Main Menu

Wednesday, February 6th, 2019

 

અમરેલી બચાવો નાગરિક અભિયાન દ્વારા આજે સાંજે ઘંટનાદ

અમરેલી,
અમરેલી શહેરને ઘણીીઘોરી વગરનું સમજી અને આડેઘડ જંગલ કરતા પણ બદતર હાલત કરી દેવાતા લોકોમાં આક્રોશ ફાટી નિકળ્‍યો છે અને આજે અમરેલી બચાવી નાગરીક અભિયાન સમીતી દ્વારા આજે પત્રકાર પરિષદ યોજી અને અમરેલીવાસીઓ દ્રારા અપાનારી લડતની રૂપરેખા આપવામાં આવી હતી. ભાજપના પ્રબુઘ્‍ઘ આગેવાન ડો. ભરતભાઇ કાનાબારે જણાવ્‍યું હતુ કે, કુલ ચાર માંગણીઓ સાથે અમરેલીની જનતા તંત્રને આવેદન પાઠવશે અને તે પહેલા આજે બુઘવારે સાંજે છ વાગ્‍યે અમરેલીના રાજકમલ ચોકમાં ઘંટનાદ કરી અને બહેરા તંત્રના કાને અમરેલીવાસીઓનો અવાજ પહોંચાડવામાં આવશેમંગળવારે રાત્રે નવ વાગ્‍યે અગ્રણી નાગરીકો તથા સ્‍વેચ્‍છીક સંસ્‍થાઓના આગેવાનો વિવિઘ ર્ઘાર્મિક અને સામાજીક સંગઠનોના પ્રતિનિઘિઓ સાથે બેઠક કરાશે તથા બુઘવાારે સાંજે છ વાગ્‍યે ઘંટનાદ અને તા. 7ના રોજ ગુરૂવારે બપોરના ત્રણ વાગ્‍યાથી સાંજે છવાગ્‍યા સુઘી શહેરના 12 સ્‍થળો નાગનાથ ચોક, રાજકમલ ચોક, કાશ્‍મીરા ચોક, ટાવરચોક, જુના માર્કેર્ટ યાડર્ના દરવાજાએ, બીએમ ચોક લીલીયા રોડ, નાગરીક બેન્‍ક કેરીયા રોડ, રઘુવીર પાન બસ સ્‍ટેશન સામે, પંચમુખી હનુમાન મંદિર હનુમાનપરા ફાટક પાસે, ખેડુતતાલીમ કેન્‍દ્ર પાસે ચકકરગઢ રોડ, સેન્‍ટર પોઇન્‍ટ સીનીયર સીટીઝન પાર્ક, કોલેજ ચોક લાઠી રોડ એમ બાર જગ્‍યાએ જે તે વિસ્‍તારના અગ્રણી નાગરીકો સહીઓ લેશે અને તા. 8ના શહેરના મુખ્‍ય માર્ગો ઉપર શહેરીજનોની પરિવાર સાથે વિરાટ રેલી સહીઓ સાથે કલેકટરશ્રીને આવેદનપત્ર પાઠવશે.


06-02-2019