Main Menu

Saturday, April 6th, 2019

 

ચમારડીમાં શ્રી વસ્તરપરાના અધ્યક્ષ સ્થાને ભાજપની બેઠક મળી

ચમારડી,(પરેશ રાઠોડ)
ભાજપ અગ્રણી જીવનભાઇ પીઠડીયા ભામાશા ગોપાલભાઇ વસ્તરપરા દ્વારા ભાજપના ઉમેદવાર નારણભાઇ કાછડીયાનું ભવ્ય સન્માન કરવામાં આવ્યુ હતુ. ગુજરાત રાજયમાં લોકસભા ચુંટણી નો જંગ છેડાઇ ચુકયો છે. ત્યારે અમરેલી બેઠક ઉપર જેની લાંબા સમયથી રાહ જોવાતી હતી. તેવા ભાજપના ઉમેદવાર નારણભાઇ કાછડીયાને સતત ત્રીજી વખત મેદાનમાં ઉતારવા માં આવ્યા છે. ત્યારે હાલમાં બાબરા તાલુકામાં ચુંટણી પ્રચાર દરમ્યાન બાબરાના ચમારડી ગામે ઉદ્યોગપતિ અને ભામાશા તરીકે જાણીતા ગોપાલભાઇ વસ્તરપરાના અધ્યક્ષ સ્થાને ભાજપ અગ્રણી જીવનભાઇ પીઠડીયાના નિવાસ સ્થાને ભાજપની મરત્વની બેઠક મળી હતી. ત્યારે પુર્વ ધારાસભ્ય બાવકુભાઇ ઉધાડ, વાલજીભાઇ ખોખરીયા, રામભાઇ સાનેપરા, નિતિનભાઇ રાઠોડ, મહેશભાઇ ભાયાણી, ભુપેન્દ્રભાઇ બસીયા, લલીતભાઇ આબલીયા, રાજુભાઇ વિરોજા, કાન્તીભાઇ દેત્રોજા, જીવરાજભાઇ બોદર, હિંમતભાઇ દેત્રોજા સહીતના દરેક સમાજના આગેવાનો કાર્યકર્તાઓ નારણભાઇ કાછડીયાને બહુમતિથી જીતાડવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો.

 


બાબરા અવધ ટાઇમ્સ બ્યુરો કાર્યાલયની મુલાકાતે પુર્વમંત્રી શ્રીઉંધાડ

બાબરા (દિપક કનૈયા)
બાબરા મુકામે નવનિર્મિત અવધ ટાઇમ્સ બ્યુરો કાયાર્લયની મુલાકાતે ભા.જ.પ.સરકારશ્રી ના પુર્વ મીનીસ્ટર અને દિગ્ગજનેતા બાવકુભાઇ ઉંધાડ શુભેષ્છા મુલાકાતે પધારેલ
બાબરા અવધ ટાઇમ્સ કાર્યાલયના યુવા પત્રકારશ્રી મનોજભાઇ કનૈયા અને દિપકભાઇ કનૈયાએ પુષ્પગુચ્છથી ઉષ્માભર્યુ સ્વાગત કરેલ આ તકે ભા.જ.પ. મહામંત્રીશ્રી મહેશભાઇ ભાયાણી તથા અવધ બેંક બાબરા શાખાના ચેરમેનશ્રી દિપકભાઇ સેદાણીની ઉપસ્થિત રહેલ.
અવધ નાગરીક શરાફી સહકારી મંડળી લી. બાબરા ની કાર્ય પધ્ધતી અને પાંચાળ મથકની પવિત્ર ભૂમિ બાબરા ખાતે અવધ બેંકથી પ્રભાવીત થઇ બા્રંચ મેનેજર શ્યામ સેદાણી, પુજાબેન અને રામ સેદાણી ને ધન્યવાદ પાઠવેલ અને ઉતરોતર પ્રગતી માટે શુભકામના પાઠવેલ .
પત્રકારશ્રી મનોજભાઇ કનૈયા, દિપકભાઇ કનૈયા, વિજયભાઇ માળી, દિપકભાઇ સેદાણી, રાજુભાઇ મેણીયા, શ્યામ સેદાણી,પુજાબેન આશીષભાઇ પરમાર,અને અવધ ટાઇમ્સ કાર્યાલય ઇન્ચાર્જ રામભાઇ સેદાણીએ ભાવભર્યો આવકાર આપેલ છે.


06-04-2019


error: Content is protected !!