Main Menu

April, 2019

 

સાવરકુંડલામાં દીકરીઓએ માતાને કાંધ આપી

સાવરકુંડલા,મૂળ અમરેલી ચિતલ ખાતે રહેતા અને હાલ સાવરકુંડલા શહેર ના પારેખવાડી વિસ્તારમાં રહેતા અને સુથારી કામ કરતાપ્રવીણભાઈ વલ્લભભાઈ અગોતરિયા ના ધર્મપત્ની અને પ્રવીણભાઈ પરશોતમભાઈ સોડાગર ના દીકરી તથા જીતેન્દ્રભાઈ સાવરકુંડલા વાળા બહેન આરતીબેન ઉ.વ.-44 નું અવસાન થતા તેમને કોઈ દીકરો ન હોવાથી તેમની ત્રણ દીકરીઓ ધ્રુવી, વેનિશા, મેઘા દ્વારા તેમને ઘર થી સ્મશાન સુધી કાંધ આપી તેમને અંતિમ સંસ્કાર કર્યો હતો.


રાજુલા પાલિકામાં પ્રમુખના રાજીનામાથી ખળભળાટ

રાજુલા,રાજુલા વિધાન સભા બાદ રાજકીય ઘમાસાણ ના કારણે શહેર નો વિકાસ રૂંધાયો છે જે રીતે નગરપાલિકા મા કોંગ્રેસ ની સ્પષ્ટ બહુમતી આવી હતી અને પ્રમુખ ઉપપ્રમુખ ને લઈ ને વિવાદો ઉભા થયા હતા અને કોંગ્રેસ દ્વારા મીનાબેન વાઘેલા ને પ્રમુખ તરીકે બેસાડવા મા આવ્યા હતા ત્યાર બાદ તે પ્રમુખ ને હટાવી 1 ભાજપ ના સદસ્ય સહિત 19 સદસ્ય એ કોંગ્રેસ સામે બળવો કરી બાઘુબેન બાલાભાઈ વાણીયા ને પ્રમુખ સ્થાને બેસાડ્યા અને ત્યાર બાદ ઉપપ્રમુખ તરીકે છત્રજીતભાઈ ધાખડા ની નિમણૂક કરવા મા આવી હતી ત્યાર થી લઈ આજ સુધી રાજકીય દ્રામા ચાલી રહ્યો છે અને નગરપાલિકા મા ના વિવાદ ના કારણે તાજેતર મા લોકસભા ચૂંટણી સમયે કોંગ્રેસ ડેલીગેટ બાબુભાઈ જાલંધરા અને તેમના પુત્ર દીપકભાઈ જાલંધરા એ પણ કોંગ્રેસ થી નારાજ થઈ રાજીનામા ધરી દીધા હતા અને ત્યાર બાદ નગરપાલિકા પ્રમુખ બાઘુબેન વાણીયા એ રાજીનામુ ધરી દીધુ છે એટલે આ તમામ રાજકીય ગતિવિધિ હવે તેજ થય રહી છે અને અંગત કારણો સર રાજીનામા મા લખી આપી રહ્યા છે તારીખ 12:04 ના રોજ ઉપપ્રમુખ છત્રજીતભાઈ ધાખડા એ આપેલ રાજીનામા બાદ આ બધા રાજીનામા પડી રહ્યા છે જોકે તમામ સાથે ટેલિફોનિક સંપર્ક કરતા સૌવ કોઈ એકજ રટણ બતાવી રહ્યા છે રાજીનામુ માત્ર અંગત કારણ ધરી રહ્યા છે જોકે પ્રમુખ વિરુદ્ધ એટરોસિટી ની ફરિયાદ થય હતી અગાવ અને ત્યાર બાદ બળવાબોરો સદસ્યો ભારે નારાજ થયા હતા તેવી પણ વાત આવી હતી


અમરેલીના ટ્રાન્સપોર્ટ વ્યવસાયે જોઈ છે અનેક ચડતી પડતી

અમરેલી,અમરેલી શહેરનો વિસ્તાર અને વસ્તી ઓછી હોવા છતાય હાલ 15 ઉપરાંતના ટ્રાન્સપોર્ટો વિશાળ નેટર્વક સાથે કાર્યરત છે. જોકે, અમરેલીમાં એટલા ઉદ્યોગો નથી પણ દુકાનદારો સહિતના સર સામાન સહિત ચિજ વસ્તુુઓ ટ્રાન્સપોર્ટ દ્વારા આવતી અને જતી હવે અમરેલીનો વિકાસ થતા માલની આવક જાવક પણ વધી છે ઉપરાંત ધંધાની રીતે અમરેલીએ સુરત, બાપુનગર સહિત મોટા શહેરો સાથે જોડાયેલ હોવાથી ટ્રાન્સપોર્ટના વ્યવસાયમાં પણ સારા દિવસો આવ્યા છે. હવે મુશ્કેેલીઓ ઓછી વેઠવી પડે છે.
છેલ્લા પાચેક વર્ષથી બહારથી ચિજ વસ્તુુઓની આવક જાવકનું પ્રમાણ વધ્યું છે. ઉપરાંત નાન મોટા વ્યવસાયકારો દુકાનદારોને પણ ટ્રાન્સપોટેશન ઉદ્યોગથી ઘણો બધો ફાયદો થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આજથી 50 વર્ષ પહેલા બે ટ્રાન્સપોર્ટો શરૂ થયા ત્યાારે વેપારીઓનો પર્ચુરણ માલ આવતો જતો તેથી બંને ટ્રાન્સપોર્ટો બંધ થઈ ગયેલા.
એકાએક ફરીથી ટ્રાન્સપોર્ટ વ્યવસાય શરૂ થયો અને પ્રગતિના શીખરો સર કર્યા. હાલ અમરેલીથી સુરત, અમદાવાદ, મુંબઈ સહિત મેટ્રો સીટીના પણ ફુલ ટ્રક લોડીંગ અને પર્ચુરણ લોડીંગ પણ શરૂ થયું છે. તેથી હાલ અમરેલીમાં 15 ઉપરાંતના ટ્રાન્સપોર્ટો ધમધમે છે અને દેશભરમાં નેટવર્ક સ્થાપી પોતાની ઉમદા સેવા સાથે અમરેલી જીલ્લાનું ગૌવર વધાર્યુ છે તેમ હારૂનભાઇ ભરીએ જણાવ્યું હતુ. હાલ અમરેલીના ટ્રાન્સપોર્ટ વ્યવસાયે લોકોનો વિશ્ર્વાસ, સલામતી સાથે ઉમદા સેવા આપવાના અભિગમને કારણે ફરી ટ્રાન્સપોર્ટ વ્યવસાયનો વિકાસ થયો છે. અને બીજી તરફ આ વ્યવસાયમાં નેટવર્ક પણ વધ્યું છે તેમ જાણવા મળ્યું છે.


અમરેલીથી અમદાવાદ અને કાશ્મીરથી કન્યાકુમારી સુધી ટ્રાન્સપોર્ટ સેવા

અમરેલી,અમરેલી જીલ્લાનુ ગૈારવ વધારતો ટ્રાન્સપોર્ટ વ્યવસાય દેશ ભરમાં શિરમોર બન્યો છે. અમરેલી થી અમદાવાદ હોય કે કાશ્મીરથી કન્યાકુમારી સુધી ટ્રાન્સપોર્ટ સેવા માં અમરેલીનું નામ ગૈારવ પુર્વક લેવાઇ છે. જયારે વસ્તી અને વ્યવસાય પણ ન હતા ત્યારે અમરેલીમાં સૈા પ્રથમ ટ્રાન્સપોર્ટસેવા શરૂ થયેલી અને દેશ ભરમાં નાના મોટા અથવા ફુલ ટ્રક લોડીંગમાં મોટુ નેટવર્કબીછાવી ઝડપી સર્વીસ સાથે લોકોમાં વિશ્ર્વાસ મેળવી. લોકોના હદયમાં આગવું સ્થાન મેળવ્યુ છે. વસ્તી અને વ્યવસાયની દ્રષ્ટીએ એાદમ ટુંકુ ગણી શકાય તેવા આ વિસ્તારમાં ટ્રાન્સપોટ આનુસાંગીક કોઇ વ્યવસાય કે ઉદ્યોગ ધંધા ન હતા તેવા સમયે અમરેલીથી અમદાવાદ સુરત, મુંબઈ, સહિતના મેટ્રો સીટી સુકી પણ અમરેલીથી સેવા શરૂ થઈ અને ધીમે ધીમે વિસ્તરરી અને વિશાળ ફલક ઉપર કામ કરતી થઈ અને આ વિસ્તારમાં ટ્રાન્સપોર્ટ સેવા વિસ્તરી જેથી નાના વ્યવસાયકારો, લઘુઉદ્યોગો ઉપરાંત વેપારીઓને બહારગામથી માલ મંગાવવો પડે તેમ હોય ત્યારે ટ્રાન્સપોર્ટ સેવાની મદદ પુરતા પ્રમાણમાં મળી રહે છે. જેથી વેપારીઓએ પણ પોતાનો સમય ગુમાવવો પડતો નથી અને ઘેર બેઠા ચિજ વસ્તુુઓ મલળવી કે મોકલી શકાય છે. આમ ટ્રાન્સપોર્ટ વ્યવસાય લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થયો છે.


સુરતના સરથાણામાં બાબરા પંથકના કારખાનેદારના ઘરમાંથી 11 લાખની ચોરી

સુરત,(જયસુખ ધકાણ)સુરતના સરથાણા વિસ્તારમાં યોગીચોક પાસે તુલસી રો હાઉસ મકાન નં. 19માં રહેેતા અને લેસરનું મશીન ધરાવતા બાબરા તાલુકાના થોરખાણ ગામના વતની સંજયભાઇ ધીરુભાઇ અકબરી વેકેશનમાં સુરતમાં જ રહેતા પોતાના સબંધીને ત્યા પરિવાર સાથે ગયા બાદ તેના બંધ મકાનની ગ્રીલ અને સેકસન તોડી અને ચોરે બેડરૂમમાં રાખેલા પેટી પલંગ અને કબાટમાંથી 40 તોલા સોનાના દાગીના અને 47 હજારની રોકડ રકમ મળી કુલ રૂા. 1087000/-ની રકમ ચોરી કરી લીધાની ફરિયાદ પોલીસમાં થતા પોલીસે સોસાયટીમાં આવેલા સીસીટીવીના ફુટેજની ચકાસણી કરી તેની ઉપરથી તપાસ શરૂ કરી છે.


મુંબઇમાં સ્થાયી થયેલ અમરેલી જિલ્લાના વતનીઓએ ઉત્સાહભેર મતદાન કર્યુ

અમરેલી,મોહમયી નગરી મુંબઇમાં 25 ટકા ગુજરાતીઓ છે અને તેમા પણ સૌથી નોંધપાત્ર અમરેલી જિલ્લાના લોકો છે અમરેલી સંસદીય મતક્ષેત્રના વિસ્તારના એક લોકો પેઢીઓથી ધંધાર્થે મુંબઇમાં સ્થાયી થયા છે આજે ચોથા તબક્કાનું મતદાન થતા તેમા મુંબઇમાં વસતા અમરેલી જિલ્લાના વતનીઓએ ઉલ્લાસભેર મતદાન કર્યુ હતુ ગ્લેમરસ નગરી મુંબઇના રાજકીય ક્ષેત્રે પણ અમરેલી સંસદીય ક્ષેત્રનો દબદબો છે અમરેલીના વતની શ્રી હેમેન્દ્રભાઇ મહેતા મુંબઇમાં ધારાસભ્ય હતા અને જસર તાલુકાના શ્રી યોગેશભાઇ સાગર હાલમાં પણ ભાજપના ધારાસભ્ય છે.અહીના ઉદ્યોગો અને મહત્વના સ્થાનો ઉપર અમરેલી જિલ્લાના લોકો છે.


લોકસભાની ચૂંટણી:ચોથા તબક્કામાં 60 ટકા મતદાન

ન્યુ દિૃલ્હી, લોકસભા ચૂંટણી ૨૦૧૯ના ચોથા તબક્કાનું મતદૃાન આજે દૃેશભરમાં યોજાયું હતું. જેમાં ૯ રાજ્યોની ૭૨ બેઠકો પર મતદૃાન થયું હતું. જેમાં મહારાષ્ટ્રની ૧૭ રાજસ્થાન અને ઉત્તરપ્રદૃેશની ૧૩-૧૩, પશ્ર્ચિમ બંગાળની આઠ, મધ્યપ્રદૃેશ અને ઓડિશાની છ-છ, બિહારની પાંચ અને ઝારખંડની ત્રણ બેઠકો પર મતદૃાન થયું હતુ. ૬ વાગ્યા સુધીમાં સરેરાશ ૬૦ ટકા મતદૃાન નોંધાયું છે. આજે ૭૨ બેઠકો માટે સરેરાશ ૪૭ ટકા મતદૃાન થયું છે. જેમાં પશ્ર્ચિમ બંગાળમાં અત્યાર સુધીમાં સૌથી વધુ મતદૃાન થયું છે. બિહારમાં ૫૩.૬૭ ટકા, જમ્મુ અને કાશ્મીરમાં ૯.૭૯ ટકા, મધ્ય પ્રદૃેશમાં ૬૫.૮૬ ટકા, મહારાષ્ટ્રમાં ૫૧.૪૪ ટકા, ઓડિશામાં ૬૪.૦૫ ટકા, રાજસ્થાનમાં ૬૩.૧૧ ટકા, ઉત્તર પ્રદૃેશમાં ૫૩.૧૨ ટકા, પશ્ર્ચિમ બંગાળમાં ૭૬.૬૩ ટકા અને ઝારખંડમાં ૬૩.૭૬ ટકા મતદૃાન નોંધાયું છે. આજે મુંબઈમાં ફિલ્મી હસ્તીઓ ખુબ ઉત્સાહિત થઈને મતદૃાન કરી રહૃાાં છે. અમિતાભ બચ્ચને પત્ની જયા બચ્ચન, પુત્ર અભિષેક બચ્ચન અને વહુ એશ્ર્વર્યા બચ્ચન સાથે જૂહુમાં મતદૃાન મથકે પહોંચીને મતદૃાન કર્યું.
સલમાન ખાને બાંદ્રા પોિંલગ બૂથ જઈને મત આપ્યો. ગીતકાર ગુલઝારે પણ મુંબઈમાં મતદૃાન કર્યું. લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં યુપીની ૧૩ બેઠક પર અનેક દિૃગ્ગજોની પ્રતિષ્ઠા દૃાવ પર લાગેલી છે. આ તબક્કામાં પૂર્વ કેન્દ્રિય પ્રધાન સલમાન ખુરશીદૃ, શ્રીપ્રકાશ જાયસ્વાલ અને સપા અધ્યક્ષ અખિલેશ યાદૃવનાં પત્ની ડિમ્પલ યાદૃવ,ભાજપ નેતા સાક્ષી મહારાજ, ગિરિરાજિંસહ, સીપીઆઈના ઉમેદૃવાર કનૈયા કુમાર, આરએલએસપી નેતા ઉપેન્દ્ર કુશવાહ અને સૌથી ધનવાન ઉમેદૃવાર અને કમલનાથના પુત્ર નકુલ નાથનું ભાવિ ઈવીએમમાં સીલ થયું છે.
૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં આ ૭૨ બેઠકમાંથી ૫૬ બેઠક પર તેમને જીત મળી હતી. બાકીની ૧૬ બેઠકમાંથી બે પર કોંગ્રેસને જીત મળી હતી, જ્યારે તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)-૬ અને બીજેડી-૬ બેઠક જીતવામાં સફળ રહી હતી.


30-04-2019


28-04-2019


27-04-2019


error: Content is protected !!