Main Menu

Thursday, April 11th, 2019

 

નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલકી…ધારીમાં નંદોત્સવ ઉજવાયો

ધારી, શ્રી દ્વારકેશ યુવક મંડળ અને શ્રી દ્વારકેશ મહિલા મંડળ ધારી દ્વારા શ્રી બાલકૃષ્ણલાલજી ની હવેલી ધારીમાં પૂ.પા.ગો.શ્રીદ્વારકેશલાલજી મહારાજશ્રીના સ્વમુખે શ્રીમદભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ દરમિયાન આજે નંદોત્સવ ઉજવાયો હતો. ભાગવત સપ્તાહના મુખ્ય યજમાન પદે શ્રીમતિ નીરૂબેન ધીરૂભાઇ માધવાણી મુંબઇ રહેશે રૂક્ષ્મણી વિવાહના ઠાકોરજી પક્ષના મનોરથી શ્રીમતિ નીરૂબેન ધીરૂભાઇ માધવાણી તેમજ શ્રીમતિ જયશ્રીબેન નીતીનભાઇ રાજપરા બાલમૃકૃન્દ જવેલર્સ અમરેલી રૂક્ષ્મણીવિવાહના કન્યા પક્ષેમનોરથી શ્રીમતી પુનીતાબેન કેતનભાઇ સોની અને શ્રીમતિ બીનાબેન પ્રકાશભાઇ સોની નિલકંઠ જવેલર્સ અમરેલી તથા શ્રીગીરીસધન કંદરાના મનોરથી શ્રી ધીરૂભભાઇ શામજીભાઇ માધવાણી મુંબઇ વાળા છે.શ્રીમદભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો લાભ લેવા સર્વેને દ્વારકેશ યુવક મંડળ ના પ્રમુખ રમણીકભાઇ સોજીત્રા દ્વારા ભાવભર્યુ હાર્દિક નિમંત્રણ પાઠવ્યું છે.


જુનાગઢ શહેરની જનતા માટે લાઇવ ડેમોસ્ટેશન યોજાયા

રાજાણી ગૃપ જુનાગઢ શહેરનાં અલગ-અલગ એરીયામાં આયોજન સાથે કરી રહયુ છે. તે પૈકી મોતી બાગ એરીયા થી શરૂઆત કરી ને આજરોજ લાઇવ ડેમોસ્ટેશન ઝાંઝરડા રોડ પર સમાપન કરેલ છે, જેમાં ઝાંઝરડા રોડ તથા આજુબાજુનાં એરીયા તરફ થી બહુજ સારો એવો કંપની ને વેચાણ માં પ્રતીસાદ મળેલ છે અને જુનાગઢ શહેર નું દરેક શહેરી જનતા એ એકસ્ટ્રા સ્કીમનો ભરપુર લાભ લીધો છે અને મેળવે છે તોતેના માટે રાજાણી ગૃપ દરેક પ્રોડકટ વાપરતા દરેક કસ્ટમર વર્ગનો હદયપુર્વક આભાર માને છે અને હજુ આગળ ઉપર કંપનીના લાઇવ ડેમોસ્ટેશન જોષીપરા માર્કટ એરીયા તથા ટીબાવાડી એરીયા માટે નું આયોજન કરશે. તો આ ડેમોસ્ટેશનનો હેતુ ફકત ને ફકત જુનાગઢની દરેક શહેરી જનતાને ધરે -ધરે કંપનીની દરેક પ્રોડકટસ પહોચાડવાનાં હેતુથી આયોજન કરે છે. આપ સૌ શહેરી જનતાને ખ્યાલ છે જ કે રાજાણી ગૃપની હાલ દરેક પ્રોડકટસ ચા, મસાલા, મુખવાસ, અગરબતી,માચીસ,વોશીગ પાઉડર, ડીર્ટજન્ટ બાર, નાહવા માટે નો બાથશોપ,ટોયલેટ કલીનર તો ખરૂજ પણ મસાલાની સીઝનને ધ્યાનમાં રાખીને કંપનીએ સ્પે.આચાર મસાલા(અથાણા માટે) બારેમાસ ભરવા લાયક પણ લોન્ચ કરેલ છે. અપ સૌ જાણો જ છો કે રાજાણી ગૃપ કંપની અયારે દરેક પ્રોડકટસ સાથે સૌરાષ્ટ્ર,ગુજરાત,કચ્છ તથા અન્ય પાંચ (5) રાજયો સાથે 4 થી 4.5 લાખ(ચાર થી સાડાચાર લાખ) વેચાણ કાઉન્ટર ઉપર પ્રોડકટ પહોચાડે છે, જે કંપનીનું સ્લોગન સાર્થક કરે છે,કે રાજાણી ગૃપ એટલે જીવનભર નું અતુટ બંધન. ઉપરોકત આ કાર્ય માટે કંપનીનાં એમ.ડી. શ્રી ધમેેન્દ્રભાઇ રાજાણીનું કહેવું છે કે આ કામ ગૃપ કે ગૃપનાં સંગઠન થી અને ઇશ્રરનાં આશીર્વાદ થી જ થઇ શકે છે અને ટીમનો આ કાર્ય માટે શ્રી વિપુલભાઇ ભટ્ટ તથા તેમની દરેક સભ્યો ટીમ ખુબજ ઉસાહ થી કાર્ય કરે છે. ઉપર મુજબનાં મુદ્દાઓ શ્રી હાદિર્કભાઇ આપની અનુકુળતા મુજબ પેપર માં લખાણ શોટીગ કરી લેશોજી.


અમરેલીમાં શ્રી સંઘાણી પરિવારને સાંત્વના પાઠવતા શ્રી ઓમ માથુરજી સહિત આગેવાનો

અમરેલીમાં નાફસ્કોબના ચેરમેન દિલીપભાઇ સંઘાણીના માતૃશ્રી શાંતાબાનું નિધન થતા સંઘાણી પરિવારમાં ઘેરો શોક વ્યાાપી ગયો છે. ગુજરાત પ્રદેશ ભાજપના પ્રભારી ઓમ માથુર જીગુજરાત ભાજપના પ્રદેશ મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા ડો. કનુભાઈ કલસરિયા હરિધામ સોખડા ના પૂજ્ય સ્વામીજી હીરાભાઈ સોલંકી બાવકુભાઈ ઉંધાડ હિરેનભાઈ હિરપરા સહિતે શોકાંજલી પાઠવી અને સંઘાણી પરિવારને સાંત્વનના પાઠવી હતી.તે વેળાએ તસ્વીરમાં નજરે પડે છે.


બગસરા શહેર તાલુકા ભાજપની બાઇક રેલી યોજાઈ

બગસરા,લોકસભાના ભાજપના ઉમેદવાર અને 108 તરીકે ઓળખાતા ઈવા શ્રીનારણભાઇ કાછડીયા ને જંગી બહુમતીથી વિજેતા બનાવા માટે બગસરા શહેર તેમજ તાલુકા ભાજપના કાર્યકર્તાઓ દ્વારા આજ રોજ ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવેલ હતું તેમજ બગસરા શહેર તેમજ તાલુકાના મુખ્ય કાર્યલયનુ ઉદઘાટન પૂર્વ કૃષિમંત્રી શ્રી દિલીપભાઈ સંઘાણીના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલ હતું આ પ્રસંગે બગસરા નગર પાલિકાના ઉપ પ્રમુખ નિતેશભાઈ ડોડીયાએ દીપ પ્રાગટય કરી કાર્યાલય ખુલ્લું મુકવામાં આવેલ.
આ તકે બગસરા નગર પાલિકાના પ્રમુખ રશીલાબેન પાથર બગસરા શહેર ભાજપ પ્રમુખ એ.વી.રિબડીયા અમરેલી જિલ્લા ભાજપ મંત્રી રાજુભાઇ ગીડા બગસરા નાગરિક સરાફી મંડળીના ચેરમેન રશ્વિનભાઇ ડોડીયા બગસરા માર્કેટીંગ યાર્ડના પ્રમુખ કાંતિભાઈ સતાસીયા કનુભાઈ પટોળીયા અમરેલીના ભગિરથભાઈ ત્રિવેદી શિક્ષણ સમિતિના ચેરમેન હરેશ પટોળીયા મુકેશભાઈ ગોંડલીયા યુવા ભાજપ પ્રમુખ વિપુલ કાછડીયા ધીરુભાઈ માયાણી વિપુલભાઈ કયાડા પ્રવીણભાઈ રફાલીયા અશ્વિન જોતાનીયા વિપુલભાઈ ભેસાનિયા ધીરુભાઈ કોટડીયા ઘનશ્યામભાઈ સાદરાની સહિતના ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ હતા .
આ તકે શ્રી દિલીપભાઈ સંઘાણી રશ્વિનભાઇ ડોડીયા એ હાકલ કરેલકે બગસરા માથી ભાજપના ઉમેદવારને જંગી લીડ આપવામાં આવે અને નરેન્દ્રભાઇ મોદીએ કરેલા વિકાસના કામોની વાતો ઘરે ઘરે વાત લઈને મતદારોને જાગૃત કરવા અને હવે મતદાનને ગણતરીના દિવસોજ બાકી છે.
તો તમામ નાના મોટા કાર્યકર્તાઓ ભાજપના ઉમેદવારને જંગી બહુમતીથી વિજેતા બનાવા માટે કામે લાગી જવા જણાવ્યું હતુ


શ્રી પરેશ ધાનાણીને મળ્યો સુરતનો સાથ : વિરાટ જાહેરસભા

અમરેલી, અમરેલી જિલ્લાના લાખો લોકો જયા વસે છે તેવા જિલ્લાની આર્થિર્ક કરોડરજજુ ગણાતા સુરતમાં આજે અમરેલી લોકસભા બેઠક ઉપરથી ચૂંટણી લડતા રાજયના વિરોધપક્ષના નેતા શ્રી પરેશ ધાનાણીના સમર્થનમાં વિશાળ જાહેર સભા યોજવામાં અને શ્રી પરેશ ધાનાણીને સુરતનો સાથ અપાવવામાં સાવરકુંડલાના ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાતને સફળતા મળી હતી.સુરતમાં શ્રી પરેશ ધાનાાણીના ટેકામાં વિજય વિશ્ર્વાસ સંમેલન યોજાયું હતુ.જેમા શ્રી પરેશ ધાનાાણી ઉપરાંત અમરેલી જિલ્લાના ધારાસભ્યો શ્રી વિરજીભાઇ ઠુમ્મર, શ્રી જે.વી. કાકડીયા, શ્રી અંબરીષ ડેર તથા શ્રી પ્રતાપ દુધાતે સુરતમાં રહેતા અમરેલી જિલ્લાના રહીશોને સંબોધી શ્રી પરેશ ધાનાણીને વિજેતા બનાવવા હાકલ કરી હતીસાવરકુંડલા અને લીલીયાના ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાતે પોતાની રાજકીય અને અંગત  તાકાત વાપરી અને સુરતમાં સુરતના માંધાતાાઓને શ્રી પરેશ ધાનાાણીના સમર્થનમાં લાવી વ્યુહ રચના ઘડી છે જેમાં તે સફળ થયા છે.

 


અમરેલીમાં સેકન્ડ રેન્ડમાઈઝેશન પ્રક્રિયા હાથ ધરાઇ

અમરેલી,
લોકસભા સામાન્ય ચૂંટણી 2019 અન્વયે કલેક્ટર કચેરી ખાતે આજે જનરલ ઓબ્ઝર્વરશ્રી લલિત ગોગોઈ અને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આયુષ ઓકના માર્ગદર્શન તળે રાજકીય પક્ષો, ઉમેદવારો અને તેમના પ્રતિનિધિઓની હાજરીમાં કોમ્પ્યુટરાઇઝડ પદ્ધતિથી સેકન્ડ રેન્ડમાઇઝેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પ્રસંગે નાયબ ચૂંટણી અધિકારી શ્રી આર. જી. આલ, પ્રાંત અધિકારીશ્રી ડી. એન. સતાણી અને ચૂંટણી મામલતદારશ્રી ઉપસ્થિત રહ્યા હતા.


અમરેલી પાલીકા દ્વારા ડામર રોડનું કામ શરૂ

અમરેલી પાલીકા દ્વારા ડામર રોડનું કામ શરૂ થતા લોકોને અને વેપારીઓને ઉડતી ધ્ાુળ માંથી મુકિત મળશે.
વેપારીઓને પોતાની દુકાનો આગળ ધ્ાુળથી બચવા પ્લાસ્ટીક રાખવા પડતા હતા તેમાથી હવે મુકિત મળશે.પાલીકા દ્વારા સ્ટેશન રોડ અને માર્કેટયાર્ડ વિસ્તારમાં રોડ કામગીરી કરવામાં આવતા લોકોમાં ખુશી વ્યાપી ગઈ હતી.


વડવાઓની સમાધી ઉપર બેસી શરાબ પીતા રમેશ દેગામાને શામજી રાવળદેવે પતાવી દીધો હતો

અમરેલી,અમરેલી શહેરમાં ગઇરાતે અમરેલી જેસીંગપરા રાવળ જ્ઞાતીના સ્મશાનમાં થયેલ આધ્ોડ વયના રમેશભાઇ ભનુભાઇ દેગામા રહે. અમરેલી વાળાનું શામજીભાઇ પુંજાભાઇ રાઠોડ રાવળદેવ રહે. અમરેલી જેસીંગપરા વાળાએ તીક્ષ્ણ હથીયારના મોઢા ઉપર તથા ગળાના ભાગે જીવલેણ ધા મારી હુમલો કરી મૌત નિપજાવેલ હોવાની ફરિયાદ મરણજનારના કુટુંબી ભાઇ ભાવેશભાઇ મગનભાઇ દેગામા રહે. અમરેલી ગજેરાપરા, કોળીવાડ વાળાએ કરતા સીટી પોલીસે આરોપીને ગણતરીની કલાકમાં પકડી પાડયો હતો. અમરેલી સીટી પોલીસ ટીમ.અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાયએે આ બનાવ સંબંધ્ો આરોપી પકડી પાડવા જરૂરી સુચના હોય જે અન્વયે મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી. પ્રેમસુખ ડેલુ ના માર્ગદર્શન તળે ગઇ કાલ તા.09/04/2019 ના રોજ સીટી પોલીસ સ્ટેશન ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી. મહેશ એ.મોરી તથા અમરેલી શહેર પોલીસ સ્ટેશનના એએસઆઇ રસુલભાઇ ખોખર તથા યુએચસી યુવરાજસીંહ સરવૈયાની સંયુકત બાતમી આધારે પોલીસ સ્ટાફે આરોપીને અમરેલી તાલુકા વિસ્તારના ગાવડકા ગામના જુના ખંઢેર રેલ્વે સ્ટેશનમાંથી આ કામનો આરોપી શામજીભાઇ પુંજાભાઇ રાઠોડ રાવળદેવ રહે. અમરેલી જેસીંગપરા વાળા છુપાયેલ હોવાની હકિકત આધારે મજકુર આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી લીધ્ોલ હતો


કાલે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અમરેલી જિલ્લાના પ્રવાસે

અમરેલી,
કાલે તા.12મીના રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના અમરેલી સંસદીયમતવિસ્તારમાં ભરચક કાર્યક્રમ ગોઠવાયા હોવાનું જાણવા મળેલ છે.
ભાજપના અમરેલી બેઠકના ઉમેદવાર શ્રી નારણભાઇ કાછડીયાના સર્મથનમાં તા. 12ના સવારે સાડા નવ કલાકે જાફરાબાદના ઉના રોડ ઉપર જીએચસીએલ ગ્રાઉન્ડમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની વિશાળ જાહેરસભા યોજાશે અને બપોર સુધી કાર્યકર્તાઓ સાથે બેઠક યોજાનાર છે.
જાફરાબાદ બાદ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી બપોર 3 વાગ્યે અમરેલીના શ્રી દિલીપ સંઘાણી ટાઉનહોલ ખાતે અમરેલી શહેરના પ્રતિષ્ઠત વેપારીઓ વિવિધ ક્ષેત્રના આગેવાનો અને શહેરના અગ્રણી નાગરીકોની સાથે સવાંદ કરશે અને ત્યાર બાદ સાંજે શ્રી વિજયભાઇ રૂપાણી મહુવા ખાતે જાહેરસભાને સંબોધવાના હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.


11-04-2019


error: Content is protected !!