Main Menu

Friday, February 1st, 2019

 

અમરેલી જિલ્લામાં દસ હજાર મતદારો અને 12 બુથ વઘ્‍યા

અમરેલી,દેશમાં લોકશાહીના મહાપર્વ ચૂંટણીની તડામાર તૈયારીઓ કરતા ચૂંટણી પંચે આજે 1 જાન્‍યુઆરીની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદીની ખાસ સંક્ષિપ્‍ત સુઘારણા કાર્યક્રમ અંતર્ગત આજે મતદારયાદીની આખરી પ્રસિઘ્‍ઘી જાહેર કરાઇ હતી અને આજે અમરેલીમાં કલેકટરશ્રીએ પત્રકાર પરિષદ યોજી માહીતી આપી હતી કે, અમરેલી જિલ્લામાં 9849 મતદારો અને 12 બુથ વઘ્‍યા છે આ વખતે 2019માં મતદાનની ટકાવારી 10 ટકા વઘારવવા તંત્ર દ્રારા લક્ષ્ય રખાયું છે અને યુવા મતદારોને જોડવા પ્રયાસો કરાઇ રહયા છે તથા 1700 જેટલા મૃત્‍યુ પામેલા 80 વર્ષ ઉપરના મતદારોના નામો હટાવી મતદારયાદી શુઘ્‍ઘ કરાઇ છે અને શારીરીક રીતે અસક્ષમ એવા 7300 વોટરોને ચૂંટણી તંત્ર સીઘી મદદ કરશે તેને મતદાન માટે સહાયક અથવા વાહન જેવી સગવડતાઓ અપાશે પત્રકારોને માહીતગાર કરતા કલેકટરશ્રી આયુષકુમાર ઓક તથા નાયબ ચૂંટણી અઘિકારી શ્રી રાજેશ આલે જણાવેલ કે અમરેલી જિલ્લાના અમરેલી લોકસભામાં સમાવિષ્ટ પાંચ વિધાનસભા મત વિસ્‍તાર 94-ધારી,95-અમરેલી,96અલાઠી,97- સાવરકુંડલા,98- રાજુલા વિધાનસભા મત વિસ્‍તારમાં લોકશાહીના આ મહાપર્વમાં કોઇપણ લાયક વ્‍યક્‍તિ પોતાના મતદાનના અધિકારથી વંચિત ન રહે તે માટે લોક જાગૃતિના શક્‍ય તમામ પ્રયત્‍નો વહીવટી તંત્ર દ્રારાકરવામાં આવેલ છે. શ્રી ઓક એ વધુમાં જણાવ્‍યું હતું કે,ધારી વિધાનસભા મત વિસ્‍તારમાં 1642, અમરેલીમાં 1680 , લાઠીમાં 2042, સાવરકુંડલામાં 1642 અને રાજુલા વિધાનસભા મત વિસ્‍તારમાં 2843 મળીને કુલ 9849 જેટલા મતદારોનો અમરેલી જિલ્લામાં વધારો થયેલ છે. તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે, ગ્રામ્‌ય વિસ્‍તારમાં 1200 મતદારો અને શહેરી વિસ્‍તારોમાં 1400 મતદારો દીઠ મતદાન મથકોને ઘ્‍યાને લઇ જિલ્લામાં કુલ નવા 12 નવા મતદાન મથકો ઉમેરાયેલ છે.જેમાં સાવરકુંડલામાં 05, રાજુલામાં 04,ધારીમાં 02 અને બાબરામાં 01 મતદાન મથકનો વધારો થયેલ છે. કલેકટરશ્રીએ મતદાન સહાયતા કેન્‍દ્ર અને ટોલ ફ્રી નંબર 1950 ની વિગતે વાત કરતા જણાવ્‍યું હતુ કે,આગામી સમયમાં તમામ તાલુકા મથકોએ મતદાન સહાયતા કેન્‍દ્રો કાર્યરત કરી દેવામાં આવશે.અને ટોલ ફ્રી નંબર 1950 પરથી કચેરી સમય દરમ્‍યાન મતદાર નોંધણી,મતદાર મથક,નોંધણી અધિકારી જેવી તમામ જાણકારી તેમજ કોઇ સુચન કે ફરિયાદ પણ જણાવી શકાશે. આ પ્રેસ કોન્‍ફરન્‍સમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આ2.જી.આલ,ચૂંટણી મામલતદારશ્રી બગસરિયા,શ્રી અઘ્‍યારૂ સહિત વિશાળ સંખ્‍યામાં પ્રિન્‍ટ અને ઇલેકટ્રોનિક મિડીયાના કર્મીઓ ઉપસ્‍થિત રહ્યા હતા


અમરેલીના રાજમાર્ગોના મંજુર થયેલા ટેન્‍ડરો રદ્‌્‌ કરાયા

અમરેલીછેલ્લા છ છ માસથી ભુગર્ભ ગટરના કામને કારણે ઇરાન-ઇરાક જેવા બનાવી દેવાયેલા અમરેલીની હાલત હવે આવનારા પાંચ માસ સુઘી અમેરીકાના બોમ્‍બમારાનો ભોગ બનેલા અફઘાનિસ્‍તાન જેવી રહેશે કારણ કે અમરેલીના રાજમાર્ગોના મંજુર થયેલા ટેન્‍ડરો રદ્‌્‌ કરાયા હોવાનું આઘારભુત વતુર્ળોમાંથી જાણવા મળેલ છે. છેલ્લા છ છ માસથી પીડાતા અમરેલીમાં માંડ માંડ રોડના કામો શરૂ થવાના હતા અને પાલિકા સવા બે કરોડનું ટેન્‍ડર મંજુર કરી ડીપોઝીટ જમા થયે વર્ક ઓર્ડર કાઢવાની હતી કામ રાખનાર એજન્‍સીએ સર્વે શરૂ કરી દીઘો હતો અને આ કામ શરૂ થશે તેવી ગણત્રીએ પાલિકા દ્રારા અમૃત યોજના હેઠળ ગઇકાલથી કામનો પ્રારંભ કર્યો હતો કે અચાનક શહેરના 28 જેટલા મુખ્‍યમમાર્ગો માટે રૂપિયા બે કરોડ અને વીસ લાખનુ ટેન્‍ડર સીંગલ હોવાને કારણે રદ કરી દેવાયું હતુ અને હવે આવનારા પાંચ માસ સુઘી અમરેલી શહેરની આજ હાલત રહેવાના એંઘાણ દેખાઇ રહયા છે. અત્‍યાારે અમરેલીનું કોઇ ઘણીઘોરી તો છે નહી ! અમરેલીની બિચારી ‘મહાસહનશીલ’ પ્રજા હવે શુ કરી શકે છે તેના ઉપર જ શહેરના ભવિષ્‍યનો આઘાર છે.


01-02-2019


error: Content is protected !!