Main Menu

Tuesday, April 9th, 2019

 

અમરેલીની નદીમાં કોળી આધેડ ની ભેદી હત્યા

અમરેલી,
અમરેલી શહેરની નદીમાં આવેલા બાવાજીના સ્મશાન તરીકે ઓળખાતી જગ્યામાં આજે સાંજે એક હત્યા કરાયેલી લાશ મળી આવતા પોલીસ દોડી ગઇ છે અને મરનારની ઓળખ મેળવતા તે કોળીવાડામાં રહેતા રમેશ ભનુભાઇ દેગામા કોળી નામના આધેડ ની હોવાનું જાણવા મળતા લાશને પોસ્ટમોટર્મ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.
આ અંગે જાણવા મળતી માહીતી અનુસાર અમરેલીના ગાયત્રી મોક્ષધામનની પાછળની સાઇડે મેલડી માતાના મંદિરથી આગળ બાવાજીના સ્મશાન તરીકે ઓળખાતી જગ્યામાં રમેશ દેગામાની લાશ મળી હતી તેના માથામાં તિક્ષણ હથીયારના ઘા કરાયેલા હોવાનું અનુમાન લગાવાઇ રહયું છે મરનાર અપરણીત હોવાનુ અને રોજ રાત્રે મેલડી માના મંદિરે સુવા જતો હોવાનું બહાર આવવા પામ્યું હતુ.
અમરેલી સીટી પોલીસના પીએસઆઇ શ્રી પરાડીયા તથા રાઇટર શ્રી કપીલભાઇ બગડા અને શ્રી રમેશભાઇ વાળા તથા શ્રી યુવરાજસિંહ, હરેશસિંહ સહિતના પોલીસ કાફલાએ ઘટનાસ્થળે પહોંચી અને જીણવટભરી તપાસ શરૂ કરી છે.મરનારને નશો કરવાનીે આદત હોવાનું પણ સ્થાનિક વર્તુળોમાં સ્થળ આસપાસ ચર્ચાતુ હતુ.આ બનાવ અંગે લોકલ ક્રાઇમ બ્રાંચ તથા સીટી પોલીસ દ્વારા શકમંદોને રાઉન્ડઅપ કર પુછપરછ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.


09-04-2019


error: Content is protected !!