Main Menu

February, 2019

 

16-02-2019


14-02-2019


13-02-2019


રાત્રે લાઠીમાં જાલીનોટના આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ ઉપર હુમલો : એસપી લાઠી દોડી ગયા

લાઠી/અમરેલી,મોડીરાત્રે લાઠીમાં જાલીનોટના આરોપીેને પકડવા ગયેલ પોલીસ ટીમ ઉપર હુમલો કરાયો હોવાના સમાચારે પોલીસ બેડામાં ખળભળાટ મચાવી દીધો છે અને અમરેલીના એસપી શ્રી નિર્લિપ્ત રાય જાતે લાઠી દોડી ગયા હોવાનું જાણવા મળેલ છે.
આ અંગેની એવી પ્રાથમિક વિગતો બહાર આવી રહી છે કે, લાઠીના લુવારીયા દરવાજા પાસે આવેલ કોળીવાડામાં પરેશ જગુ સોલંકી નામના જાલીનોટ પ્રકરણના આરોપીને પકડવા ગયેલી એલસીબી તથા સ્થાનિક પોલીસ ઉપર પથ્થમારો કરી હુમલો કરાયો હોવાના બહાર આવેલા સમાચારને પગલે દામનગર, બાબરા, લીલીયા, અમરેલી, એસઓજીની ટીમો તથા અમરેલી પોલીસ હેડકવાર્ટરમાંથી પોલીસ લાઠી દોડી ગઇ હતી અને ડીવાયએસપી શ્રી મોણપરા સહિતના ઉચ્ચ અધિકારીઓ દ્વારા લાઠીમાં કોળીવાડામાં કોમ્બીંગ ચાલી રહયું હોવાનુ જાણવા મળેલ છે અને લાઠીના કોળીવાડા વિસ્તારમાં કરફર્યુ જેવું વાતાવરણ સર્જાયુ છે.
અને મોડી રાત સુધી પોલીસની કાર્યવાહી શરૂ હોવાનું સુત્રો જણાવી રહયા છે.


12-02-2019


10-02-2019


કોવાયાની અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની સામે થયેલી અપીલ ફગાવતી ગ્રીન ટ્રીબ્યુનલ

રાજુલા,અમરેલી જિલ્લાના રાજુલાના કોવાયા ગામે આવેલી અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીને અપાયેલી કલસર, દયાલ,અને કોટડા ગામે આવેલી 632 હેકટર જમીનમાં માઇનીંગ માટે મળેલી પર્યાવરણીય મંજુરી સામે મહુવાના દયાળ ગામના ગાભાભાઇ દેવાભાઇ ચૌહાણ સહિતના લોકો દ્રારા અપીલ કરાઇ હતી જેને નવી દિલ્હી ખાતે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે ફગાવી દીધી હતી.આ લડતમાં માજી અને વતર્માન ધારાસભ્ય સહિતના અનેક આગેવાનો જોડાયા હતા મહુવાના દયાળના અરજદાર સહિતના આંદોલન કારીઓને કાનુની પછડાટ મળી છે.


અમરેલીના લાઠી રોડ ઉપર ચાલતા બ્યુટીફીકેશનનું કામ અટકાવતા નાગરિકો : સર્વિસ રોડની માંગણી

અમરેલીમાં શરૂ થયેલી ઝુંબેશ વચ્ચે શહેરીજનોમાં જાગૃતિ આવી રહી હોય તેમ અમરેલીના લાઠી રોડ ઉપર ચાલતા રોડના બ્યુટીફીકેશનનું કામ અટકાવી નાગરિકોએ સર્વિસ રોડની માંગણી કરી છે લાઠી રોડ ઉપર એન્જીનિયરીંગ કોલેજ પાસે રેલવે ફાટક પાસે અવાર નવાર ટ્રાફીક જામ થાય છે અને આ માર્ગ ઉપર સૌથી વધારે અવરજવર હોવાને કારણે અવાર નવાર અકસ્માતો થાય છે અને એ અટકાવવાને બદલે બ્યુટીફીકેશનના નામે લોકોને અગવડતા પડે તેવું કામ થઇ રહયું હોવાની રજુઆત સાથે લોકોએ જણાવેલ છે કે ઉલટાના જે કામ થઇ રહયુ છે તેમા લોકોના મકાનો અને મિલકતોને અવરજવરમાં અડચણ થાય તેવુ કામ થાય છે જેનાથી દુકાનદારોને પણ અડચણ છે આ કામની માંગેલી વિગતો ઠેકેદાર દ્રારા અપાતી નથી અને આ કામને બદલે જો સર્વિસ રોડ અપાય તો અકસ્માતો પણ ઘટી જાય તેમ છે અને કામો લોકો માટે હોય છે લોકો કામ માટે નથી હોતા તેમ જણાવીને એડવોકેટ શ્રી આર.એમ કાપડીયા તથા લાઠી રોડના નાગરિકો દ્વારા કામ અટકાવી ે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતુ.


ધારી પંથકમાં આખા વૃક્ષો ઉઠાવતી ચંદનચોર ગેંગ સક્રિય

ધારી પંથકમાં મોટી સંખ્યામાં આવેલા અતિ કીમતી ચંદનના વૃક્ષો રાજુલાથી દરિયાઇ માર્ગ સ્મગલ થતા હોવાની આશંકા છવાઇ છે કારણ કે ધારી પંથકમાં આખા વૃક્ષો ઉઠાવતી ચંદનચોર ગેંગ સક્રિય થઇ હોવાનું બહાર આવવા પામેલ છે.
ધારી શહેર તથા ધારીના ભાલમ તથા હરીપરા અને સરસીયા દુધાળા સહિતના વિસ્તારોમાં વર્ષોથી અતિ કીમતી એવા ચંદનના વૃક્ષો ઉગે છે અને છેલ્લા કેટલાક દિવસોથી ચંદનચોર ગેંગ ધારી પંથકમાં સક્રિય હોવાની શકયતા દેખાઇ રહી છે હમણા હમણા જ ત્રણ ખાનગી વાડીઓમાં ઘુસી ચોર ગેંગ આખા વૃક્ષો કાપી અને ઉઠાવી જાય છે ધારીના શ્રી માધવજજીભાઇ અંટાળા, શ્રી રમણીકભાઇ સોજીત્રા, શ્રી નાથાભાઇ જોગાણી, તથા બટુકભાઇ સંઘરાજકાવાળી વાડીમાં ઘુસી ચોર ચંદનના ઉભા ઝાડ કાપી અને ઉઠાવી ગયા હતા હમણા બે દિવસ પહેલા જ પાંચ શકમંદોને પોલીસ હવાલે કરાયા હતા જેને જેલમાં ધકેેલાયા છે.
ચંદનચોર ગેંગ ધારી પંથકમાંથી ચંદન ચોરી અને રાજુલા અને ત્યાથી દરિયાઇ માર્ગે દુબઇ મોકલતા હોવાનું મનાય રહયું હોય તંત્ર જો જાગૃત રહી તપાસ કરે તો મોટુ ષડયંત્ર પકડાય તેવી શકયતા રહેલી છે.


સારવારમાં લઇ જવાયેલા દલખાણિયાના 33 સિંહો ગાયબ ?

ધારી (ફીલ્ડ રિર્પોટર), ચારેક મહીના પહેલા ગીરના જંગલમાં સિંહોમાં આવેલા રોગચાળા વખતે વેકસીન માટે ધારીીની દલખાણીયા રેન્જમાંથી પકડી પકડીને લઇ જવાયાલ 33 જેટલા સિંહો ચાર ચાર મહીના જેવો સમય થવા છતા તેનો કોઇ અતોપતો ન મળતા આ સિંહો હયાત છે કે કેમ ? તેવી આશંકાએ સિંહપ્રેમીઓમાં ખળભળાટ મચાવી દીધો છે અને લોકોમાં ચચાર્તી વિગતો અનુસાર આ 33 િંસહોમાંથી માત્ર ત્રણ જ સિંહો જામવાળા હોવાનું મનાય છે તો બાકીના સિંહ વેકસીનથી રક્ષીત થયા છે કે પછી… તેવી અનેક અટકળો લોકોમાં ચાલી રહી હોય ખળભળાટ મચ્યો છે.