Main Menu

Wednesday, March 27th, 2019

 

પક્ષ ગમે તેને ટીકીટ આપે હું કોંગ્રેસને જિતાડવા માટે છેલ્લા શ્ર્વાસ સુધી લડીશ : શ્રી પ્રતાપ દુધાત

હું કોંગ્રેસ પક્ષનો શિસ્તબધ્ધ સૈનિક છું પાર્ટી જે આદેશ કરે તે મારા માટે આખરી શબ્દ
ગણાશે : સાવરકુંડલાના ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાતની અવધ ટાઇમ્સ સાથે સીધી વાત

અમરેલી,
અમરેલી જિલ્લામાં કોંગ્રેસની ટીકીટ માટે ગજગ્રાહ ચાલી રહયા છે તેવા સમયે સાવ અલગ એવા સાવરકુંડલાના સાવ અનોખા એવા ધારાસભ્ય ૂી પ્રયાત દુધાતે સૌથી અનોખી વાત કહી હતી શ્રી દુધાતે જણાવેલ કેેે, પક્ષ ગમે તેને ટીકીટ આપે હું કોંગ્રેસને જિતાડવા માટે છેલ્લા શ્ર્વાસ સુધી લડીશ અને હું કોંગ્રેસનો શિસ્તબધ્ધ સૈનિક છું પાર્ટી જે આદેશ કરે તે મારા માટે આખરી શબ્દ ગણાશે તેમ સાવરકુંડલાના ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાતે અવધ ટાઇમ્સ સાથેની સીધી વાતમાં જણાવ્યું હતુ.
શ્રી સુરેશ કોટડીયા કે શ્રી જેવી કાકડીયા કે પછી શ્રી જેની ઠુમ્મર ? કે પછી પાર્ટી ખુદ શ્રી પરેશ ધાનાણીને મેદાનમાં ઉતારશે ? તેની ચાલી રહેલી ચર્ચા વચ્ચે કોંગ્રેસના યુવાન અને ગમે ત્યારે ગમે તેવા પગલા માટે પ્રસિધ્ધ એવા જુની માટીના ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાતે પોતાની દાવેદારી અંગે મૌન રાખી અને પાર્ટી ગમે તેને લડાવે અમે તેને જિતાડવા કોઇ કસર નહી છોડીએ તેમ જણાવ્યું હતુ.


અમરેલી બેઠક કોંગ્રેસ એક લાખ મતે જિતશે : શ્રી ડી.કે.રૈયાણી

અમરેલી બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર ગમે તે નકકી થાય પણ ભાજપની સરકારની સામે ગામડાઓમાં ભભુકતો રોષ ભાજપને જાકારો આપવાનો છે

એરસ્ટ્રાઇકની સચ્ચાઇ સામે આવતા ભાજપની ઉભી થયેલી છાપ પાછી ડાઉન થવા લાગી છે : ભાજપના સંમેલનમાં પણ પાંખી હાજરી હતી : શ્રી રૈયાણી

એક, બે દિવસમાં જ ઉમેદવાર જાહેર થશે : સર્વેમાં મહીલાને ટીકીટ ન આપવી જોઇએ તેવું જણાતા શ્રી જેની ઠુમ્મરને ટીકીટ નહી મળે : શ્રી પ્રતાપ દુધાત,શ્રી સુરેશ કોટડીયા, શ્રી જે.વી. કાકડીયા પણ ટીકીટનાં દાવેદાર છે

અમરેલી,અમરેલી જિલ્લા કોંગ્રેસના સેક્રેટરી અને લેઉવા પટેલ સમાજના પ્રમુખ શ્રી ડી.કે. રૈયાણીએ અવધ ટાઇમ્સની શુભેચ્છા મુલાકાત દરમિયાન જણાવ્યુ હતુ કે, અમરેલી સંસદીય બેઠક ઉપર કોંગ્રેસ ઓછામાં ઓછા એક લાખ મતે જિતશે અને ગામડાઓ ભાજપ સરકારની સામે રોષ મતદાન કરી અને વ્યકત કરવાના છે.અમરેલી લોકસભા બેઠક અત્યારે ભાજપની પાસે છે અને સતત બે ટર્મથી ભાજપના શ્રી સારણભાઇ કાછડીયા જિતતા આવ્યા છે આ વખતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચેની લડાઇમાં કોણ જિતશે ? તેવા સવાલના જવાબમાં શ્રી શ્રી ડી.કે. રૈયાણીએ જણાવેલ કે, ભલે બે બે વખત નારણભાઇ ચુંટાયા છે પણ આ વખતે ગામડાઓ ભાજપની સામે કચકચાવીને વોટીંગ કરવાના છે અને કદાચ સીટી એરીયામાં ભાજપનું ચિત્ર સારુ હશે પણ ગામડાઓની સંખ્યા વધારે છે અને ગામડાઓ ભાજપની સામે ચાલવાના છે.અને ગઇકાલે ભાજપના સંમેલનમાં હાજરી પણ સાવ પાંખી હતી.ભારતની સર્જીકલ સ્ટ્રાઇકનો ભાજપને ફાયદો થશે ? તેવા સવાલના જવાબમાં શ્રી ડી.કે. રૈયાણીએ જણાવેલ કે આ ખોટી બાબત છે તેની લોકોને જાણ થઇ ગઇ છે અને તેના કારણે એ ભાજપના સારા થઇ ગયેલા ચિત્રમાં ફેરફાર થયો છે.જો આ સ્ટ્રાઇક ન થઇ હોય તો વિંગ કમાન્ડર અભિનંદનને પાકીસ્તાને ભારતને સોંપ્યા તે શુ બતાવે છે ? તેવા સવાલના પ્રત્યુતરમાં શ્રી રૈયાણીએ જણાવેલ કે, પાકીસ્તાન ઉપર બન્ને દેશો વચ્ચે તનાવ ન વધે તેના માટે આંતરરાષ્ટ્રીય દબાણ હોવાને કારણે તેને સોંપવામાં આવેલ છે અને આપણે પાકીસ્તાનમાં જઇ અને બોમ્બ નાખ્યા છે તે હકીકત છે પણ તેમા શુ નુકસાની થઇ છે તે શા માટે જાહેર કરાતું નથી ?અમરેલી બેઠક ઉપર ભાજપે ઉમેદવાર પણ નકકી કરી નાખ્યા અને તેનું પહેલું વિજય વિશ્ર્વાસ સંમેલન પણ યોજાઇ ગયું ત્યારે કોંગ્રેસ ઉમેદવાર પણ નકકી નથી કરીે શકી તો જીતશો કેવી રીતે ? તેવા સવાલના જવાબમાં શ્રી ડી.કે. રૈયાણીએ જણાવેલ કે કોંગ્રેસ સારામાં સારા ઉમેદવારને મુકશે અને શ્રી જેનીબેન ઠુમ્મરને લડાવવા માટે માંગણી શ્રી વિરજીભાઇએ કરી છે પણ પાર્ટી દ્વારા અમરેલી બેઠક ઉપર કરાયેલા સર્વેમાં એવુ જણાયું હતુ કે જિલ્લામાં મહીલા ઉમેદવાર ન ચાલે તેવું લોકમાનસ છે અને તેના કારણે અમરેલી બેઠક ઉપર મહીલાને નહી લડાવાય.હાલમાં અમરેલી બેઠક ઉપર શ્રી પ્રતાપ દુધાત, શ્રી સુરેશ કોટડીયા અને શ્રી જે.વીે. કાકડીયા દાવેદાર છે.કોંગ્રેસ જીતશે તો કેટલા મતે જિતશે ? તેવા સવાલના જવાબમાં શ્રી ડી.કે. રૈયાણીએ જણાવેલ કે, ઓછામાં ઓછા એક લાખ મતે કોંગ્રેસ અમરેલી બેઠક જિતી રહી છે અમરેલીમાં કોંગ્રેસનું અદ્યતન કાર્યાલય દોઢથી બે કરોડના ખર્ચે બની રહયું છે અને કોંગ્રેસ સંપુર્ણ રીતે સજજ છે તેમ શ્રી ડી.કે. રૈયાણીએ અંતમાં જણાવ્યું હતુ.અમરેલીના નાગનાથ મહાદેવ મંદિરે પાટોત્સવ દરમિયાન અમરેલીને ઐતિહાસિક રીતે ધ્ાુમાડાબંધ પ્રસાદ લેવાના તથા વિવિધ સસ્થાઓ સાથે સંકળાયેલા અમરેલી લેઉવા પટેલ સમાજના પ્રમુખ શ્રી ડી.કે. રૈયાણીએ તાજેતરમાં યોજાયેલા પટેલ સમાજના સમુહલગ્નમાં આવેલી ચાંદલાની સાડાત્રણ લાખની રકમ શહીદોની સહાયમાં આપ્યા હતા.


ઇફકોમાં અમરેલી જિલ્લાના 10 ડેલીગેટ બિનહરીફ

પક્ષાપક્ષીથી પર અને સહકારી ક્ષેત્રે અનોખા એવા અમરેલી જિલ્લાનો ગુજરાતમાં ડંકો વાગી ગયો : છ જિલ્લાના 18માંથી એકલા અમરેલી જિલ્લાના જ 10 ડેલીગેટ બિનહરીફ

થયાદેશના સહકારી આગેવાન શ્રી દિલીપ સંઘાણી અને શ્રી વિરજીભાઇ ઠુમ્મરની કુનેહથી દેશની સૌથી મોટી મહત્વની સંસ્થા ઇફકોમાં અમરેલી જિલ્લાનું વર્ચસ્વ સ્થાપિત થયું

====================================================================================================================

શ્રી વિરજીભાઇ ઠુમ્મર, શ્રી રમણીકભાઇ સોજીત્રા, શ્રી મોહનભાઇ નાકરાણી,શ્રી દિપક માલાણી,શ્રી મનુભાઇ કશવાલા,શ્રી જયંતીભાઇ પાનસુરીયા, શ્રી ચતુરભાઇ ગજેરા,શ્રી પુનિતભાઇ પલસાણા,શ્રી રવજીભાઇ પાઘડાળ,શ્રી લાખાભાઇ પાનસેરીયા દેવગામવાળા બિનહરીફ થતા સહકારી ક્ષેત્રમાં આનંદની લાગણી :બિનહરીફ ડેલીગેટોને આવકારતા શ્રી અશ્ર્વીન સાવલીયા

અમરેલી,
દેશની સૌથી મોટી સહકારી સંસ્થા ઇફકોના ગુજરાતના ત્રણ ઝોન વડોદરા, જુનાગઢ અને રાજકોટ એમ ત્રણ ઝોનના 136 ડેલીગેટની આજે યોજાયેલી ચૂંટણીમાં અમરેલીનો ડંકો વાગ્યો હતો જુનાગઢ ઝોનમાં આવતા છ જિલ્લાના 18 ડેલીગેટોની ચૂંટણી આજે યોજાતા તેમાં એકલા અમરેલી જિલ્લાના 10 ડેલીગેટ બીનહરીફ થતા અમરેલી જિલ્લાના સહકારી ક્ષેત્રમાં આનંદ છવાયો છે.ગુજરાતના જુનાગઢ ઝોનમાં આવતા અમરેલી,પોરબંદર, ગીરસોમનાથ,ભાવનગર,ગઢડા બોટાદ,જુનાગઢ જિલ્લામાં કુલ 18 ડેલીગેટની આજે ચૂંટણી યોજાઇ હતી જેમા તમામ 18 ડેલીગેટ બિનહરીફ થયા હતા અને તેમાય એ 18માંથી એકલા અમરેલી જિલ્લાના જ 10 ડેલીગેટ શ્રી વિરજીભાઇ ઠુમ્મર, શ્રી રમણીકભાઇ સોજીત્રા,શ્રી જયંતીભાઇ પાનસુરીયા, શ્રી મોહનભાઇ નાકરાણી,શ્રી દિપક માલાણી,શ્રી મનુભાઇ કશવાલા,શ્રી જયંતીભાઇ પાનસુરીયા, શ્રી ચતુરભાઇ ગજેરા,શ્રી પુનિતભાઇ પલસાણા, શ્રી રવજીભાઇ પાઘડાળ, શ્રી લાખાભાઇ પાનસેરીયા દેવગામવાળા બિનહરીફ થયા હતા.દેશના સહકારી આગેવાન શ્રી દિલીપ સંઘાણીએ વડોદરા ઝોનથી ઉમેદવારી કરી હતી.
અમરેલી જિલ્લાએ સહકારી ક્ષેત્રમાં બતાવેલી એકતાને કારણે અમરેલી જિલ્લાના સહકારી ક્ષેત્રને ફાયદો થતા જિલ્લાના સહકારી ક્ષેત્રમાં આનંદની લાગણી છવાઇ છે અને આજે જુનાગઢ ખાતે આ પ્રક્રિયામાં સિંહફાળો આપનારા સહકારી આગેવાન અને અમર ડેરીના ચેરમેન શ્રી અશ્ર્વીન સાવલીયાએ બિનહરીફ ડેલીગેટોને આવકાર્યા હતા.


ગુરુકુલ પ્રિમિયર લીગ-9 ઓલ ઇન્ડીયા ઓપનનાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ

સળંગ 78 દિવસથી ચાલતી ટુર્નામેન્ટમાં નેપાળ એકેડેમી અને ભારતભરની 200 ક્રિકેટ ટીમો ભાગ લઇ રહી છે

અમદાવાદ,
શ્રી સ્વામિનારાયણ ગુરુુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ અંતર્ગત એસજીવીપી સૂર્યા સ્પોર્ટસ એકેડેમી દ્વારા, ગુરુકુલ પ્રિમિયર લીગ-9 ઓલ ઇન્ડીયા ઓપન નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટની શરુઆત શા.માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીના વરદ હસ્તે કરવામાં આવી હતી.જેમાંઅમદાવાદ રુરલ વિભાગના પોલિસ વડા શ્રી રાજેન્દ્ર અસારી, ઇન્ડીયન ઓઇલના ડાઇરેક્ટર શ્રી ભાવિન રાડીયા, લંડનથી હિરાણી રવજીભાઇ, શા.ભકતવત્સલદાસજી સ્વામી, કોઠારી ધર્મનંદનદાસજી, રીબડા ગુરુકુલના સંચાલક સ્વામી ધર્મવત્સલદાસજી સ્વામી, શા.કુંજવિહારીદાસજીસ્વામી,સુૂર્યકાંતભાઇ પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યુ હતું.લેધર બોલ ટુર્નામેન્ટ તા. 24.3.2019 થી શરુ થયેલ છે. ટેનિસ બોલ ટુર્નામેન્ટ તા. 28-4-2019થી શરુ થનાર છે.આ ક્રિકેટ ટુર્નામેન્ટ લેધરબોલ અને ટેનેસિ બોલથી રમાશે. જેમાં લેધર બોલમાં અને ગ્રુપ એ બે કેટેગરીમાં રમાશે. ગ્રુપમાં રણજી પ્લેયર અને ૈંઁન્પ્લેયર ભાગ લઇ શકશે. લેધર બોલટુન ર્ામેન્ટમાંગ ુજરાતઉ પરાંત દિલ્હી, મુંબઇ,યુ.પી,મદ્રાસ,ચેન્નાઇ, હરિયાણા, નેપાળ વગેરે રાજ્યોમાંથી 36 ટીમો ભાગ લઇ રહી છે. જ્યારે ટેનિસ બોલમાંરાજકોટ, અમદાવાદ, વડોદરા, હિંમતનગર, મહેસાણા, ભૂજ વગેરે ગુજરાતમાંથી 164 ક્રિકેટ ટીમો ભાગ લઇ રહી છે.આ ટુર્નામેન્ટમાં કુલ 15 લાખ રુપિયાના ઇનામો આપવામાં આવશે. જેમાં બન્ને કેટેગરીમાં પ્રથમ વિજેતા ટીમને બે લાખ અને એકાવન હજાર(2,51,000 રુપિયા)રોકડ પુરસ્કાર અને રનર્સ ટીમને એક લાખ ને એકાવન હજાર (1,51,000 રુપિયા) અને બેસ્ટ બોલર, બેસ્ટ બેટ્સમેન, મેન ઓફ ધ સીરિઝને રોકડ ઇનામઅને વ્યક્તિગત ગીફ્ટ તેમજ ટ્રોફી એનાયત કરાશે. આ પ્રસંગે પોલિસવડા અસારીએ જણાવ્યું હતું કે આવું નમુનેદાર ઝળહળ લાઇટોથી શોભી રહેલ ક્રિકેટ ગ્રાઉન્ડ જોઇ અત્યંત આનંંદ થાય છે,મન પ્રફુલિત થાય છે અને રમવાનું મન થાય છે કારણકે હું ક્રિકેટર છું.આ પ્રસંગે અમેરિકા સત્સંગ પ્રચાર અર્થે વિચરણ કરી રહેલ પૂ.માધવપ્રિયદાસજી સ્વામીએ તમામ ખેલાડીઓને અભિનંદન આપતા જણાવ્યું હતું કે જીતને ખેલદીલીથી સ્વીકારો સાથે સાથે હારને પણ ખેલદિલથી સ્વીકારીએ, અહીં ગ્રાઉન્ડને અમે મંદિર માનીએ છીએ. બેટ-બોલ અને રમતના સાધનોને અમે પૂજાની સામગ્રી માનીએ છીએ.પુરાણી બાલકૃ્ષ્ણદાસજી સ્વામીએ જણાવ્યું હતુ કે, આ એસજીવીપી સંકુલ યુવાનોને ખેલકૂદની સાથે સંસ્કારની સુવાસ ભરવાનું કામ કરે છે. ભારતનો યુવાન શરીરથી સ્વસ્થ હોય, મનથી નિર્મળ હોય તેની બુદ્ધિ તીક્ષ્ણ હોવી જોઇએ. ઘડતરના આવા ઉમદા ધ્યેયથી આ એસજીવીપી ઇન્ટરનેશનલ કેમ્પનું સર્જન થયુ છે. આ કાર્યક્મની વ્યવસ્થા સંભાળનાર શા.કુંજવિહારીદાસજી સ્વામી, જાલમસિંહ સર, ઘનશ્યામભાઇ સુવા, ભરતભાઇ પટેલ વગેરેને હાર પહેરાવી સન્માનિત કર્યા હતા. સંભા સંચાલન ભાનુભાઇ પટેલે સંભાળ્યું હતું.


ધારીના મોણવેલની સીમમા ગળાફાંસો ખાધેલી હાલતમાં 2 યુવાનોની લાશ મળી આવતા અરેરાટી

ધારી,ધારી તાલુકના મોણ્વેલ ગામની સીમ મા ગળાફાંસો ખાધેલી હાલતમાં 2 યુવાનો ની લાશ મળી આવતા અરેરાટી. આ બનાવ ની વધુ વિગત અનુસાર વિસાવદર તાલુકા ના દુધાળા ગામના રેહવાસી જયેશ ભનુભાઇ સાપરિયા ઉ. વ. 22 તથા ભાવેશ ભરતભાઈ દેદાણીયા ઉ. વ. 22 ને આજ ગામની યુવતીઓ સાથે પ્રેમ સમ્બન્ધ હોય તેમજ આ બંને યુવતીઓ એ અઢી માસ પહેલા જેરી દવા પી આપધાંત કરેલ હતો. જેનાથી આ બંને યુવાનો ને લાગી આવતા તા: 23/3/થી તા: 25/3/2019 દરમ્યાન મોણ્વેલ ગામની સીમ મા વૃક્ષ સાથે લટકી ને ગળાફાંસો ખાધેલ રીતે લાશ મળી આવતા લાશો ને ધારી સરકારી દવાખાને ખસેડવામાં આવેલ છે


ખાંભા તુલસીશ્યામ રેન્જના પીપળવા રાઉન્ડમાં સાત વર્ષની દીપડીનું ઇનફાઈટમાં મોત નિપજયું

ખાંભા,(રૂચીત મહેતા) ખાંભા તુલસીશ્યામ રેન્જના પીપળવા રાઉન્ડના વાંદળીગાળા વિસ્તારમાં ગત રાત્રીના વન વિભાગના સ્ટાફને પેટ્રોલિંગ દરમિયાન એક માદા દીપડીનો મૃતદેહ મળી આવ્યો હતો વધુ જાણવા પ્રમાણે વન વિભાગએ જણાવ્યું હતું કે પીપળવા 2 ના વાંદળીગાળા વિસ્તારમાં સાત થી આઠ વર્ષની એક દીપડી નો મૃતદેહ મળી આવ્યો હતો અને ઇજા ના નિશાન જોતા આ દીપડીનું મૃત્યુ ઇનફાઈટમાં થયું હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું હતું અને દીપડી ડોકટર દ્વારા ખાંભા રેન્જ ફિસ ખાતે પી એમ કરી અગ્નિદાહ આપવામાં આવ્યો હતો


ઇફકોની ચુંટણીમાં ડેલીગેટ તરીકે ફોર્મ ભરતા ગુજકો માસોલનાં ચેરમેન શ્રી દિલીપ સંઘાણી

શ્રી સંઘાણીએ ઉમેદવારી નોંધાવતા તેમના ટેકેદારો અને શુભેછચ્કોમાં આનંદની લાગણી

અમરેલી,ખાત2 ઉત્પાદનમા મોખ2ાનુ સ્થાન ધ2ાવતી સહકા2ી ક્ષેત્રની અગ્રીમ સંસ્થા ઈફકોની ચૂંટણી જાહેર થતા ડેલીગેટ્સ ત2ીકે ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ ઉમેદવારી નોંધાવતા આ ક્ષેત્રના વિકાસને વધુ વેગ મળશે તેમ સહકારી અગ્રણીઓએ જણાવેલ છે. ગ્રામ્ય ઉથ્થાન અને વિકાસમા સહકા2ી પ્રવૃતિની સક્રિયતા બળવતર છે તેવા સમયે ઈફકોના માધ્યમથી સહકારી પ્રવૃતિ ને વધુ અસરકારક બનાવવામા સંઘાણીનુ સામર્થ્ય અને કોઠાસુઝ લાભદાઈ બની રહેશે તેમ અખબારી યાદીના અંતમા જણાવાયેલ છે.


ગુરુવારે સાવરકુંડલામાં રાજકીય ભુકંપ આવવાની શકયતાઓ:મોટી રાજકીય નવાજુનીના એંધાણ

કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઇ માંડવિયા,ભાજપના વરિષ્ઠ આગેવાન
શ્રી દિલીપ સંઘાણી સહિતના ભાજપના દિગ્ગજો ગુરુવારે સાવરકુંડલામાં

અમરેલી,
કોંગ્રેસમાં ઉમેદવાર પસંદ કરવાની પ્રક્રિયા આડે ગણત્રીના કલાકો છે અને પસંદગીનું કોકડું ગુંચવાયેલં છે ત્યારે આગામી ગુરુવારે સાવરકુંડલામાં મોટો રાજકીય ભુકંપ આવવાની શકયતાઓ રાજકીય નિરીક્ષકો નિહાળી રહયા હોય મોટી રાજકીય નવાજુનીના એંધાણ દેખાઇ રહયા છે.
કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઇ માંડવિયા, ભાજપના વરિષ્ઠ આગેવાન શ્રી દિલીપ સંઘાણી સહિતના ભાજપના દિગ્ગજો ગુરુવારે સાવરકુંડલામાં હોય અમરેલી જિલ્લાના રાજકીય એપી સેન્ટર સાવરકુંડલામાં ગુરુવારે રાજકીય ભુકંપની શકયતાઓ વચ્ચે આ મોટી નવાજુનીથી ભાજપને ફાયદો થશે કે કોંગ્રેસને નુકસાન થશે ? તે આવનારો સમય બતાવશે.


27-03-2019


error: Content is protected !!