Main Menu

Saturday, February 9th, 2019

 

કોવાયાની અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની સામે થયેલી અપીલ ફગાવતી ગ્રીન ટ્રીબ્યુનલ

રાજુલા,અમરેલી જિલ્લાના રાજુલાના કોવાયા ગામે આવેલી અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીને અપાયેલી કલસર, દયાલ,અને કોટડા ગામે આવેલી 632 હેકટર જમીનમાં માઇનીંગ માટે મળેલી પર્યાવરણીય મંજુરી સામે મહુવાના દયાળ ગામના ગાભાભાઇ દેવાભાઇ ચૌહાણ સહિતના લોકો દ્રારા અપીલ કરાઇ હતી જેને નવી દિલ્હી ખાતે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે ફગાવી દીધી હતી.આ લડતમાં માજી અને વતર્માન ધારાસભ્ય સહિતના અનેક આગેવાનો જોડાયા હતા મહુવાના દયાળના અરજદાર સહિતના આંદોલન કારીઓને કાનુની પછડાટ મળી છે.


અમરેલીના લાઠી રોડ ઉપર ચાલતા બ્યુટીફીકેશનનું કામ અટકાવતા નાગરિકો : સર્વિસ રોડની માંગણી

અમરેલીમાં શરૂ થયેલી ઝુંબેશ વચ્ચે શહેરીજનોમાં જાગૃતિ આવી રહી હોય તેમ અમરેલીના લાઠી રોડ ઉપર ચાલતા રોડના બ્યુટીફીકેશનનું કામ અટકાવી નાગરિકોએ સર્વિસ રોડની માંગણી કરી છે લાઠી રોડ ઉપર એન્જીનિયરીંગ કોલેજ પાસે રેલવે ફાટક પાસે અવાર નવાર ટ્રાફીક જામ થાય છે અને આ માર્ગ ઉપર સૌથી વધારે અવરજવર હોવાને કારણે અવાર નવાર અકસ્માતો થાય છે અને એ અટકાવવાને બદલે બ્યુટીફીકેશનના નામે લોકોને અગવડતા પડે તેવું કામ થઇ રહયું હોવાની રજુઆત સાથે લોકોએ જણાવેલ છે કે ઉલટાના જે કામ થઇ રહયુ છે તેમા લોકોના મકાનો અને મિલકતોને અવરજવરમાં અડચણ થાય તેવુ કામ થાય છે જેનાથી દુકાનદારોને પણ અડચણ છે આ કામની માંગેલી વિગતો ઠેકેદાર દ્રારા અપાતી નથી અને આ કામને બદલે જો સર્વિસ રોડ અપાય તો અકસ્માતો પણ ઘટી જાય તેમ છે અને કામો લોકો માટે હોય છે લોકો કામ માટે નથી હોતા તેમ જણાવીને એડવોકેટ શ્રી આર.એમ કાપડીયા તથા લાઠી રોડના નાગરિકો દ્વારા કામ અટકાવી ે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતુ.


ધારી પંથકમાં આખા વૃક્ષો ઉઠાવતી ચંદનચોર ગેંગ સક્રિય

ધારી પંથકમાં મોટી સંખ્યામાં આવેલા અતિ કીમતી ચંદનના વૃક્ષો રાજુલાથી દરિયાઇ માર્ગ સ્મગલ થતા હોવાની આશંકા છવાઇ છે કારણ કે ધારી પંથકમાં આખા વૃક્ષો ઉઠાવતી ચંદનચોર ગેંગ સક્રિય થઇ હોવાનું બહાર આવવા પામેલ છે.
ધારી શહેર તથા ધારીના ભાલમ તથા હરીપરા અને સરસીયા દુધાળા સહિતના વિસ્તારોમાં વર્ષોથી અતિ કીમતી એવા ચંદનના વૃક્ષો ઉગે છે અને છેલ્લા કેટલાક દિવસોથી ચંદનચોર ગેંગ ધારી પંથકમાં સક્રિય હોવાની શકયતા દેખાઇ રહી છે હમણા હમણા જ ત્રણ ખાનગી વાડીઓમાં ઘુસી ચોર ગેંગ આખા વૃક્ષો કાપી અને ઉઠાવી જાય છે ધારીના શ્રી માધવજજીભાઇ અંટાળા, શ્રી રમણીકભાઇ સોજીત્રા, શ્રી નાથાભાઇ જોગાણી, તથા બટુકભાઇ સંઘરાજકાવાળી વાડીમાં ઘુસી ચોર ચંદનના ઉભા ઝાડ કાપી અને ઉઠાવી ગયા હતા હમણા બે દિવસ પહેલા જ પાંચ શકમંદોને પોલીસ હવાલે કરાયા હતા જેને જેલમાં ધકેેલાયા છે.
ચંદનચોર ગેંગ ધારી પંથકમાંથી ચંદન ચોરી અને રાજુલા અને ત્યાથી દરિયાઇ માર્ગે દુબઇ મોકલતા હોવાનું મનાય રહયું હોય તંત્ર જો જાગૃત રહી તપાસ કરે તો મોટુ ષડયંત્ર પકડાય તેવી શકયતા રહેલી છે.


સારવારમાં લઇ જવાયેલા દલખાણિયાના 33 સિંહો ગાયબ ?

ધારી (ફીલ્ડ રિર્પોટર), ચારેક મહીના પહેલા ગીરના જંગલમાં સિંહોમાં આવેલા રોગચાળા વખતે વેકસીન માટે ધારીીની દલખાણીયા રેન્જમાંથી પકડી પકડીને લઇ જવાયાલ 33 જેટલા સિંહો ચાર ચાર મહીના જેવો સમય થવા છતા તેનો કોઇ અતોપતો ન મળતા આ સિંહો હયાત છે કે કેમ ? તેવી આશંકાએ સિંહપ્રેમીઓમાં ખળભળાટ મચાવી દીધો છે અને લોકોમાં ચચાર્તી વિગતો અનુસાર આ 33 િંસહોમાંથી માત્ર ત્રણ જ સિંહો જામવાળા હોવાનું મનાય છે તો બાકીના સિંહ વેકસીનથી રક્ષીત થયા છે કે પછી… તેવી અનેક અટકળો લોકોમાં ચાલી રહી હોય ખળભળાટ મચ્યો છે.


માર્ગો માટે આવેદન સાથે રોષભેર બંધ પાળતું અમરેલી

અમરેલી,અમરેલી શહેરની કથળેલી હાલત સામે તંત્રને જગાડવા માટે ડો.ભ2તભાઈ કાનાબારના નેતૃત્વમાં અમરેલી બચાવોના અભિયાનના મુદે બીન2ાજકીય 2ીતે સમગ્ર શહે2ના પ્રબુધ્ધ નાગરિકો, તબીબો, અમરેલીના વેપા2ીઓ અને વિવિધ સંસ્થાઓના આગેવાનોને સાથે રખીને શશાંક મહાજન પાટીપ્લોટમાં રત્રીના સમયે મીટીંગ યોજી સહી ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. ત્યા2બાદ અમરેલી શહેરના જુદા જુદા 16 સ્થળોએ સહી ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. જેમાં 8000 જેટલા લોકોએ સહી ઝુંબેશમાં પ્રચંડ સમર્થન આપેલ.ત્યા2બાદ ડો. જીવ2ાજ મહેતા ચોકમાં ઘંટનાદ કાર્યક્રમ યોજિને સુતેલા તંત્ર ને જગાડવાનો કાર્યક્રમ યોજાયો હતો. આજે તા. 8 ફેબ્રુઆ2ીના અમરેલી બંધનું એલાન આવેલ હતુ. અમરેલી શહેરના તમામ વેપારઓએ ઝડબે સલાક સ્વયંભુ બંધ પાડીને અમરેલી બચાવો અભિયાનને પ્રચંડ સમર્થન આપેલ હતુ. ત્યારબાદ અમરેલી એસટી ડેપો પાસેથી ડો.ભરતભાઈ કાનાબારના નેતૃત્વમાં સવા2ે 9:30 કલાકે વિરટ રેલી નિકળી હતી. આ રેલીમાં  પ2ેશભાઈ ધાનાણી પણ જોડાયા હતા. શહેરના વેપારઓ એ બંધ પાડીને રેલીમાં જોડાઈને પોતાનો સુર પુરવ્યો હતો. આ રેલીમાં અમરેલી શહે2ના ડો.2ાવળ, ડો.પીપી. પંચાલ, ડો.સોજીત્રા, અમરેલીના સીવીલ સર્જન શોભનાબેન મહેતા તેમજ સીવીલ હોસ્પિટલના ડોકટ2ો ડો. પ્રદીપભાઈ ધડુક, ડો.પીયુષ ગોસાઈ, ડો.ભાવેશ 2ામાનુજ, ડો.કુબાવત, અમરેલી શહે2 શાકભાજી એસો.ના ઘનશ્યામભાઈ રેયાણી, ક2ીયાણા એસોના ચતુ2ભાઈ અકબર, યોગેશભાઈ કોટેચા, ગી2ીશભાઈ ભટ, સંજયભાઈ વણજા2ા, મુકુંન્દભાઈ ગઢીયા, પોપટલાલ કાશ્મીર, જથ્થાબંધ પાનબીડી એસો.ના હકુભાઈ ચૈાહાણ, નિલકંઠ જવેલર્સના કેતનભાઈ સોની, આહીર અગ્રણી જીતુભાઈ ડેર, ટોમભાઈ અગ્રાવત, નવનીત ઓટોના જીતેન્ભાઈ દેસાઈ, કડીયાસમાજના અગ્રણી જયેશભાઈ ટાકં, શિતલ આઈસ્ક્રીમના દિનેશભાઈ ભુવા, ચકાભાઈ ભેળ વાળા, મહિલા ગ્રુહ ઉદ્યોગના વિઠલભાઈ બાંભરોલીયા, ક્રિષ્ના ટ્રાવેલ્સવાળા જગદીશભાઈ ધરજીયા, મનીષભાઈ ધરજીયા, અમરેલી બાર એસોસીએશનના હોદેદા2ો શ્રીજી વિદ્યાથીભવનના દિપકભાઈ વઘાસીયા, અભિલાશા એજન્સીના તેજશભાઈ દેસાઈ, ચાંદની ચોકના અજીજભાઈ, અમીનભાઈ મીઠાણી, મુસ્તુફાગો2ી , ડાયમન્ડ એસોના લલીતભાઈ ઠુંમ2, વિજય આટર્સ અજયભાઈ અગ્રાવત, વિપુલભાઈ ભટી, પર્યાવ2ણ ટ્રસ્ટના જીતુભાઈ તળાવીયા, મોટાભાઈ સવંટ, નંદલાલભાઈ ભડકણ, લાયન્સ 2ોયલના વસંતભાઈ મોવલીયા, યાર્ડના ચેરમેન પી.પી. સોજીત્રા, મુળશંક2ભાઈ તરેયા, હિરભાઈ પડાયા, ડીજી મહેતા, , કાપડ એસોસીએશન, , બુક સેલર્સ એસોસીએશન, તેમજ શહેરની વિવિધ સંસ્થાઓના આગેવાનો,શહેરના પ્રબુધ્ધ નાગ2ીકો બહોળી સંખ્યામાં જોડાયા હતા.


09-02-2019


error: Content is protected !!