Main Menu

Tuesday, January 22nd, 2019

 

પુર્વ ધારાસભ્‍યશ્રી ઉંધાડે સીધા સરકારમાંથી જ પ્રશ્‍નો ઉકેલ્‍યા

બાબરા લાઠી દામનગર ત્રણ ટર્મ અને બાબરા વડીયા કુંકાવાવ ત્રણ ટર્મ જેમા છેલ્લા પચીસ વર્ષ થી ગુજરાત મા ભાજપ ની સરકાર છે ત્‍યારે અગાઉ અનિવાર્ય સંજોગોમાં વિપક્ષ મા હતા એ સમયના ધારાસભ્‍ય બાવકુભાઇ ઉંધાડે નિષ્ઠાવાન અને જાગ્રુત ધારાસભ્‍ય તરીકે લોકો ના પ્રશ્નો નુ જાતે વિરોધ પક્ષમા હોવા છતાં સરકાર માથી પોતાની આવડતથી વિકાસ ના કામો મંજુર કરાવતા શ્રી ઉંધાડ ના ધારાસભ્‍ય સમય દરમિયાન ક્‍યારેય આવેદનપત્રકે ધરણા ઉપવાસ આંદોલન રસ્‍તા રોકો સલામતી માટે કોઈ કચેરી મા રજુઆત કરી નથી તેઓએ જિલ્લા અને તાલુકા સંકલન સમિતિની બેઠક મા ક્‍યારેય પ્રશ્નો ઉકેલવાની રજૂઆત કરવી પડી નથી તેઓ લોકો ના પ્રશ્નો માટે ડાયરેક્‍ટ સરકાર મા રજુઆત કરતા હતા અને બાવકુભાઇ ઉંધાડ વિરોધ પક્ષમા હોવા છતાં સરકાર એમના કામો કરતી લોકો ને ખોટા ગુમરાહ કરી આવેદનપત્રો ધરણા ઉપવાસ રસ્‍તા રોકો જેવા ખોટા ખેલ કરી લોકો ને ગુમહરા કરી સતાધીસ પક્ષ ને બદનામ કરેછે બાવકુભાઇ ઉંધાડ હાલધારાસભ્‍ય નથી પણ તોપણ ધારાસભ્‍ય જેવા લોકો ના કામો કરશે બાબરા તાલુકા મા અગાઉ બાવકુભાઇ ઉંધાડ ધારાસભ્‍ય હતા ત્‍યારે અનેક રોડ રસ્‍તા પુલ બ્રિજ સહીત વગેરે વિકાસ ના કામો કરીયા છે હાલ એમના દ્વારા થયેલા અગાઉ મંજુર તેવા કામો ના ખાત મુહુર્ત વિરોધ પક્ષ દ્વારા કરવામાં આવે છે વિરોધ પક્ષ વાળા ખોટી સસ્‍તી પ્રસિઘ્‍ધી મેળવી પોતાની વાહ વાહ જાતે કરી રહીયા છે ધારાસભ્‍ય કેવા હોય એનુ ઉદાહરણ શ્રી ઉંધાડ છે અન્‍ય ધારાસભ્‍ય ને બાવકુભાઇ ઉંધાડ ની પ્રેરણા લેવી જોઈએ.


અમરેલીમાં ટ્રકે ફોર વ્‍હીલને હડફેટે લેતા ચાર મિત્રોના મોત

અમરેલી કસ્‍બાવાડના મીત્રો ફોરવ્‍હીલ કાર લઈ ફરવા નિકળતા તા.ર૦ ના મોડી રાત્રીના ૧૧:૦૦ કલાકે સાવરકુંડલા બાયપાસ કૈલાસ મુકિતધામ પાસે ટોરસ ટ્રક નં. જી.જે.૧૧ ટી.ટી.૬૯૭૧ ના ચાલકે પુર ઝડપે અને બે ફીકરાઈથી ટુક ચલાવી ફોર વ્‍હીલ નં. જી.જે. પ સી.ડી. ૬રપપ ને હડફેટે ચડાવતા ગમખ્‍વાર ખકસ્‍માત સર્જાતા આ અકસ્‍માતમાં તોફીક ગફારભાઈ આતમાણી તથા તેના બે મીત્રો સેજબ અસરફભાઈ, અક્રમ હાજીભાઈના ઘટના સ્‍થળે કમકમાટી ભર્યા મોત નિપજેલ. જયારેઆ બનાવમાં ગંભીર ઈજા પામેલ આસીફ રનીફભાઈ ને સારવાર માટે રાજકોટ લઈ જતા રસ્‍તમાં તેમનું મોત નિપજયુ હતુ. આ બનાવની ફરિયાદ અમરેલી તાલુકા પોલીસ મથકમાં મુનાકભાઈ ગફારભાઈ આતમાણીએ નોંધાવતા બનાવની તપાસ પી.એસ.આઈ. એન.એ.વાઘેલા ચલાવી રહયા છે.


‘મૈં ભી મોહન‘ પદયાત્રામાં જોડાતા ડૉ. કાનાબાર

ભાવનગર,(ધવલ દવે)મહાત્‍મા ગાંધીજીની ૧પ૦મી જન્‍મ જયંતી વર્ષ પ્રસંગે કેન્‍દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા દ્વારા નવી પેઢીને ગાંધીજીના જીવન વિશે જાણે એ હેતુસર ગાંધી મૂલ્‍યોના માર્ગે ભાવનગર જીલ્લાના ૧પ૦ ગામોને સાંકળી ૧પ૦ નિયમિત પદયાત્રીઓ સાથે ૧પ૦ કિલોમીટરની સાપ્તાહિક પદયાત્રાનું આયોજન કરવામાં આવેલ. ગાંધી વિચારને વેગવંતો બનાવતાં સંયોજક મનસુખભાઈ માંડવિયા સાથે રોજ હજારો લોકો જોડાયા હતાં અને ગામોગામ જબરૂ આવકાર મળી રભે છે. પદયાત્રાના પાંચમાં દિવસે અમરેલી જીલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ડૉ. ભરતભાઈ કાનાબાર સાથે જીલ્લાભાજપના ઉપપ્રમુખ મયુરભાઈ હીરપરા તથા અગ્રણીઓ દિપકભાઈ વઘાસિયા, જયેશભાઈ ટાંક, વિપુલ ભઢ્ઢી, તુલસીભાઈ મકવાણા, ચેતનભાઈ ચૌહાણ, કિશોરભાઈ મિશ્રા, લાલાભાઈ જોષી, જીતુભાઈ વગેરે જોડાયા હતાં. સૌએ પાલિતાણા ખાતે રાત્રે સાંસ્‍કૃતિક લોક ડાયરો માણ્‍યો હતો અને સવાર થી સાંજ સુધી ૧૬ કિલોમીટર પગપાળા ચાલી ‘મૈં ભી મોહન‘ પદયાત્રામાં જોડાઈ ગાંધી વિચારના વાહક બન્‍યા હતાં. ડૉ. કાનાબાર સાહેબે ચાલતાં-ચાલતાં મનસુખભાઈ સાથે ગાંધીજીના જીવનના દુર્લભ પ્રસંગોની ચર્ચા કરી હતી અને ભારતના આઅદ્ભૂત વ્‍યક્‍તિત્‍વને ૧પ૦માં વર્ષે યાદ કરવા બદલ મંત્રીશ્રીને શુભેચ્‍છા પાઠવી હતી.


લીલીયા બહદગીરમા ૮ વષેૅ રાજમાતા બંધ કોલર આઈ ડી ના પટ્ટામાંથી મુકત

જેના પર સિંહપ્રેમીઓને ગવૅ છે તે રાજમાતા સિંહણ હવે ગળામા લટકતાબિનજરૂરી ભારથી મુકત થઈ છે. લીલીયા બહદગીરમાં વસતુ ૪૦ થી વધુ સાવજોનુ ટોળુ આ ઘરડી સિંહણે વસાવ્‍યુ છે. તેના ગળામાં ૧૧ પહેલા વાઈલ્‍ડ લાઈફ ઈન્‍સ્‍ટીટયુટ ઓફ ઈન્‍ડિયા દ્વારા કોલર આઈ ડી લગાવાયો હતો. પરંતુ આઠ વષે પહેલા તે બંધ પડી જવા છતા તે પટ્ટો દુર કરાયો નહતો. પરંતુ હાલ કેટલાક સમયથી આ સિંહણના ગળામાં બેલ્‍ટ જોવા મળતો નથી. જેવી રીતે ગીરના ગૌરવશાળી સાવજોના ક્રાંક્રચ પંથકના પ્રાઈડની એક અનોખી ઓળખ છે. તેવી જ રીતે ૪૦ સાવજોના આ પ્રાઈડમા રાજમાતા સિંહણની અનોખી ઓળખ છે કાંકચ પંથકમાં સૌ પ્રથમ આ જ સિંહણ આવી હતી. અને હાલમાં અહીં વસતા તમામ સાવજો તેનો જ પરીવાર છે. આ સિંહણ ૧૮ વષૅ કરતા પણ મોટી ઉંમરની છે અને વષૅ ર૦૦૮મા સરકારના આદેશ દ્વારા આ ંિસંહણના ગળામાં રેડીયો કોલર પહેરાવાયો હતો. રેડીયોકોલરના કારણે આ સંસ્‍થાને તે સિંહણનુ મુવમેન્‍ટની સતત જાણકારી મળતી રહે છે. તથા તેની ફુડપેટનૅ, ટેરેટરી સહીતની બાબતોની પણ માહીતી મળતી રહે છે. આ રેડીયોકોલરની કિંમત બે લાખ રૂપીયા જેટલી હોતી હોય છે. પણ આ સિંહણને પહેરાવ્‍યાના બે વષૅ મા જ આ રેડીયોકોલર બંધ થઈ ગયો હતો અને આમ છતા તેને દુર કરવામા આવ્‍યો ન હતો. પણ તાજેતરમાં જ આ સિંહણના ગળામાં આ બેલટ જોવા મળતો નથીઅને એ બાબતે સ્‍થાનિક આરએફઓ પ્રજાપતી સાથે વાત થતા તેણે જણાવ્‍યુ હતુ. કે હાલ રાજમાતા સિંહણના ગળામાં બેલ્‍ટ નથી. જે તુટી ગયા હોવાનુ મનાઈ રહયુ છે. સ્‍થાનીક પ્રકતીપ્રેમી મનોજ જોશી એ જણાછેલ કે હાલ થોડા સમયથી આ સિંહણના ગળામાં બેલ્‍ટ નથી. આ સિંહણની ઉંમર હાલમાં ઘણી વધુ હોય તો સ્‍થાનીક વનવિભાગે તેની વિશેષ કાળજી લેવી જોઈએ. સામાન્‍ય રીતે રેવેન્‍યુ વિસ્‍તારોમાં સાવજો નજરે પડી જાય તોં લોકોના ટોળા એકઠા થઈ જાય છે જોકે રેડીયોકોલર સિંહણની એટલી ધાક હતી કે લોકો આ સિંહણને જુએ તો સિંહ દશૅન કરવાનુ માંડી વાળતા.


ગોડાઉન અભાવે કુંડલા માર્કેટયાર્ડના ગ્રાઉન્‍ડમાં જ મગફળી રખાઈ

સાવરકુંડલા,(દલીપ જીરુકા)સરકાર દ્વારા ટેકાના ભાવની મગફળીની ખરીદી હજુ ચાલુ છે પણ મગફળી રાખવાના ગોડાઉનો ના અભાવને કારણે ટેકાના ભાવની મગફળીના ખડકલા થયા છે જેથી અમરેલી જિલ્લાની સાવરકુંડલા એપીએમસી ખાતે એપીએમસીમાં ખેત જણસો લઈને આવતા ખેડુતોને ખેતજણસો ક્‍યાં રાખવી તે મુશ્‍કેલી સર્જાઈ છે
અમરેલી જિલ્લાના સાવરકુંડલાનું એપીએમસી સેન્‍ટર….. આ એપીએમસી સેન્‍ટરમાં સરકાર દવારા ટેકાના ભાવની મગફળી ખરીદીનું સેન્‍ટર છે પણ સરકાર દ્વારા ટેકાના ભાવની મગફળી સંગ્રહ કરવાનું ગોડાઉનનો અભાવ હોવાને કારણે હાલ છેલ્લા ર૦ થી રપ દિવસથી સાવરકુંડલા એપીએમસીમાં સરકારે ખરીદેલ ટેકાના ભાવની મગફળીની ગુણીઓના ઢગલે ઢગલા થયા છે ને ર૦ વિઘાના એપીએમસીમાં ક્‍યાંય જગ્‍યા બાકી નથી તેટલી મગફળીની ગુણીઓ ખડકાતા હવે સાવરકુંડલામાર્કેટિંગ યાર્ડ માં જગ્‍યા નો અભાવ થયો છે જેથી એપી એમ સી ના સેઠ્ઠેટરી રમેશ રાદડિયા જણાવે છે કે હવે જો ટેકા ના ભાવ ની ખરીદી ની મગફળી ના ગોડાઉન ની વ્‍યવસ્‍થા નહિ કરવા માં આવે તો અહીં રેગ્‍યુલર ખેત જણસો લાવતા ખેડૂતો ને આગામી દિવસો માં તકલીફ પડશે અને ખેડૂતો પોતાનો જણસો કયાં રાખશે તે પ્રશ્ન છેત્‍યારેસરકાર દ્વારા સાવરકુંડલા સેન્‍ટર પર ૪ હજાર આસપાસના ખેડૂતોના રજિસ્‍ટ્રેશન થયા છે હાલ પ૦% ખેડૂતોની સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદી કરી લીધી છે હાલ એપીએમસીમાં ૧૧ હજાર ગુણીઓ ખડકાઈ ગઈ છે પણ ગોડાઉનના અભાવને કારણે ઢગલા મગફળીના થયા છે પણ ટૂંકા દિવસોમાં આ મગફળી ગોડાઉનમાં મોકલવાની કાર્યવાહી હાથ ધરવાની પ્રઠ્ઠિયા શરૂ થવાનો આશાવાદ ગોડાઉન મેનજર વ્‍યક્‍ત કરે છે પણ એપીએમસીના સેઠ્ઠેટરી પણ આખું ર૦ વિધાનું યાર્ડ ટેકાના ભાવની મગફળીથી ભરાઈ જતા ખેત જણસો લઈને આવતા ખેડૂતોને મુશ્‍કેલી થતી હોવાનું જણાવે છે
પોણા ભાગનું એપીએમસી ટેકાના ભાવની મગફળીથી ભરાઈ ગયું છે ને સરકારને રજુઆત પણ એપીએમસીએ કરી છે જો બે ત્રણ દિવસમાં આ ટેકાના ભાવની મગફળી ગોડાઉનમાં નહીં ખસેડાઇ તો વધુ મુશ્‍કેલી પડવાની શંકા એપીએમસી વ્‍યક્‍ત કરી રહી છેત્‍યારે એપીએમસીના ચેરમેન દિપક માલાણી પણબાકી રજિસ્‍ટ્રેશન કરેલા ખેડૂતોને ડાયરેકટ ખાતામાં સરકાર પૈસા જમા કરાવી આપે તો સરકાર ને વધુ ફાયદો થવાનું સૂચન પણ સરકાર માં કર્યું હોવાનું જણાવ્‍યું છે


અમરેલીના માગો ર્ માટે ટેન્‍ડર પ્રક્રિયા પૂર્ણ : પાંચ દિવસમાં કામ શરૂ થશે

અમ૨ેલી (ડેસ્‍ક ૨ીપોર્ટ૨)છેલ્‍લા છ મહીનાથી સતત ઘુળ ખાઇ રહેલા અમરેલીની ઉપાઘીનો અંત આવી રહયો છે આગામી પાંચ દિવસમાં જ શહેરના માર્ગોના કામનો આરંભ થનાર હોવાનુ જાણવા મળેલ છે. જાણવા મળતી વિગતો અનુસાર શહેરના ભુગર્ભ ગટરના કામ બાદ બગડેલા માર્ગોની મરામ્‍મત મારે અને નવીનીકરણ માટે ટેન્‍ડરરો બહાર પડાયા બાદ તેની પ્રક્રિયા આજે પુર્ણ થતા એજન્‍સી તથા નગરપાલિકાના અઘિકારીઓ દ્રારા આજે શહેરના માર્ગોર્નો સર્વે કરવામાં આવ્‍યો હતો અને શહેરના સૌથી વઘારીે અવરજવર વાળા રાજકમલ ચોકના સ્‍ટેશન રોડથી કામ શરૂ કરવાનો નિણર્ય કરાયો હતો.સાથે સાથે એ પણ નકકી કરવામાં આવેલ કે અમરેલીના આ માર્ગો સૌથી વઘારે વ્‍યસ્‍ત હોય રાતપાળી પણ કામ કરવુ.


22-01-2019


error: Content is protected !!