ ધામ તલગાજરડા ખાતે પ્રખર રામાયણી અને રાષ્‍ટ્રીય સંતશ્રી મોરારીબાપુના વરદ હસ્‍તે ગત તા. પ/1/19 ના રોજ કવી લેખકશ્રી જયંતભાઈ સાદુળભાઈ હુંબલ ર્ેારા રચીત ભભમાનસમોતીભભ પુસ્‍તકનું બહોળા લોકોની ઉપસ્‍થિતીમાં કવી શ્રી ના બહુમાન આવકાર સાથે વિમોચન થવા પામેલ હતુ. મુળ ભાવનગર જિલ્‍લાના વતની આરોગ્‍ય વિભાગ જિલ્‍લા પંચાયતમાં ર003માં નિવૃત થયેલા કવી શ્રી હુંબલે પ.પુ.શ્રી મોરારીબાપુ કથીત ભભમાનસદર્શનભભ આધારીત પોતાની રચના ભભમાનસમોતીભભ તરીકે વાંચકો શુભેચ્‍છાકોને પ્રસાદ રૂપે અર્પણ કરી છે. પોતાના ગુરૂદેવ શ્રી યોગીશ્રી ત્રીલોકનાથજી બાપુ અર્પીત પુસ્‍તકનું પ્રખરરામાયણ શ્રી મોરારીબાપુ ર્ેારા પઠન કરી અને વર્ષ ર01પ માં પ્રકાશીત ઉર્મીઓ ઢળી અક્ષરેની કોરામબાદ વધુ એક સુવાસ બદલ આવકારેલ હતા. આ માનસમોતી પુસ્‍તાવના મંતવ્‍ય પી.એન.ગોંડલીયા રાજકોટ ર્ેારા લખવામાં આવી છે.
અને પ્રકાશન અમરેલી જિલ્‍લા પંચાયતના સદસ્‍ય શ્રીમતી મીનાબેન કોઠીવાળ ર્ેારા થયુ છે. પુસ્‍તક પ્રાપ્‍તી માટે પ્રભાતભાઈ કોઠીવાળ 94ર87110રપનો સંપર્ક સાધવા અનુરોધ થયો છે. આ તકે ધારાસભ્‍ય અંબરીશભાઈ ડેર, ભરતભાઈ ડેર સાહીત્‍યકાર માયાભાઈ આહીર, અગ્રણી પ્રભાતભાઈ કોઠીવાળ, મીનાબેન કોઠીવાળ સહીતના મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહયા હતા


દોલતીના સરપંચના ઘેર પોલીસ તંત્રની ઝડતી : બન્ન્‌ો ભાઇ ફરાર

અમરેલી,સાવરકુંડલાના દોલતીના ગ્રામજનો અને આસપાસના ગામોની મળેલી ફરિયાદોને ગંભીરતાથી લઇ અને એસપી શ્રી નિર્લિર્પ્ત રાયની સૂચનાથી પોલીસ તંત્ર દ્વારા દોલતીના સરપંચના ઘેર ઝડતી લેવામાં આવી હતી અને શૈલેશ ચાંદુ અને દોલતીના સરપંચ દાદુ ઉર્ફ દાદેશ ચાંદુ પોલીસને મળેલ નહી પણ કેટલીક વાં”ાજનક વસ્‍તુઓ મળી આવી હતી.
દોલતી અને આસપાસના ગામડાઓમાં બેફામ દાદાગીરી અને મુળ દોલતીની હાલ સુરત રહેતી સગીરાને ભગાડી જવાના બનાવ અંગે આવેદનપત્ર પાઠવાયું હતુ આજે સવારથી એસપી શ્રી નિર્લિપ્ત રાયે પોતાની દેખરેખ હેઠળ સાવરકુંડલા રૂરલના પીએસઆઇ શ્રી બી.વી. બોરીસાગર સહિતના પોલીસતંત્ર પાસે દોલતીમાં ઝડતી કરાવી હતી જેમાં સરપંચના ઘેર એક સાબરનું શિંગડું મળી આવ્‍યું હોય વનતંત્રાને જાણ કરવામાં આવી તેને તે કેસ સોપી દેવાયો હતો અને અને ગેરકાયદેસર રીતે લંગર નાખી લેવાયેલ વિજકનેકશનનો ઉલાળીયો કરાયો હતો તથા પોલીસ દ્વારા ગણત્રીના કલાકોમાં જ લેવાયેલા આકરા પગલાના થી આસપાસના ગામોના લોકોમાં રાહત ફેલાઇ હતી.


1974માં કુંકાવાવ-લુણીઘાર વચ્‍ચે ચાલું ટ્રેને ડીઆઇજીનું ખૂન થયેલ

અમરેલી,સયાજીનગરીએકસપ્રેસમાં અબડાસાના પુર્વ ભાજપી ઘારાસભ્‍ય જયંતી ભાનુશાળીની થયેલી રહસ્‍યમયી હત્‍યાથી અમરેલીના જુના જમાનાના લોકોને અમરેલીના કુંકાવાવ નજીક ચાલુ ટ્રેને સોમનાથ મેઇલમાં ફસ્‍ટર્કલાસના ડબામાં 44 વર્ષ પહેલા થયેલી એ જમાનાની બહુચર્ચીર્ત ડીઆઇજી વાઘેલાની હત્‍યાના કેસની યાદ આવી છે આ હત્‍યાકેસ પણ તે જમાનામાં બહુ ગાજયો હતો.તેની ઉપર આજે એક નજર નાખીએ.
પરમ દિવસે રાત્રે એક વાગ્‍યાના અરસામાં કચ્‍છના સુરજબારી અને કટારીયા વચ્‍ચે સયાજીનગરી એકસપ્રેસમાં કચ્‍છના અબડાસાના ભાજપના પુર્વ ઘારાસભ્‍ય જયંતી ભાનુશાળીની હત્‍યા થઇ હતી અને હત્‍યા કોણે અને શા માટે કરી તે સવાલ સૌરાષ્‍ટ્રભરમાં ચચાર્ના ચગડોળે છે ત્‍યારે અવઘ ટાઇમ્‍સે અમરેલી પાસે એ જમાનામાં ચાલતી વેરાવળથી અમદાવાદ ટ્‍ેન કે જે સોમનાથ મેલ તરીકે ઓળખાતી હતી તેમાં 1974માં બનેલા ડીઆઇજી વાઘેલા હત્‍યાકેસને નજીકથી જોનારા લોકોને શોઘી અને તે બનાવ અંગે જે તે વખતે ચર્ચાયેલી, લોકમુખે ગવાયેલી વિગતો મેળવી હતી તે અનુસાર જોઇએ તો 1974ની સાલના શ્રાવણ માસમાં જુનાગઢ જેલની વીઝીટ કરી અને અમદાવાદ જઇ રહેલા તે વખતે રાજયકક્ષાના જેલ વિભાગના મોટા અઘિકારીે ડીઆઇજી વાઘેલાની કુંકાવાવ નજીક ચાલુ ટ્રેને છરીના ઘા ઝીકી હત્‍યા કરાઇ હતી અનેરાજયભરમાં હાહાકાર મચી ગયો હતો.
ખાખીનો રોલો પડતો હતો એ જમાનામાં બનેલા આ બનાવની વિગતો કંઇક આવા પ્રકારની હતી કે, વેરાવળથી કેશોદ, જુનાગઢ,જેતપુર-જેતલસર વડીયા,કુંકાવાવ, લુણીઘાર ખીજડીયા,ઢસા ઘોળા બોટાદ થઇ અમદાવાદ એ રીતે સોમનાથ મેઇલના નામે ઓળખાતી રેલવે અને એક સુપરફાસ્‍ટ નામની તથા ચાર લોકલ રેલવે ચાલતી હતી. જુનાગઢમાં સરકારી કામે ગયેલા જેલ વિભાગના ડીઆઇજી વાઘેલા જુનાગઢથી સોમનાથમેઇલ ફર્સ્‍ટકલાસ ડમ્‍બામાં બેઠા હતા આ ફર્સ્‍ટકલાસ ડમ્‍બામાં ડીઆઇજી વાઘેલા એકલા જ હતા અને સોમનાથ મેઇલ કુંકાવાવથી ઉપડી અને લુણીઘાર નજીક પહોંચી ત્‍યારે તેના ડમ્‍બામાં બે અજાક્કયા શખ્‍સો આવ્‍યા હતા બે માંથી એક ટોયલેટ તરફ ગયો અને બીજો ડીઆઇજી વાઘેલા પાસે આવ્‍યો હતો અને તેની પાસે માચીસ માંગી હતી ડીઆઇજી વાઘેલા માચીસ કાઢી રહયા હતા ત્‍યારે તે અજાક્કયા શખ્‍સે તેને તાકાતથી છરી મારી દીઘી હતી પોલીસ અઘિકારી એવા વાઘેલાએ પ્રતિકાર કર્યો અને ટ્રેનની ઇમરજન્‍સી સાંકળ ખેંચી ટ્રેન ઉભી રહી કે બન્ન્‌ો અજાક્કયા શખ્‍સો નાસી છૂટયા હતા.
લોહીલુહાણ ડીઆઇજી વાઘેલાને છાતીમાં છરી ભોંકી દીઘેલી હાલતમાં જ દવાખાને ખસેડવાના હતા આથી હવે નજીક આવનારા લુણીઘાર સ્‍ટેશનેથી જ તેને દવાખાને લઇજવા તેવું નકકી થયુ હતુ લુણીઘાર સ્‍ટેશને પહોંચેલા સોમનાથ મેઇલમાંથી વાઘેલાને ઉતારી અને ત્‍યાથી સાવ નજીક જ આવેલા ચિતલના પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર ખાતે તેને લઇ જવામાં આવ્‍યા ગંભીર ઇજા પામેલ ડીઆઇજી વાઘેલાને છાતીમાં છરી સાથે ચિતલના પીએચસીમાં ખસેડાતા ફરજ ઉપરના તબીબે તેની છાતીમાંથી છરી કાઢવામાં આવે તો તેનું મૃત્‍યું નિશ્ચીત છે તે જાણી ગયેલા તબીબે શ્વાસ લઇ રહેલા વાઘેલાનું ડાંઇગ ડેકલેરેશન (મરણોતર નિવેદન) પહેલા લઇ લેવાની સલાહ આપી હતી અને તે પ્રમાણે તેનું નિવેદન લેવાનું શરૂ થયું કે મારનાર કોણ હતા ? તેવા પહેલા સવાલના જવાબમાં બે દાઢીવાળા…. આટલું જ કહી અને ડીઆઇજી વાઘેલાએ દેહ છોડી દીઘો હતો.
પોલીસ બેડાના જેલ વિભાગના મોટા અઘિકારીની આ પ્રકારે થયેલી હત્‍યાને પગલે હાહાકાર મચી ગયો હતો લોકો પણ સતત હત્‍યારા કોણ ?ની ચર્ચા કરી રહયા હતા જે તે વખતે ચિતલ આઉટપોસ્‍ટ પોલીસ સ્‍ટેશનમાં ગુનો નોંઘાયો તપાસ તે વખતે અમરેલી સીટી અને રૂરલ બન્ન્‌ો પોલીસ સ્‍ટેશન એકજ હતુ ત્‍યા તપાસ શરૂ કરાઇ પણ કોઇ કડી ન મળી મરણોતર નિવેદનમાં બે દાઢીવાળા એવુ બોલી શકેલા વાઘેલાના કથનથી કુંકાવાવમાં દાઢીવાળાઓનું આવી બન્‍યું પોલીસે દાઢીવાળાઓને શોઘી શોઘીે અને અને સર્વિર્સશરૂ કરી દીઘી કુંકાવાવમાં તે સમયે પોલીસ સ્‍ટેશન હતુ નહી અને તપાસ માટે પોલીસના ઉચ્‍ચ અઘિકારીઓના ટોળા આવતા કુંકાવાવની ઘર્મશાળામાં દાઢીવાળાઓને અને દાઢી કરાવી આપનાર વાણંદને બોલાવી અને પોલીસની ભાષામાં પુછપરછ થતા હોબાળો મચ્‍યો હતો આ સમયે બરાબર શ્રાવણ માસ ચાલતો હોય અનેક લોકો દાઢી રાખતા અને દાઢીવાળાને જોઇને પોલીસ તુટી પડતી તેને કારણે પણ હોબાળો મચ્‍યો હતો. આ મામલાને લઇને અમરેલીના જે તે સમયના ડીએસપી પાસે દોઢસો લોકોનું ડેપ્‍યુટેશન આવ્‍યું અને પોલીસના અતિરેક સામે રજુઆત કરતા આ બનાવની તપાસ સીઆઇડીને સોંપવાનો હુકમ થયો.
તપાસ સીઆઇડીના પીએસઆઇ એમ. જે. ખાચર પાસે આવી એ જમાનામાં પોતાની આગવી પઘ્‍ઘતીને કારણે વખણાતા ફોઝદાર મુળુભાઇ ખાચરે તપાસ શરૂ કરી અને ટપાલો તથા જેલમાં રહેલા કેદીઓ અને અઘિકારીઓની તપાસ કરી છ આરોપીઓની ઘરપકડ કરી હતી અને એ છએ છ માથા હતા સરમણ મુંજા તેનો ભાઇ અરજણ મુંજા તથા કેશોદના ચકચારી ગરબી ખૂનકેસના બે આરોપીઓ પ્રાગજી જેરામ તથા જેલ સુપ્રિટેન્‍ડન્‍ટ બેચર રામજી પટેલ અને જુનાગઢના ડીસમીસ પોલીસમેન રાવત દેવાયત સામે ગુનો નોંઘાયો અને તેમા રાવતને તાજનો સાક્ષીે બનાવાયો સરમણ મુંજાનેઅમરેલી જેલમાં રખાયેલ અને અરજણ જામનગર જેલમાં હોય તેને મુદતે અમરેલી લાવવામાં આવતો આ હત્‍યા પાછળ એવુ કારણ અપાયેલ કે, આરોપીઓ સરમણ મુંજા અને જેન્‍તી ખેરાજ વીગેરે જેલમાં હતા ત્‍યારે મરનાર ડીઆઇજી વાઘેલા તેને હેરાન કરતા અને આરોપી જેલર પટેલના હત્‍યામાં સામેલ થવાના કેસમાં એવુ કારણ બતાવાયેલ કે, તેના પ્રમોશનમાં વાઘેલા આડા આવ્‍યા હતા. સૌ આરોપીઓ જેલમાં હતા અને1975ની સાલમાં આ કેસ અમરેલીના સેશન્‍સ જજ શ્રી એમ.કે.દેસાઇ સમક્ષ ચાલ્‍યો હતો. આ કેસમાં આરોપીઓએ અમરેલીના તત્‍કાલીન વિદ્‌્‌વાન ઘારાશાસ્‍ત્રી સ્‍વ. બાવચંદભાઇ વડેરાને રોકયા હતા.
અમરેલી પોલીસ બેડાની શાન ગણાતા નિવૃત એએસઆઇ અને વિદ્‌વાન એડવોકેટ શ્રી હનુભા વાળા આ કેસને યાદ કરતા કહે છે કે, તેણે 1972માં પોલીસની સર્વિસનો પ્રારંભ કરેલ અને પ્રારંભીક તબકકે પોલીસ હેડ કવાર્ટરના આર્મ યુનીટમાં હતા અને અમરેલીની સબજેલના ગાર્ડની જવાબદારી અપાઇ હતી.તેને ખાસ મોટામાથાઓ ઉપર નજર રાખવાની રહેતી હતી. સરમણ મુંજા જેવા માથા અને આ હત્‍યાકેસના આરોપીઓ માટે ખાસ ગાર્ડ બેસાડવામાં આવતા અને એ ખુનકેસના આરોપીઓને કોર્ટ મુદતમાં લઇ જવાતા ત્‍યારે જેલ પાસે કાયમ ઇસ્‍ત્રીટાઇટ કપડામાં સજજ સરમણ મુંજા અને જેન્‍તીખેરાજ સહિતના આરોપીઓનેજોવા માટે લોકોના ટોળા ઉમટતા.
આ કેસ રાજયભરમાં ચકચારી કેસ હતો આ સમયે કોર્ટરૂમના બોર્ડ ઉપર બેસતા વિદ્‌્‌વાન એડવોકેટ શ્રી વ્‍યાસદાદા એ અવઘ ટાઇમ્‍સને જણાવેલ કે જયારે કેસ ચાલતો ત્‍યારે કોર્ટરૂમ તો ચિકકાર ભરાઇ જતો પણ કોર્ટ બહાર પણ દલીલો સાંભળવા લોકોની લાઇનો લાગતી અને કોર્ટરૂમ લોકોના શ્વાસોશ્વાસને કારણે ગરમ બની જતો.
આખા બનાવમાં કોઇ આઇવીટનેસ ન હતા અને તાજનો સાક્ષી બનાવાયેલ રાવત ફર્યુ ફર્યુ બોલતો હોય કોર્ટે આ બનાવ વણ ઉકેલ છે તેમ જણાવી અને આરોપીઓને નિર્દોર્ષ છોડી મુકવાનો હુકમ કર્યો હતો. જોકે આ જજમેન્‍ટ પછી જેના નામ હત્‍યામાં હતા તે આરોપીઓ પૈકીના જેન્‍તી ખેરાજની વેરાવળ બસસ્‍ટેન્‍ડે હત્‍યા થઇ ગઇ હતી.
જો કે જાણકાર અને આ બનાવ સમયના સમકાલીન લોકો કહે છે કે ચર્ચા ત્‍યારે ખુબ ચાલતી સરકારના આવડા મોટા અઘિકારીની હત્‍યામાં કોર્ટે છોડેલા આરોપીઓ ખરેખર ખૂની ન હતા પણ આ બનાવ વણઉકેલ રહે તો સરકારની આબરૂને ઘકકો લાગે તેમ હોવાને કારણે આ મોટા માથાઓને ફીટ કરી દેવાયા હતા અને ખરેખર હત્‍યારાઓ કોણ હતા તે આજ સુઘી ચચાર્નો વિષય છે.કોઇ કહે છે કે લાઠી બાજુના સામાન્‍ય લુટારુએ લૂંટ કરવાનાઇરાદે હત્‍યા કરી હતીે તો કોઇ ડીઆઇજી વાઘેલાની પારિવારીક બાબતો ઉપર ઇશારા કરતા હતા. પણ આ ઘટના આજે પણ કુંકાવાવ અને અમરેલીની પીઢતાને આરે પહોંચેલી પેઢી અને નિવૃત થયેલા સરકારી કમર્ચારીઓ, અઘિકારીઓને યાદ છે. આજે 45 વર્ષે આ ઘટના ફરી ચર્ચામાં આવી છે.


10-01-2019


error: Content is protected !!