Main Menu

Wednesday, January 23rd, 2019

 

ડેડાણમાં આંગણવાડી પાસે આવેલ કુવો કાયમી જોખમી

ડેડાણ ડેડાણ જુના વોશીંગ ઘાટ પાસે આવેલ આંગણવાડી નં. 7 પાસે નજીકમાં જ કુવો આવેલો હોય આ કુવો નાના બાળકો માટે જોખમી છે કારણકે આંગણવાડી પાસે ખુલ્‍લો કુવો છે. આ કુવો બાંધવામાં આવ્‍યો નથી. આ આંગણવાડીમાં અંદાજીત પંચાવન ઉપર નાના બાળકો જાય છે. આંગણવાડીમાં જવા માટે દસ ફુટનો રસ્‍તો તેમાં ગાડા બાવળ અને કુવા પાસેથી બાળકોને પસાર થવુ પડશે પરંતુ આંગણવાડીમાં હરીયાણી શેરી તેમજ જીન વિસ્‍તારના નાના બાળકો જાય છે. આ આંગણવાડીના સંચાલકોનુ ઘ્‍યાન સતત બાળકો ઉપર રાખવુ પડે છે. પરંતુ નાના બાળકોને શું ખબર હોય કે આ કુવો જીવનો જોખમ છે. ભાજપ કે કોંગ્રેસ ના તમામ કાયૅકરો એ પહેલા આ ખાસ કરવા જેવુ છે કારણ કે કુવાને ફરતી બાજુ દિવાલ કરવા વાલીઓની માંગણી છે.


અમરેલીમાં વકીલ મંડળે આવેદનપત્ર પાઠવ્‍યું

અમરેલી વકિલ મંડળે આજે કલેકટરને આવેદનપત્ર આઠવીરજુઆત કરી હતી. જેમાં અમરેલી નગરપાલીકામાં કાયદા મુજબ કરવાની હોય છે. પરંતુ હાલ લગ્ન નોંધણી વખતે પક્ષકારોને ફરજીયાત હાજર રાખવામાં આવે છે અને તેના ફોટા પાડવામાં આવે છે તે કાયદાથી વિરૂઘ્‍ધ છે. તેમજ પક્ષકારો જયારે લગ્ન નોંધણીનું ફોર્મ જમા કરાવે ત્‍યારે પહોચ આપવામાં આવતી નથી. તેથી પક્ષકાર ર્ેારા લગન નોંધણી કરાવવા ફોમ આપેલ હોવા સંબંધે કોઈ પુરાવો રહેતો નથી અને કેટલાક સંબંધોમાં આવુ ફોર્મ આપવામાં આવેલ છે. તે સંબંધોના પુરાવાની જરૂરીયાત ઉભી થાય ત્‍યારે નગરપાલીકા ર્ેારા બિનજરૂરી સમય વ્‍યતીત કરવામાં આવે છે અને ખોટી રીતે સટીફીકેટ આપવામાં હેરાનગતી કરવામાં આવે છે. આથિક લાભ મેળવવાના ઈરાદાથી કામને ખોરંભે ચડાવવામાં આવે છે. આ બાબતે કાયદા મુજબ કાર્યવાહી કરવા તથા આવી નોંધણીની કાયવાહમાં બિન જરૂરી ટાઈમ બગાડવામાં ન આવે તે માટે યોગ્‍ય કરવા અમરેલી વકિલ મંડળે રજુઆત કયાનું પ્રમુખ શ્રી એન.વી. ગીડા, એચપી સોલંકી, ચંદ્રેશભાઈ મયડા, શાજીદખાન, ઈશુભ જય, હરેશ સેજુ, ડીએચ અમરેલીયા, સુનીલભાઈ રાજયગુરૂ, શારદાબેન ડાભી, રસ્‍વીનભાઈ ત્રિવેદી, મયુરભાઈ માંજરીયા, એએમ નકવી, એચએમ રાઠોડ માંગણી કર્યાનું અખબારી યાદીમાં જણાવ્‍યું છે.


ધારીમાં આરોગ્‍ય સુવિધાઓ શરૂ રાખવા રજુઆતકરતા સરપંચ શ્રીજીતુભાઈ જોષી

ધારી ધારીમાં 4 કરોડના ખર્ચે 60 બેડની આધુનીક હોસ્‍પીટલનું બિલ્‍ડીંગ તૈયાર થનાર છે જેને ડોઢ બે વર્ષ થાય ત્‍યા સુધી આરોગ્‍ય સેવા ચાલુ રાખવા વૈકલ્‍પીક વ્‍યવસ્‍થા કરવા સરપંચ જીતુભાઈ જોષીએ માંગણી ઉઠાવી છે. ધારી ખાતે સામુહિક આરોગ્‍ય કેન્‍દ્રને ધરાશાયી કરી ચાર કરોડના ખર્ચે 60 બેડની સુવિધા સભર હોસ્‍પીટલનું બિલ્‍ડીંગ ટુંક સમયમાં આકાર લેનાર છે.
ત્‍યારે કેટલીક સુવિધાઓ જેવી કે ઈમરજન્‍સી સેવા, 108 વાળી સેવા, પોસ્‍ટમોટન, એક્ષ-રે, આંખનો વિભાગ, એચ.આઈ.વી., જેવી તબીબી સુવિધાઓ બંધ ન કરી નવુ બિલ્‍ડીંગ ન બની જાય ત્‍યા સુધી અન્‍ય્‍ત્ર જગ્‍યાએ વૈકલ્‍પીક વ્‍યવસ્‍થા કરવા સરપંચ જીતુભાઈ જોષીએ આરોગ્‍ય મંત્રી કુમારભાઈ કાનાણી, નાયબ નિયામક સાંસદશ્રી નારણભાઈ કાછડીયા, જીલ્‍લા ભાજપ પ્રમુખ હિરેનભાઈ હિરપરાને રજુઆત કરી છે. અત્રે ઉલ્‍લેખનીય છે કે ધારી તાલુકો ગીરકાંઠાનો મોટો તાલુકો છે.


બાબરા નગરપાલિકાના વિવિધ વિકાસના કામોની મંજૂરી આપો

બાબરા શહેરમાં વિવિધ વિકાસના કામો ને મંજૂરી આપવામાટે સ્‍થાનિક ધારાસભ્‍ય વિરજીભાઈ ઠૂંમર દ્વારા ગાંધીનગર ખાતે શહેરી વિકાસ નિયામક ને પત્ર લખી મંજૂરી આપવા યોગ્‍ય રજુવાત કરેલ છે,ધારાસભ્‍ય વિરજીભાઈ ઠૂંમર દ્વારા જણાવ્‍યું હતુંકે બાબરા નગર બબરુવાનના જન્‍મ સ્‍થળ સાથે જોડાયેલું છે અને તેના નામ પર પર થી નગરનું નામ બાબરા પાડવામાં આવ્‍યું છે અહીં પાંડવકાલીન પંચકુંડ આવેલા છે એક ઐતિહાસિક સ્‍થળ હોવાથી આ નગરને પૂરતી સુવિધા મળવી જોઈએ તેવી માંગ ધારાસભ્‍ય ઘ્‍વારા કરવામાં આવી છે
બાબરા નગરપાલિકા દ્વારા શહેરમાં વિવિધ વિકાસના કામો માટે દરખાસ કરવામાં આવી છે જી એને ત્‍વરિત મંજૂરી મળે તો શહેરમાં પૂરતા વિકાસના કામો થાય અને નગરજનો ને સુખાકારી સુવિધા ઉપલબ્‍ધ કરાવી શકાય બાબરામાં નગરપાલિકા દ્વારા પાણીની પાઈઓલાઈન,સંપ,ઊંચી ટાંકીઓ,પંપિંગ મશીન,સીસીટીવી કેમેરા,પ્રવેશ દ્વાર,સ્‍ટ્રીટ લાઈટ તેમજ પાણી પુરવઠા ને સોલાર બેઈજ બનાવવા, આ સિવાય ટ્રેકટર,ટ્રોલી,જીસીબી,ટીપરવાન,તતેમજ મોટું ફાયર ફાઈટર અને કાલુભાર નદી ઊંડી ઉતારવા સહિતના અન્‍ય વિકાસના કામો માટે નગરપાલિકા દ્વારા દરખાસ્‍ત કરવામાં આવી છે આ તમામ વિકાસના કામો ને તાત્‍કાલિક અસરથી મંજુરી જરૂરી ગ્રાન્‍ટ ફાળવવામાં આવે તેવી માંગ ધારાસભ્‍ય વિરજીભાઈ ઠૂંમર દ્વારા કરવામાં આવી છે


સાવરકુંડલાના છાપરી ગામે લીઝની ખનન પ્રવતિથી ખેત ઉત્‍પાદન અને પર્યાવરણને પણ ભારે નુકસાન

સાવરકુંડલા,સાવરકુંડલાના છાપરી ગામ પાસે ચાલતી બાલાજી કવોરી લીઝ પરની ખનન પ્રવતિને કારણે ખેતી પાકનેથઈ રહેલ ભયંકર નુકસાની અંગે આ વિસ્‍તારના ખેડૂતો દ્વારા સંબંધીત અધિકારીઓ સમક્ષ રજુઆત કરવામા આવી હોવા છતા લાંબા સમયથી આ અંગે કોઈ કાયવાહી કરવામા ન આવતા ખેડૂતોમા આક્રોશ જોવા મળી રહયો છે. ખનનને કારણે ઉડતા પથ્‍થરો, કચરો, ધુળ વગેરે નજીકના વાડી- ખેતરોમાં ફેલાતા આ વિસ્‍તારના પાકોને ભારે નુકસાન થઈ રહેલ છે.
એટલુ જ નહી પાકની ઉત્‍પાદન ક્ષમતામા પણ ઘટાડો જોવા મળી રહેલ હોય, ખેતીપાક બચાવવા ખેડૂતો દ્વારા રજુઆત કરવામા આવી છે. ખાસ કરીને બાગાયત પાક અને આ ખેતી માટેની સાધન સામગ્રીને નુકસાન એટલી હદે છે કે, બાગાયતી પાક બચાવવા ખેડૂત દ્વારા અધિકારી સમક્ષ સહકાર આપવા રજુઆત કરવાની ફરજ પડી છે.લીઝ – ખનન પ્રવતીને કારણે છાપરી ગામની ખેતીની જમીનમા ફળદ્રુપતા પણ મંદ પડતી જાય છે. લાંબા સમયે તેની વધુ અસરો જોવા મળે તેમ હોય ખેતી પાક બચાવવા જિલ્‍લાના સંબંધિત અધિકારીઓ સમક્ષ રજુઆત કયૉનુ જાણવા મળેલ છે


23-01-2019


error: Content is protected !!