Main Menu

Tuesday, February 12th, 2019

 

રાત્રે લાઠીમાં જાલીનોટના આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ ઉપર હુમલો : એસપી લાઠી દોડી ગયા

લાઠી/અમરેલી,મોડીરાત્રે લાઠીમાં જાલીનોટના આરોપીેને પકડવા ગયેલ પોલીસ ટીમ ઉપર હુમલો કરાયો હોવાના સમાચારે પોલીસ બેડામાં ખળભળાટ મચાવી દીધો છે અને અમરેલીના એસપી શ્રી નિર્લિપ્ત રાય જાતે લાઠી દોડી ગયા હોવાનું જાણવા મળેલ છે.
આ અંગેની એવી પ્રાથમિક વિગતો બહાર આવી રહી છે કે, લાઠીના લુવારીયા દરવાજા પાસે આવેલ કોળીવાડામાં પરેશ જગુ સોલંકી નામના જાલીનોટ પ્રકરણના આરોપીને પકડવા ગયેલી એલસીબી તથા સ્થાનિક પોલીસ ઉપર પથ્થમારો કરી હુમલો કરાયો હોવાના બહાર આવેલા સમાચારને પગલે દામનગર, બાબરા, લીલીયા, અમરેલી, એસઓજીની ટીમો તથા અમરેલી પોલીસ હેડકવાર્ટરમાંથી પોલીસ લાઠી દોડી ગઇ હતી અને ડીવાયએસપી શ્રી મોણપરા સહિતના ઉચ્ચ અધિકારીઓ દ્વારા લાઠીમાં કોળીવાડામાં કોમ્બીંગ ચાલી રહયું હોવાનુ જાણવા મળેલ છે અને લાઠીના કોળીવાડા વિસ્તારમાં કરફર્યુ જેવું વાતાવરણ સર્જાયુ છે.
અને મોડી રાત સુધી પોલીસની કાર્યવાહી શરૂ હોવાનું સુત્રો જણાવી રહયા છે.


12-02-2019


error: Content is protected !!