Main Menu

Saturday, March 30th, 2019

 

અમરેલી કોંગ્રેસની ટાંટીયાખેંચને કારણે અપક્ષ લડીશ : મહારાષ્ટ્રના કોંગી આગેવાન શ્રી વિજયભાઇ દવે

અમરેલી,
અમરેલી લોકસભા બેઠક ઉપર કોંગ્રેસના આગેવાનશ્રી વિજયભાઇ દવેએ આજે દોઢસો સમર્થકોની સાથે અમરેલી આવી અને અપક્ષ ફોર્મ ઉપાડયું હતુ. મહારાષ્ટ્રના થાણા જિલ્લાના કોંગ્રેસના વેપારી સેલના અધ્યક્ષ શ્રી વિજયભાઇ દવેએ જણાવેલ કેેે, મે અમરેલી બેઠક ઉપર ચૂટણી ળડવાની દાવેદારી કરી હતી પણ કોંગ્રેસમાં અંધ્ોર તંત્ર ચાલી રહયુ હોય તેમ મને લાગી રહયું છે અમરેલી બેઠક ઉપર કોંગ્રેસની ટાંટીયાખેંચને કારણે મે નિર્ણય લીધો છે કે, હુ અપક્ષ લડીશ મારે કોંગ્રેસના બેનરની જરુર નથી.
મહારાષ્ટ્રના કોંગી આગેવાન શ્રી વિજયભાઇ દવે અમરેલી જિલ્લાના વતની છે અને મહારાષ્ટ્રના આ કોંગી આગેવાને અમરેલી બેઠક માટે દાવેદારી કરી હતી જેને ગામે ગામથી સમર્થન પણ મળ્યુ હતુ. શ્રી વિજયભાઇ દવેએ અપક્ષ ફોર્મ ઉઠાવતા કોંગ્રેસમાં ખળભળાટ મચ્યો છે અને કુંડલામાં પડેલા ગાબડા બાદ કોંગીને વધ્ાુ એક ફટકો પડયો હોય તેમ મનાય રહયું છે.


30-03-2019


error: Content is protected !!